17
ઈસુઅ દેખાવ બેદલાઅહે
(માર્ક ૯:૨-૧૩; લુક ૯:૨૮-૩૬)
1 સો દીહ હાતીઅ, પીતોરોન, યાકોબોન ઓનો યાકોબોઅ પાવોહ યોહાનોન પોતાઅ આરી નેયન ઈસુ તીંયહાંન એક ઉચો ડોગોપોઅ હાદી ગોયુ. 2 તાંહીં તીયો ચેલહાંઅ દેખતાજ તીયાઅ દેખાવ બેદલાય ગોયુ. તીયાઅ મુખ દીહોઅ ગાંઉં ઉજવોળોવાલો બોંણ્યો, ઓનો તીયાઅ પોતળે ઉજવોળોઅ ગાંઉં પાંઅડે-બોગ બોંણ્યે. 3 ઓનો ચેલહાં એક્કાઅયોજ મોસેન ઓનો એલીયાન તાંહીં ઈસુઅરી ગોઠી કોઅતા દેખ્યા. 4 તાંહાંઅ પીતોરો ઈસુન આખ્યો, “માલીખ, આપુ આંહીં રેજી તો ભારી હારો આહાય. તોઅ મોરજી વેય તા, માંય આંહીં તીન માંડવે બોંણાવોં; એક તોઅ માટો, બીજો મોસેઅ માટો ઓનો તીજો એલીયાઅ માટો.”
5 પીતોર આજી બોનત્નું તાંઉંજ, એક ઉજવોળોવાલો વાદલો આલો ઓનો તીંયહાંન બુજી દેદા, ઓનો વાદલામ રેખ પોરમીહેર બોન્યુ, “આય માંઅ પોતાઅ મેરાલુ પોયોર આહાય. તીયાપોઅ માંય ભારી રાજી આહાય. તીયાઅ ગોઠ ઉનાઆ!
6 આય ઉનાયન ચેલા કાબરાય ગોયા, ઓનો પુંયોંપોઅ ઉબડુ પોળી ગોયા. 7 તાંહાંઅ ઈસુ તીંયહાંઅ પાહો ગોયુ ઓનો તીંયહાંન ઓળકીન આખ્યો, “ઉઠા! કાબરાઅતા નોખા!” 8 તાંહાંઅ તીંયહાં ઉચો હેઅયો તા, તાંહીં એખનો ઈસુ સીવાય કાંય બી નેંય દેખ્યો. 9 તે બાદા ડોગોપોઅ રેખ એઠા ઉતરુઅત્ના તાંહાંઅ, ઈસુ તીંયહાંન હુકોમ કોઅયુ, “તુમહાં ડોગોપોઅ જો દેખ્યોહ તો, માંહાંઅ પોયોર એટલે માંય મોઈન હાતીઅ પોરમીહેર માંન ફાચુ જીવતુ કોએ તાંઉં કોડાન બી નોખા આખતા!
10 તાંહાંઅ ચેલહાં ઈસુન ફુચ્યો, “તાંહાંઅ નીયોમ હીકવુઅનારા એવ કેવ આખતાહ કા ખ્રીસ્ત આવે તીંહીંઅ પેલ્લાઅ એલીયાઅ આવાઅન જોજવે?”
11 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “ખોરેખોર એલીયાઅ આવનુંઅ જોજવે ઓનો લોકહોંન ફાચા હાર્યો હાલોતીમ દાવનુંઅ જોજવે. 12 પોન માંય તુમહાંન આખોંહ, એલીયા તા એખુંવારોઅ આવી ગોયુહ. પોન લોકહોં તીયાન ઓઅખ્યુ નેંય. ઓનો તે તીંયહાંઅ મોરજી વેય તેવ તીયાઅરી વોરતુઅના. તેવુજ કોઈન, તે લોક માંહાંઅ પોયોરોન એટલે માંન બી દુખે પાળનારા આહાય.”
13 તાંહાંઅજ તીયો ચેલહાંન હોમજોણ પોળી કા, બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ બાબોતોમુજ ઈસુ તીંયહાંન આખત્નું.
પુત લાગનો પોયોરોન ઈસુ હારુ કોએહ
(માર્ક ૯:૧૪-૨૯; લુક ૯:૩૭-૪૩)
14 ઈસુ નો તે તીનું ચેલા લોકહોંઅ ટોલાઅહીં ફાચા આલા. તાંહાંઅ એક માંહુંઅ ઈસુઅહીં આલો ઓનો તીયાઅ આગલાઅ ગુઠણો પોળ્યો, 15 ઓનો તીયાન આખ્યો, “સાહેબ, માંઅ પોયોરોપોઅ દાયા કોઅ. તીયાન મેરગી વેહે ઓનો તો ભારી રીબાઅહે. મેરગ્યોઅ લીદો, તો ઘોણ્યો વોખોત આગીમ કા પાંઅયોંમ પોળી જાહે. 16 માંય તીયાન તોઅ ચેલહાંઅહીં નેઅ આલનું. પોન તે તીયાન હારુ નાંહ કોઈ સેક્યા.”
