13
વાવનારાઅ બાબોતોમ દાખલુ
(માર્ક ૪:૧-૯; લુક ૮:૪-૮)
1 તો દીહજ, ઈસુ ઓનો તીયાઅ ચેલા કોઅમે રેખ નીંગ્યા ઓનો તાલાયોઅ તોળી ગોયા. ઓનો તો લોકહોંન ઉપદેસ આપાઅન તાંહીં બોઠુ. 2 તાંહાંઅ ભારી માંહેંઅ તીયાઅ ચારુ વેલ એકઠે વેયે. તીંહીંઅ લીદો તો એક ઉળ્યોમ ચોળીન બોઠુ. ઓનો બાદે માંહેંઅ તોળીપોઅર્યો રેટયોમ ઉબે રેયે. 3 તીયા તીંયહાંન દાખલાહાં કોઈન ઘોણ્યા બાબોતી આખ્યા. તીંહમે વેઅનું એક દાખલુ આંહડુ આહાય:
“એક ખેળુક બીયારુ વાવુ ગોયુ. 4 તો વાવત્નું તાંહાંઅ, બીયારાઅ થોળાક દાણા વાટીવાલ્યો જોમીનોમ પોળ્યા, ઓનો ચીળે તીંયહાંન ખાય ગોયે. 5 બીયારાઅ થોળાક દાણા ખોળકાલ્યો જોમીનોમ પોળ્યા. તાંહીં કાદુઅ થોળુકુજ આથુ. ઓનો જોમીન તોપી રેત્ની તીંહીંઅ લીદો હોડ તુરુતુજ ઉગી તા નીંગ્યા, 6 પોન દીહ ઉગ્યુ તાંહાંઅ, તોપો કોઈન તે ચીંબલાય ગોયા. ઓનો તીંયહાંઅ મુલે ઉંડે નોખે ગોયે તીંહીંઅ લીદો, તે હોવારાજ હુકાય ગોયા. 7 બીયારાઅ થોળાક દાણા કાટો-સેકરાહાંઅ ઝોળાવાલ્યો જોમીનોમ પોળ્યા. સેકરે ફુટી નીંગ્યે ઓનો તીંયહાં ઉગનો હોડહોંન દાબી ટાક્યા. 8 પોન બીયારાઅ બીજા દાણા હાર્યો જોમીનોમ પોળ્યા. ઓનો તીંયહાંઅ હારુ પાક આલુ. થોળોક હોડહોંઅ એકહો-એકહો દાણા, ઓનો બીજો થોળોક હોડહોંઅ સાંઠ-સાંઠ દાણા, ઓનો બીજો હોડહોંઅ તીસ-તીસ દાણા આલા.”
9 દાખલુ પુરુ કોઅતા ઈસુ આખ્યો, “તુમું ઈં હોમજાઅન માગતે વેય તા, માંયોં આમુ જો આખ્યોહ તીયાઅ તુમું કાલજી રાખીન વીચાર કોઆ.”a
દાખલા આપાઅન ઈરાદુ
(માર્ક ૪:૧૦-૧૨; લુક ૮:૯-૧૦)
10 હાતીઅ તીયાઅ ચેલહાં તીયાઅહીં આવીન તીયાન ફુચ્યો, “તું લોકહોંઅરી બોનોહ તાંહાંઅ, દાખલાહાં કોઈન કેવ બોનોહ?”
