2
જીવતુ ઢોગળુ ઓનો પોવીતોર લોક
1 તીંહીંઅ લીદો, બાદયો જાતીઅ ખોટાય કોઆંન, બીજો લોકહોંન સેતરાઅન, બીજહાંપોઅ આદરાય રાખાઅન, નો બીજહાંઅ બાબોતોમ ખોટો બોનાઅન સોળી દેયા. 2 જેવ નોવો જોલ્મુઅનો પોયરો તીયાઅ યાહકયોઅ દુદ ખાઆંન મોરજી રાખેહ, તેવ તુમું બી પોરમીહેરોઅ ગોઠી રુપી સોક્કો આત્મીક દુદ ખાઆંન મોરજી રાખા, ઈંહીંઅ ખાતોર કા, તુમું આત્મીક જીવોનોમ આગોલ વાદા ઓનો પોરમીહેર તુમહાંન તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવે. 3 કાંહાંનકા, જેવ પોવીતોર લેખાણહોંમ લેખનો આહાય તેવ, માલીખ કોતુહ માયાલુ આહાય તીંહીંઅ તુમહાં ઓનુભોવ કોઅયુહ. 4 જો માંહાંહાં નોકકામુ ગોંણીન દુર કોઅનો જીવતો ઢોગળા ગાંઉં આહાય, પોન પોરમીહેરો કીમતી ગોંણીન જીયાન પોસોંદ કોઅયુહ, તીયો માલીખ ઈસુઅહીં તુમું આવા. 5 ઓનો પોરમીહેર જો આત્મીક મોંદીર બાંદેહ, તો બોંણાવનારો જીવતો ઢોગળાહાંઅ ગાંઉં તુમું બી, ચોણાઅતે જાતેહ. ઓનો તીયો મોંદીરોઅ ભાગહોં તોરીકો તુમું ઈસુ ખ્રીસ્તોઅ મારફોતો, પોરમીહેરોન પોસોંદ પોળે તેંહડા આત્મીક ભોગ ચોળવુઅનારા પોવીતોર પુંજારા વેહા. 6 આય બાબોતોઅ આદાર પોવીતોર લેખાણહોંમ એંહડુ મીલેહ , “માંયોં એકાન પોસોંદ કોઅયુહ, કા જો ભારી કીંમોતોવાલો ઢોગળાઅ ગાંઉં આહાય, ઓનો માંય તીયાન, આત્મીક મોંદીરોન મોજબુત રાખનારો ઢોગળા તોરીકો સીયોનોમ થોવોંહ. જોબી માંહુંઅ તીયાપોઅ વીસવાહ રાખીઅ, તીયાન પોરમીહેર કોય દીહ બી સોળી નેંય દેઈ.” 7 તીયાપોઅ વીસવાહ રાખનારો તુમાંઅ માટો આય ઢોગળુ ભારી કીમતી આહાય. પોન જે તીયાપોઅ વીસવાહ નાંહ રાખતે, તીંયહાંઅ માટો તા તો, પોવીતોર લેખાણહોંમ જીયાઅ બાબોતોમ લેખનો આહાય તીયાઅ ગાંઉં આહાય. પોવીતોર લેખાણહોંમ તીયાઅ બાબોતોમ એવ લેખનો આહાય: “બોંગલુ બાંદનારહાં જીયો ઢોગળાન નોકકામુ ગોંણનું, તોજ ઢોગળુ બોંગલાન મોજબુત રાખનારુ ઢોગળુ બોંણ્યુહ.” 8 ઓનો બીજ્યો લેખાણોમ તીયાઅ બાબોતોમ લેખનો આહાય , “માંહેંઅ તીયો ઢોગળાઅરી ઠોકાયન પોળી જાઈ.” તે હાર્યો ગોઠીઅ હુકોમ નાંહ માનતે, તીંહીંઅ લીદો તે પોળી જાતેહ. ઓનો પોરમીહેરો બી, તે એવ કોઈન પોળી જાય તેંહડોજ નોકકી કોઅનો. 