4
હોરગોમ પોરમીહેરોઅ ભોક્તી
1 તીયા આય બાદો આખી પાળ્યો હાતીઅ, માંન બીજો દોરસોન વેયો. ઓનો તીંહમેઅ માંયોં હોરગોમ એક બાંઅણો ઉગાળનો દેખ્યો. ઓનો જીયાઅ ઓવાજ પીપારાઅ ઓવાજોઅ ગાંઉં આથુ, ઓનો જીયા માંઅરી પેલ્લાઅ બી ગોઠી કોઅન્યા, તીયાજ ફાચો માંન આખ્યો, “આંહીં ઉપોઅ ચોળી આવ! ઓનો આમુ હાતીઅ જેબી ના નોકકીજ બોંણનાયાર્ આહાય, તે માંય તુંન દેખાવહીં.” 2 તુરુતુજ, પોરમીહેરોઅ આત્મા માંન પોતાઅ કાબુમ નેઅ નેદુ. માંયોં હોરગોમ એક રાજ ગાદી દેખી, ઓનો તીયો ગાદયોપોઅ બોહીન એખું રાજ કોઅત્નું. 3 તીયાઅ દેખાવ રાતો રોંગોઅ હીરાઅ બોંણાવનો દાગીનાઅ ગાંઉં, ઓનો રાતો રોંગોઅ બીજો કીમતી ઢોગળાઅ બોંણાવનો દાગીનાઅ ગાંઉં, ભારી તેજો વાલુ આથુ. ગાદયોઅ ચારુ વેલ વાદલામ દેખાઅહે તેંહડો બાણ આથો. તો લીલો રોંગોઅ એક મોડો ઢોગળાઅ બોંણાવનો દાગીનાઅ ગાંઉં તેજોવાલો આથો. 4 તીયો રાજ-ગાદયોઅ ચારુ વેલ બીજ્યા ચોવીહ રાજ ગાદયા આથ્યા. તીયો બાદયો ગાદહ્યોંપોઅ ચોવીહ વોળીલ બોઠના આથા. તીંયહાં પાંઅડે-બોગ પોતળે પોવને, ઓનો પોતાઅ મુનકાહાંપોઅ હોનાઅ મુંગોટ પોવના. 5 રાજ ગાદયોમ રેખ વીજ નીંગત્ની, ઓનો ગાજત્નો, નો ચોચળુઅત્નો. તીયો રાજ ગાદયોઅ આગલાઅ હાંત બોલત્યા દીવ્યા આથ્યા. તે દીવ્યા તા પોરમીહેરોઅ ભારી તાકોતોવાલો આત્માઅ નીસાણ્યા આહાય. 6 તીયો રાજ ગાદયોઅ આગલાઅ સોક્કો કાચોઅ બોંણનો દોરીયાઅ ગાંઉં દેખાઅનારો કાંયક આથો. તો બોરોફોઅ ગાંઉં એકદોમ સોક્કો આથો.
રાજ ગાદયોઅ ચારુ વેલ એખું જાતીઅ ચાર જીવતા-જીવ આથા. તીયો જીવહોંઅ આગલા-ફાચલાઅ બાદો જાગો ડોંઆં આથા. 7 તીંયહાં વેઅનું એક જીવ સીંહ વાગોઅ ગાંઉં દેખાઅત્નું. ઓનો બીજુ જીવ આખલાઅ ગાંઉં દેખાઅત્નું. તીજો જીવોઅ મુખ માંહાંઅ મુખોઅ ગાંઉં આથો. ઓનો ચોથુ જીવ ઉડનારો ગુરોળફાકોઅ ગાંઉં દેખાઅત્નું. 8 તીયો ચારુ જીવહોંઅ સો-સો ફાકળ્યા આથ્યા. ઓનો તીંયહાંઅ આખો ડીનોમ ઓનો ફાકળ્યોહોંઅ થુળ બાદો જાગો, ડોંઆંન-ડોંઆંજ આથા. તે જીવ રાત-દીહ એક ધાયાર્ એવ ગાયા કોઅત્ના કા,
“બાદયો જાતીઅ તાકોતોવાલુ માલીખ પોરમીહેર
પોવીતોર, પોવીતોર, પોવીતોર આહાય!
જો આગલુ રેખ હાયાતોમ આથુ, ઓનો આમુ બી હાયાતોમ આહાય
ઓનો ભોવીસોમ બી હાયાતોમ રેનારુ આહાય, તો ઓજ આહાય!” 9 તે ચારુ જીવતા-જીવ, રાજ ગાદયોપોઅ બોઠનો ઓનો કાયોમ જીવતો રેનારો પોરમીહેરોઅ ગુણ ગાયતાહ, તીયાન માન આપતાહ, ઓનો તીયાઅ આબાર બી માનતાહ. જીયો બી વોખોત તે એવ કોઅતાહ,
10 તીયો વોખોત, હોલા તે ચોવીહ વોળીલ, રાજ ગાદયોપોઅ જો બોઠુહ તીયાન પાગો પોળતાહ, ઓનો કાયોમ જીવતો રેનારો તીયાઅ ભોક્તી કોઅતાહ. ઓનો તે વોળીલ તીયાન માન આપાઅન પોતાઅ મુનકાપોઅરા મુંગોટ ઉતારીન તીયાઅ આગલાઅ તે થોવીન ગાયતાહ: 11 “ઓ આમાંઅ માલીખ ઓનો પોરમીહેર, બાદા જીવ તોઅ ગુણ ગાયે, ઓનો તે બાદા તુંન માન આપે, ઓનો તુંજ એખનું તાકોતોવાલુ આહાય એંહડો કોબુલ કોએ તો તુંનુંુજ સોબેહ. કાંહાંનકા, બાદહાંન હોરજુઅનારુ તા તું એખનુંજ આહાય. ઓનો તોઅ મોરજ્યો કોઈનુંજ તુંયોં તો બાદો બોંણાવ્યોહ, ઓનો તો બાદો હાયાતોમ આહાય.”