16
ફોરોસી ઓનો સાદુકી લોક ઈસુઅ પારખો કોઅતાહ
(માર્ક ૮:૧૧-૧૩; લુક ૧૨:૫૪-૫૬)
1 એક દીહ, ફોરોસી પોંથોઅ થોળાક લોક નો સાદુકી પોંથોઅ થોળાક લોક ઈસુઅહીં આલા. તીયાઅ પારખો કોઈન તીયાન ઝુટુ પાળાઅન તીંયહાંઅ ઈરાદુ આથુ. તીંહીંઅ લીદો, તીંયહાં તીયાપોઅ માગણી કોઅયી , “પોરમીહેરોઅહીં રેઅખુજ તું આલુહ તીંહીંઅ આમહાંન ખાતરી વેય તીંહીંઅ ખાતોર એક ચોમોત્કાર કોઈ દેખાવ.”
2 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “આય દેસોમ દીહ બુડેહ તેંહડામ જુગ રાતળે તાંહાંઅ તુમું આખતાહ , “જુગ રાતળીહ તીંહીંઅ લીદો વારાપ આવનારુ આહાય.’ 3 ઓનો વેગીઅ જુગ રાતળે નો આંદારો-આંદારો લાગે તાંહાંઅ તુમું આખતાહ , “જુગ રાતળીહ ઓનો આંદારો-આંદારો લાગેહ તીંહીંઅ લીદો ભારી વોરહાત પોળનારુ આહાય.’ જુગીઅ દેખાવોપોઅ રેખુજ તુમું હોવામાનોઅ આગાહી કોઈ સેક્તાહ. પોન આમુ પોરમીહેર જો કોઈ રેયુહ તો તુમું હોમજી નાંહ સેક્તા. 4 તુમું ભારી ખારાબ લોક આહાય. ઓનો તુમું હાચ્યો રીતો પોરમીહેરોઅ ભોક્તી નાંહ કોઅતા. તુમું માંઅપોઅ ચોમોત્કારોઅ માગણી કોઅતાહ કા? યોનાઅ જીવોનોમ વેયનો ચોમોત્કારો સીવાય, બીજુ કોન્નું બી ચોમોત્કાર પોરમીહેર તુમાંઅ આગલાઅ નેંય દેખાવીઅ.”
એવ આખીન હાતીઅ ઈસુ તીંયહાંન સોળીન ઉળ્યોમ બોહીન તીંયહાંઅહીં રેખ ચાલ્યુ ગોયુ. a
ફોરોસી ઓનો સાદુકી લોકહોંઅ બાબોતોમ ઈસુ ચેલહાંન ચેતવેહ
(માર્ક 8:14-21)
5 ગાલીલ તાલાય પાર કોઈન ઈસુ ઓનો ચેલા તીયો તોળી પોચ્યા તાંહાંઅ, ચેલહાંન ભાન વેયો કા તે પોતાઅરી માંડા નેઅ આવાઅન વીહરાય ગોયના. 6 તાંહાંઅ ઈસુ ચેલહાંન આખ્યો, “હેઅજા! ફોરોસી ઓનો સાદુકી લોકહોંઅ ખોમીરો રેખ ચેતીન રેજા.” 7 તાંહાંઅ ચેલા માજાઅ-માજ ચારચા કોઆ ખેટયા , “આપુ માંડા નાંહ દાલા તીંહીંઅ લીદો તો એવ આખેહ.”
