12
પોવીતોર આત્મા આપેહ તે વોરદાને
1 માંઅ પાવોહ-બોંઅયોંહોં, પોવીતોર આત્મા ખ્રીસ્તી વીસવાસહ્યોંન જે વોરદાને આપેહ, તીંયહાંઅ બાબોતોમ તુમહાં માંન ફુચનો સોવાલોઅ જોવાબ આપતા આમુ માંય ઈં લેખોંહ. કેવકા, તીંયહાંઅ બાબોતોમ તુમું નોક્કીજ જાંઈં નેયા એંહડી માંઅ ઘોણી મોરજી આહાય. 2 તુમહાંન ઠાવો આહાય કા, તુમું ખોરો પોરમીહેરોન ઓઅખુઅતે નોખે તેંહડામ, ઘોણો બાદો ખારાબ આત્માહાંઅ દોરવુણ્યો કોઈન તુમું, જીંહમેઅ કાંય બી સોત નાંહ તેંહડયો મુરત્યોહોંઅ પુંજા કોઆંન આંહીં-તાંહીં ઓકલી વોગોરોઅ ફીયાર્ કોઅત્ને. 3 તીંહીંઅ લીદો, માંઅ એંહડી મોરજી આહાય કા, એક માંઅહાંન પોરમીહેરોઅ આત્મા બોનાવેહ કા બીજાઅ આત્મા બોનાવતાહ તો કેકેવ પારખુનુંઅ, તીંહીંઅ બાબોતોમ તુમું હોમજી નેયા; એટલે કા, પોરમીહેરોઅ આત્માઅ દોરવુણ્યો પોરમાણો ચાનનારો જોબી માંહુંઅ, “ઈસુ હારાપ લાગનો માંહુંઅ આહાય!” એવ આખી નાંહ સેકતો; ઓનો કોય બી માંહુંઅ પોવીતોર આત્માઅ દોરવુણ્યો વોગોર “ઈસુ માલીખ આહાય!” એવ કોબુલ નાંહ કોઈ સેકતો.
4 વોરદાને તા ઘોણો જાતીઅ આહાય. પોન તે આપહોંન આપનારુ પોવીતોર આત્મા તા એકુજ આહાય. 5 એવુજ કોઈન પોવીતોર સેવા તા ઘોણ્યો જાતીઅ આહાય, પોન તે સેવા કોઅનારે આપુ બાદે તા એકુજ માલીખોઅ સેવા કોઅતેહ. 6 પોવીતોર સેવા કોઆંન માટો આત્મીક તાકોત તા ઘોણો જાતીઅ આહાય. પોન પોતાન પોરમીહેરો હોપન્યો ખાસ સેવા કોઆંન માટો દોરેક વીસવાસ્યોન તાકોત આપનારુ તા એકુજ પોરમીહેર આહાય. 7 દોરેક વીસવાસ્યોઅ જીવોનોમ પોવીતોર આત્માઅ તાકોત આહાય તીંહીંઅ સાબીત્યો તોરીકો, પોવીતોર આત્મા આખો ખ્રીસ્તી મોંડોળોઅ આત્મીક ફાયદાઅ માટો દોરેક વીસવાસ્યોન વોરદાન આપેહ.
8 થોળોક વીસવાસહ્યોંન પોવીતોર આત્મા ગીયાનો વાલ્યા ગોઠી આખાઅન વોરદાન આપેહ, ઓનો બીજો વીસવાસહ્યોંન તોજ આત્મા તે સાદારોણ રીતો જાંઈં નાંહ સેક્તે એંહડયા ગોઠી આખાઅન વોરદાન આપેહ. 9 થોળોક વીસવાસહ્યોંઅ મોનોમ તોજ આત્મા, પોરમીહેર ચોમોત્કારોઅ રીતો કામ કોઅનારુ આહાય એંહડુ ભોરુસુ પેદા કોએહ. ઓનો બીજો વીસવાસહ્યોંન તોજ આત્મા માંદો માંહાંઅન હારે કોઆંન વોરદાન આપેહ. 10 થોળોક વીસવાસહ્યોંન તો સોત્યે કામે કોઆંન વોરદાન આપેહ, ઓનો બીજો વીસવાસહ્યોંન તો, તીયા તીંયહાંન જાણાવની ગોઠ જાહેર કોઆંન વોરદાન આપેહ. ઓનો બીજો વીસવાસહ્યોંન તો, કોડાન બોનાવનારુ પોરમીહેરોઅ આત્મા આહાય કા બીજુ આત્મા આહાય તો પારખાઅન વોરદાન આપેહ. થોળોક વીસવાસહ્યોંન તો, જે તીંયહાં હીકયા નેંય વેય તેંહડયો બોનહ્યોંમ બોનાઅન વોરદાન આપેહ. ઓનો બીજો વીસવાસહ્યોંન તો તીયો બોનહ્યોંમ આખન્યો ગોઠહીંઅ ખુલાસુ આપાઅન વોરદાન આપેહ. 11 આય બાદે વોરદાને વીસવાસહ્યોંન વાઅટી આપનારુ તા એકુજ પોવીતોર આત્મા આહાય. તો પોતાઅ મોરજ્યો પોરમાણો દોરેક વીસવાસ્યોન જુદો-જુદો વોરદાન આપેહ.
