4
પોરમીહેરોઅ પોયરે બોંણાઅન બાબોત
1 આમુ માંય એવ આખોંહ, વારોસદાર તીયાઅ બાહકાઅ બાદયો મીલકોતોઅ ધોણી આહાય તેબી, જેવ ગુલામોપોઅ તીયાઅ સેટોઅ મીલકોતોઅ કોબ્જુ નાંહ રેતુ તેવ, વારોસદાર ઉંમોર લાયોક બોંણે તાંઉં લોગોઅ તીયાપોઅ તીયાઅ બાહકાઅ મીલકોતોઅ કોબ્જુ નાંહ રેતુ. 2 ઓનો તો વારોસદાર, તીયાઅ બાહકા નોકકી કોઅનું વોખોત આવે તાંઉં લોગોઅ, દેખરેખ રાખનારહાંઅ ઓનો કોઓઅ કારભારો ચાનવુઅનારહાંઅ તાબ્યોમ રેહે. 3 એવુજ કોઈન, ખ્રીસ્ત આલુ તીંહીંઅ પેલ્લાઅ આપુ બી આત્મીક રીતો ઉંમોર લાયોક નોખે. ઓનો તેંહડામ આપુ બી દુન્યાઅ લોકહોં બોંણાવનો ધોરોમહોંઅ ખામ્યોવાલો ઉપદેસહોંઅ બાંદાણોમ આથે. 4 પોન પોરમીહેરો નોકકી કોઅનું ખોરુ વોખોત આલુ તાંહાંઅ, તીયા પોતાઅ પોયોરોન આય દુન્યામ મોકની આપ્યુ. તો પોયોર થેઈઅ પેટો જોલમ્યુ, 5 ઈંહીંઅ ખાતોર કા, તો આપહોંન પોરમીહેરોઅ આસીરવાદહોંઅ પુરુ હોક મેલવુઅનારે પોયરે બોંણાવે. ઓનો તો જોલમો રેખ યેહુદી નીયોમહોંઅ બાંદાણોમ રેયુ, ઈંહીંઅ ખાતોર કા, જેબી મોસેઅ નીયોમહોંઅ બાંદાણોમ આથે તીંયહાંન તો તીંહમેઅ રેખ સોળવે.
6 ઓનો આમુ તુમું પોરમીહેરોઅ પોયરે બોંણી ગોયેહ. તીંહીંઅ સાબીતી આપાઅન ખાતોર, પોરમીહેરો તુમાંઅ મોનહોંમ તીયાઅ પોયોરોઅ પોવીતોર આત્મા મોકની આપ્યુહ. ઓનો તો આત્મા, પોરમીહેરોન “બા! ઓ બાહકા” એવ હાદ કોઆંન આપહોંન મોદોદ કોએહ. 7 તાંહાંઅ આમુ તુમહાં વેઅનો કોડો બી ગુલામ નાંહ. પોન પોરમીહેરોઅ પોયરો આહાય. ઓનો તું તીયાઅ પોયરો આહાય તીંહીંઅ લીદો, તીયા તુંન તીયાઅ બાદો આસીરવાદહોંઅ વારોસદાર બી બોંણાવ્યોહ.
મોંડોળોઅ લોકહોંપોઅ પાવુલોઅ લાગણી
8 પેલ્લાઅ તુમું પોરમીહેરોન ઓઅખુઅતે નોખે. તીંહીંઅ લીદો તેંહડામ તુમું, જે હોકીકોતોમ રીતો દેવુજ નાંહ તીંયહાંઅ ગુલામ આથે. 9 પોન આમુ તુમહાં પોરમીહેરોન ઓઅખ્યુહ. (નેતા, ખોરેખોર એવ આખનુંઅ જોજવે કા, આમુ પોરમીહેરોજ તુમહાંન ઓઅખ્યેહ.) તાંહાંઅ તુમું પાપોઅ સીકસામ રેખ તુમહાંન બોચાવી નેંય સેકે ઓનો તુમાંઅ આત્મીક મીલકોત વાદવી નેંય સેકે એંહડો, તીયો ખામ્યોવાલો ઉપદેસહોં પોરમાણો ફાચે કેવ ચાનતેહ? ઓનો ફાચે તીયો ઉપદેસહોંઅ ગુલામ બોંણાઅન કેવ માગતેહ? 10 પોરમીહેરોઅ મેરબાની મેલવાઅન માટો તુમું આરામોઅ દીહોન ઓનો દોરેક મોયનાઅ પોયનોઅ દીહોન મોડુ દીહ તોરીકો પાલતેહ, ઓનો ઓમુક-ઓમુક તીવારહોંન બી ખાસ તીવાર તોરીકો વાલતેહ. 11 તીંહીંઅ લીદો, માંન એંહડી બીખ લાગેહ કા, તુમાંઅ માટો માંયોં જે સોખોત મેનોત કોઅયીહ, તે બાદી કોદાચ નોકકામી જાય.