8 ચેલા જો આખત્ના તો ઈસુ જાંઈ ગોયુ. તીંહીંઅ લીદો તીયા તીંયહાંન ફુચ્યો, “ઓ માંઅપોઅ એકદોમ ઓસુ વીસવાહ રાખનારહાં, તુમાંપોઅ માંડા નાંહ તીંહીંઅ તુમું માજાઅ-માજ કેવ ચારચા કોઅતાહ? 9 તુમું આજી નાંહ હોમજ્યા કા? પાંચ રોટલ્યોહોં કોઈન માંયોં પાંચ ઓજાર લોકહોંન ખાવાવનો તાંહાંઅ વાદના કુટકા તુમહાં એકઠા કોઅના તીંહીંઅ કોતેહ સીબને પોરાઅને તો તુમહાંન ઈયાદ નાંહ કા? 10 ઓનો હાંત રોટલ્યોહોં કોઈન માંયોં ચાર ઓજાર લોકહોંન ખાવાવનો તાંહાંઅ વાદના કુટકા તુમહાં એકઠા કોઅના તીંહીંઅ કોતેહ સીબને પોરાઅને તો બી તુમહાંન ઈયાદ નાંહ કા?
11 તેબી તુમું એવ કાંહાંન નાંહ હોમજુઅતા કા માંય તુમહાંન માંડાઅ બાબોતોમ નોખુ આખતુ? માંય તા એવ આખત્નું કા તુમું ફોરોસી ઓનો સાદુકી લોકહોંઅ ખોમીરો રેખ ચેતીન રેજા.”
12 તાંહાંઅ ચેલા હોમજ્યા કા, તો તીંયહાંન મોગનુઅનો નોટોમ પેલતા તીંહમેઅ આથુ દાવનારો ખોમીરોઅ બાબોતોમ નોખુ આખતુ, પોન તો ફોરોસી ઓનો સાદુકી લોકહોંઅ ખોટો ઉપદેસહોંઅ બાબોતોમુજ આખત્નું.
પીતોર કોબુલ કોએહ કા ઈસુજ ખ્રીસ્ત આહાય
(માર્ક ૮:૨૭-૩૦; લુક ૯:૧૮-૨૧)
13 હાતીઅ ઈસુ કાયસારીયા ફીલીપ્પી સેરોઅ વીસ્તારોમ આલુ તાંહાંઅ તીયા ચેલહાંન ફુચ્યો, “માંહાંઅ પોયોર એટલે માંય કોડુ આહાય તીંહીંઅ બાબોતોમ માંહેંઅ કાય આખતેહ?”
14 તાંહાંઅ ચેલહાં જોવાબ આપ્યુ, “થોળેક આખતેહ કા તું બાપતીસ્મા કોઅનારુ યોહાન આહાય. બીજે થોળેક આખતેહ કા તું એલીયા આહાય. બીજે આખતેહ કા તું યેરેમીયા આહાય નેતા તું પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ બીજુ એખું આહાય.”
15 તાંહાંઅ ઈસુ તીંયહાંન ફુચ્યો, “માંય કોડુ આહાય તીંહીંઅ બાબોતોમ તુમું કાય આખતાહ?”
16 સીમોન પીતોરો તીયાન આખ્યો, “તું ખ્રીસ્ત આહાય! તું જીવતો પોરમીહેરોઅ પોયોર આહાય.”
17 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “ઓ યોનાઅ પોયરા સીમોન! પોરમીહેર તોઅપોઅ ભારી રાજી આહાય. આમુ તુંયોં જો આખ્યો તો તુંન કોય બી માંઅહાં નાંહ જાણાવ્યો, પોન હોરગો વેઅનો માંઅ પોરમીહેર બાહકાજ તુંન તો જાણાવ્યો.
18 આમુ માંય તુંન આખોંહ, તું પીતોર, એટલે “ખોળકો” આહાય. ઈયો ખોળકાપોઅ માંય માંઅ મોંડોળ ચોણનારુ આહાય. નોરોકોઅ તાકોતી તોગાત બી ઈયો મોંડોળોન હારાવી નેંય સેકે.
19 પોરમીહેરોઅ રાજ ચાનીઅ તીયો મોંડોળોઅ બાદી સોત્તા માંય તુંન આપહીં. તોરત્યોપોઅ તું જો જો બોંદ પાળહો, તો પોરમીહેર બી બોંદ પાળીઅ. ઓનો તોરત્યોપોઅ તું જે જે સુટ આપહો, તીયોન પોરમીહેર બી સુટ આપીઅ.”
