15
યેહુદી લોકહોંઅ આગલોઅ ડાયહાં આપના રીવાજ
(માર્ક ૭:૧-૧૩)
1 એક વોખોત, યેરુસાલેમોમ રેખ થોળાક ફોરોસી ઓનો નીયોમ હીકવુઅનારા ઈસુઅહીં આલા ઓનો તીયાન ફુચ્યો, 2 “આપોઅ આગલોઅ ડાયહાં આપના રીવાજ તોઅ ચેલા કાંહાંન નાંહ પાલતા? ખાતા પેલ્લાઅ તે પોતાઅ આથ બી નાંહ તુવતા. ”
3 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ,“તુમાંઅ પોતાઅ રીવાજ પાલાઅન ખાતોર તુમું પોરમીહેરો આપનું નીયોમ કાંહાંન તોળતાહ? 4 “તોઅ યાહકી-બાહકાન માન આપ,’ ઓનો ’જોબી પોતાઅ બાહકાઅ કા યાહકયોઅ બાબોતોમ ખોટ્યા ગોઠી આખે, તીયાન મોતોઅ સાજા આપનુંઅ’ એવ પોરમીહેરો આખ્યોહ. 5 પોન તુમું તા એવ હીકવુઅતાહ કા, જો એક માટી પોતાઅ યાહકયોન કા બાહકાન આખે , “તુંન મોદોદ કોઆંન માટો માંઅપોઅ જો આથો તો માંયોં પોરમીહેરોન ઓરપોણ કોઈ દેદોહ’, 6 તા, તીયાઅ પોતાઅ યાહકી-બાહકાન મોદોદ કોઆંન જુરુલ નાંહ. ઓનો એવી રીતો પોતાઅ યાહકી-બાહકાન મોદોદ કોઆંન બાબોતોમ પોરમીહેરો આપનું નીયોમ તુમું રોદ કોઅતાહ. 7 ઓ ઢોંગહ્યોં, પોરમીહેરો તીયા જાણાવની ગોઠ જાહેર કોઅનારો યેસાયાઅ મારફોતો તુમાંઅ આગલોઅ ડાયહાંઅ બાબોતોમ જો આખ્યોહ, તો તુમહાંન બી બોરાબોરુજ લાગુ પોળેહ. પોરમીહેરો એવ આખ્યોહ:
8 “આય લોક દેખાવોઅ પુરતીજ માંઅ ભોક્તી કોઅતાહ, પોન તીંયહાંઅ મોનહોંમ તા, ખોરેખોર માંઅ માટો માયાજ નાંહ.
9 તે માંઅ ભોક્તી કોઅતાહ તો નોક્કામો આહાય. કાંહાંનકા, માંયોં જો આખ્યોહ તો હીકવાઅન બોદલો, તે માંહાંહાંઅ બોંણાવનો નીયોમહોંનુંજ હીકવુઅતાહ.”
માંહાંહાંન વોટલાવનાર્યા બાબોતી
(માર્ક ૭:૧૪-૨૩)
10 હાતીઅ ઈસુ લોકહોંન પોતાઅ પાહો હાદીન તીંયહાંન આખ્યો, “જો માંય આમુ તુમહાંન આખાઅન આહાય તો તુમું ઉનાઆ ઓનો હોમજા! 11 માંહાંઅ મુંયોંમ જો ખાણો જાહે તો તીયાન નાંહ વોટલાવતો, ઉલટો તીયાઅ મુંયોંમ રેખ જો નીંગેહ તોજ, એટલે કા, તો જે ખારાબ ગોઠી આખેહ, તેજ તીયાન વોટલાવત્યાહ.” 12 હાતીઅ તીયાઅ ચેલહાં તીયાઅહીં જાયન તીયાન ફુચ્યો કા “તુંયોં આમુ જો આખ્યો તો ઉનાયન ફોરોસહ્યોંન ખોટો લાગ્યોહ. તીંહીંઅ તુંન ખોબોર આહાય કા?”
