5
ખ્રીસ્તોઅ મારફોતો મીલનો સુટકારાન હાચવી રાખા!
1 આપુ કોય દીહ બી બાંદાણોમ નેંય રેજી તીંહીંઅ ખાતોરુજ ખ્રીસ્તો આપહોંન મોસેઅ નીયોમહોંઅ બાંદાણોમ રેખ સુટે કોઅયેહ. તીંહીંઅ લીદો સુટા વેયના લોક તોરીકોજ રેયા! સુન્નોત કોઆવાઅન જેંહડયો વીદહ્યોંઅ બાંદાણોમ ફાચે મા રેતે.
2 ઉનાઆ, માંય પાવુલ તુમહાંન આખોંહ, જો તુમું તારોણ મેલવાઅન ખાતોર સુન્નોત કોઆવા તા, તીંહીંઅ ઓ ઓર્થુ આહાય કા, ખ્રીસ્તો જો તુમાંઅ માટો કોઅયોહ તીંહીંઅ મારફોતો તુમહાંન કાંય બી લાબ નાંહ મીલતુ. 3 પોરમીહેરોઅ મેરબાની મેલવાઅન ખાતોર સુન્નોત કોઆવાઅન મોરજી રાખનારો કોન્નો બી માંહાંઅન માંય નોકકીજ આખોંહ, તો બાદાજ નીયોમ પાલાઅન બાંદાઅનો આહાય. 4 “નીયોમ પાલીન તીંહીંઅ મારફોતો પોરમીહેરોઅ નોજરોમ નીરદુસ ગોંણાઅહું’ એવ ધારનારહાં, તુમું ખ્રીસ્તોઅ આર્યોઅ જોળાણોમ રેખ જુદે પોળી ગોયેહ, ઓનો પોતાઅ મેરબાન્યો કોઈન લોકહોંન બોચાવે એંહડુ પોરમીહેરોઅ મારોગ બી તુમહાં સોળી દેદુહ. 5 આપોઅ તા એંહડી આસા આહાય કા, પોરમીહેર આપહોંન નીરદુસ ગોંણીઅ, ઓનો તેંહડે ગોંણાઅનુંજ આપુ વીસ્વાહો કોઈન ઓનો પોવીતોર આત્માઅ મારફોતો મીલનાર્યો ખાત્યાર્ે કોઈન, પોળ્યો-પોળ્યો વાટ હેઅતેહ. 6 કાંહાંનકા, ખ્રીસ્તોઅરી આપોઅ જોળાણ આહાય તીંહીંઅ લીદો, આપુ સુન્નોત કોઆવજી કા નેંય કોઆવજી, તે પોરમીહેરોઅ નોજરોમ ખાસ બાબોત નાંહ. પોન આપુ માયા રાખીન ખ્રીસ્તોપોઅ વીસવાહ કોઅજી, તેજ ખાસ બાબોત આહાય.
7 ખ્રીસ્તી જીવોનોમ તુમું હારી રીતોજ વાદતે જાત્ને. તાંહાંઅ હાચુ ઉપદેસ માનતા તુમહાંન કોડો ઓટકાવે એંહડો તુમહાં કેવ વેઆંન દેદો? 8 તુમહાંન હાદનારો પોરમીહેરો તા તુમહાંન એવ નાંહ હોમજાવ્યો કા, તુમું હાચુ ઉપદેસ નોખે માનતે. 9 એંહડી એક આખાઅતી ગોઠ આહાય , “આથુ ચોળવુઅનારી થોળીકુજ ચીજ બી, મોગનુઅનો નોટોઅ આખો ઉંડામ આથુ ચોળવી દેહે.” એવ કોઈન થોળુકુજ ખોટુ ઉપદેસ બી, મોંડોળોઅ બાદો લોકહોંન આત્મીક રીતો બોગાળી ટાકેહ. 10 તેબી, માલીખોઅ આર્યોઅ આપોઅ જોળાણોઅ લીદો, માંન તુમાંઅ બાબોતોમ ખાતરી આહાય કા, માંયોં આપનો ઉપદેસો સીવાય બીજુ ઉપદેસ તુમું નેંયજ માનહા. ઓનો માંન એંહડી બી ખાતરી આહાય કા, તુમહાંન ગુચકાવનારો ગોમે તેંહડો મોડો વેય, પોરમીહેર તીયાન સીકસા કોઈઅ.
11 પોન પાવોહ-બોંઅયોંહોં, “પાપહોંઅ સીકસામ રેખ બોચાઅન માટો સુન્નોતોઅ જુરુલ આહાય’ એવ જો માંય જાહેર કોઅતુ તા, યેહુદી માંહેંઅ આજી લોગોઅ માંન દુખે નેંય પાળતે. 12 સુન્નોત કોઆવાઅન ફોરોજ પાળનારે તે માંહેંઅ, માલીખોઅ મોંડોળોમ રેખ નીંગી જાય તા કોતોહ હારો!
13 માંઅ પાવોહ-બોંઅયોંહોં, તુમહાંન પોરમીહેરો મોસેઅ નીયોમહોંઅ બાંદાણોમ રેખ સુટકારુ આપાઅન ખાતોરુજ હાદયેહ. પોન તીયો સુટકારાન તુમું પોતાઅ પાપી સોબાવોઅ મોરજયા પુર્યા કોઆંન મા વાપુરુઅતે. ઉલટો, તુમું માયા રાખીન એક-બીજાઅ સેવા કોઆ. 14 કેવ, “જેવ પોતાપોઅ તું માયા રાખોહ, તેવુજ બીજો માંહાંઅપોઅ બી માયા રાખ!” આય એકુજ નીયોમોમ પોરમીહેરોઅ બાદા નીયોમ આવી જાતાહ. 15 પોન જો તુમું જોનાવોરહોંઅ ગાંઉં એક-બીજાન આત્મીક રીતો તોળી ખાયન એક-બીજાઅ નુકસાન કોઅતે વેય તા, ચેતીન રેજા! નેતા તુમું એક-બીજાઅ મારફોતો આત્મીક રીતો નાસ વેહા.
