યાકોબો લેખનો કાગોલ
1
1 પોરમીહેરોઅ ઓનો માલીખ ઈસુ ખ્રીસ્તોઅ સેવા કોઅનારુ માંય યાકોબ, જુદો-જુદો દેસહોંમ વીખરાય ગોયનો બાદો ખ્રીસ્તી લોકહોંન આય કાગોલ લેખોંહ.
તુમહાંન માંઅ સાલામ!
ધીરોજ, વીસવાહ, ઓનો ગીયાન
2 મેરાલો પાવોહ-બોંઅયોંહોં, જેંહડામ બી તુમાંપોઅ જાતી-જાતીઅ કોસોટયા આવે, તેંહડામ તુમું ભારી ખુસ વેયા. 3 કાંહાંનકા, તુમું જાંઅતેહ કા, કોસોટહ્યોંઅ વોખોત બી ઈસુપોઅરુ વીસવાહ તુમું નેંય સોળા તા, તીંહીંઅ પોરીણામો, તુમહાંન બાદો વેઠાઅન ધીરોજ મીલીઅ. 4 ઓનો આય ધીરોજ તુમું કાયોમ રાખજા. તાંહાંઅ તુમું વીસવાહોમ પુરી રીતો પાકે વેહા, ઓનો તુમાંઅ જીવોનહોંમ કોન્યો બી બાબોતોઅ ખામી નેંય રેઈ.
5 જો તુમહાંમ રેખ કોડાપોઅ ગીયાનોઅ ખામી વેય તા, તો પોરમીહેરોપોઅ માગે ઓનો પોરમીહેર તીયાન તો આપીઅજ. કાંહાંનકા, પોરમીહેર તીયાપોઅ માગનારો બાદો લોકહોંન ભોલો મોનો કોઈન નો રાજી વેયન આપેહ. 6 પોન તુમું માગા તાંહાંઅ પોરમીહેર આપીઅ કા નેંય એંહડી સોંકા નોખે રાખતે. પોન ઉલટો, તીયાપોઅ વીસવાહ રાખજા. કાંહાંનકા, સોંકા રાખનારો માંહુંઅ વારાઅરી આથળાઅનારો-કુટાઅનારો ઓનો હાલાટાય જાનારો દોરીયાઅ ચુવાઅ ગાંઉં આહાય. 7-8 એંહડો માંહુંઅ બેન વીચારહોંવાલો આહાય, ઓનો તો કાંય બી નોકકી નાંહ કોઈ સેકતો. તો માંહુંઅ પોરમીહેરોપોઅ જોબી માગેહ, તો પોરમીહેર તીયાન આપીઅ એંહડી આસા તીયાઅ નેંય રાખનુંઅ જોજવે.
ગોરીબ ઓનો માલદાર ખ્રીસ્તી લોકહોંઅ માટો સાલાહ
9 એક ગોરીબ ખ્રીસ્તી માંહાંઅન પોરમીહેર આત્મીક રીતો વાદારુ બોરખોતોવાલો બોંણાવે તાંહાંઅ, તીયાઅ ખુસ વેનુંઅ જોજવે. 10 ઓનો એક માલદાર ખ્રીસ્તી માંહાંઅન પોરમીહેર ગોરીબ બોંણાવે તા, તીયાઅ બી ખુસ વેનુંઅ જોજવે. કાંહાંનકા, જોંગલી બાટવાઅ ફુને જેવ હોવારેજ કુમાય જાતેહ, તેવ તીયો માંહાંઅ માલ મીલકોત હોવારીજ વેળફાય જાઈ. 11 દીહ ઉગીન ભારી તોપેહ. ઓનો તોપોઅ લીદો જોંગલી બાટવે ઓનો તીંયહાંઅ ફુને હુકાય જાતેહ ઓનો તીંયહાંઅ સોબા જાતી રેહે. તેવુજ કોઈન, માલદાર માંહાંઅ ચાલુ ધોંદોજ તીયાઅ માલ-મીલકોત વેળફાય જાઈ ઓનો તો ગોરીબ બોંણી જાઈ.
હાર્યા ચીજી આપનારુ તા પોરમીહેરુજ આહાય
12 જો માંહુંઅ કોસોટયોઅ વોખોત બી પોરમીહેરોપોઅરુ વીસવાહ નાંહ સોળતો, તો પોરમીહેરોઅ નોજરોમ ખોરો રીતો સુખી આહાય. કાંહાંનકા, વીસવાહોઅ પોરીકસામ તો પાસ વેઈ તાંહાંઅ, પોરમીહેર તીયાન ભેટો તોરીકો કાયોમોઅ માટો જીવાવીઅ. પોરમીહેરો તીયાપોઅ માયા રાખનારહાંન બાદહાંન એવ કાયોમોઅ માટો જીવાવાઅન વોચોન આપ્યોહ. 13 ઈયાદ રાખજા કા, જો કોડો બી ખોટો કોઆંન લાલચાય તાંહાંઅ, તીયાઅ એવ નેંય આખનુંઅ જોજવે , “પોરમીહેર માંન ખોટો કોઆંન લાલચાવેહ.” કાંહાંનકા, કોડો બી પોરમીહેરોન ખોટો કોઆંન લાલચાવી નાંહ સેકતો, ઓનો પોરમીહેર બી કોડાન ખોટો કોઆંન લાલચાવતુ નાંહ. 14 પોન માંહુંઅ પોતાઅ ખારાબ મોરજ્યો કોઈન મોહી પોળેહ, ઓનો પાપોઅ ફાંદલામ પોળેહ, ઓનો એવ કોઈન તો ખોટો કોઆંન લાલોચોમ પોળેહ. 15 હાતીઅ તીયાઅ ખારાબ મોરજી તીયાન પાપ કોઆવેહ, ઓનો પાપ વાદતા-વાદતા, તો પોરમીહેરો રેખ કાયોમોઅ માટો જુદો પોળી જાહે.