17 તાંહાંઅ ઈસુ તાંહીં એકઠો વેયનો બાદહાંન જોવાબ આપ્યુ, “વીસવાહ નેંય કોઅનારો ઓનો ખારાબ લોકહોં! માંય કોતોહ વોખોત લોગોઅ તુમાંઅ વેઠહીં? તીયો પોયોરોન આંહીં માંઅહીં દાવા!” 18 હાતીઅ ઈસુ તીયો પોયોરોન લાગનો પુતોન ઠોપકુ આપ્યુ, ઓનો તો પુત પોયોરોમ રેખ નીંગી ગોયુ, ઓનો તો પોયોર તીયોજ ઘેળી હારુ વેઅ ગોયુ.
19 લોકહોંઅરી આથા તીયો ચેલહાં ફાચલાઅ રેખ ખાનગ્યોમ ઈસુઅહીં જાયન તીયાન ફુચ્યો, “તીયો પુતોન આમું કેવ કાડી નેંય સેક્યા?”
20 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “તીંહીંઅ કારોણ ઈં આહાય: તુમહાંપોઅ પુરતુ વીસવાહ નોખુ. રાયોઅ બીયારાઅ ગાંઉં તુમહાંમ થોળુકુજ વીસવાહ વેય તેબી તુમું આય ડોગોઅન આખી સેક્તા કા, ’આંહીં રેખ ઉપટાયન તાંહીં જો!’ ઓનો તો તીંહીં પોરમાણો જાઈ બી. તુમહાંન નેંય બોંણે એંહડો કાંય બી નેંય રેઈ. 21 [[પોન એંહડ્યો જાતીઅ પુતોન તા ઉપાહ રાખીન પોરમીહેરોન ઓરોજ કોઈનુંજ કાડી સેકાય. બીજો કાંહડા કોઈન બી કાડી નેંય સેકાય.]]
ઈસુ પોતાઅ મોતોઅ બાબોતોમ ઓનો તો ફાચુ જીવતુ વેઈ તીંહીંઅ બાબોતોમ ફાચુ આખેહ
(માર્ક ૯:૩૦-૩૨; લુક ૯:૪૩-૪૫)
22 ચેલા ગાલીલ જીલ્લામ એક જાગો એકઠાઅયા તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંહાંઅ પોયોરોન એટલે માંન લોક બીજો લોકહોંઅ આથોમ હોપી દેઈ. 23 તે બીજા લોક માંન માઈ ટાકીઅ, પોન તીજો દીહ પોરમીહેર માંન ફાચુ જીવતુ ઉઠવીઅ.” આય ઉનાયન ચેલા ભારી દુખી વેયા.
મોંદીરોઅ વેરુ પોઆંન બાબોતોમ
24 ઈસુ ઓનો ચેલા કાપેરનાહુમ આવી પોચ્યા તાંહાંઅ, યેહુદી મોંદીરોઅ વેરુ ઉગરાવનારહાં પીતોરોઅહીં આવીન તીયાન ફુચ્યો, “તુમાંઅ ગુરુજી મોંદીરોઅ વેરુ પોએહ કા?”
25 તાંહાંઅ પીતોરો જોવાબ આપ્યુ, “ઓં, તો પોએહજ!” પીતોર કોઅમે ગોયુ તાંહાંઅ તો તીંહીંઅ બાબોતોમ કાંય બી આખે તીંહીંઅ પેલ્લાઅ ઈસુજ તીયાન ફુચ્યો, “સીમોન, તુંન કોંહડો લાગેહ? દુન્યા વેઅના રાજા કોડાપોઅ રેખ વેરુ ઉગરાવતાહ? પોતાઅ દેસોઅ લોકહોંપોઅ રેખ કા, જીંયહાંપોઅ તીંયહાં જીત મેલવીહ તીયો પોરદેસી લોકહોંપોઅ રેખ?“
26 તાંહાંઅ પીતોરો જોવાબ આપ્યુ, “પોરદેસી લોકહોંપોઅજ રેખ!” તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “તાંહાંઅ પોરમીહેરોઅ રાજોઅ લોકહોં તોરીકો મોંદીરોઅ વેરુ પોઆંન ફોરોજોમ રેખ આપુ સુટા આહાય. 27 તેબી આપુ વેરુ ઉગરાવનારહાંન ખોટો લાગવાઅન નાંહ માગતા. તીંહીંઅ લીદો તાલાયોમ જાયન ગોલ ટાકજો! ઓનો જો પોયનો માસો લાગે તીયાઅ મુંય ઉગાળજો. ઓનો તીંહમેઅ તુંન ચાંદયોઅ એક સીક્કુ જોળીઅ. તો નેયન માંઅ ભાગરુઅ નો તોઅ ભાગરુઅ વેરુ પોરાય તીંહીંઅ લીદો તીંયહાંન તો આપી દેજો!”