2
એફેસુ સેરોઅ મોંડોળોન બોદ
1 તીયા માંન ઈં બી આખ્યો, “એફેસુ સેરોઅ મોંડોળોઅ આગેવાનોન એવ લેખ! જીયાઅ આથોમ હાંત તારા આહાય, ઓનો દીવા થોવનુંઅ મોડો-મોડો હાંત હોનાઅ કોળહ્યાંઅ વીચમે ફીરનારુ માંય તુંન આય ગોઠી આખોંહ:
2 “તુમું જોબી કોઅતેહ તો બાદો માંય જાંઓંહ. ખાસ કોઈન તુમું જે સોખોત મેનોત કોઈ રેયેહ, તે, એટલે કા, ભારી ધીરોજ રાખીન માંઅ જે સેવા તુમું કોઈ રેયેહ તે માંયોં દેખીહ. ઓનો માંય ઈં બી જાંઓંહ કા ખોટો હીકવુઅનારો લોકહોંન તુમું ચાનવી નાંહ નેતે, ઓનો પોતાન માલીખોઅ ખાસ ખોબરી એવ આખાવનારો લોકહોંન તુમહાં પારખી હેઅયાહ, ઓનો તુમું જાંઈં ગોયેહ કા તે તીયો બાબોતોમ ઝુટો બોનતાહ. 3 માંય ઈં બી જાંઓંહ કા તુમું ધીરોજ રાખીન માંઅ સેવા કોઅતે રેતેહ. માંઅપોઅ તુમું વીસવાહ કોઅતેહ તીંહીંઅ લીદો માંહેંઅ તુમહાંન દુખે પાળત્ને તેબી તુમહાં માંઅ સેવા કોઆંન ચાલુજ રાખ્યોહ. ઓનો માંઅ સેવા કોઅતા તુમું થાકી નાંહ ગોયે. 4 આંહડો આહાય તેબી, તુમાંઅ વીરુદ માંઅ ઓતોહ આખનુંઅ આહાય કા, તુમહાં પેલ્લામ-પેલ્લુઅ માંઅપોઅ વીસવાહ રાખનું તેંહડામ, તુમું જેંહડી માયા માંઅપોઅ નો એક-બીજાપોઅ રાખત્ને, તેંહડી માયા આમુ નાંહ રાખતે. 5 તીંહીંઅ લીદો માંય તુમહાંન આખોંહ, તુમું માંઅપોઅ નો એક-બીજાપોઅ કોંહડી માયા રાખત્ને તો ઈયાદ કોઆ, ઓનો પેલ્લુરાઅ ગાંઉં આમુ તુમું માયા નાંહ રાખતે તો જાંઈં નેજા! ઈયો ભુલોઅ લીદો દુખી વેયા ઓનો પેલ્લુરાઅ ગાંઉં માંઅપોઅ નો એક-બીજાપોઅ માયા રાખજા! જો તુમું દુખી વેયન નેંય સુદરાહા તા, માંય તુમાંઅ નીયાય કોઆંન આવહીં, ઓનો માંઅ મોંડોળો તોરીકો તુમાંઅ નામ-નીસાણી મોટાવી દેહીં. 6 પોન તુમહાંમ ઓ હારુ ગુણ આહાય કા, મુરત્યોહોંઅ પુંજા કોઆંન ઓનો ઓનુત્યો રીતો વોરતાઅન વીસવાસહ્યોંન હીકવુઅનારો નીકોલાય પોંથોઅ લોકહોંન જેવ માંય નોફરોત કોઓંહ, તેવ તુમું બી નોફરોત કોઅતેહ.
7 “જેબી હોમજાઅન માગતેહ તે, પોરમીહેરોઅ આત્મા મોંડોળહોંન જો બોદ આપેહ, તો કાલજી રાખીન ઉનાએ. સેતાનોન હારાવનારો બાદહાંન માંય, પોરમીહેરોઅ બોગીચા વેઅનો ઓમોર જીવોન આપનારો ફોલોવાલો ચાળોઅ ફોલ ખાઆંન હોક આપહીં. એટલે કા, તે હોરગોમ કાયોમ જીવતો રેનારહાંઅ ગાંઉં કાયોમોઅ માટો જીવતે રેઈ.