16 માંઅ મેરાલો પાવોહ-બોંઅયોંહોં, લાલચાવાઅન બાબોતોમ કોડાન બી તુમું સેતરાઅતે નોખે. 17 પોરમીહેર બાહકુ હારી ઓનો ખામ્યો વોગોરોઅ ભેટુજ આપેહ. તીયાજ બાદયો જાતીઅ ઉજવોળ બોંણાવ્યાહ. ઉજવોળહોંઅ લીદો પોળનાયાર્ સાંયાં બેદલાઅત્યા રેત્યાહ. પોન પોરમીહેર તા કોય બી દીહ પોતાઅ ગુણોમ બેદલાઅતુ નાંહ, ઓનો પોતાઅ ગુણોઅ વીરુદ કોડાન લાલચાવતુ બી નાંહ. 18 તીયા આત્મીક રીતો બોંણાવનો બાદો લોકહોંમ આપુ પેલ્લાઅ-પેલ્લુઅ જાગુ મેલવુઅજી તીંહીંઅ લીદો, તીયા પોતાઅજ મોરજ્યો પોરમાણો, ઈસુઅ બાબોતોઅ હાચાયોઅ ગોઠી કોઈન આપહોંન આત્મીક જોલ્મો આપ્યોહ.
હાચુ ધોરોમ
19 માંઅ મેરાલો પાવોહ બોંઅયોંહોં, આય ઈયાદ રાખજા, તુમું બાદે પોરમીહેરોઅ ગોઠ ઉનાઆંન ઉત્વાલ કોઆ. પોન તે ગોઠ બીજહાંન હોમજાવાઅન ઉત્વાલ મા કોઅતે. ઓનો માહરી ઝાંજવાય બી મા જાતે. 20 કાંહાંનકા, ઝાંજવાય જાનારો માંહુંઅ પોરમીહેરોઅ હાચુ ઈરાદુ પુરુ કોઈ સેકતો નાંહ. 21 તીંહીંઅ લીદો, બાદયા મેલ્યા ટેવી ઓનો ખોટ્યા ચાલ-ચોલગોતી સોળી દેયા. ઓનો પોરમીહેર તુમાંઅ મોનહોંમ જે ગોઠ હોમજાવે, તે ગોરીબળો સોબાવો માની નેયા. તે ગોઠ તુમહાંન તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવી સેકેહ. 22 પોન પોરમીહેરોઅ ગોઠ ઉનાઅનું ઓતોહજ નેંય, ઉલટો તીંહીંઅ પોરમાણો ચાનનુંઅ બી જોજવે. નેતા હોમજી નેયા કા, તુમું પોતાનુંજ સેતરુઅતેહ. 23-24 જોબી માંહુંઅ પોરમીહેરોઅ ગોઠ ઉનાયન તીંહીંઅ પોરમાણો નાંહ ચાનતો, તો પોતાઅ મુખ આરસામ હેઅનારો માંહાંઅ ગાંઉં આહાય. તો પોતાન આરસામ હેઈન જાહે, ઓનો તો પોતો આરસામ કોંહડો દેખાઅયો તો, તો તુરુતુજ વીહરાય જાહે. તેવુજ કોઈન પોરમીહેરોઅ ગોઠ ઉનાયન બી તીંહીં પોરમાણો નેંય ચાનનારો માંહુંઅ બી, ઉનાઅની તે ગોઠ તુરુતુજ વીહરાય જાહે. 25 પોન જો કોય બી માંહુંઅ ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠ, કા જીંહમેઅ પોરમીહેરોઅ ખામ્યો વોગોરોઅ નીયોમ હોમાઅનું આહાય ઓનો જે લોકહોંન બાદયો જાતીઅ બાંદાણહોંમ રેખ સોળાવેહ, તે ગોઠ ધીયાન રાખીન ઉનાએ, ઓનો તે ગોઠ તો વીહરાય નેંય જાય, પોન તીંહીં પોરમાણો ચાનતો રેય તા, તીયાઅ બાદો કામહોંપોઅ પોરમીહેર આસીરવાદ આપીઅ. 26 જોબી માંહુંઅ પોતાઅ મોનોમ એવ ધારે કા, તો ધારમીક આહાય, પોન તો પોતાઅ જીબીન કાબુમ નેંય રાખે તા, તો માંહુંઅ પોતાનુંજ સેતરેહ, ઓનો તીયાઅ ધોરમો કોઈન તીયાન કાંય ફાયદુ નાંહ. 27 જોબી માંહુંઅ પોહનો પોયરાહાંઅ ઓનો રોંડોઅ થેઅહીંઅ હાકળ્યોઅ વોખોતોમ તીંયહાંઅ ચીંતા રાખીન તીંયહાંઅ જુરુલીઅ ચીજી પુર્યા પાળેહ, ઓનો ખોરો પોરમીહેરોન નેંય ઓઅખુઅનારે માંહેંઅ જે પાપ કોઅતેહ તીયો પાપહોં કોઈન પોતાન આત્મીક રીતો ઓટલાવતો નાંહ, તીયાઅજ ધોરોમ પોરમીહેરોઅ નોજરોમ હાચુ નો સોકુ આહાય.