11 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “તુમહાંન તા પોરમીહેરો તીયાઅ રાજોઅ બાબોતોઅ ઉપદેસહોંઅ ભેદ જાંઆંન તોક આપીહ. પોન બીજહાંન તીયા તે તોક નાંહ આપી. 12 જેંહડામ એક માંહુંઅ માંઅ ગોઠીઅ બાબોતોમ વીચાર કોઈન તે હોમજેહ, તેંહડામ તીયાન પોરમીહેર તે ગોઠ વાદારુ હોમજાઅન મોદોદ કોઈઅ. પોન જેંહડામ એક માંહુંઅ માંઅ ગોઠીઅ બાબોતોમ બોરાબોર વીચાર નાંહ કોઅતો, તેંહડામ તો જો થોળો-ઘોણો જાંએહ તો બી તો વીહરાય જાઈ. 13 લોકહોંઅરી માંય દાખલાહાં કોઈન બોનોંહ તીંહીંઅ ઈં કારોણ આહાય: માંય જો કોઓંહ તો તે હેઅયાજ કોઅતેહ તેબી, તીંહીંઅ ઓર્થુ તે નાંહ જાંઅતે, ઓનો માંય જો આખોંહ તો તે ઉનાઅયાજ કોઅતેહ તેબી, તીંહીંઅ ઓર્થુ તે નાંહ હોમજુઅતે. 14 આય માંહેંઅ એવ જો કોઅતેહ તીંહીં કોઈન, પોરમીહેરો, તીયા જાણાવની ગોઠ જાહેર કોઅનારો યેસાયાન, તીયાઅ ગોઠ હોમજાઅન નેંય મોથનારો લોકહોંન આખાઅન જો આખનો, તો બોરાબોર હાચો પોળેહ. યેસાયા તીયો લોકહોંન એવ આખનો:
“માંય જો આખોંહ તો તુમું ઉનાઅહા,
પોન તો તુમું નેંયજ હોમજાહા.
માંય જો કોઓંહ તો તુમું હેઅયાજ કોઅહા,
પોન તીંહીંઅ ઓર્થુ તુમું નેંયજ હોમજાહા.’
15 હાતીઅ પોરમીહેરો યેસાયાન આખ્યો,
“માંઅ ગોઠી તે લોક નેંય હોમજી સેકે તીંહીંઅ ખાતોર,
તે આત્મીક રીતો બોયરાય ગોયાહ,
ઓનો તીંયહાંઅ મોને તીયો ગોઠહીંઅ માટો બેર મારી ગોયેહ.
તીંયહાં પોતાઅ આત્મીક ડોંઆં મીચી દેદાહ.
નેતા તે માંઅ ગોઠી હોમજીન માંઅ વેલ ફાચા વોલી આવતા,
ઓનો માંય બી તીંયહાંન આત્મીક રીતો હારા કોઅતુ.’ ”
16 પોન તુમાંઅ બાબોતોમ આખોં તા, પોરમીહેર તુમાંપોઅ રાજી આહાય. કાંહાંનકા, માંય જો કોઓંહ ઓનો જો આખોંહ તીંહીંઅ ઓર્થુ તુમું હોમજુઅતાહ. 17 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: તુમું માંન જો કોઅતુ હેઅતાહ તો હેઆંન, ઓનો માંઅ જે ગોઠી તુમું ઉનાઅતાહ તે ઉનાઆંન, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં ઘોણહાં ઓનો બીજો ઘોણો હાચો માંહાંહાં ભારી મોરજી રાખની. પોન તે તો હેઈ નેંય સેક્યા, ઓનો તે ગોઠી ઉનાય બી નેંય સેક્યા.
વાવનારાઅ બાબોતોઅ દાખલાઅ ખુલાસુ
(માર્ક ૪:૧૩-૨૦; લુક ૮:૧૧-૧૫)
