યોહાનોન વેયને દોરસોને
આય ચોપળ્યોઅ બાબોતોમ બેન ગોઠી
ખ્રીસ્તી મોંડોળોઅ સોરુવાતોઅ દીહોહોંમ, ખ્રીસ્તી માંહેંઅ ઈસુ ખ્રીસ્તોન પોતાઅ “માલીખ’ માનત્ને. તીંયહાંઅ ઈયો વીસવાહોઅ લીદો, જે ખ્રીસ્તી નોખે તે માંહેંઅ, તીંયહાંન સોતાવત્ને. “યોહાનોન વેયને દોરસોને” નામોઅ આય ચોપળી તીયો સોમોયોમ લેખાઅની. વાચનારો ખ્રીસત્યોહોંન આસા બાંદાવાઅન, ઓનો ઉફ આપાઅન, ઓનો દુખહોંઅ નો સોતામણ્યોઅ વોખોતહોંમ બી ખ્રીસ્તોન ઈમાનદાર રેઆંન કાલાવાલા કોઆંન, આય ચોપળી લેખનારાઅ ખાસ ઈરાદુ આહાય.
આય ચોપળ્યોઅ ઘોણો ભાગહોંમ આપુ, લેખનારાઅ આગલાઅ એક-હાતીઅ-એક જાહેર વેયન્યા આત્મીક બાબોતી ઓનો એક-હાતીઅ-એક તીયાન વેયનો દોરસોનહોંઅ બાબોતોમ વાચી સેક્તેહ. લેખનારા, તો બાદો નીસાણ્યોહોંઅ રુપોમ લેખી દેખાવ્યોહ. તીયો સોમોયોઅ ખ્રીસત્યોહોંન તો બાદો હોમજાઅયો વેય, પોન બીજો બાદહાંન તો નેંય હોમજાઅયો વેય. આય ચોપળ્યોઅ મુદદા, એક-હાતીઅ-એક વેનારો જુદો-જુદો દોરસોનહોં કોઈન ઓનો જુદો-જુદો રીતો તે નો તેજ મુદદા ફાચા-ફાચા આખાઅતા હેઆંન મીલતાહ. આય ચોપળ્યો વેઅન્યો બાબોતહીંઅ ઓર્થુ કાડનારહાંઅ વીચાર જુદા-જુદા આહાય તેબી, ચોપળ્યોઅ ખાસ મુદદુ તા એકદોમ સોકુ દેખાય આવેહ. તો મુદદુ આય આહાય: ખ્રીસ્ત જો માલીખ આહાય તીયાઅ મારફોતો પોરમીહેર તીયાઅ બાદો દુસમાનહોંન, ઓનો સેતાનોઅ તોગાત સેન્યો વોખોત ઓનો પુર્યો રીતો હારાવીઅ, ઓનો જેંહડામ તો પુર્યો રીતો આય મોડી જીત મેલવીઅ તેંહડામ, તો તીયાઅ ઈમાનદાર લોકહોંન નોવ્યો જુગીમ નો નોવ્યો તોરત્યોમ રાખીઅ, ઓનો એવ કોઈન તો તીંયહાંન હારુ બોદલુ આપીઅ.
આય ચોપળ્યો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1-8
સોરુવાતોઅ દોરસોન ઓનો હાંત મોંડોળહોંન લેખને કાગલે 1:9-3:22
હાંત સીલહોં વાલુ ચાંબળાઅ વેટલુ 4:1-8:1