13 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “હોરગો વેઅનો માંઅ પોરમીહેર બાહકા નાંહ રુપ્યા તેંહડા બાદા હોડ ઉપટી ટાકાઈઅ. 14 તીયો ફોરોસહ્યોંઅરી માથાકુટ મા કોઅતા. તે તા આંદલો લોકહોંન દોરનારો આંદલો માટ્યોઅ ગાંઉં આહાય. એક આંદલો માંહુંઅ બીજો આંદલો માંહાંઅન દોરે તા, તે બેનું ખાડામ પોળીઅ.”
15 તાંહાંઅ પીતોર આખી ઉઠ્યુ, “આમુ તુંયોં જો દાખલુ આખ્યુહ તો આમહાંન હોમજાવ.”
16 તાંહાંઅ ઈસુ તીયાઅ ચેલહાંન આખ્યો, “આજી બી તુમહાંન ઓકોલ નાંહ કા? 17 માંહેંઅ જોબી ખાણો ખાતેહ તો તીંયહાંઅ મોનહોંમ નાંહ જાતો, પોન ડેડહીંમ જાહે, ઓનો હાતીઅ સોરીદોમ રેખ બારો નીંગી જાહે. તો તુમું નાંહ જાંઅતા કા? 18 પોન માંહાંહાંઅ મુંયોંહોંમ રેખ જે ખારાબ સોબ્દા નીંગતાહ, તે તીંયહાંઅ ખારાબ મોનહોંમ રેખ આવતાહ ઓનો તીંયહાંન વોટલાવતાહ. 19 તીંયહાંઅ ખારાબ મોનહોંમ રેખ ખારાબ વીચાર આવતાહ, ઓનો તે ખુન કોઆંન, સીનાલો કોઆંન, ઓનો એંહડે બીજે મેલે કામે કોઆંન, ઝુટી સાક્સી પુરાઅન, ઓનો બીજહાંઅ બાબોતોમ ખોટ્યા ગોઠી આખાઅન તીયો માંહાંહાંન દોરવુણી આપતાહ. 20 આય બાબોતીજ માંહાંહાંન વોટલાવત્યાહ. પોન આથ તુવ્યા વોગોર ખાય તો, તીંયહાંન વોટલાવતો નાંહ.”
કાનાન જાતીઅ એક થેઈઅ વીસવાહ
(માર્ક ૭:૨૪-૩૦)
21 હાતીઅ ગાલીલ જીલ્લામ રેખ નીંગીન ઈસુ તુર ઓનો સીદોન સેરહોંઅ પાહીરોઅ વીસ્તારોમ ગોયુ. 22 તાંહાંઅ તીયો વીસ્તારોમ રેનારી એક થેઅ, જે કાનાની જાતીઅ આથી તે, ઈસુ રેત્નું તીયો જાગો આલી. તે બોમની-બોમનીન તીયાન આખ્યા કોઅત્ની , “ઓ સાહેબ, દાવીદ રાજાઅ વોસુલા વેઅના ખ્રીસ્ત, માંઅપોઅ દાયા કોઅ! માંઅ પોયર્યોન પુત લાગ્યુહ ઓનો તો તીયોન ભારી દુખ પાળેહ.”
23 પોન ઈસુ તીયોન કાંય બી જોવાબ નેંય આપ્યુ, એક સોબદુ બી નેંય; તાંહાંઅ ચેલહાં તીયાઅહીં આવીન તીયાન કાલાવાલા કોઅયા, “તીયોન મોકની દે. કાંહાંનકા, તે આપોઅ ફાચલા-ફાચલાઅ બોમનુઅતી આવેહ.”
24 પોન ઈસુ જોવાબ આપ્યુ, “માંન તા પોરમીહેરો યેહુદી સીવાયોઅ લોકહોંઅહીં નેંય, પોન જે વાટ ચુકી ગોયનો ઘેટહાંઅ ગાંઉં આહાય તીયો યેહુદી લોકહોંઅહીંજ મોકન્યુહ.”
25 પોન ઓતાહામ તે થેઅ આલી ઓનો ઈસુઅ પાગો પોળીન તીયો આખ્યો, “ઓ, સાહેબ, માંન મોદોદ કોઅ.”
26 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “પોયરાહાંઅ ખાઆંન નેયન તો કોઅરો હુંણહાંઅ બોચહાંન ટાકી આપનુંઅ તો હારો નાંહ.”