9 પોન તુમું તા, પોરમીહેરો પોતાઅ વેઆંન ખાતોર પોસોંદ કોઅના લોક, ઓનો પોરમીહેર રાજાઅ સેવા કોઅનારા પુંજારા, નો પોરમીહેરો પોતાઅ બોંણાવાઅન ખાતોર દુન્યામ રેખ ઓલોગ કોઅના લોક, ઓનો પોરમીહેરોઅ પોતાઅજ લોક આહાય. તીયા તુમહાંન આત્મીક આંદારામ રેખ નીંગી આવાઅન ઈંહીંઅ ખાતોર હાદયેહ આપ્યોહ કા, તુમું પોરમીહેરોઅ હાચાયોઅ ઉજવોળ મેલવા તીયા જે મોડે કામે કોઅયેહ તીંહીંઅ બાબોતોમ તુમું બીજો લોકહોંન આખા તીંહીંઅ લીદો, તીયા તુમહાંન પોસોંદ કોઅયેહ. 10 પેલ્લાઅ તા તુમું પોરમીહેરોઅ લોક નોખા, પોન આમુ તુમું તીયાઅ લોક આહાય. પેલ્લાઅ પોરમીહેરોપોઅ રેખ તુમહાંન દાયા નોખી મીલી, પોન આમું તુમહાંન તીયાપોઅ રેખ દાયા મીલીહ. 11 માંઅ મેરાલહાં, આય દુન્યામ તુમહાંન પારકે, ઓનો બેન દીહોઅ ગોમારહાં તોરીકો હોમજીન, માંય તુમહાંન કાલાવાલા કોઓંહ કા, તુમાંઅ આત્માહાંન, તુમાંઅ સોરીદહોંઅ ખારાબ મોરજ્યોહોંમ રેખ તુમું સેટો રાખા. 12 ખ્રીસ્તોપોઅ જે વીસવાહ નાંહ રાખતેહ, તીંયહાંઅ આગલાઅ તુમાંઅ ચાલ-ચોલગોતી હાર્યા રાખા, ઈંહીંઅ ખાતોર કા, તે તુમહાંન ખારાબ કામે કોઅનારે ગોંણીન તુમાંઅ વીરુદ ખોટો બોને તાંહાંઅ, તુમાંઅ હારે કામે દેખીન તીંયહાંન માનનુંઅ પોળે કા, તુમું હારે આહાય. તીંહીંઅ લીદો, પોરમીહેર લોકહોં નીયાય કોઈઅ તો દીહ, તે માંહેંઅ તુમાંઅ લીદો પોરમીહેરોઅ ગુણ ગાયીઅ. 13 માલીખોઅ ખાતોર તુમું, માંહાંહાં નીમનો બાદો ઓમોલદારહોંઅ આદીનોમ રેજા રાજાઅ આદીનોમ રેજા. કા જો બાદો માંહાંહાંઅ મોડામ-મોડુ સોત્તા વાલુ આહાય. 14 ખારાબ કામે કોઅનારહાંન સાજા આપાઅન, ઓનો હારે કામે કોઅનારહાંન સાબાસી આપાઅન માટો, રાજા મોકનુઅનો રાજપાલહોંઅ બી આદીનોમ રેજા. 15 કાંહાંનકા, ઓકલી વોગોરોઅ માંહેંઅ જાંઅયા વોગોર જે ગોઠી કોઅતેહ, તે તુમાંઅ હારો કામહોં કોઈન બોંદ પાળા, એંહડી પોરમીહેરોઅ મોરજી આહાય. 16 તુમું પાપોઅ ગુલામ્યોમ રેખ સુટી ગોયના લોક તોરીકો જીવોન જીવા. પોન ઈયો સુટો કોઈન તુમહાંન ખોટો કોઆંન હોક મીલ્યુહ એવ તુમું નોખા ધારતાસ ઓનો પોરમીહેરોઅ સેવા કોઅનારા તોરીકો જીવોન જીવા. 