3
સારદી સેરોઅ મોંડોળોન બોદ
1 “સારદી સેરોઅ મોંડોળોઅ આગેવાનોન એ ગોઠ લેખ: જીયામ ભારી તાકોતોવાલો પોરમીહેરોઅ આત્મા આહાય, ઓનો જીયાપોઅ હાંત તારા બી આહાય, તો માંય તુમહાંન આય ગોઠી આખોંહ.
તુમું જોબી કોઅતેહ, તો બાદોજ માંય જાંઓંહ, તુમું આત્મીક રીતો ભારી મોજબુત વેય એંહડે દેખાઅતેહ, પોન ખોરેખોર તા તુમું આત્મીક રીતો એકદોમ નોબલે આહાય. 2 જાણે કા નીંદોમ રેખ જાગી ઉઠતે વેય તેવ, તુમહાંન પોતાઅ આત્મીક જુરુલહીંઅ ભાન વેય ઓનો મોઅના મીલતો માંહાંઅ ગાંઉં તુમું આત્મીક જીવોનોમ કાંય બી કામરેઅ નાંહ તો તુમું જાંઆ તીંહીંઅ લીદો, તુમું પોતાન આત્મીક રીતો મોજબુત બોંણાવજા. કેવકા માંય જાંઓંહ કા, તુમહાં જો કાંય કોઅયોહ તો માંઅ પોરમીહેરોઅ નોજરોમ ઓદુરોજ આહાય. 3 તીંહીંઅ લીદો, પોરમીહેરોઅ ગોઠ તુમહાં ઉનાઅની તેંહડામ તીયોન તુમહાં કેકેવ મોનોમ ઉતારી નેદની, તો તુમું ઈયાદ રાખી નેયા. તીયો ગોઠી પોરમાણો ચાનતે રેયા, ઓનો પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેયા. જો તુમહાંન પોતાઅ આત્મીક જુરુલહીં ભાન નેંય વેય, નો જો તુમું પોતાઅ પાપ નેંય સોળહા તા, જેવ ચોર ઓચીંતુજ આવી જાહે, તેવ માંય તુમાંઅહીં ઓચીંતુજ આવી જાહીં. તુમાંઅ નીયાય કોઆંન ખાતોર માંય કોંહડયો વોખોત આવહીં, તીંહીંઅ બી તુમહાંન ખોબોર નેંય પોળીઅ.
4 “એંહડો આહાય તેબી, સારદી સેરોઅ મોંડોળોમ તુમાંઅહીં એંહડે થોળેક માંહેંઅ આહાય કા જીંયહાં, જેવ પોતળાપોઅ દાગ લાગેહ તેવ પોતાઅ આત્મીક જીવોનોન પાપોઅ દાગ લાગાઅન નાંહ દેદુ. તીંહીંઅ પોરીણામો, તે પાંઅડે-બોગ પોતળે પોવનો માંહાંઅ ગાંઉં આત્મીક રીતો સોકે વેયન માંઅરી રેઈ. કેવકા તેવ કોઈન માંઅરી રેઆંનુંજ તે લાયોક આહાય. 5 સેતાનોપોઅ જીત મેલવુઅનારો માંહાંઅન માંય, જાણે કા તીંયહાં પાંઅડે-બોગ પોતળે પોવ્યે વેય તેવ આત્મીક રીતો એકદોમ સોક્કો કોઅહીં, ઓનો કાયોમોઅ માટો જીવનારહાંઅ નામે જીયો ચોપળ્યોમ નોંદાઅતેહ, તીયો ચોપળ્યોમ રેખ તીંયહાંઅ નામે માંય કોય દીહ બી નુસી નેંય ટાકોં. પોન માંય માંઅ બાહકાઅ ઓનો તીયાઅ દુતહોંઅ આગલાઅ, તે માંઅ માંહેંઅ આહાય એવ માની નેહીં. 6 જેબી હોમજાઅન માગતેહ તે પોરમીહેરોઅ આત્મા મોંડોળહોંન જો બોદ આપેહ તો કાલજી રાખીન ઉનાએ!