12 માંઅ પાવોહ-બોંઅયોંહોં, માંય તુમહાંન ઓરોજ કોઓંહ કા, માંઅ ગાંઉં તુમું બી યેહુદી નીયોમહોં પોરમાણો નેંય ચાનનારે માંહેંઅ બોંણા. કેવકા, માંય તુમાંઅરી આથુ તેંહડામ, તુમાંઅ ગાંઉં માંય બી તીયો નીયોમહોં પોરમાણો નોખુ ચાન્યુ. 13 તુમું જાંઅતેહ કા, પેલ્યોઅ વોખોત તુમહાંન ખ્રીસ્તોઅ હારી ગોઠ જાહેર કોઆંન માંય આલનું તેંહડામ માંય માંદુ આથુ. 14 ઓનો માંઅ સોરીદોઅ હાલોત તુમાંઅ માટો કોસોટયોઅ ગાંઉં આથી તેબી, તુમહાં માંઅ નોફરોત નોખી કોઅયી કા, માંન દુરુ બી નોખુ કોઅયુ. ઉલટો હોરગોઅ દુતોન માનતે વેય તેવ, ઓનો ખુદ ખ્રીસ્ત ઈસુન માનતે વેય તેવ તુમહાં માંન માનનું. 15 તાંહાંઅ તુમાંઅ ખાતોર માંયોં જે સેવા કોઅયીહ તીયોઅ લીદો તુમાંપોઅ પેલ્લાઅ જે ખુસી આથી, તે આમુ કાંહીં ગોયી? માંય તુમાંઅ બાબોતોમ સાક્સી આપી સેકોંહ કા, બોંણે તા, તુમું માંઅ ખાતોર તુમાંઅ ડોંેઆં બી કાડીન તે માંન આપી દેતે. 16 તાંહાંઅ માંયોં તુમહાંન હાચી ગોઠ જાહેર કોઅની તીંહીંઅ લીદો, આમુ માંય તુમાંઅ દુસ્માન બોંણી ગોયુ વેય તેવ તુમું માંઅરી કેવ વોરતુઅતેહ?
17 યેહુદી નીયોમ પાલાઅન તુમહાંન ફોરોજ પાળનારે તે યેહદી માંહેંઅ, તુમાંપોઅ ભારી લાગણી દેખાવતેહ. પોન તીંયહાંઅ ઈરાદા હારા નાંહ. તીંયહાંઅ ગાંઉં તુમું બી તીંયહાંપોઅ ભારી લાગણી રાખા તીંહીંઅ ખાતોર તુમહાંન માંઅ રેખ જુદે પાળાઅનુંજ, તીંયહાંઅ ઈરાદુ આહાય. 18 પોન, જેવ બીજે તુમાંપોઅ ભારી લાગણી દેખાવે તો કાયોમ તુમહાંન હારો લાગેહ તેવ, માંય તુમાંઅરી વેમ તેંહડામ ઓતોહજ નેંય, પોન કાયોમ તુમું માંઅપોઅ ભારી લાગણી રાખા એજ માંઅ મોરજી આહાય. 19 માંઅ મેરાલો પોયરાહાં, તુમાંઅ જીવોનહોંમ ખ્રીસ્તોઅ સોબાવ પુર્યો રીતો નેંય ઉતરે તાંઉં લોગોઅ તુમાંઅ બાબોતોમ માંન એંહડો દુખ વેહે કા, જો પોયરો જોલમાઅન વોખોત થેઈન વેહે. 20 તુમાંપોઅ લેખોં તીયો કોઅતા, માંય પોતોજ તુમાંઅહીં આવોં ઓનો તુમાંઅરી ગોઠી કોઓં એંહડી માંઅ ઘોણી મોરજી આહાય. કેવકા, તુમાંઅ બાબોતોમ માંન ભારી ચીંતા વેહે.
