3
થેઅહીંઅ ઓનો માટહ્યોંઅ એક-બીજાઅ આર્યુઅ વેવાર
1 તેવુજ કોઈન ખ્રીસ્તી થેઅહીં, તુમું તુમાંઅ માટહ્યોંઅ આદીનોમ રેયા, ઈંહીંઅ ખાતોર કા, જો તીંયહાં વેઅના થોળાક માટી હાર્યો ગોઠીપોઅ વીસવાહ નેંય રાખતા વેય તા, તીંયહાંઅરી તીયો ગોઠીઅ બાબોતોમ વાદ-વીવાદ કોઅયા વોગોર તુમું પોતાઅ હાર્યોર્ ચાલ-ચોલગોતહીં કોઈન તીંયહાંન તીયો ગોઠીપોઅરો વીસવાહોમ દાવી સેકા. 2 કાંહાંનકા, તે તુમાંઅ ચાલ-ચોલગોતી કોત્યાહ સોકયા ઓનો માનો વાલ્યા આહાય તો હેઈઅ, ઓનો પોતાઅ મેતોજ હાર્યો ગોઠીપોઅ વીસવાહ રાખીઅ. 3 બીજહાંન દેખાઅનાયાર્ે ચીજહીં કોઈન, એટલે કા, વેણહ્યોં કોઈન, કા હોનાઅ દાગીનહાં કોઈન, કા હારો-હારો પોતળાહાં કોઈન તુમું પોતાન સોબાલ્યા મા કોઅત્યા. 4 પોન ઉલટો, તુમાંઅ સોબા કોડાન બી નેંય દેખાઅનારો તુમાંઅ મોનહોંઅ સોબા વેનુંઅ જોજવે એટલે કા, કાયોમ ટોકનારો તુમાંઅ ગોરીબળો સોબાવો કોઈન, ઓનો કાયોમ ટોકનાયાર્ેર્ સાંત્યો કોઈન વેનુંઅ જોજવે, તેંહડીજ સોબા પોરમીહેરોઅ નોજરોમ ભારી કીમતી આહાય. 5 કાંહાંનકા, જુનો જોમાનામ ભોક્તી ભાવો થેઈ, જે પોરમીહેરોપોઅ આસા રાખતન્યા તે, પોતાઅ માટહ્યોંઅ આદીનોમ રેયન, પોતાન સોબાલ્યા કોઅત્ન્યા. 6 સારા તીંયહોં વેઅનીજ એક થેઅ આથી. તીયો તીયોઅ માટી આબરાહામો આખનો માનનો. તે તીયાન, “ઓ માંઅ ધોણી” એવ આખત્ની. જો તુમું હારે કામે કોઅત્યા વેય, નો કોડાઅ બી બીખ નેંય રાખત્યા વેય તા, તુમું આમુ આત્મીક રીતો સારાઅ પોયર્યા આહાય. 7 તેવુજ કોઈન માટહ્યોં, તુમાંઅ થેઈ તુમાંઅ કોઅતા નોબલ્યા આહાય તો ધીયાનોમ રાખીન, તીંયહોંન માન આપજા. ઓનો તીંયહોંઅરી સાંત્યોઅ રીતો રેજા. કાંહાંનકા, તુમાંઅ ગાંઉં તીંયહોંન બી પોરમીહેર ભેટ તોરીકો નોવો જીવોન આપેહ. તુમું એવ કોઈન તીંયહોંઅરી વોરતાહા તા, પોરમીહેર તુમાંઅ ઓરોજ નોકકીજ ઉનાઈ.
ખ્રીસ્તોઅ દુખ ઓનો ખ્રીસ્તી માંહાંઅ દુખ
8 તુમહાંન બાદહાંન જે સેન્ની બાબોત માંય આખાઅન માગોંહ, તે એ આહાય કા, તુમું એક-બીજાઅરી હોપ કોઈન રેયા. ઓનો ખ્રીસ્તી પાવોહ-બોંઅયોંહોં તોરીકો, એક-બીજાપોઅ માયા રાખા ઓનો દાયા રાખા ઓનો એક-બીજાઅરી ગોરીબળો સોબાવોઅ રેયા. 9 તુમાંઅ ખોટો કોઅનારહાંઅ તુમું બી ખોટો કોઈન, કા તુમહાંન હારાપ આપનારહાંન તુમું બી હારાપ આપીન, હાટો મા વાલતે. પોન ઉલટો, તીંયહાંન આસીરવાદ આપીનુંજ હાટો વાલા. કાંહાંનકા, પોરમીહેરો તુમહાંન પોતાઅ લોક બોંણાઅન હાદયે તાંહાંઅ તીયા તુમહાંન જો કોઆંન આખનો, તો ઈં આહાય કા, તુમું બીજહાંન આસીરવાદ આપા. 10 ઈયાદ રાખા, પોવીતોર લેખાણોમ લેખનો આહાય , “જોબી માંહુંઅ લાંબી જીનગી જીવાઅન માગેહ, ઓનો પોતાઅ જીનગ્યોમ હારા દીહ હેઆંન માગેહ, તીયાઅ બીજહાંઅ બાબોતોમ ખોટો નેંય બોનનુંઅ જોજ્વે નો ઝુટો બોનાઅન સોળી દેનુંઅ જોજવે. 11 ઓનો તો ખોટો કોઆંન સોળી દેયન હારો કામ કોએ, ઓનો બીજહાંઅરી એક હોપ કોઈન જીવાઅન મોથે. 