14
બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ મોત
(માર્ક 6:14-29; લુક 9:7-9)
1 તીયો વોખોત ગાલીલ વીસ્તારોઅ રાજપાલ હેરોદ આંતીપા ઈસુઅ બાબોતોમ ઉનાઅયો. 2 તાંહાંઅ તીયા પોતાઅ દોરબારો વેઅનો માંહાંહાંન આખ્યો, “તો તા ખોરેખોર બાપતીસ્મા કોઅનારુ યોહાન આહાય. તો મોઅનામ રેખ ફાચુ જીવતુ ઉઠ્યુહ તીંહીંઅ લીદો, ઓત્તા બાદા ચોમોત્કાર કોઆંન તીયાપોઅ તાકોત આહાય.” 3-4 હેરોદોઅ એવ આખાઅન કારોણ ઈં આથો કા, તીયા યોહાનોન માઈ ટાકાવનું. તે બાબોત એવ આથી: હેરોદો તીયાઅ પાવોહ ફીલીપોઅ નાડી હેરોદીયાન પાળાવી નેદની. એટલે, યોહાન હેરોદોન આખ્યા કોઅત્નું, “તુંયોં હેરોદીયાન પાળાવી નેદીહ તો તા પોરમીહેરો આપનો નીયોમો પોરમાણો ખોટો આહાય”. તીંહીંઅ લીદો, હેરોદીયા યોહાનોન તેઆંન હેરોદોન ફોરોજ પાળ્યા કોઅત્ની. એટલે, હેરોદો યોહાનોન તેઈન બાંદાવાનું ઓનો તીયાન જેલીમ પુરાવાઅન હુકોમ કોઅનું. 5 હેરોદ યોહાનોન માઈ ટાકાઅન માગત્નું, પોન તીયાન એંહડી બીખ આથી કા, જો તો એવ કોએ તા, જીયો લોકહોંન યોહાનો ઉપદેસ આપનું, તે લોક હેરોદોઅ વીરુદ ધામાલ કોઈઅ. કાંહાંનકા, તે યોહાનોન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ માનત્ના.
6-7 તેબી, હેરોદોઅ જોલ્મો દીહોઅ ઉજવુણ્યોઅ વોખોત, હેરોદીયાઅ પોયરી બાદો ગોમારહાંઅ આગલાઅ નાચી, ઓનો હેરોદોન તીયો ઓત્તુ બાદુ ખુસ કોઈ દેદુ કા, તીયા હોમ ખાયન તીયોન વોચોન આપ્યો , “માગ,માગ, તું જોબી માગો તો માંય તુંન આપહીં.”
8 તાંહાંઅ પોતાઅ યાહકયોઅ સાલાહો પોરમાણો તીયો પોયર્યો હેરોદોન આખ્યો, “બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ મુનકો આમુન-આમુ વાડાવીન એક પારાતોમ થોવીન માંન આપ.” 9-12 તો ઉનાયન રાજા ભારી દુખી વેયુ. પોન ગોમારહાંઅ આગલાઅ તીયા આપનો વોચોનોઅ લીદો, તીયા તીયોઅ માગણી પુરી કોઆંન હુકોમ કોઅયુ, ઓનો જેલીમ યોહાનોઅ મુનકો વાડાવ્યો. હેરોદોઅ માંહેંઅ યોહાનોઅ મુનકો એક પારાતોમ નેઅ આલે, ઓનો તીયો પોયર્યોન આપ્યો. નો પોયરી તો પોતાઅ યાહકયોઅહીં નેઅ ગોયી. તાંહાંઅ યોહાનોઅ ચેલા આલા, ઓનો યોહાનોઅ લાસીન નેઅ જાયન કોબીરોમ હોજી દેદી. હાતીઅ તે ગોયા ઓનો ઈસુન તીંહીંઅ ખોબોર આપી.
ઈસુ ચોમોત્કારોઅ રીતો પાંચ ઓજાર લોકહોંન ખાવાવેહ
(માર્ક ૬:૩૦-૪૪; લુક ૯:૧૦-૧૭; યોહાન ૬:૧-૧૪)
13 તે ખોબોર ઉનાયન, બીજો લોકહોં રેખ સેટો રેઆંન માટો ઈસુ તીયાઅ ચેલહાંઅરી તાંહીં રેખ નીંગીન એક ઉળ્યોમ બોહીન એક ઉજોળ જાગો ગોયુ.
તીંહીંઅ ખોબોર પોળી તાંહાંઅ, લોકહોંઅ મોડુ ટોલુ પોતાઅ ગામહોંમ રેખ નીંગીન પાગ-વાટો ઈસુઅ ફાચલાઅ ગોયુ. 14 ઈસુ ઉળ્યોમ રેખ ઉતર્યુ ઓનો તીયા લોકહોંઅ મોડુ ટોલુ તીયાઅ વાટ હેતુ દેખ્યુ. તાંહાંઅ તીયાન તીયો લોકહોંપોઅ ભારી દાયા આલી. ઓનો તેંહડામ તીયા જે માંદે આથે તીંયહાંન હારે કોઅયે. 15 વાઅતો પોળ્યો તાંહાંઅ, તીયાઅ ચેલહાં તીયાઅહીં આવીન આખ્યો, “આમુ ભારી મોળો વેઅ ગોયોહ. ઓનો આય જાગુ બી ઉજોળ આહાય. આય લોક ગામહોંમ જાયન પોતાઅ માટો ખાઆંન વેચાઅતો નેઅ સેકે, તીંહીંઅ ખાતોર તીંયહાંન વાટો પાળી દે.”
16 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “તીંયહાંઅ જાઆંન કાંય જુરુલ નાંહ. તુમું પોતોજ તીંયહાંન કાંય ખાઆંન આપા!”
