7
એક લાખ ચુમ્માલીહ ઓજાર ઈસરાયેલ લોક
1 હાતીઅ માંયોં ચાર દેવદુતહોંન દેખ્યા. તીંયહાંમ રેખ એક ઉત્તોરોઅ વેલ ઉબુ રેયનું, બીજુ દીહ ઉગતાઅ વેલ ઉબુ રેયનું, તીજુ દોકસીણોઅ વેલ ઉબુ રેયનું, ઓનો ચોથુ દીહ બુડતાઅ વેલ ઉબુ રેયનું. તે તોરત્યોઅ ચારુ વેલ રેખ લાગનારો વારહાંન ઓટકાવી રેયના, ઈંહીંઅ ખાતોર કા, તે વારા તોરત્યોપોઅયાર્ે કા દોરીયા વેઅન્યો કા, ચાળહોંપોઅયાર્ે કોન્યો બી ચીજીઅ નાસ કોઆંન માટો નેંય લાગે. 2 હાતીઅ માંયોં બીજો એક દેવદુતોન દીહ ઉગતાઅ વેલ રેખ ઉપોઅ ચોળી આવતુ દેખ્યુ. તો પોરમીહેરોઅ સીક્કુ નેયન આવત્નું. તીયો સીક્કા કોઈન, જીવતુ-જાગતુ નો ભારી ગોત્યો વાલુ પોરમીહેર પોતાઅ લોકહોંઅ બોચાવ વેય તીંહીંઅ ખાતોર તીંયહાંપોઅ નીસાણી કોએહ. જીયો ચાર દુતહોંન તોરત્યોપોઅરો ઓનો મોડો દોરીયા વેઅનો જીવ-જીવળાહાંન નુકસાન કોઆંન સોત્તા આપાઅની, તીંયહાંન તીયો હોરગો દુતો બોમનીન હાદ કોઅયા. 3 ઓનો તીયા તીંયહાંન આખ્યો; “થોબી જાયા! આપોઅ પોરમીહેરોઅ સેવોકહોંઅ નીંડહાંપોઅ આમું નીસાણ્યા કોઈ પાળજી તાંઉં લોગોઅ, તોરત્યોન કા, મોડો દોરીયાન કા, ચાળહોંન નુકસાન મા કોઅતા!” 4 હાતીઅ તીયો દેવદુતો નો તીયાઅ આર્યોઅ બીજો દેવ દુતહોં, પોરમીહેરોઅ બાદો સેવોકહોંઅ નીંડહાંપોઅ સીક્કા કોઈન નીસાણ્યા કોઅયા. તીંયહાં કોતોહ સેવોકહોંપોઅ નીસાણ્યા કોઅયા તો માંયોં ઉનાઅયો. ઈસરાયેલોઅ બારુ કુળહોં વેઅનો જીંયહાંપોઅ નીસાણ્યા કોઅન્યા, તીંયહાંઅ આકળુ એક લાખ ચુમ્માલીહ ઓજાર આથુ. ઓ આકળુ પોરમીહેર પોતાઅ બાદો લોકહોંન બોચાવીઅ તીંહીંઅ નીસાણી આહાય. 5 તીયો દુતહોં, યેહુદાઅ કુળોમ રેખ બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. રુબેનોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. ગાદોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. 6 આસેરોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. નાફતાલ્યોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. માનાસેહોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા, 7 સીમીયોનોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. લેવ્યોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. ઈસાખારોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. 8 ઝેબુલોનોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા. બીન્યામીનોઅ કુળોમ રેખ તીંયહાં બાર ઓજાર લોકહોંપોઅ નીસાણ્યા કોઅયા.
