તીતુન પાવુલો લેખનો કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
તીતુ યેહુદી સીવાયોઅ જાતીમ રેખ ખ્રીસ્તી બોંણનું. ઓનો તો હારી ગોઠ જાહેર કોઆંન કામોમ પાવુલોઅ મોદોદ કોઅત્નું. તીતુ કીરેત બેટોમ આથુ તેંહડામ પાવુલો તીયાન આય કાગોલ લેખનો. કેવકા, તેંહડામ કીરેત બેટોઅ ખ્રીસ્તી મોંડોળ હાચવાઅન માટો પાવુલ તીયાન તાંહીં થોવી આલનું. પાવુલો આય કાગલોમ તીન ખાસ બાબોતી લેખ્યાહ.
પેલ્લો તા, તીયા મોંડોળોઅ દેખરેખ રાખનારો વોળીલહોંઅ ચાલ-ચોલગોતી કોંહડયા વેઆંન જોજવે તો લેખ્યોહ. કેવકા, કીરેત બેટોઅ રેવાસહ્યોંઅ ચાલ-ચોલગોતી ખારાબ આથ્યા (1:12). બીજી બાબોત પાવુલો આય લેખીહ કા, તાંહીં મોંડોળોમ જે લોક આહાય તીંયહાંન ઓમુક સાલાહ આપાઅન આખ્યોહ. દાખલા તોરીકો, ડાયો માટહ્યોંન નો ડાયો થેઅહીંન એંહડી સાલાહ આપાઅન આખ્યોહ, તે જુવાન માટહ્યોંન નો જુવાન થેઅહીંન કેલવે. ઓનો જુવાનહ્યાંન નો ગુલામહોંન કેકેવ કેલવુનુંઅ તો બી તીયા લેખ્યોહ. ઓનો સેન્નો, ખ્રીસ્તી માંહાંઅ ચાલ-ચોલગોતી કોંહડયા વેઆંન જોજવે તો પાવુલ લેખેહ. તો એવ લેખેહ કા, ખ્રીસ્તી માંહેંઅ તા, સાંત્યોમ રેઆંન માગનારે, દોસ્તી રાખનારે, આદરાય નેંય કોઅનારે, કોડાઅરી માથાકુટ નેંય કોઅનારે, ઓનો મોંડોળોમ ભાગલા નેંય પાળનારે વેઆંન જોજવે.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1-4
મોંડોળોઅ દેખરેખ રાખનારો વોળીલહોંઅ બાબોત 1:5-16
મોંડોળોઅ જુદયો-જુદયો ટુકળ્યોહોંઅ જોવાબદાર્યા 2:1-15