17 બાદહાંન માન આપા. બીજો વીસવાસી લોકહોંપોઅ માયા રાખા. પોરમીહેરોઅ બીખ રાખા, ઓનો રાજાન માન આપા. 18 ચાકોરહોં તુમાંઅ સેટહોંઅ આદીનોમ રેજા ઓનો તીંયહાંન પુર્યો રીતો માન આપા. માયાલુ નો હારો સેટહોંન ઓતોહજ નેંય, પોન તુમાંઅરી કોળોક રીતો વોરતુઅનારો સેટહોંન બી માન આપા. 19 કાંહાંનકા, પોરમીહેર તુમહાંન હેઅનારુ આહાય તો જાંઈંન, જો તુમહાં કાંય બી ખોટો નેંય કોઅયો વેય તેબી વોગોર ગુનો તુમું દુખે વેઠા તા, પોરમીહેર તુમહાંન તીંહીંઅ માટો આસીરવાદ આપીઅ. 20 જો તુમું ખોટો કોઅતેહ ઓનો તીંહીંઅ લીદો માર ખાતેહ તા, તીંહીંઅ માટો પોરમીહેર તુમહાંન આસીરવાદ નેંય આપે. પોન જો તુમું હારો કોઈન બી ધીરોજ રાખીન માર ખાતે વેય તા, તીંહીંઅ લીદો પોરમીહેર તુમહાંન આસીરવાદ આપીઅ. 21 ખોરેખોર તા, એંહડે દુખે વેઠાઅનુંજ પોરમીહેરો તુમહાંન હાદયેહ. કેવકા, ખ્રીસ્તો પોતોજ તુમાંઅ માટો દુખે વેઠયેહ, ઓનો તો તુમાંઅ નોમુનું આહાય. તીંહીંઅ લીદો, જેવ તીયા ધીરોજ રાખીન દુખે વેઠયે, તેવ તુમું બી ધીરોજ રાખીન દુખે વેઠા. 22 તીયા કાંય બી પાપ નોખો કોઅયો, ઓનો તો કોય દીહ બી ઝુટો નાંહ બોન્યુ. 23 ઓનો જેંહડામ તીયાઅ દુસમાનહોં તીયાઅ નીંદા કોઅયી, તેંહડામ તીંયહાંઅ હોંબી નીંદા નોખી કોઅયી. ઓનો તીંયહાં તીયાન દુખે પાળ્યે તાંહાંઅ, તીંયહાંન બી દુખે પાળાઅન તીયા ધોમકી નોખી આપી. પોન તીયા હાચ્યો રીતો નીયાય કોઅનારો પોરમીહેરોન નીયાયોઅ માટો પોતાઅ મુસકુલી તીયા હોપી દેદી. 24 આપુ પાપહોંઅ આરીઅ આપોઅ સોબોત તોળી ટાકજી, ઓનો હાચ્યો રીતો જીવજી તીંહીંઅ ખાતોર, ખ્રીસ્તો આપોઅ પાપહોંઅ સીકસા પોતોજ વેઠી નેદી ઓનો તો કુરુસોપોઅ મોઅયુ. તીયાઅ દુખહોં કોઈન તુમું આત્મીક માંદગ્યોમ રેખ હારે વેઅ ગોયેહ. 25 પેલ્લાઅ તુમું ટાકાય ગોયનો ઘેટહાંઅ ગાંઉં આથે. પોન આમુ પોરમીહેર તુમહાંન હાચો ભારવાળોઅહીં ઓનો તુમાંઅ આત્માહાંન હાચવુઅનારાઅહીં, એટલે ખ્રીસ્તોઅહીં ફાચુ દાલુહ.