18 “આમુ તુમું, વાવનારાઅ બાબોતોમ માંયોં આપનો દાખલાઅ ઓર્થુ જાંઈ નેયા: 19 થોળેક માંહેંઅ બીયારાઅ થોળાક દાણા પોળ્યા તીયો વાટીવાલ્યો જોમીનોઅ ગાંઉં આહાય. પોરમીહેરોઅ રાજોઅ બાબોતોઅ ગોઠ તે ઉનાઅતેહ, પોન તે ગોઠ તે નાંહ હોમજુઅતે. તાંહાંઅ સેતાન આવેહ નો તીંયહાંન આખન્યો ગોઠીન તીંયહાંઅ મોનહોંમ રેખ કાડી નેઅ જાહે. 20 બીજે થોળેક માંહેંઅ બીયારાઅ બીજા થોળાક દાણા પોળ્યા તીયો ખોળકાલ્યો જોમીનોઅ ગાંઉં આહાય. તે માંહેંઅ તે ગોઠ ઉનાઅતેહ ઓનો તુરુતુજ તીયોન રાજી-ખુસી માની નેતેહ. 21 પોન, તે તીયોન પોતાઅ જીવોનહોંમ ઉંડો નાંહ ઉતારતે. તીંહીંઅ લીદો, તે થોળોક વોખોતુજ વીસવાહોમ ટોકી રેતેહ. તે ગોઠ માની તીંહીંઅ લીદો તીંયહાંઅ જીવોનહોંમ દુખે આવતેહ, કા બીજે માંહેંઅ તીંયહાંન સોતાવતેહ તાંહાંઅ, તે તુરુતુજ વીસવાહ સોળી દેતેહ. 22 બીજે થોળેક માંહેંઅ, બીયારાઅ બીજા થોળાક દાણા પોળ્યા તીયો કાટા-સેકરાહાંઅ ઝોળહાંવાલ્યો જોમીનોઅ ગાંઉં આહાય. તે માંહેંઅ તે ગોઠ ઉનાઅતેહ, પોન આય દુન્યાઅ જીવોનોઅ બાબોતોઅ ચીંતા ઓનો માલ-મીલકોતહોંપોઅરી માયા તીંયહાંઅ જીવોનહોંમ તીયો ગોઠી કોઈન કોય બી લાબ મેલવુઅતા ઓટકાવી દેત્યાહ. 23 બીજે થોળેક માંહેંઅ, બીયારાઅ બીજા થોળાક દાણા પોળ્યા તીયો હાર્યો જોમીનોઅ ગાંઉં આહાય. તે માંહેંઅ તે ગોઠ ઉનાઅતેહ ઓનો હોમજીન પોતાઅ મોનહોંમ ઉતારી બી નેતેહ. ઓનો તીંયહાં વેઅને થોળેક માંહેંઅ પોરમીહેરોન પુરે-પુરુ રાજી રાખતેહ, ઓનો બીજે તીયાન તીંયહાં કોઅતા થોળુક ઓસુ રાજી રાખતેહ, ઓનો બીજે તીયાન તીંયહાં કોઅતા આજી થોળુક ઓસુ રાજી રાખતેહ.”b
માણો ઘોંવહોંઅ બાબોતોમ દાખલુ
24 પોરમીહેર રાજા આહાય તેબી, ખારાબ લોકહોંન તો તુરુતુજ સીકસા નાંહ કોઅતુ તો દેખાવાઅન, ઈસુ આમહાંન આય દાખલુ આપ્યુ: “પોરમીહેર એક એંહડો માંહાંઅ ગાંઉં આહાય કા, જીયા પોતાઅ ખેતોમ મીઠો ઘોંવહોંઅ બીયારુ વાવ્યુ. 25 બાદે હુવત્ને તાંહાંઅ, તીયો માંહાંઅ દુસ્માન આલુ, નો મીઠા ઘોંવ વાવના તીંહમેઅજ તો, માણા ઘોંવ વાવીન ચાલ્યુ ગોયુ. 26 ઓનો જીયો વોખોત મીઠો ઘોંવહોંઅ હોડ ઉગ્યા નો નીહવાઅયા, તાંહાંઅ તીંહમેઅ માણો ઘોંવહોંઅ હોડ બી દેખાઅયા.
27 “તાંહાંઅ ખેતોઅ માલીખોઅ ચાકોરહોં તીયાઅહીં આવીન તીયાન આખ્યો, “સાહેબ, તુંયોં તા તોઅ ખેતોમ મીઠોજ ઘોંવહોંઅ બીયારુ વાવનું, તાંહાંઅ માણા ઘોંવ કાંહીં રેખ આલા?’
28 તાંહાંઅ તીયા જોવાબ આપ્યુ, “એખું માંઅ દુસ્માનો આય કામ કોઅયોહ.’
“તાંહાંઅ ચાકોરહોં તીયાન ફુચ્યો, “તાંહાંઅ, આમું જાયન તે માણા ઘોંવ ઉપટી ટાકજી એંહડી તોઅ મોરજી આહાય કા?’