પોવીતોર આત્માઅ દોરવુણી ઓનો માંહાંહાંઅ પાપી સોબાવોઅ મોરજ્યા
16 તીંહીંઅ લીદો માંય એવ આખોંહ: પોવીતોર આત્મા જેવ તુમહાંન દોરવુણી આપેસ તેવ તુમું જીવા. ઓનો એવ કોઅહા તા, તુમું તુમાંઅ પાપી સોબાવોઅ મોરજ્યા પુર્યા નેંય કોઅહા. 17 કેવકા, માંહાંહાંઅ પાપી સોબાવોઅ મોરજ્યા, પોવીતોર આત્માઅ મોરજ્યોહોંઅ વીરુદ આહાય. ઓનો પોવીતોર આત્માઅ મોરજ્યા, માંહાંહાંઅ પાપી સોબાવોઅ મોરજ્યોહોંઅ વીરુદ આહાય. તુમું જો કોઆંન મોરજી રાખતે વેય તો તુમું કોઈ નેંય સેકા તીંહીંઅ ખાતોર, તે મોરજ્યા એક-બીજાઅ વીરુદ આહાય. 18 જો પોવીતોર આત્મા તુમહાંન દોરવુણી આપતુ વેય તા, તુમું મોસેઅ નીયોમહોંઅ બાંદાણોમ નાંહ.
માંહાંહાંઅ પાપી સોબાવો કોઈન તીંયહાંમ જાહેર વેનારે કામે
19 માંહાંહાંઅ પાપી સોબાવો કોઈન તીંયહાંમ જાહેર વેનારે કામે તા સોકેજ ઓઅખાય જાતેહ. તે કામે આંહડે આહાય: સીનાલો કોઅનુંઅ, ઓનો એંહડે બીજે મેલે કામે કોઅનુંઅ. સીનાલાઅ જેંહડો મેલો કામહોંમ ગુથાઅના રેનુંઅ, 20 મુરત્યોઅ પુંજા કોઅનુંઅ, મેલી હીક હીકનુંઅ, વેર રાખનુંઅ, ઝોગળુ કોઅનુંઅ, બોલનો જીવોઅ વેનુંઅ, ઝાંજવાય જાનુંઅ, ઈગ્નાય રાખનુંઅ, હોપ નેંય રાખનુંઅ, ફાટ-ફુટી પેદા કોઅનુંઅ, 21 આદરાય રાખનુંઅ, સાકટા વેનુંઅ, જોલસા કોઅનુંઅ, ઓનો એંહડે બીજે ખોટે કામે કોઅનુંઅ. માંય તુમાંઅરી આથુ તેંહડામ જેવ માંયોં તુમહાંન ચેતવુણી આપની, તેવ આમુ બી ચેતવુણી આપોંહ કા, આંહડે કામે કોઅનારહાંન પોરમીહેરોઅ રાજોમ ભાગ નેંય મીલે.
પોવીતોર આત્માઅ મારફોતો માંહાંહાંમ પેદા વેનારા ગુણ
22 પોન પોવીતોર આત્માઅ મારફોતો માંહાંહાંમ પેદા વેનારા ગુણ તા આંહડા આહાય: બીજહાંપોઅ માયા રાખનુંઅ, પોરમીહેરોઅ આર્યોઅ સોબોતોઅ આદારો ખુસ્યોમ ઓનો સાંત્યોમ રેનુંઅ, ખોટો કોઅનારહાંઅ બોદલુ નેયા વોગોર વેઠી નેનુંઅ, બીજહાંપોઅ દાયા કોઅનુંઅ, બીજહાંઅ લાબોઅ ઓનો ભોલાયોઅ કામે કોઅનુંઅ, બીજે ભોરુસુ રાખી સેકે એંહડો વોરતુનુંઅ. 23 ગોરીબળો રીતો વોરતુનુંઅ, ઓનો પોતાન કાબુમ રાખનુંઅ. એંહડો વોરતુઅનારો માંહાંહાંન પોરમીહેરોઅ કોન્નું બી નીયોમ ગુનાલે નેંય જાહેર કોએ. 24 ઓનો જે ઈસુ ખ્રીસ્તોઅ ખોરે ચેલે બોંણી ગોયેહ, તીંયહાં પોતાઅ પાપી સોબાવોન ઓનો તીયાઅ ખારાબ મોરજ્યોહોંન કુરુસોપોઅ જોળીન માઈ ટાક્યા વેય તેવ, તે તીંયહાંન પાપ કોઆવી નેંય સેકે એંહડયા તાકોતો વોગોરોઅ બોંણાવી દેદયાહ. 25 પોવીતોર આત્મા આપહોંન હાચો જીવોન આપ્યોહ: તીંહીંઅ લીદો, આપુ પોવીતોર આત્માઅ તાબ્યોમ રેયન જીવજી. 26 આપુ ઓબીમાન નેંય રાખજી, બીજહાંન નીચે પાળીન પોતાઅ માન નેંય વાદવુઅજી, ઓનો એક-બીજાપોઅ આદરાય નેંય રાખજી!