હાગાર ઓનો સારાઅ નોમુનું
21 મોસેઅ નીયોમહોંઅ બાંદાણોમ રેઆંન મોરજી રાખનારહાં, તુમહાંન માંય આખોંહ, તીયો નીયોમહોંઅ ચોપળ્યોમ જો લેખનો આહાય તીંહીંઅ બાબોતોમ વીચાર કોઆ. 22 તીંહમેઅ એવ લેખનો આહાય , “આબરાહામોઅ બેન પોયોર આથા. એક પોયોર ગુલામ થેઈઅ પેટો જોલ્મુઅનું ઓનો બીજુ પોયોર, જે થેઅ ગુલામ નોખી પોન તીયાઅ વોરાળી થેઅ આથી, તીયોઅ પેટો જોલ્મુઅનું. 23 ગુલામ થેઈઅ પેટો જોલ્મુઅનું તીયાઅ પોયોર સાંવસારોઅ રીતો જોલમુઅનું. પોન જે થેઅ ગુલામ નોખી પોન તીયાઅ વોરાળી થેઅ આથી, તીયોઅ પેટો જોલ્મુઅનું તીયાઅ પોયોર તા, પોરમીહેરો તીયાન આપનો વોચોનો કોઈન ચોમોત્કારોઅ રીતો જોલ્મુઅનું. 24 આય પોયોરહોંઅ આય ગાંઅયોંન દાખલાઅ રુપોમ નેઅ સેકાય; આય બેન થેઈ પોરમીહેરોઅ બેન કારારહોંઅ ગાંઉં આખાય. પોરમીહેરો મોસેન આપના નીયોમ તીયા કોઅનું કારાર આહાય. હાગાર તીયો કારારોઅ રુપોમ આહાય. તીયોઅ પોયરે નીયોમોઅ બાંદાણોમ રેઆંન ખાતોરુજ જોલ્મો નેતેહ. 25 એવ કોઈન હાગાર તા, આરબાસ્તાનો વેઅનો તીયો સીનાય ડોગોઅ ઓનો આમુરોઅ યેરુસાલેમ સેરોઅ રુપોમ આહાય. કેવકા, આમુ યેરુસાલેમ ઓનો તીયાઅ માજ રેનારે માંહેંઅ નીયોમોઅ બાંદાણોમ રેતેહ. 26 પોન હોરગોઅ યેરુસાલેમો વેઅને આપુજ હાચ્યો રીતો પોરમીહેરોઅ પોયરે આહાય. ઓનો તો યેરુસાલેમ આપોઅ યાહકયોઅ ગાંઉં આહાય. 27 કાંહાંનકા, યેહુદી સીવાયોઅ લોકહોં વેઅને ભારી માંહેંઅ પોરમીહેરોઅ પોયરે બોંણીઅ તીંહીંઅ આગાહ્યોઅ ગોઠ, પોવીતોર લેખાણોમ એવ કોઈન લેખાઅની આહાય:
“એક બી પોયરાન જોલ્મો નેંય આપનારી ઓ વાંયટી થેઅ, તું ખુસ વે!
ઓનો પોયરો જોલ્મુઅત્યોઅ વોખોત જો દુખ વેહે તીંહીંઅ તુંયોં ઓનુભોવ નાંહ કોઅયુ એંહડી થેઈ,
તું ભારી આનાન કોઅ!
કાંહાંનકા, આમુ જે વાંયટી થેઅ આહાય તીયોઅ તા,
બીજ્યો થેઅહીં કોઅતા વાદારુ પોયરે વેઈ.”
28 માંઅ પાવોહ-બોંઅયોંહોં, જેવ પોરમીહેરોઅ વોચોનોપોઅ આબરાહામો થોવનો વીસવાહોઅ લીદો ઈસાક જોલ્મુઅનું, તેવ પોરમીહેરોઅ વોચોનોપોઅ તુમહાં થોવનો વીસવાહોઅ લીદો આમુ તુમું આત્મીક રીતો જોલમ્યેહ. 29 કુદરોતી રીતો જોલ્મુઅનો પોયરા, એટલે કા, ઈસમાયેલો, પોરમીહેરોઅ તાકોતો કોઈન જોલ્મુઅનો પોયરાન, એટલે કા, ઈસાકોન તીયો વોખોત દુખે પાળને. તેવુજ આમુ બી મોસેઅ નીયોમ પાલાઅન ફોરોજ પાળનારે તે યેહુદી માંહેંઅ,પાપહોંઅ સીકસામ રેખ બોચાઅન માટો ખ્રીસ્તોપોઅ ભોરુસુ રાખનારો આપહોંન દુખે પાળતેહ. 30 પોન પોવીતોર લેખાણોમ જો લેખનો આહાય તીંહીંઅ વીચાર કોઆ. તીંહમેઅ એવ લેખનો આહાય , “ગુલામ થેઈન ઓનો તીયોઅ પોયોરોન કાડી થોવ! કાંહાંનકા, ગુલામ થેઈઅ પોયોરોન વોરાળ્યો થેઈઅ પોયોરોઅરી મીલકોતોમ ભાગ નેંય મીલે.” ઈંહીંઅ ઓર્થુ ઓ આહાય કા, મોંડોળહોંઅ લોકહોંન મોસેઅ નીયોમ પાલાઅન ફોરોજ પાળનારો માંહાંહાંન, આપોઅ મોંડોળહોંમ રેખ નોકકીજ કાડી થોવનું જોજવે. 31 તાંહાંઅ માંઅ પાવોહ-બોંઅયોંહોં, આપુ ગુલામ થેઈઅ પોયરે નાંહ. પોન જે થેઅ ગુલામ નાંહ તીયોઅ પોયરે આહાય. એટલે કા, આપુ મોસેઅ નીયોમહોંઅ બાંદાણોમ નાંહ, પોન તીયો નીયોમહોંઅ બાંદાણોમ રેખ સુટે વેયને આહાય.