5
જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તો પોતાઅ આથોમ ચાંબળાઅ વેટલુ નેહે
1 હાતીઅ માંયોં, રાજ ગાદયોપોઅ જો બોઠનું તીયાઅ જોમણો આથોમ ચાંબળાઅ વેટલુ દેખ્યુ. તીયો વેટલાઅ માજ ઓનો ઉપોઅ, બેનું વેલ લેખનો આથો. ઓનો તો હાંત સીલહોં કોઈન સીલ કોઅનું આથુ. 2 હાતીઅ માંયોં એક જોરાવાર દેવદુતોન બી દેખ્યુ. તીયા બોમનીન જાહેર કોઅયો , “આય ચાંબળાઅ વેટલાપોઅરો હાંત સીલહોંન તોળીન, તો વેટલુ ઉગાળાઅન કોડો લાયોક આહાય?” 3 પોન હોરગોમ, કા તોરત્યોપોઅ, કા એઠરોઅ પાતાળોમ, એંહડો કોડો બી નોખો કા, જો તીયો વેટલાન ઉગાળી સેકે, ઓનો તીંહીંઅ માજ હેઈ સેકે. 4 તો વેટલુ ઉગાળીન તીંહીંઅ માજ હેઈ સેકે એંહડ્યો લાયકાતોવાલો કોડો બી નેંય જોળ્યો તીંહીંઅ લીદો, માંય મોડો હાદો રોળ્યુ. 5 તેંહડામ એક વોળીલો માંન આખ્યો, “રોળહો મા! હેઅ! યેહુદાઅ કુળો વેઅનું “સીંહ વાગ” આખાઅનારુ, ખ્રીસ્તો, એટલે કા, દાવીદ રાજાઅ વોસુલા વેઅનું આહાય તીયા સેતાનોન હારાવ્યુહ, તીંહીંઅ લીદો, ઈયો વેટલાપોઅરો હાંતુ સીલહોંન તોળીન ઓ વેટલુ ઉગાળાઅન તો લાયોક આહાય.”
6 હાતીઅ માંયોં તાંહીં ઈસુન ઉબુ રેયનું દેખ્યુ. તો માઈ ટાકાઅનો ઘેટાઅ બોચાઅ ગાંઉં આથુ. તો રાજ ગાદયોઅ આગલાઅ ચારુ જીવતો-જીવહોંઅ ઓનો વોળીલહોંઅ વીચમે ઉબુ રેયનું, ઓનો તીયાન એખહું ભોગો તોરીકો માઈ ટાક્યુ વેય એંહડુ તો દેખાઅત્નું, પોન તો ફાચુ જીવતુ વેયનું. તીયાઅ હાંત મોજબુત હીંગે આથે, ઓનો હાંત ડોંઆં આથા. તે ડોંઆં બાદયો જાતીઅ તાકોતોવાલો પોરમીહેરોઅ આત્માઅ નીસાણી આહાય. જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તો, તીયો આત્માન આખ્યો તોરત્યોપોઅ મોકનેહ. 7 હોલુ માઈ ટાકાઅનો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા, જાયન રાજ ગાદયોપોઅ બોઠનું તીયાઅ જોમણો આથોમ રેખ ચાંબળાઅ વેટલુ નેદુ. 8 તીયા વેટલુ નેદુ, એટલે, તે ચાર જીવતા-જીવ, ઓનો હોલા ચોવીહ વોળીલ, તીયાઅ ભોક્તી કોઆંન માટો તીયાઅ પાગો પોળ્યા. તીંયહાંઅ દોરેકોઅ આથોમ તારીવાલો વાજો એક-એક, ઓનો ધુપો કોઈન પોઅર્યો હોનાઅ કોળ્યો એક-એક આથો. ઓ ધુપ પોરમીહેરોઅ લોકહોંઅ ઓરોજહોંઅ નીસાણી આહાય. 9 હોલો જીવતો-જીવહોં ઓનો ચોવીહ વોળીલહોં એક નોવો ગીત ગાયો: તીંયહાં એવ કોઈન ગાયો:
“આય ચાંબળાઅ વેટલુ નેઆંન ઓનો તીંહીંપોઅરા સીલ તોળીન તો ઉગાળાઅન તુંજ લાયોક આહાય. કેવકા, માંહાંહાં તુંન માઈ ટાકનું, ઓનો પોતાઅ નોય પાળીન તું મોઅયુ, તીંહીં કોઈન તુંયોં બાદો જાતહીંમ રેખ, નો ઓલોગ-ઓલોગ બોની બોનનારો લોકહોંમ રેખ, ઓનો બાદો દેસહોંઅ લોકહોંમ રેખ, પોરમીહેરોઅ માટો માંહાંહાંન વેચાઅતે નેદેહ. 10 ઓનો તુંયોં તીંયહાંન પોરમીહેરોઅ રાજોઅ લોક, ઓનો તીયાઅ ભોક્તી કોઅનારા પુંજારા બોંણાવી દેદાહ. ઓનો તે તોરત્યોપોઅરો લોકહોંપોઅ રાજ ચાનવીઅ.” 11 હાતીઅ માંયોં દેખ્યો તા, ઓજારુ નો લાખુ દેવદુતહોંઅ ઓવાજ ઉનાઅયુ. તે રાજગાદયોઅ નો જીવતો-જીવહોંઅ નો તીયો વોળીલહોંઅ ચારુ સોમકી આથા. 12 ઓનો તે જોરપોઅ-જોરપોઅ ગાયત્ના કા,“ બાદે માંહેંઅ જાંઈં જાય કા, જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય ઓનો જો માઈ ટાકાઅનું, તીયાપોઅજ હોદ વોગોરોઅ ગીયાન, હોદ વોગોરોઅ મીલકોત, હોદ વોગોરોઅ ગોતી, આય બાદો આહાય. ઓનો બાદે માંહેંઅ તીયાન માન ઓનો મોડાય આપે ઓનો તીયાઅ ગુણ-ગાન ગાયે!”
13 ઓનો માંયોં હોરગો વેઅનો, ઓનો તોરત્યોપોઅરો, ઓનો તોરત્યોઅ એઠરોઅ પાતાળો વેઅનો, ઓનો દોરીયા વેઅનો બાદો જીવહોંઅ, એટલે કા, આય બાદો જાગરોઅ જીવહોંઅ ઓવાજ ઉનાઅયુ. તે એવ ગાયત્ના કા,
“જો રાજગાદયોપોઅ બોઠુહ તીયાઅ, ઓનો જો ધેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયાઅ, આપુ કાયોમ ગુણગાન ગાયજી, ઓનો તીંયહાંન માન ઓનો મોડાય આપજી! ઓનો એવ કોબુલ કોઅજી કા, તે પુર્યો તાકોતો કોઈન કાયોમ રાજ કોઅતાહ!” 14 તાંહાંઅ ચારુ જીવતો-જીવહોં જોવાબ આપ્યુ “આમેન.” હાતીઅ હોલો વોળીલહોં પાગો પોળીન પોરમીહેરોઅ ઓનો જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયાઅ ભોક્તી કોઅયી.