29 “તાંહાંઅ તીયા જોવાબ આપ્યુ, “નાંહ, કાંહાંનકા, માણા ઘોંવ ઉપટુઅતા તુમું કોદાચ તીંયહાંઅરી મીઠા ઘોંવ બી ઉપટી ટાકહા. 30 વાડણ્યો લોગોઅ મીઠો નો માણો ઘોંવહોંન બેનહુંન આરીજ વાદાઅન દેયા. વાડણ્યોઅ વોખોત માંય વાડનારહાંન આખહીં: પેલ્લાઅ તુમું માણો ઘોંવહોંન ઉપટીન એકઠા કોઆ, ઓનો આગીમ ટાકી દેઆંન તીંયહાંઅ પુલા બાંદા! હાતીઅ મીઠો ઘોંવહોંન એકઠા કોઆ, નો તીંયહાંન માંઅ પાંડળાહાંમ પોઆ!’ ”
રાયોઅ બીયારાઅ દાખલુ
(માર્ક ૪:૩૦-૩૨; લુક ૧૩:૧૮-૧૯)
31 ઈસુ પોતાઅ ચેલહાંન આય દાખલુ બી આપ્યુ: “પોરમીહેરોઅ રાજોઅ એક ગુણ, રાયોઅ એક બીયારાઅ ગાંઉં આહાય. એક માંહુંઅ રાયોઅ બીયારાઅ એક દાણુ નેયન પોતાઅ ખેતોમ વાવેહ. 32 આંહીં ઈસરાયેલ દેસોમ, રાયોઅ બીયારુ બીજો બાદો બીયારહાં કોઅતા ચીણું આહાય. તેબી, તો ઉગેહ તાંહાંઅ, બીજો બાદો હોડહોં કોઅતા તીયાઅ હોડ મોડુ વેહે. ઓનો તો એંહડો ચાળ જેઅ બી બોંણી જાહે કા, જુગીમ ઉડનારે ચીળે આવીન તીયાઅ ડાલખ્યોહોંપોઅ ખોટેઅ કોઅતેહ.”
મોગનુઅનો નોટોમ આથુ દાવનારો ખોમીરો બાબોતોઅ દાખલુ
(લુક ૧૩:૨૦-૨૧)
33 ઈસુ પોતાઅ ચેલાહાંન આય દાખલુ બી આપ્યુ: “પોરમીહેરોઅ રાજોઅ એક ગુણ, મોગનુઅનો નોટોમ આથુ દાવનારો ખોમીરોઅ ગાંઉં આહાય. એક થેઅ થોળોક ખોમીર નેયન તીયાન તીન આદાનાઅ ઘોંવોંઅ નોટોમ પેલી દેહે, ઓનો તો ખોમીર બાગો-બાગો બાદો નોટોમ આથુ ચોળવી દેહે.”
દાખલાહાં કોઈન ઈસુ ઉપદેસ આપેહ
(માર્ક ૪:૩૩-૩૪)
34 આય બાદયા ગોઠી હીકવાઅન માટો ઈસુ લોકહોંઅ ટોલાન દાખલાજ આપત્નું. દાખલાહાં કોઈન તીંયહાંઅરી ગોઠી કોઆંનુંજ તીયાઅ ટેવ આથી. 35 પોરમીહેરો તીયા જાણાવની ગોઠ જાહેર કોઅનારહાં વેઅનો એકાન ઘોણો વોખોત પેલ્લાઅ જો આખનો, તો એવ કોઈન હાચો પોળ્યો. પોરમીહેરો એવ આખનો: “દાખલાહાં કોઈનુંજ માંય લોકહોંઅરી ગોઠી કોઅહીં; માંયોં જુગ-તોરતી હોરજી તેંહડામ રેખ માંયોં ભેદો વાલ્યા રાખન્યા ગોઠી તીંયહાંન હીકવાઅન માટો માંય દાખલા આખહીં.”
ઈસુ માણો ઘોંવહોંઅ બાબોતોઅ દાખલુ હોમજાવેહ
36 લોકહોંઅ ટોલાન મોકની દેયન હાતીઅ ઈસુ કોઅમે ગોયુ. તાંહાંઅ તીયાઅ ચેલહાં તીયાઅહીં જાયન આખ્યો, “મીઠો ઘોંવહોંઅ ખેતોમ ઉગી નીંગનો માણો ઘોંવહોંઅ બાબોતોઅ દાખલુ આમહાંન હોમજાવ.”