12 કાંહાંનકા, માલીખ હાચો માંહાંહાંપોઅ નોજોર રાખેહ ઓનો તીંયહાંઅ ઓરોજ ઉનાયન જોવાબ આપેહ. પોન તો ખોટો કામ કોઅનારહાંઅ વીરુદ કોએહ.” 13 જો તુમું બીજહાંઅ હારો કોઆંન ભારી મોરજી રાખતે વેય તા, તુમાંઅ ખોટો કોઅનારો કોડો? 14 પોન જો હાચો આહાય તો કોઈન બી જો તુમહાંન દુખે વેઠનુંઅ પોળે તા, તુમું પોરમીહેરોઅ નોજરોમ ભારી સુખી આહાય. તુમહાંન દુખ પાળનારહાંન મા બીતે, ઓનો તીંયહાંઅ પારવાઅ મા કોઅતે. 15 પોન તુમાંઅ મોનહોંમ ખ્રીસ્તોન પોવીતોર માના, નો તો તુમાંઅ માલીખ આહાય એવ હોમજીન તીયાન માન આપા. ઓનો જો કોડો તુમહાંન ફુચે , “ખ્રીસ્તોપોઅ તુમહાં વીસવાહ કેવ કોઅયુ?” તા, તીયાન તીંહીંઅ બાબોતોમ બાદો હોમજાવાઅન તુમું કાયોમ તીયાર રેયા. 16 પોન ગોરીબળો સોબાવો કોઈન ઓનો તીયાન માન આપીન, તો તીયાન હોમજાવા. ખોરો-ખોટાઅ જાણ કોઅનારો તુમાંઅ માજરોઅ આત્માન સોકુ રાખા, ઈંહીંઅ ખાતોર કા, બીજે માંહેંઅ તુમાંઅ નીંદા કોએ તાંહાંઅ, ખ્રીસ્તોપોઅ વીસવાહ કોઅનારહાં તોરીકો, તુમાંઅ હાર્યો ચાલ-ચોલગોતહીંઅ બાબોતોમ ખોટો બોનનારે સોરમાય જાય. 17 કેવકા, તુમું દુખે વેઠા એંહડી જો પોરમીહેરોઅ મોરજી વેય તા, ખારાબ કામે કોઈન તીંહીંઅ લીદો દુખે વેઠા તીયા કોઅતા, હારે કામે કોઈન તીંહીંઅ લીદો દુખે વેઠા, તો વાદારુ હારો આહાય. 18 ઈયાદ રાખા કા, તુમહાંન પોરમીહેરોઅહીં નેઅ જાઆંન ખાતોર ખ્રીસ્ત પોતો તુમાંઅ બોદલો મોઅયુ. તો તુમાંઅ પાપહોંઅ ખાતોર એકુજ વોખોત મોઅયુ. તો હાચો માંહુંઅ આથો કા જો ખારાબ માંહાંહાંઅ ખાતોર મોઅયુ. લોકહોં તીયાન સોરીદોઅ રીતો માઈ ટાક્યુ. પોન પોરમીહેરો તીયાઅ આત્માન જીવતુ રાખ્યુ. 19 ઓનો જાંહીં મોઅનો માંહાંહાંઅ આત્માહાંન પોરમીહેરો રાખ્યાહ, તાંહીં આત્મામ જાયન તીયા તીંયહાંન બોદ આપ્યુ. 20 તે આત્મા, જુનો જોમાનામ નુહ ઝાજ બોંણાવત્નું તેંહડામ જીયો માંહાંહાં પોરમીહેરો આખનો નોખો માન્યો ઓનો જે પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેય એવ પોરમીહેર ધીરોજ રાખીન વાટ હેઅત્નું, તીયો માંહાંહાંઅ આત્મા આથા. ઓનો તીંયહાંઅ ગાંઉં બીજો જીયો લોકહોં પોરમીહેરોઅ આખનો નોખો માન્યો, તીયો લોકહોંઅ બી તે આત્મા આથા. જે થોળેકુજ માંહેંઅ ઝાજોમ આથે તે આંઠ માંહેંઅ ઓતેહજ રેનીઅ પાંઅયોંમ રેખ બોચી ગોયને. 21 તો રેનીઅ પાંઈં, જો બાપતીસ્મા આમુ તુમહાંન, પોરમીહેરો ઈસુ ખ્રીસ્તોન મોઅનામ રેખ જીવતુ કોઅયુ તીંહીં કોઈન તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવેહ, તીયો બાપતીસ્માઅ નીસાણી આહાય. જો બાપતીસ્મા, આપોઅ સોરીદહોંઅ મેલ તુવેહે તો ખોરો બાપતીસ્મા નાંહ, પોન ખોરો-ખોટાઅ જાણ કોઅનારો આપોઅ માજરોઅ સોક્કો આત્મા કોઈન પોરમીહેરોન આપહોં આપને વોચોનેજ ખોરો બાપતીસ્મા આહાય, એવ માંય માનોંહ. 22 મોઅનામ રેખ ફાચુ જીવતુ વેયન ઈસુ ખ્રીસ્ત હોરગોમ ગોયુહ. ઓનો તાંહીં તો, બાદો દુતહોંપોઅ ઓનો હોરગોઅ બાદો ઓમોલદારહોંપોઅ રાજ કોઅતુ પોરમીહેરોઅ જોમણ્યો વેલ બોઠુહ.