6
જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તો પેલ્લોઅ સો સીલ તોળેહ
1 હાતીઅ માંયોં હેઅયો તા, હોલુ ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા, ચાંબળાઅ વેટલાપોઅરો હાંતુ સીલહોંમ રેખ પોયનુંઅ સીલ તોળ્યુ. તાંહાંઅ હોલો ચાર જીવતો-જીવહોં વેઅનો એકાન, ગાજતો વેય એંહડો મોડો ઓવાજો એવ આખતા માંય ઉનાઅયુ , “આવ!” 2 ઓનો માંયોં દેખ્યો તા, તાંહીં એક પાંઅડુ કોળુ આલુ. તીયાપોઅ જો સાવાર આથુ તીયાઅ આથોમ એક તુંઉં આથુ. તો રાજા આહાય તો દેખાવાઅન માટો તીયાન એક મુંગોટ આપાઅનું. ઓનો તો માંહાંહાંપોઅ જીત મેલવુઅનારાઅ ગાંઉં તીંયહાંપોઅ જીત મેલવાઅન ચાની નીંગ્યુ.
3 હાતીઅ ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા, તીયો વેટલાપોઅરુ બીજુ સીલ તોળ્યુ. ઓનો માંય તીયો જીવતો-જીવહોં વેઅનો બીજાન એવ આખતા ઉનાઅયુ , “આવ!” 4 એટલે, બીજુ રાતો રોંગોઅ કોળુ આલુ. તીયાપોઅ જો સાવાર આથુ તીયાન, માંહેંઅ એક-બીજાઅરી સાંત્યોમ નેંય રેય, પોન ઉલટો એક-બીજાન માઈ ટાકે, એંહડો કોઆંન સોત્તા આપાઅની. ઈયો કામોઅ માટો તીયાન એક મોડી તારવાઅ બી આપાઅની.
5 હાતીઅ ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા, તીયો વેટલાપોઅરુ તીજુ સીલ તોળ્યુ. તાંહાંઅ માંય તીયો જીવતો-જીવહોં વેઅનો તીજો જીવોન એંહડો આખતા ઉનાઅયુ, “આવ!” આય વોખોત માંયોં દેખ્યો તા, તાંહીં એક કાલુ કોળુ આલુ. તીયાપોઅ જો સાવાર આથુ તીયાઅ આથોમ “તારાજો” આથો. 6 હાતીઅ માંયોં, જાણે કા હોલો ચાર જીવતો-જીવહોંઅ વીચમે રેખ આવતુ વેય, એંહડુ ઓવાજ ઉનાઅયુ. તીયો ઓવાજો કોળાપોઅરો સાવારોન આખ્યો, લોગ-ભોગ એક હેર ઘોંવહોંઅ કીંમોત ઓત્તી બાદી વેઈ કા, તે વેચાઅતા નેઆંન માટો એક માંહાંઅ આખુ દીહોઅ મોજરી ચાલી જાઈ. ઓનો લોગ-ભોગ ડોળ કીલો જુવાઅ ઝ્ડ્ડ 1 ઝ્ડ્ડદ્ મુળ ભાસામ “જોવ’ ઝ્ડ્ડ। બી તીયોજ કીંમોતોમ વેચાઈ. પોન જેતુનોઅ તેન બોંણાવાઅન માટો જેતુન ઉપજાવનારો બોગીચહાંન, ઓનો દારખાઅ રોહ બોંણાવાઅન માટો દારાખ ઉપજાવનારો દારાખહોંઅ વાળહ્યોંન બોગાળહો મા!”
7 હાતીઅ જો ધેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા, વેટલાપોઅરુ ચોથુ સીલ તોળ્યુ. તેંહડામ માંય તીયો જીવતો-જીવહોં વેઅનો ચોથો જીવોન એવ આખતા ઉનાઅયુ , “આવ!” 8 તાંહાંઅ માંયોં એક ઝાકો રોંગોઅ કોળાન આવતુ દેખ્યુ. તીયાપોઅ જો સાવાર આથુ તીયાઅ નામ “મોત આવાવનારુ” આથો ઓનો “મોઅનાહાંઅ કોલીઅ માંહુંઅ” નામોઅ એખું તીયાઅ ફાચલા-ફાચલાઅ ચાની જાત્નો. દુન્યાપોઅરા ચોથો ભાગોઅ લોક લોળાયોમ, કાલોમ, દુખણાહાંમ ઓનો રાની જાનવોરહોં કોઈન મોઈ જાય એંહડો કોઆંન તીયાન સોત્તા આપાઅયી.