37 તાંહાંઅ તીયા જોવાબ આપ્યુ, “માંહાંઅ પોયોર એટલે માંય, મીઠો ઘોંવહોંઅ બીયારુ વાવનારાઅ ગાંઉં આહાય. 38 આય દુન્યા તા ખેતોઅ ગાંઉં આહાય. પોતાઅ જીવોનહોંપોઅ પોરમીહેરોન રાજ કોઆંન દેનારે માંહેંઅ મીઠો ઘોંવહોંઅ બીયારાઅ ગાંઉં આહાય. સેતાનોઅ કાબુમ રેનારે માંહેંઅ માણો ઘોંવહોંઅ ગાંઉં આહાય. 39 ઓનો સેતાન, માણો ઘોંવહોંઅ બીયારુ વાવનારો દુસ્માનોઅ ગાંઉં આહાય. આમુરોઅ જોમાનાઅ ઓંત, વાડણ્યોઅ ગાંઉં આહાય. ઓનો હોરગોઅ દુત વાડનારહાંઅ ગાંઉં આહાય. 40 જેવ વાડનારે માણો ઘોંવહોંન ઉપટીન એકઠા કોઅતેહ, ઓનો આગીમ બાલી ટાકતેહ, તેવુજ આય જોમાનાઅ ઓંતોઅ વોખોત બી વેઈ. 41 માંહાંઅ પોયોર એટલે માંય માંઅ દુતહોંન મોકનીહીં, ઓનો તે બીજહાંન પાપ કોઆવનારો બાદહાંન ઓનો પાપ કોઅનારો બીજો બાદહાંન માંઅ રાજોમ રેખ એકઠે કોઈઅ, 42 ઓનો તીંયહાંન બોલત્યો આગીવાલો નોરોકોમ ટાકી દેઈ. તાંહીં તે રોળીઅ ઓનો ભારી દુખોઅ લીદો પોતાઅ દાત કોકરાવીઅ. 43 તાંહાંઅ હાચે માંહેંઅ તીંયહાંઅ પોરમીહેર બાહકાઅ રાજોમ દીહોઅ ગાંઉં ઉજવોળોવાલે વેઈ. તુમું ઈં હોમજાઅન માગતે વેય તા, માંયોં આમુ જો આખ્યોહ તીયાઅ તુમું કાલજી રાખીન વીચાર કોઆ!”c
જોમીનોમ દોબાવી થોવનો ખોજાનાઅ બાબોતોમ દાખલુ
44 ઈસુ આય દાખલુ બી આપ્યુ: “જો પોતાઅ જીવોનોમ પોરમીહેરોન રાજ કોઆંન દેહે તો એંહડો માંહાંઅ ગાંઉં આહાય કા, જીયાન એક ખેતોમ દોબાવી થોવલુ ખોજાનું જોળેહ. તાંહાંઅ તો માંહુંઅ તો ખોજાનું ફાચુ તીયો ખેતોમ દોબાવી થોવેહ. તો ઓત્તો બાદો ખુસ વેહે કા તો જાહે ઓનો પોતાપોઅરો બાદો વેચી દેહે ઓનો તીયો પોયસાહાં કોઈન તો ખેત વેચાઅતો નેહે.
મોત્યોઅ વેપાર્યોઅ બાબોતોઅ દાખલુ
45 ઈસુ આય દાખલુ બી આપ્યુ: “જો પોતાઅ જીવોનોમ પોરમીહેરોન રાજ કોઆંન દેહે તો હાર્યો જાત્યોઅ મોતી વેચાઅતો નેઆંન હોદનારો વેપાર્યોઅ ગાંઉં આહાય.46 હોદતા-હોદતા તીયાન ભારી કીમતી મોતી જોળ્યો તાંહાંઅ તીયા જાયન પોતાપોઅરો બાદો વેચી દેદો ઓનો તીયો પોયસાહાં કોઈન તો મોતી વેચાઅતો નેઅ નેદો.