સીમીરના સેરોઅ મોંડોળોન બોદ
8 “સીમીરના સેરોઅ આગેવાનોન એવ લેખ: બાદયો બાબોતહીંઅ વેજનુઅનારુ બી માંયજ આહાય, ઓનો તીંયહોંઅ ઓંત દાવનારુ બી માંયજ આહાય; ઓનો માંય મોઈન બી ફાચુ જીવતુ ઉઠ્યુહ. માંય એ ગોઠ આખોંહ:
9 “તુમું જે દુખે વેઠતેહ તે ઓનો તુમાંઅ ગોરીબાયોઅ હાલોત આય બાદો માંય જાંઓંહ. પોન માંય ઈં બી જાંઓંહ કા, આત્મીક બાબોતહોંમ તુમાંપોઅ બાદોજ આહાય. જે પોતાન યેહુદી આખાવતેહ તે તુમાંઅ ખોટ્યા -ખોટ્યા ગોઠી કોઈ ફીરતેહ, તો માંય જાંઓંહ. પોન માંય તા તીંયહાંન યેહુદી નાંહ ગોંણતુ. માંય તીંયહાંન સેતાનોઅ મોંડોળો વેઅનેજ ગોંણોંહ. 10 જે દુખે તુમાંપોઅ પોળનારે આહાય તીંયહાં કોઈન કાબરાય નોખે જાતે. ખોરેખોર તા, માંઅપોઅરુ તુમાંઅ વીસવાહ સોળી દેયા તીંહીંઅ માટો તુમહાંન લાલચાવાઅન ખાતોર સેતાન તુમહાં વેઅનો થોળાકહાંન જેલીમ પુરાવી દેનારુ આહાય. થોળોક વોખોત લોગોઅજ તુમહાંન દુખે વેઠનુંઅ પોળીઅ. માંઅપોઅરો વીસવાહોઅ લીદો તુમહાંન મોઆંન પોળે તેબી માંઅપોઅરુ વીસવાહ તુમું જાલવી રાખજા. ઓનો હોરીફાયોમ જીતનારાન જેવ માંહેંઅ આર પોવાવીન ઈનામ આપતેહ, તેવ માંય તુમહાંન ઈનામો તોરીકો હાચો જીવોન આપહીં.
11 “જેબી હોમજાઅન માગતેહ તે, પોરમીહેરોઅ આત્મા મોંડોળહોંન જો બોદ આપેહ, તો કાલજી રાખીન ઉનાએ. સેતાનોન હારાવનારો બાદહાંન બીજયો વોખોત મોઆંનુજ નેંય પોળે, એટલે કા તે સોરીદોઅ રીતો મોઈ જાય તેબી, તે કોય દીહ બી પોરમીહેરો રેખ જુદે નેંયજ પોળે.’
પેરગામુ સેરોઅ મોંડોળોન બોદ
12 “પેરગામુ સેરોઅ મોંડોળોઅ આગેવાનોન એ ગોઠ લેખ: જીયાપોઅ બેનું વેલ તારાલી તારવાઅ આહાય, તો માંય એવ આખોંહ:
13 “માંય જાંઓંહ કા, જાંહીં સેતાનોઅ રાજ ચાનેહ, એંહડો જાગો તુમાંઅ વોહતી આહાય. તેબી તુમું માંઅપોઅ પાકુ વીસવાહ રાખતેહ. જાંહીં સેતાનોઅ રાજ ચાનેહ તેંહડો તુમાંઅ સેરોમ, માંઅ ઈમાનદાર સાક્સી આંતીપા તુમાંઅ ડોંઓં નોજરો માઈ ટાકાઅનું, એંહડો સોમોયો બી તુમહાં માંઅપોઅરુ વીસવાહ સોળી નોખુ દેદુ. 14 એંહડો આહાય તેબી, તુમાંઅ વીરુદ માંઅ થોળ્યાક બાબોતી તુમહાંન આખનુંઅ આહાય: બાલામો જેંહડો સીકસોણ આપનો તેંહડો સીકસોણ આપનારો તુમાંઅ મોંડોળો વેઅનો થોળાકહાંન તુમું ચાનવી નેતેહ. જુનો જોમાનામ ઈસરાયેલ લોકહોંન પાપ કોઆંન લાલચાવાઅન માટો, બાલાકોન હીકવુઅનારુ ઓજ બાલામ આથુ. તીયા એંહડો ઈંહીંઅ ખાતોર હીકવુઅનો કા, ઈસરાયેલ લોક મુરત્યોહોંન ચોળવુઅનો ખાણો ખાય ઓનો ખારાબ રીતો વોરતે. 15 બાલામોઅ ગાંઉં હીકવુઅનારો નીકોલાય પોંથોઅ માંહાંહાંઅ ઉપદેસો પોરમાણો ચાનીન, તેંહડાજ પાપ કોઅનારો તુમાંઅ મોંડોળોઅ થોળોક લોકહોંન બી તુમું ચાનવી નેતેહ. 16 ઈંહીંઅ માટો તુમું દુખી વેયા, ઓનો તીંયહાંન જારાક બી ચાનવી મા નેતે. જો તુમું એવ નેંય કોઆ તા, માંય જારાક બી વાઅ લાગવ્યા વોગોર તુમાંઅહીં આવહીં, ઓનો ઈયો ખોટો ઉપદેસહોં પોરમાણો ચાનનારહાંઅ વીરુદ માંય માંઅ સોબદાહાં કોઈન લોળહીં, ઓનો તીંયહાંન સીકસા આપહીં.
17 “જેબી હોમજાઅન માગતેહ તે, પોરમીહેરોઅ આત્મા મોંડોળહોંન જો બોદ આપેહ તો, કાલજી રાખીન ઉનાએ.
સેતાનોન હારાવનારો બાદહાંન માંય, એખહું હોરગોમ એક બોંયણ્યોમ દોબાવી રાખ્યોહ તો, માન્ના નામોઅ આત્મીક ખાણો ખાવાવહીં, ઓનો માંય તીંયહાંન પાંઅડુ ઢોગળુ આપહીં. ઓનો તીયાપોઅ એંહડો નોવો નામ કોતરાવહીં, કા જો, તો ઢોગળુ મેલવુઅનારા સીવાય બીજો કોડો બી નેંય જાંઈં સેકે.
થીયાતીરા સેરોઅ મોંડોળોન બોદ
18 “થીયાતીરા સેરોઅ મોંડોળોઅ આગેવાનોન આય ગોઠ લેખ: જીયાઅ ડોંઆં આગીઅ જીબલ્યોહોંઅ ગાંઉં તેજો વાલા આહાય, ઓનો જીયાઅ પાગ આગીમ સોક્કો કોઅનો કાંહાંઅ ગાંઉં ચોમકુઅતાહ, તો એટલે, માંય પોરમીહેરોઅ પોયોર એ ગોઠ તુંન આખોંહ.
