પીતોરો લેખનો પેલ્લોઅ કાગોલ
1
સાલામોઅ ગોઠ
1 રોમ રાજોઅ પોંતુ, ગાલાતીયા, કાપાદોકીયા, આસીયા ઓનો બીથીનીયા વીસ્તારહોંમ વીખરાય જાયન પોરદેસહ્યોં તોરીકો રેનારો પોરમીહેરો પોસોંદ કોઅનો લોકહોં, ઈસુ ખ્રીસ્તોઅ ખોબરી માંય પીતોર, તુમહાંન માંઅ સાલામ આપતા આય કાગોલ લેખોંહ. 2 તુમું ઈસુ ખ્રીસ્તોઅ હુકોમો પોરમાણો વોરતા ઓનો તીયાઅ રોગોતો કોઈન તુમાંઅ પાપ તુવાય જાય તીંહીંઅ ખાતોર પોરમીહેર બાહકા પોતાઅ ઈરાદા પોરમાણો તુમહાંન પોસોંદ કોઅયાહ. ઓનો પોવીતોર આત્મા તુમહાંન આત્મીક રીતો સોકા કોઅયાહ. પોરમીહેર તુમાંપોઅ પુરી રીતો મેરબાની કોએ, ઓનો તુમહાંન પુરી રીતો સુખ-સાંતી આપે!
કાયોમોઅ જીનગ્યોઅ આસા
3 આપુ આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ પોરમીહેર ઓનો બાહકાઅ ગુણ ગાયજી! તીયા ઈસુ ખ્રીસ્તોન મોઅનામ રેખ ફાચુ જીવતુ કોઅયુ, ઓનો તીંહીં કોઈન તીયા પોતાઅ મોડયો મેરબાન્યોઅ લીદો, આપહોંન નોવો જોલ્મો આપ્યોહ, ઓનો આપહોંન એંહડી આસા મીલીહ કા આપુ કાયોમોઅ માટો જીવહું. 4 પોરમીહેરો પોતાઅ લોકહોંન વારસુ તોરીકો આપાઅન માટો જે ઘોણા આસીરવાદ રાખી થોવ્યાહ, તે મેલવાઅન આપુ વાટ હેઅતેહ. તીયા તે આસીરવાદ તુમાંઅ માટો હોરગોમ હાચ્વી રાખયાહ. તાંહીં તે આસીરવાદ નાસ નેંય વેય એંહડા, દાગ નેંય લાગે એંહડા, ઓનો ઝાકા નેંય પોળે એંહડા આહાય. 5 ઓનો તે આસીરવાદ તુમાંઅ ખાતોર આહાય. તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ પોરમીહેર તુમહાંન બોચાવાઅન આહાય તીંહીંઅ સેન્નો સોમોયોમ તુમું પુર્યો રીતો ઓનુભોવ કોઆ તીંહીંઅ ખાતોર, પોરમીહેરો તુમહાંન પોતાઅ તાકોતો કોઈન બાદયો જાતીઅ આફોતોપમ રેખ હાચવી રાખ્યેહ.