ફીલાદેલફીયા સેરોઅ મોંડોળોન બોદ
7 “ફીલાદેલફીયા સેરોઅ મોંડોળોઅ આગેવાનોન એ ગોઠ લેખ: જો પોવીતોર ઓનો હાચુ આહાય તો માંય, આય ગોઠી તુમહાંન આખોંહ: જેવ જુનો જોમાનાઅ યેરુસાલેમ સેરોમ લોકહોંન વીહાઅન દેઆંન દાવીદ રાજાન સોત્તા આથી, તેવ નોવો યેરુસાલેમ સેરોમ લોકહોંન વીહાઅન દેઆંન માંન સોત્તા આહાય. કોડો બી બુજી નેંય સેકે એવી રીતો બાંઅણે ઉગાળનારુ, ઓનો કોડો બી ઉગાળી નેંય સેકે એવી રીતો બાંઅણે બુજનારુ માંયજ આહાય.
8 “તુમું જોબી કોઅતેહ, તો બાદો માંય જાંઓંહ. હેઆ! તુમાંઅ માટો માંયોં એક બાંઅણો ઉગાળો રાખ્યોહ. તીયાન કોડો બી બુજી નાંહ સેકતો. તુમું થોળેકુજ આહાય તેબી તુમું માંઅ ગોઠી પોરમાણો ચાન્યેહ, ઓનો તુમહાં બીજહાંઅ આગલાઅ માંન નાંહ ઓઅખુઅતે એંહડો નાંહ આખ્યો. 9 હેઆ! તુમાં વેઅના થોળાક લોક સેતાનોઅ મોંડોળો વેઅના આહાય. તે ઠોગ પોતાન યેહુદી આખાવતાહ, પોન હોકીકોતોમ તે યેહુદી નાંહ. તીંયહાંન માંય તુમાંઅહીં દાવીન તુમાંઅ પાગો પોળાવહીં. ઓનો માંય તીંયહાંન કોબુલ કોઆવહીં કા, માંય તુમાંપોઅ માયા રાખોંહ.
10 “તુમું દુખહોંઅ વોખોત બી ધીરોજ રાખીન રેયેહ. તીંહીંઅ લીદો, દુન્યાઅ ખારાબ લોક દુખી વેયન પોતાઅ પાપ સોળી દેતાહ કા નાંહ તો હેઆંન પોરમીહેર જે ભારી મોડી આફોત પાળનારુ આહાય, તીંહમેઅ રેખ માંય તુમહાંન બોચાવી નેહીં. 11 માંય ઉતવાલ્યુજ તુમાંઅહીં આવનારુ આહાય, તીંહીંઅ લીદો પોરમીહેરો તુમાંઅ માટો રાખી થોવનો ઈનામ તુમું ગુમાવી દેયા, એંહડો કોડો બી નેંય કોઈ દેય તીંહીંઅ ખાતોર, તુમહાં જે હાચ્યા ગોઠી હીકયાહ તીંયહોં પોરમાણો ચાનાઅન ચાલુ રાખજા! 12 સેતાનોન હારાવનારે બાદે, હોરગોમ માંઅ પોરમીહેરોઅ મોંદીરો વેઅનો ખાંબહોંઅ ગાંઉં મોજબુત રેઈ.
ઓનો તીંયહાંન તો જાગુ કોય દીહ બી સોળાઅન નેંય પોળે. તે પોરમીહેરોઅ પોતાઅજ લોક આહાય તો દેખાવાઅન માટો, તીંયહાંપોઅ માંય પોરમીહેરોઅ નામ લેખહીં. ઓનો તે પોરમીહેરોઅ સેરોઅ માંહેંઅ આહાય તો દેખાવાઅન, માંય તીંયહાંપોઅ માંઅ પોરમીહેરોઅ સેરોઅ નામ લેખહીં. તો સેર નોવો યેરુસાલેમ આહાય. તો હોરગો વેઅનો માંઅ પોરમીહેરોઅહીં રેખ ઉતરીઅ. તે માંઅ પોતાઅ લોક આહાય તો દેખાવાઅન, માંય તીંયહાંપોઅ માંઅ નોવો નામ લેખહીં. 13 જેબી હોમજાઅન માગતેહ તે, પોરમીહેરોઅ આત્મા મોંડોળહોંન જો બોદ આપેહ તો કાલજી રાખીન ઉનાએ!