27 તાંહાંઅ તીયો થેઈ આખ્યો, “તોઅ ગોઠ હાચીજ આહાય, સાહેબ. પોન કોઅરો હુંણહાંઅ બોચે તા, પોતાઅ માલીખોઅ ઠાલ્યોમ રેખ વેરાઅના માંડાઅ કુટકા ખાતેહજ કને?”
28 તાંહાંઅ ઈસુ તીયોન જોવાબ આપ્યુ, “બાયા, તું માંઅપોઅ મોડુ વીસવાહ રાખોહ તીંહીંઅ લીદો, માંય તોઅ મોરજ્યો પોરમાણો તોઅ પોયર્યોન હારી કોઅહીં!” ઓનો તીયોજ ઘેળી તીયોઅ પોયરી હારી વેઅ ગોયી.
ઈસુ ઘોણો માંદહાંન હારે કોએહ
29 ઈસુ તાંહીં રેખ નીંગીન ગાલીલ તાલાયોઅ તોળી રેયન ગોયુ. હાતીઅ તો એક ડોગર્યોપોઅ ચોળીન તાંહીં બોઠુ. 30 તાંહાંઅ ભારી લોક લુલહાંન, આંદલાહાંન, ખોળહ્યાંન, મુંગહાંન ઓનો બીજો ઘોણો માંદો માંહાંહાંન નેયન તીયાઅહીં દાલા, ઓનો તીંયહાંન ઈસુઅ પાગોઅ આગલાઅ થોવ્યે ઓનો તીયા તીંયહાંન હારે કોઅયે. 31 ઓનો મુંગહાંન બોનતે, લુલહાંન હારે વેતે, ખોળહ્યાંન ચાનતે, ઓનો આંદલાહાંન દેખતે વેતે હેઈન બીજો લોકહોંન નોવાય લાગી. ઓનો તીંયહાં ઈસરાયેલ લોકહોંઅ પોરમીહેરોઅ ગુણગાન કોઅયા.
ઈસુ ચાર ઓજાર માંહાંહાંન ખાવાવેહ
(માર્ક ૮:૧-૧૦)
32 ઈસુ તીયાઅ ચેલહાંન પાહો હાદીન આખ્યો, “આય લોકહોંપોઅ માંન કીઅમોઅ કોઈ આવેહ. કાંહાંનકા, આજયાર્અ તીન દીહ વેતાહ તે માંઅરીજ આહાય. ઓનો આમુ તીંયહાંપોઅ ખાઆંન કાંય બી નાંહ. તીંયહાંન ફુકાજ મોકની દેઆંન માંઅ મોરજી નાંહ. કોદાચ તે વાટોજ ચોમો-ટાકા પોળીઅ.” 33 તાંહાંઅ ચેલહાં તીયાન ફુચ્યો, “આત્તો બાદો લોકહોંન ખાવાવાઅન પુરતો ખાઆંન આય ઉજળોમ આમું કાંહીં રેખ દાવજી?”
34 તાંહાંઅ ઈસુ તીંયહાંન ફુચ્યો,“તુમાંપોઅ કોત્યાહ રોટલ્યા આહાય?”
તાંહાંઅ તીંયહાં જોવાબ આપ્યુ, “આમાંપોઅ હાંત રોટલ્યા ઓનો થોળેક પુજને માસે આહાય.”
35 હાતીઅ ઈસુ લોકહોંન પુંયોંપોઅ બોહાઅન હુકોમ કોઅયુ. 36 હાતીઅ તીયા હાંત રોટલ્યા નો માસે નેદે, તીંયહાંઅ ખાતોર પોરમીહેરોઅ આબાર માન્યુ, તે પાગ્યા, ઓનો તે ચેલહાંન આપ્યે, ઓનો ચેલહાં તે લોકહોંન આપ્યે. 37 તીંયહાં બાદહાં તારાયન ખાદો. હાતીઅ ચેલહાં વાદના કુટકા એકઠા કોઅયા તા, તીંહીંઅ હાંત સીબને પોરાઅયે. 38 ઓનો ખાનારા માટીજ ચાર ઓજાર આથા, ઓનો થેઈ નો પોયરે તા જુદે.
39 લોકહોંન ઓલાવીન હાતીઅ ઈસુ ઉળ્યોમ બોહીન માગદાલા વીસ્તારોમ ગોયુ.