19 “તુમું જોબી કોઅતેહ તો બાદો માંય જાંઓંહ, એટલે કા તુમું માંઅપોઅ નો બીજહાંપોઅ માયા રાખતેહ, ઓનો તુમું માંઅપોઅ વીસવાહ રાખતેહ, ઓનો તુમું લોકહોંઅ સેવા કોઅતેહ, ઓનો તુમું ધીરોજ રાખીન દુખે વેઠતેહ, ઈં બાદો માંય જાંઓંહ. માંય ઈં બી જાંઓંહ કા, આય બાદયા બાબોતી તુમું પેલ્લા કોઅતા આમુ વાદારુ હાર્યો રીતો કોઅતેહ. 20 એંહડો આહાય તેબી, માંઅ તુમાંઅ વીરુદ ઓતોહ આખનુંઅ આહાય: તુમું તુમાંઅ મોંડોળો વેઅન્યો એંહડ્યો એક થેઈન ચાનવી નેતેહ કા, જે જુનો જોમાનાઅ ખારાબ રાણી એસેબેલોઅ ગાંઉં આહાય. તે પોતાન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારી આખાવેહ, પોન તે પોતાઅ ઉપદેસો કોઈન માંઅ પોતાઅ સેવોકહોંન ભોરમાવેહ. તે તીંયહાંન ખારાબ રીતો વોરતાઅન, ઓનો મુરત્યોહોંન ચોળવુઅનો ખાણો ખાઆંન દોરવુણી આપેહ. 21 માંયોં તીયોન પોતાઅ ખારાબ વોરતોનોઅ માટો દુખી વેયન તો વોરતોન સોળી દેઆંન તોક આપીહ. તેબી તે તો બાદો સોળી દેઆંન નાંહ માગતી. 22 તીંહીંઅ લીદો, માંય તીયોન સોખોત માંદી પાળહીં. ઓનો જે તીયોઅ ગાંઉં ખારાબ રીતો વોરતુઅતેહ, તે તીયો રીતો વોરતાઅન નેંય સોળે તા, માંય તીંયહાંન બી તીયોઅજ ગાંઉં ભારી દુખે પાળહીં. 23 ઓનો જે તીયોઅ ઉપદેસો પોરમાણો ચાનીન, તીયોઅ પોયરાહાંઅ ગાંઉં બોંણ્યેહ તીંયહાંન માંય નોકકીજ માઈ ટાકહીં. તીંહીં કોઈન બાદો મોંડોળહોંઅ લોકહોંન ખોબોર પોળીઅ કા, બાદો માંહાંહાંઅ વીચાર ઓનો ઈરાદા જાંઅનારુ માંયજ આહાય. માંય તુમાં વેઅનો દોરેકોન, તીયા કોઅનો કામહોંઅ પોરમાણો બોદલુ આપહીં.
24 પોન થીયાતીરા મોંડોળોઅ બીજો વીસવાસહ્યોંન માંય ઓતોહ આખાઅન માગોંહ: તુમું તીયો ખોટો ઉપદેસો પોરમાણો નાંહ ચાનતે, એટલે કા, જીયાન ખોટુ ઉપદેસ આપનારા લોક સેતાનોઅહીં રેખ આવનારી ઉંડો ભેદો વાલી ગોઠ આખતાહ, તીંહીં પોરમાણો નાંહ ચાનતે. તુમાંપોઅ તીંહીં સીવાય બીજુ બોજુ થોવાઅન માંય નાંહ માગતુ. 25 તુમું ખાલી ઓતોહજ કોઅજા, માંય આવોં તાંઉં લોગોઅ માંઅપોઅરુ તુમાંઅ વીસવાહ જાલવી રાખજા, ઓનો માંઅ આખનો માનતે રેજા!
26 “જે સેતાનોન હારાવતેહ, ઓનો મોઅતા લોગોઅ માન ગોમતે કામે કોઅતેહ, તીંયહાંન માંય પોરમીહેરોઅ વીરુદ કોઅનારો બાદો લોકહોંપોઅ સોત્તા આપહીં. 27 ખાસ કોઈન તે જો કોઅતાહ, તો તા પોરમીહેરો ઈસરાયેલોઅ રાજાઅ બાબોતોમ આખ્યોહ તીયાઅ ગાંઉં આહાય: પોરમીહેરો તીયાઅ બાબોતોમ એવ આખ્યોહ: “તો તીંયહાંપોઅ જાણે કા નોળાઅ નાકળી કોઈન સોત્તા ચાનવુઅતુ વેય તેવ તીંયહાંપોઅ કોળોક રીતો સોત્તા ચાનવીઅ, ઓનો તો તીંયહાંન કાદવોઅ બાસનાહાંઅ ગાંઉં કુટકા કોઈ ટાકીઅ.” 28 જેવ માંઅ બાહકા માંન સોત્તા આપીહ, તેવ માંય તીંયહાંન તે સોત્તા આપહીં. ઓનો સેતાનોન હારાવનારહાંન બાદહાંન માંય ઉજાલ્યો તારાઅ ગાંઉં તેજો વાલી મોડાય આપહીં. 29 જેબી હોમજાઅન માગતેહ તે પોરમીહેરોઅ આત્મા મોંડોળહોંન જો બોદ આપેહ તો કાલજી રાખીન ઉનાએ.