લોકહોંઅ ભારી મોડુ ટોલુ
9 હાતીઅ માંયોં લોકહોંઅ ભારી મોડુ ટોલુ દેખ્યુ. તે લોક ગોંણાય બી નેંય ઓત્તા બાદા આથા. તે લોક દોરેક દેસો વેઅના, ઓનો દોરેક જાતી વેઅના, ઓનો દોરેક ભાસા બોનનારહાં વેઅના આથા. તે રાજ-ગાદયોઅ આગલાઅ ઓનો ઘેટાઅ બોચાઅ ગાંઉં જો આહાય તીયાઅ આગલાઅ ઉબા રેયના. તીંયહાં પાંઅડા ઝોબ્બા પોવના, ઓનો પોતાઅ જીતોઅ ઉજવુણી કોઆંન ખાતોર પોતાઅ આથોમ ખોજુરાઅ ડાલખ્યા નેયન ઉબા રેયના. 10 તે બોમનીન આખત્ના, “ઓ રાજગાદયોપોઅ બોઠના આમાંઅ પોરમીહેર, ઓનો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય એંહડા ઈસુ તુમહાં સેતાનોઅ આથોમ રેખ આમહાંન સોળાવ્યાહ.” 11 બાદા દેવદુત રાજ-ગાદયોઅ, ઓનો વોળીલહોંઅ, ઓનો તીયો જીવતો-જીવહોંઅ ચારુ સોમકી ઉબા રેયના. તીંયહાં બાદહાં રાજગાદયોઅ આગલાઅ પોતાઅ મુનકે નોમાવીન પોરમીહેરોઅ ભોક્તી કોઅયી. 12 તીંયહાં આખ્યો, “આમેન! ઓ આમાંઅ દેવ, આમું કાયોમ તોઅ ગુણ-ગાન ગાયતાહ, ઓનો તોઅ આબાર માનતાહ, ઓનો તુંન માન આપતાહ. ઓનો આમું કોબુલ કોઅતાહ કા, તું પુર્યો રીતો ગીયાનો વાલુ, ઓનો ભારી તાકોતોવાલુ , ઓનો કાયોમ બાદો કોઈ સેકનારુ આહાય. આમેન!”
13 હાતીઅ તીયો વોળીલહોં વેઅનો એકા માંન ફુચ્યો, “પાંઅડા ઝોબ્બા પોવના આય લોક કોડા આહાય ઓનો તે કાંહીં રેખ આલાહ તો તુંન ઠાવો આહાય કા?”
14 તાંહાંઅ માંયોં તીયાન જોવાબ આપ્યુ.’ “સાહેબ, માંન નાંહ ઠાવો. પોન તે કોડા આહાય તો તુંન તા નોકકીજ ઠાવો વેય.”
તાંહાંઅ તીયા માંન આખ્યો, “એ એંહડા લોક આહાય કા, જીંયહાંન બીજો લોકહોં ભારી દુખે પાળને. તીંયહાં એંહડુ વીસવાહ કોઅનું , “જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય, તો આમાંઅ પાપહોંઅ માફયોઅ ખાતોર પોતાઅ નોય પાળીન મોઅયુ.” તીયો વીસવાહો કોઈન જાણે કા તીંયહાં પોતાઅ ઝોબ્બા તુવીન ઉજલા કોઅયા વેય તેંહડો આહાય. 15 આયો કારોણો, તે પોરમીહેરોઅ રાજ ગાદયોઅ આગલાઅ આહાય, ઓનો હોરગો વેઅનો તીયાઅ મોંદીરોમ તે, રાત-દીહ તીયાઅ સેવા કોઅતાહ. પોરમીહેર જો રાજ ગાદયોપોઅ બોઠુહ, તો પોતોજ તીંયહાંન હાચવીઅ. 16 તીંહીંઅ પોરીણામો, તીંયહાંન ફાચી કોદીહ બી ફુક કા ફાઅપી નેંય લાગીઅ. દીહોઅ કા બીજો કાંહડાઅ બી ભારી તોપ તીંયહાંન કોય દીહ બી પુજવીઅ નેંય. 17 ઈંહીંઅ કારોણ ઈં આહાય કા, જેવ ભારવાળ પોતાઅ ઘેટહાંઅ દેખરેખ રાખેહ, તેવ જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય ઓનો રાજ ગાદયોપોઅ બોઠુહ તો, તીયો લોકહોંઅ દેખરેખ રાખીઅ, ઓનો જેવ ભારવાળ પોતાઅ ઘેટહાંન જીવાવાઅન ખાતોર પાંઅયોંઅ ચોરહોંઅહીં નેઅ જાહે, તેવ જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તો, ઈયો લોકહોંન કાયોમ ટોકનારો જીવોનો રુપી ચોરોઅહીં નેઅ જાઈ. પોરમીહેર તીંયહાંઅ બાદો દુખ કાયોમોઅ માટો મોટાવી દેઈ, ઓનો તો એંહડો વેઈ કા, જાણે કા તીયા તીંયહાંઅ ડોંઅહાં વેઅને બાદે તોત્યેઅ નુસી ટાક્યે વેય.”