6 જે જાતી-જાતીઅ કોસોટયા તુમાંઅ જીવોનહોંમ આવત્યાહ તીંયહોંઅ લીદો આમુ થોળોક વોખોત તુમાંઅ દુખી વેઆંન પોળેહ તેબી, ખુસ વેયા. કાંહાંનકા, પોરમીહેર તુમહાંન ભારીજ આસીરવાદ આપાઅન આહાય. 7 આય કોસોટયા તુમાંઅ જીવોનોમ આવાઅન કારોણ ઈં આહાય કા, તુમાંઅ વીસવાહ હાચુ આહાય કા ઝુટુ, તો તે સાબીત કોએ. નાસ વેઅ સેકે એંહડો હોનાન બી હોનાયાર્ે આગી કોઈન પારખેહ. તેવુજ કોઈન, હોના કોઅતા વાદારુ કીંમોતોવાલો તુમાંઅ વીસવાહોન બી પોરમીહેર કોસોટહ્યોં કોઈન પારખેહ. જો તુમું કોસોટહ્યોંઅ વોખોત બી તુમાંઅ વીસવાહ નેંય સોળા તા, ઈસુ ખ્રીસ્ત ફાચુ આવે તાંહાંઅ પોરમીહેર તુમાંઅ ગુણ ગાયીઅ. ઓનો તુમહાંન માન આપીન તુમાંઅ મોડાય કોઈઅ. 8 તુમહાં ઈસુન નાંહ દેખ્યુ તેબી, તુમું તીયાપોઅ માયા રાખતેહ. ઓનો આમુ બી તીયાન તુમું નાંહ હેઅતે તેબી, તીયાપોઅ વીસવાહ રાખતેહ, ઓનો આખી બી નેંય સેકાય ઓત્તે ખુસ વેતેહ. 9 કાંહાંનકા, ઈસુ ખ્રીસ્તોપોઅરો તુમાંઅ વીસવાહોઅ લીદો, પોરમીહેર તુમહાંન તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવેહ. 10 પોરમીહેરો જાંણાવની ગોઠ જાહેર કોઅનારો જુનો જોમાનાઅ સેવોકહોં બી, પોરમીહેર લોકહોંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવેહ તીંહીંઅ બાબોતોમ કાલજી રાખીન હોદણી નો તાપાસ કોઅની, ઓનો પોરમીહેર તુમહાંન તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવાઅન આથુ તીંહીંઅ બાબોતોમ તીંયહાં આગાહી બી કોઅની. 11 ખ્રીસ્તોઅ આત્મા પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાંઅ માજ રેયન તીંયહાંન એવ આગાહી કોઆવત્નું કા, ખ્રીસ્તોઅ દુખે વેઠનુંઅ પોળીઅ, ઓનો તો મોઈઅ, ઓનો હાતીઅ તો ભારી માન મેલવીઅ. પોન આય બાદો કોંહડામ બોંણીઅ નો કેકેવ બોંણીઅ તો હોદાઅન તે સેવોક મોથત્ના. 12 ઓનો પોરમીહેરો તીંયહાંન હોમજાવનો કા, જીયો ગોઠહીંઅ બાબોતોમ તે આગાહી કોઅત્ના, તે તીંયહાંઅ ફાયદાઅ ખાતોર નોખ્યા, પોન તુમાંઅ ફાયદાઅ ખાતોર આથ્યા. ઓનો તુમહાંન ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર કોઅનારો ખોબર્યોહોં, પોરમીહેરો હોરગોમ રેખ મોકનુઅનો પોવીતોર આત્માઅ મોદોદો કોઈન, તુમહાંન આમુ આયો ગોઠહીંઅ બાબોતોમ આખ્યોહ. હોરગોઅ દુત બી આય બાદયા ગોઠી જાંઆંન ભારી મોરજી રાખતાહ.
પોવીતોર રીતો જીવા!