17 ચેલહાં જોવાબ આપ્યુ, “આંહીં આમાંપોઅ તા પાંચ રોટલ્યા નો બેન પુજને માસે ઓતેહજ ઓતોહજ આહાય.”
18 ઈસુ આખ્યો, “તે આંહીં માંઅહીં દાવા.”તાંહાંઅ ચેલહાં તે દાવીન ઈસુન આપ્યે.
19 ઓનો તીયા, બાદો લોકહોંન ચારાપોઅ બોહાઅન આખ્યો. હાતીઅ તીયા પાંચ રોટલ્યા નો બેન માસે નેદે, ઓનો જુગીઅ વેલ હેઈન પોરમીહેરોઅ આબાર માન્યુ, ઓનો રોટલ્યા નો માસે પાગીન ચેલહાંન આપ્યે. ઓનો ચેલહાં તે લોકહોંન વાઅટી આપ્યે. 20 બાદો લોકહોં તારાયન ખાદો. હાતીઅ વાદના કુટકા ચેલહાં એકઠા કોઅયા તા, તીંહીંઅ બાર સીબને પોરાઅયે. 21 ખાનારહાંમ પાંચ ઓજાર માટી આથા, ઓનો થેઈ નો પોયરે તા જુદે!
ઈસુ પાંઅયોંપોઅ ચાનેહ
(માર્ક ૬:૪૫-૫૨; યોહાન ૬:૧૫-૨૧)
22 ઓનો તુરુતુજ ઈસુ ચેલહાંન ઉળ્યોમ બોહાઅન ઓનો તીયાઅ આગલાઅ તાલાયોઅ તીયો તોળી જાઆંન આખ્યો. ઓનો તો તા લોકહોંન વાટો પાળાઅન રેયુ. 23 લોકહોંન વાટો પાળીન હાતીઅ તો એખનુંજ ડોગોપોઅ પોરમીહેરોન ઓરોજ કોઉ ગોયુ. વાઅતો પોળ્યો તાંઉં તો તાંહીં એખનુંજ આથુ. 24 તેંહડામ ચેલા બોઠના તે ઉળી તાલાયોમ ઘોણો સેટો ચાલી ગોયની. ઓનો વારુ ભારી ચાનત્નું તીંહીંઅ લીદો, ઉળી ચુવહાં કોઈન ડોન્યા કોઅત્ની.
25 ઉજાલો વેઆંન તીયાર્યોમ આથો તાંહાંઅ ઈસુ પાંઅયોંપોઅ ચાનતુ-ચાનતુ આમાંઅહીં આલુ. 26 ચેલાહાં ઈસુન પાંઅયોંપોઅ ચાનતુ-ચાનતુ આવતુ દેખ્યુ તાંહાંઅ તે કાબરાય ગોયા ઓનો “બોલાગોત... બોલાગોત,” એવ આખીન તે બોમની ઉઠયા. 27 પોન ઈસુ તા તુરુતુજ ચેલહાંન આખ્યો, “હીંમોત રાખા! ઓ તા માંય આહાય! બીતા મા!”
28 તાંહાંઅ પીતોરો જોવાબ આપ્યુ, “માલીખ, ઓ જો ખોરેખોર તું વેય તા, માંય બી તોઅહીં પાંઅયોંપોઅ ચાનતુ-ચાનતુ આવોં એંહડુ માંન હુકોમ કોઅ.”
29 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “આવ!” તાંહાંઅ પીતોર ઉળ્યોમ રેખ ઉતરીન પાંઅયોંપોઅ ચાનતુ-ચાનતુ ઈસુઅ વેલ જાઅનું ખેટ્યુ . 30 પોન વારુ જોરપોઅ ચાનત્નું તો દેખીન પીતોર બીયુ, ઓનો પાંઅયોંમ બુડુ ખેટ્યુ , ઓનો તો બોમની ઉઠ્યુ, “માલીખ, માંન બોચાવ!”
31 તાંહાંઅ તુરુતુજ ઈસુ લાંબુ આથ કોઈન તીયાન તેઈ નેદુ, ઓનો તીયાન આખ્યો, “ઓસો વીસવાહો વાલા! તુંયોં સોંકા કાંહાંન રાખી?” 32 તે બેનું ઉળ્યોમ ચોળ્યા તાંહાંઅ, વારુ પોળી ગોયુ. 33 ઉળ્યોમ આથા તે બીજા ચેલા ઈસુઅ પાગો પોળીન આખી ઉઠયા , “હુદાઅજ તું પોરમીહેરોઅ પોયોર આહાય!”
ગેન્નેસારેત જીલ્લામ ઈસુ માંદહાંન હારે કોએહ
(માર્ક ૬:૫૩-૫૬)
34 તાલાયોન ઉનકીન ઈસુ ઓનો ચેલા ગોન્નેસારેત જીલ્લામ આવી પોચ્યા. 35 ઓનો તાંહીંરોઅ માંહાંહાં ઈસુન ઓઅખી કાડયુ. તાંહાંઅ તીંયહાં પાહીરો-પાહીરોઅ બાદો વીસ્તારોમ ખોબર્યોહોંન મોકનીન બાદો માંદો લોકહોંન નેઅ હાદયા ઓનો તીંયહાંન ઈસુઅહીં દાલે.
36 ઓનો તીંયહાં ઈસુન કાલાવાલા કોઅયા, “માંદો લોકહોંન તોઅ ઝોબ્બાઅ કોરીન તેબી ઓળકાઅન દે!” તાંહાંઅ તીયાન ઓળકુઅનારા બાદા માંદા લોક હારા વેઅ ગોયા.”