લાવોદીકેયા સેરોઅ મોંડોળોન બોદ
14 “લાવોદીકેયા સેરોઅ મોંડોળોઅ આગેવાનોન એ ગોઠ લેખ: માંય આય ગોઠી તુમહાંન આખોંહ: જો એકદોમ હાચુ આહાય તો માંયજ આહાય. માંઅ સાક્સી ખાતર્યો વાલી ઓનો હાચી આહાય. ઓનો જીયાઅ મારફોતો પોરમીહેરો બાદો હોરજ્યો તો બી માંયજ આહાય. 15 તુમું જોબી કોઅતેહ તો બાદો માંય જાંઓંહ. તુમું નાંહ તા માંઅપોઅરુ વીસવાહ સોળી દેતે, કા નાંહ તા ઉંહોં-ઉંહોં માંઅ સેવા કોઅતે. ઈયો બાબોતોમ તુમું હેલે નાંહ નો ઉને નાંહ. માંઅ એંહડી મોરજી આહાય કા તુમું હેલે વેયા નેતા ઉને વેયા! 16 તુમું માંઅ ગોઠહીંઅ પારવાઅ નાંહ કોઅતે તીંહીંઅ લીદો, જેવ માંહેંઅ હેલ-બોકલોહ પાંઈં મુંયોંમ કાનીન ફુચકારી ટાકતેહ, તેવ માંય તુમહાંન સોળી દેઆંન તીયાર્યોમ આહાય. 17 તુમું આખતેહ:“આમાંપોઅ આત્મીક રીતો જોજવે તોતોહ આહાય. આત્મીક બાબોતોમ આમું માલદાર આહાય. ઈયો બાબોતોમ આમહાંન વાદારુ કાંય બી નાંહ જોજવુઅતો.’ પોન તુમું જાંઅતે નાંહ કા, જે માંહેંઅ દુખી ઓનો કીઅમાલેહ ઓનો ગોરીબ, ઓનો આંદલે ઓનો નાગે-ઉગાળે આહાય, તીંયહાંઅ ગાંઉં આત્મીક બાબોતહીંઅ તુમહાંન ભારીજ જુરુલી આહાય. 18 તીંહીંઅ લીદો, માંય તુમહાંન એંહડી સાલાહ આપોંહ કા, જાણે કા માંઅપોઅ રેખ આગીમ સોક્કો કોઅનો એકદોમ પીવોર હોનો વેચાઅતો નેતે વેય તેવ, તુમું આત્મીક રીતો હોકીકોતોમ જીંહીંઅ જુરુલ આહાય તો બાદો માંઅપોઅ રેખ મેલવી નેયા, ઈંહીંઅ ખાતોર કા, તુમું આત્મીક રીતો હોકીકોતોમ માલદાર બોંણા. ઓનો જાણે કા પોતાઅ નાગો આંગહોંઅ સોરોમ દોબાવાઅન માટો પાંઅડે પોતળે માંઅપોઅ રેખ વેચાઅતે નેતે વેય તેવ, માંન તુમહાંન ગુના વોગોરોઅ બોંણાવાઅન દેયા. ઓનો જાણે કા તુમાંઅ નોજોર ફુટે તીંહીંઅ માટો પોતાઅ ડોંઅહાંમ આંજાઅન ડોંઅ-આંજણ્યો માંઅપોઅ રેખ વેચાઅતો નેતે વેય તેવ, તુમું માંન, તુમહાંન આત્મીક બાબોતી હોમજાઅન મોદોદ કોઆંન દેયા. 19 જીંયહાંપોઅ માંય માયા રાખોંહ, તીંયહાંન બાદહાંન માંય ઠોપકુ આપોંહ ઓનો સુદારોંહ. તીંહીંઅ લીદો, તુમું તુમાંઅ પાપહોંઅ માટો ખોરો મોનો કોઈન દુખી વેયા ઓનો તે સોળી દેયા. 20 હેઆ! જાણે કા માંય તુમાંઅ બાંઅણાઅહીં ઉબુ રેયન બાંઅણો ખોકળાવતુ વેય તેવ, માંઅ ગોઠી માની નેઆંન તુમહાંન બાદહાંન હાદ કોઓંહ. જેબી માંઅ હાદ ઉનાયન માંઅ ગોઠી માનીઅ, તીંયહાંઅહીં માંય આવહીં. ઓનો એકુજ ઠાલ્યોમ ખાનારો દોસતારહોંઅ ગાંઉં, માંય તીંયહાંઅરી ભારી સોબોંદ રાખહીં. 21 જેવ માંય સેતાનોન હારાવીન માંઅ બાહકાઅ રાજ ગાદયોપોઅ બોહીન રાજ કોઓંહ, તેવ સેતાનોન હારાવનારો બાદહાંન, લોકહોંપોઅ રાજ કોઆંન ખાતોર માંઅરી રાજ ગાદયોપોઅ બોહાઅન હોક આપહીં. 22 જેબી હોમજાઅન માગતેહ, તે પોરમીહેરોઅ આત્મા મોંડોળહોંન જો બોદ આખેહ તો કાલજી રાખીન ઉનાએ.”’