જાલીઅ બાબોતોઅ દાખલુ
47 ઈસુ આય દાખલુ બી આપ્યુ: “પોરમીહેરોઅ રાજોઅ બાબોતોમ એંહડો બી આખાય: થોળોક માસીળહાં તાલાયોમ જાલ ટાકી. તીંહમેઅ બાદો જાતીઅ માસે તેરાઅયે. 48 જાલ બાદો માસહાં કોઈન પોરાય ગોયી તાંહાંઅ, માસીળહાં તે તાંઈંન તોળીપોઅ કાડી. હાતીઅ તે બોઠે ઓનો ખાવાય એંહડે માસે તીંયહાં સીબનાહાંમ પોઅયે, નો નેંય ખાવાય એંહડે માસે ફેટ ટાક્યે. 49 આય જોમાનાઅ ઓંતોઅ વોખોત બી એવુજ વેઈ. હોરગોઅ દુત આવીન હાચો માંહાંહાંમ રેખ ખારાબ માંહાંહાંન જુદે પાળીઅ. 50 ઓનો તીયો ખારાબ માંહાંહાંન તે બોલત્યો નોરોકોઅ આગીમ ટાકી દેઈ. તાંહીં તે રોળીઅ ઓનો પોતાઅ દાત કોકરાવીઅ.”
નોવી નો જુની હાચાય
51 હાતીઅ ઈસુ તીયાઅ ચેલહાંન ફુચ્યો, “માંયોં તુમહાંન આખના બાદા દાખલા તુમું હોમજુઅતાહ કા?” તાંહાંઅ તીંયહાં જોવાબ આપ્યુ, “ઓં, આમું તે હોમજુઅતાહ.”
52 તાંહાંઅ તીયા તીંયહાંન આખ્યો, “આય બાદા દાખલા તુમું હોમજુઅતાહ તીંહીંઅ લીદો, આય દાખલુ બી તુમું હોમજાહા: લોકહોંઅ જીવોનહોંમ પોરમીહેર કેકેવ રાજ કોએહ તીંહીંઅ બાબોતોમ તીયા જો આખ્યોહ તો લોકહોંન હીકવુઅનારા તુમું ઓનો બીજો દોરેક માંહુંઅ, પોતાઅ ગોદામોમ રેખ નોવ્યા નો જુન્યા ચીજી કાડનારો એક કોઓઅ માલીખોઅ ગાંઉં આહાય.”
નાઝારેથોઅ માંહેંઅ ઈસુન દુર કોઅતેહ
(માર્ક ૬:૧-૬; લુક ૪:૧૬-૩૦)
53 આય દાખલા આખી પારવાયુ તાંહાંઅ ઈસુ તાંહીં રેખ નીંગીન, 54 પોતાઅ ગામ નાઝારેથોમ ફાચુ ગોયુ. ઓનો તાંહીં તીયા લોકહોંન તીંયહાંઅ ભોક્તી મોંડોળોઅ કોઅમે ઉપદેસ આપ્યુ. તો ઉનાઅનારહાંન ભારી નોવાય લાગી. તીંયહાં એક-બીજાન ફુચ્યો, “આય માંહાંઅન એંહડો ગીયાન કાંહીં રેખ મીલ્યોહ? આંહડા ચોમોત્કાર તો કેકેવ કોઈ સેકેહ? 55 તો તા હોલો હુતાયાર્અ પોયોરુજ આહાય કને? ઓનો યાકોબ, યોસેફ, સીમોન, ઓનો યેહુદા તીયાઅ પાવોહ આહાય કને? 56 ઓનો તીયાઅ બાદયા બોંઅયાંહ બી આંહીંજ રેત્યાહ કને? તાંહાંઅ આય માંહુંઅ આય બાદો કેકેવ કોઈ સેકેહ?” 57 તોજ ખ્રીસ્ત આહાય તો તે લોક માની નાંહ સેક્યા. તીંહીંઅ લીદો ઈસુ તીંયહાંન આખ્યો, “પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારોન પોતાઅ ગામોમ નો પોતાઅ કોઅમે માન નાંહ મીલતો; બીજો બાદો જાગો માન મીલેહ.” 58 ઈસુજ ખ્રીસ્ત આહાય એવ તીયો ગામોઅ લોકહોં નાંહ માન્યો તીંહીંઅ લીદો, તાંહીં તીયા વાદારુ ચોમોત્કાર નેંય કોઅયા.