20 હાતીઅ ઈસુ તીયાઅ ચેલહાંન કોળોક રીતો હુકોમ કોઅયુ, “માંય ખ્રીસ્ત આહાય તો તુમું કોડાન બી નોખા આખતા!”
પોતાઅ મોતોઅ બાબોતોમ ઓનો તો ફાચુ જીવતુ વેઈ તીંહીંઅ બાબોતોમ ઈસુ આગાહી કોએહ
(માર્ક ૮:૩૧-૯:૧; લુક ૯:૨૨-૨૭)
21 તીયો વોખોત રેખ ઈસુ તીયાઅ ચેલહાંન હોમજાવુ ખેટ્યુ , “માંઅ યેરુસાલેમ જાનુંઅ પોળેહ. તાંહીં યેહુદી આગેવાન, મોડા પુંજારા, ઓનો નીયોમ હીકવુઅનારા જે દુખે માંન પાળીઅ તે માંય વેઠહીં. ઓનો તે માંન મોતોઅ સાજા આપીઅ. ઓનો મોઈન હાતીઅ તીજો દીહ પોરમીહેર માંન ફાચુ જીવતુ ઉઠવીઅ.”
22 તાંહાંઅ પીતોર ઈસુન એક વેલ નેઅ જાયન તીયાન ઠોપકુ આપુ ખેટ્યુ , “માલીખ, મેરબાની કોઈન પોરમીહેર તોઅ જીવોનોમ આંહડો વેઆંન નેંય દેય. આંહડો તોઅ જીવોનોમ કોય દીહ બી બોંણનુંજ નેંય જોજવે.”
23 તાંહાંઅ ઈસુ પીતોરોઅ વેલ ફીરીન તીયાન આખ્યો, “સેતાનોઅ ગાંઉં તું નોખુ બોનતુ. પોરમીહેરોઅ મોરજી પુરી કોઅતા તું માંન ઓટકાવોહ. આય તોઅ વીચાર તા પોરમીહેરોઅ મોરજ્યો પોરમાણો નાંહ, પોન માંહાંહાંઅ મોરજ્યો પોરમાણોજ આહાય.”
24 હાતીઅ ઈસુ તીયાઅ ચેલહાંન આખ્યો, “જો કોડો બી માંઅ ચેલો બોંણાંઅ માગતો વેય તા, તીયાઅ પોતાઅ મોરજ્યો પોરમાણો ચાનાંઅન સોળી દેનુંઅ જોજ્વે ઓનો માંઅ લીદો દુખે વેઠીન મોઆંન બી તીયાર વેયન માંઅ ચેલો બોંણાંઅન જોજ્વે. 25 કાંહાંનકા, જોબી પોતાઅ જીવ બોચાવાઅન મોથેહ, તો કાયોમોઅ માટો નેંયજ જીવે. પોન જીયાન બી તો માંઅ ચેલો આહાય તીંહીંઅ લીદો માંહેંઅ માઈ ટાકતેહ, તો કાયોમોઅ માટો જીવીઅ. 26 માંહેંઅ દુન્યાઅ બાદયા ચીજી મેલવે પોન કાયોમોઅ માટો નેંય જીવે તા તીંયહાંન કાંય બી લાબ નાંહ. એંહડી એક બી ચીજ નાંહ કા જે માંહુંઅ પોરમીહેરોન આપીન કાયોમોઅ માટો જીવી સેકે. 27 કાંહાંનકા, માંહાંઅ પોયોર માંય માંઅ પોરમીહેર બાહકાઅ મોડાય નેયન માંઅ દુતહોંઅરી આવનારુ આહાય. ઓનો તેંહડામ માંય બાદો માંહાંહાંન તીંયહાંઅ કામહોં પોરમાણો બોદલુ આપહીં.
28 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: આમુ આંહીં ઉબો રેયનારહાંમ થોળેક એંહડે આહાય કા જે માંય આવીન લોકહોંઅ જીવોનહોંમ રાજ કોઅહીં તો હેઅતા પેલ્લાઅ નેંય મોઈઅ.”