યાકોબો લેખનો કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
આય કાગોલ યાકોબો “જુદો-જુદો દેસહોંમ વીખરાય ગોયનો બાદો ખ્રીસ્તી લોકહોંન” લેખ્યોહ. આય કાગલોમ યાકોબો વેવારોઅ ગોઠી લેખ્યાહ. ખ્રીસ્તી વોલોણ ઓનો ચાલ-ચોલગોતીઅ માટો વેવારોઅ ગીયાન ઓનો દોરવુણ્યોઅ બાબોતોમ હીકામોણી આપાઅન ખાતોર તો ભાસાઅ હારા-હારા સોબ્દા વાપરેહ. ખ્રીસ્તી તોરીકો તો જુદો-જુદો મુદદાહાંઅ બાબોતોમ લેખેહ. દાખલા તોરીકો, માલ-મીલકોત ઓનો ગોરીબી, લાલોચ, હારી ચાલ-ચોલગોત, ભેદભાવ, પોરમીહેરોપોઅ વીસવાહ ઓનો હારે કામે, બોનાઅન રીત, ગીયાનોવાલે બોંણાઅન બાબોત, ઓબીમાન ઓનો ગોરીબળુ સોબાવ, બીજહાંઅ નીયાય કોઆંન બાબોત, મોડયા-મોડયા ગોઠી કોઆંન બાબોત, ધીરોજ રાખાઅન બાબોત, ઓનો પોરમીહેરોન ઓરોજ કોઆંન બાબોત.
ખ્રીસ્તી જીવોનોમ પોરમીહેરોપોઅ વીસવાહ બી રાખનુંઅ જોજવે ઓનો આરી-આરી હારે કામે બી કોઅનુંઅ જોજવે એ બાબોત, યાકોબ આય કાગલોમ ખાસ કોઈન આખેહ. કેવકા, હારે કામે કોઅનુંઅ, તે બી ખાસ બાબોતુજ આહાય.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1
વીસવાહ ઓનો ગીયાન 1:2-8
ગોરીબી નો માલ-મીલકોત 1:9-11