9 હાતીઅ, ઘેટાઅ બોચાઅ ગાંઉં જો આહાય તીયા વેટલાપોઅરુ પાચમું સીલ તોળ્યુ. તાંહાંઅ માંયોં પોરમીહેરોઅ ગોઠીપોઅ વીસવાહ કોઅનું તીયો કારોણો ઓનો ઈસુઅ બાબોતોઅ ગોઠ બીજહાંન આખની તીયો કારોણો પોરમીહેરોઅ જે સેવોક માઈ ટાકાઅના, તીયો સેવોકહોંઅ જીવહોંન તીયો વેદયોઅ થુળ દેખ્યા. 10 તીંયહાં જોરપોઅ બોમનીન માલીખોન આખ્યો, “ઓ ભારી તાકોતો વાલા, પોવીતોર ઓનો હાચા માલીખ! આય તોરત્યોપોઅરો જીયો લોકહોં આમાંઅ રોગોત પાળ્યોહ નો આમહાંન માઈ ટાક્યાહ, તીંયહાંઅ નીયાય કોઈન તીંયહાંન સીકસા આપાઅન તું આજી કોતીહ વાઅ લાગવોહો?” 11 તાંહાંઅ પોરમીહેરો તીંયહાંન દોરેકાન એક-એક પાંઅડુ નો લાંબુ ઝોબ્બુ આપ્યુ, ઓનો તીંયહાંન આખ્યો, “તુમહાંન જેવ તીયો લોકહોં માઈ ટાક્યેહ, તેવ તુમાંઅ આર્યોઅ જીયો-જીયો સેવોકહોંન ઓનો વીસવાસહ્યોંન, માંઅ મોરજ્યો પોરમાણો તે માઈ ટાકનારે આહાય તીંયહાંન બાદહાંન તે જાંઉં લોગોઅ નેંય માઈ ટાકે, તાંઉં લોગોઅ તુમું આજી થોળીક વાઅ થોબી જાયા.”
12 જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા, ચાંબળાઅ વેટલાપોઅરુ સોઠઠુ સીલ તોળ્યુ, તાંહાંઅ મોડુ તોરતી-કાપ વેયુ. ઓનો દીહ કાલો ઉનોમ રેખ બોંણાવનો કાંબલાઅ ગાંઉં કાલુ પોળી ગોયુ, ઓનો ચાંદ આખુ રોગોતોઅ ગાંઉં રાતુ-ચુલ વેઅ ગોયુ. 13 ઓનો જેવ મોડો વાયચુળાઅરી કાચે ઉંબરે ખેકરાય પોળતેહ, તેવ જુગીમ રેખ ઘોણા બાદા તારા તોરત્યોપોઅ ખોરી પોળ્યા. 14 જેવ જુનો ચાંબળાઅ ઉગાળનું વેટલુ ફાટીન બેન કુટકા વેઅ જાહે ઓનો બેનું વેલ વેટલુ વોલી જાહે, તેવ જુગ ફાટીન ઉગળી ગોયી ઓનો બેનું વેલ વેટલુ વોલી ગોયી. ઓનો દોરેક ડોગોઅ, ઓનો દોરીયાઅ બેટ, પોત-પોતાઅ જાગો રેખ હોરકી ગોયા. 15 તીંહીંઅ પોરીણામો, તોરત્યોપોઅરા બાદા ખારાબ લોક દોરહોંમ ઓનો ખોળકાહાંમ દોબી ગોયા. તીયો લોકહોંમ રાજા, મોડા-મોડા ઓમોલદાર, લોસકોરહોંઅ કેપટોન, માલદાર લોક, જોરાવાર લોક, ઓનો બીજા બાદા લોક, એટલે કા, ગુલામ કા સોતોંતોર વેય, તે બાદા હોમાઅના આથા. 16 તે લોક ડોગહોંન ઓનો ખોળકાહાંન બોમનીન આખત્ના, “ઓ ડોગહોં ઓનો ખોળકાહાં, રાજગાદયોપોઅ જો બોઠનું આહાય તો આમહાંન હેઈ નેંય સેકે ઓનો ઘેટાઅ બોચાઅ ગાંઉં જો આહાય તો આમહાંન સીકસા નેંય કોઈ સેકે તીંહીંઅ ખાતોર, આમાંપોઅ પોળીન આમહાંન દોબાવી દેયા! 17 કેવકા, તીયા આમહાંન સીકસા આપાઅન નોકકી કોઅનું દીહ આવી ગોયુહ. ઓનો તીંહીંઅ લીદો, તીયાઅ સીકસામ રેખ કોડો બી બોચી નાંહ સેકતો!”