13 તીંહીંઅ લીદો, તુમાંઅ મોને તીયાર રાખા ઓનો ચેતીન રેયા. ઓનો ઈસુ ખ્રીસ્તુ પોરગોટ વેઈઅ તાંહાંઅ પોરમીહેર મેરબાન્યો કોઈન તુમહાંન આપીઅ તે હાર્યા ચીજી મેલવાઅન પુરી આસા રાખા. 14 પોરમીહેરોઅ હુકોમો પોરમાણો ચાના, ઓનો ખોરો પોરમીહેરોન તુમહાં ઓખ્યુ તીંહીંઅ પેલ્લાઅ તુમાંઅ જીવોનહોંમ જે ખારાબ મોરજ્યા આથ્યા, તીંયહોં પોરમાણો મા જીવતે. 15 પોન ઉલટો, જીયો પોરમીહેરો તુમહાંન પોતાઅ રાજોમ હાદયેહ તો જેવ પોવીતોર આહાય, તેવ તુમું બી તુમાંઅ બાદયો ચાલ-ચોલગોતહીંમ પોવીતોર બોંણા. 16 કાંહાંનકા, આયો બાબોતોમ પોવીતોર લેખાણહોંમ એવ લેખનો આહાય , “પોરમીહેર આખેહ , “માંય પોવીતોર આહાય, તીંહીંઅ લીદો તુમું બી પોવીતોર બોંણા.’ ”
17 દોરેક માંઅહાં જો કોઅયોહ, તીંહીં પોરમાણો ભેદભાવ રાખ્યા વોગોર બાદો લોકહોંઅ નીયાય કોઅનારો પોરમીહેરોન ઓરોજ કોઅત્યોઅ વોખોત, તુમું તીયાન બાહકુ આખતેહ. તીંહીંઅ લીદો, તુમું આયો તોરત્યોપોઅ પોરદેસહ્યોં તોરીકો જીવતેહ તાંહાંઅ, તીયાઅ બીખ રાખા ઓનો તીયાન માન આપા. 18 તુમાંઅ જુનો જીવોનોઅ રીત રીવાજહોંમ રેખ, એટલે કા, તુમાંઅ આગલાઅ ડાયહાંપોઅ રેખ તુમહાંન મીલનો નોકકામો રીત-રીવાજહોંમ રેખ તુમહાંન સોળવાઅન પોરમીહેરો કોંહડી કીંમોત ચુકવીહ, તો તુમું ઈયાદ રાખા. તુમહાંન સોળવાઅન માટો પોરમીહેરો, કીંમોત ગુમાવી દેનારો ચાંદી કા હોના જેંહડયો ચીજહીં કોઈન તુમાંઅ કીંમોત નાંહ ચુકવી. 19 પોન તીયા, ખામ્યો વોગોરોઅ કા દાગો વોગોરોઅ ઘેટાઅ ગાંઉં જો ખ્રીસ્ત પુર્યો રીતો પોવીતોર આથુ, તીયાઅ ભારી કીમતી રોગોતો કોઈન તે કીંમોત ચુકવીહ ઓનો તુમહાંન સોળવ્યેહ. 20 પોરમીહેરો દુન્યા બોંણાવની તીંહીંઅ પેલ્લાઅજ, તીયા તુમહાંન બોચાવાઅન ખાતોર ખ્રીસ્તોન પોસોંદ કોઅનું. પોન તો ખ્રીસ્ત તુમાંઅ ફાયદાઅ ખાતોર આય સેન્નો દીહોહોંમ તોરત્યોપોઅ પોરગોટ વેયુ. 21 ઓનો જીયો પોરમીહેરો તીયાન મોઅનામ રેખ ફાચુ જીવતુ કોઈન મોડાય આપી, તીયો પોરમીહેરોપોઅ તીયાઅ મારફોતો તુમું વીસવાહ રાખતેહ, ઓનો એવ કોઈન તુમાંઅ વીસવાહ ઓનો આસા તીયાપોઅ રેહે.
વીસવાસહ્યોંઅ એક-બીજાઅરી વેવાર
22 તુમહાં પોરમીહેરોઅ બાબોતોઅ હાચ્યો ગોઠીઅ હુકોમ માન્યુહ, ઓનો તીંહીં કોઈન તુમહાં પોતાન આત્મીક રીતો સોકે કોઅયેહ, ઓનો બીજો વીસવાસહ્યોંપોઅ હાચી માયા બી રાખી સેક્તેહ. તીંહીંઅ લીદો, પુરો મોનો કોઈન એક-બીજાપોઅ હાચી માયા રાખજા. 23 તુમહાંન નોવો જોલ્મો આપનારે તા, મોઈ જાનારે યાહકી-બાહકુ નાંહ, પોન તો આપનારુ તા, ઓમોર પોરમીહેર આહાય. તીયા કાયોમ રેનાયાર્ે પોતાઅ ગોઠી કોઈન તુમહાંન નોવો જોલ્મો આપ્યોહ. 24 પોરમીહેરોઅ ગોઠીઅ બાબોતોમ પોવીતોર લેખાણહોંમ લેખનો આહાય , “બાદે માંહેંઅ ચારાઅ ગાંઉં આહાય. ઓનો તીંયહાંઅ બાદી સોબા ફુનહોંઅ ગાંઉં આહાય. ચારો હુકાય જાહે ઓનો ફુને ખોરી પોળતેહ. તેવ માંહેંઅ નો તીંયહાંઅ સોબાઅ બી નાસ વેહે. 25 પોન માલીખોઅ ગોઠ તા કાયોમુજ રેહે.” માલીખોઅ ખોબર્યોહોં જે હારી ગોઠ તુમહાંન જાહેર કોઅની તે એજ આહાય.