આપુ બાદે એકુજ સોરીદોઅ ભાગહોંઅ ગાંઉં આહાય
12 જેવ માંહાંઅ સોરીદોમ ઘોણા ભાગ આહાય પોન સોરીદ તા એકુજ આહાય, તેવ ખ્રીસ્તોઅ લોક ઘોણા આહાય પોન તે લોક એકુજ ટોલુ આહાય. 13 આપહોંમ થોળેક યેહુદી આહાય ઓનો થોળેક જી યેહુદી સીવાયોઅ જાતીઅ આહાય, થોળેક ગુલામ આહાય ઓનો થોળેક જી ગુલામ્યોમ રેખ સુટે વેયને આહાય. પોન આપુ બાદે એકુજ આત્માઅ મારફોતો એકુજ ટોલામ જોળાઅને રેજી તીંહીંઅ ખાતોર આપહોં બાપતીસ્મા નેદોહ; ઓનો આપહોંન બાદહાંન એકુજ આત્મા મીલ્યુહ.
14 બીજો ખ્રીસ્તી વીસવાસહ્યોંઅ આર્યોઅ આપોઅ સોબોતોમ આપુ માંહાંઅ સોરીદોઅ ભાગહોંઅ ગાંઉં આહાય. માંહાંઅ સોરીદ એકુજ ભાગો કોઈન નાંહ બોંણતો, પોન ઘોણા ભાગ મીલીન એક સોરીદ બોંણેહ. 15 “માંય આથ નાંહ એટલે, માંય સોરીદોઅ ભાગ નાંહ” એવ જો પાગ આખે તા, તો સોરીદોઅ ભાગ નાંહ એ ગોઠ ખોટી આહાય. 16 “માંય ડોંઉં નાંહ, એટલે, માંય સોરીદોઅ ભાગ નાંહ” એવ જો કાન આખે તા, તો સોરીદોઅ ભાગ નાંહ એ ગોઠ બી ખોટી આહાય. 17 ધારા કા, જો આપોઅ આખો સોરીદ ડોંઉં વેતો તા, આપુ ઉનાય નેંય સેક્તે કાંહાંનકા, આપોઅ કાનુંજ નેંય વેતા. નેતા જો આપોઅ આખો સોરીદ કાન વેતો તા, આપુ હુંગાવી નેંય સેક્તે કેવકા, આપોઅ નાકુજ નેંય વેતો.
18 પોન હોકીકોત તા એ આહાય કા, પોરમીહેરો ઘોણો ભાગહોં કોઈન આપોઅ સોરીદે બોંણાવ્યેહ, ઓનો દોરેક ભાગોન તીયા પોતાઅ મોરજયો પોરમાણો ગોઠવ્યુહ. 19 જો આખો સોરીદ એકુજ ભાગોઅ વેતો તા, કોંહડો ઠીકાણા વોગોરોઅ તો દેખાઅતો. 20 પોન હોકીકોતોમ તા, ભાગ ઘોણા આહાય, પોન સોરીદ એકુજ આહાય. 21 “માંન તુમાંઅ જુરુલ નાંહ” એવ જો ડોંઉં આથહોંન આખે તા, તો ખોટો આહાય. ઓનો “માંન તુમાંઅ જુરુલ નાંહ” એવ જો મુનકો પાગહોંન આખે તા, તો બી ખોટો આહાય.
22 હોકીકોતોમ તા, આપોઅ સોરીદોઅ થોળાક ભાગ આપહોંન નોબલા ઓનો ખાસ કામોઅ નાંહ જાણાઅતા, પોન તીયો ભાગહોં વોગોર તા આપહોંન ચાનાયજ નેંય. 23 ઓનો આપોઅ સોરીદોઅ જીયો ભાગહોંન આપુ ઓલકા ગોંણતેહ, તીયોજ ભાગહોંઅ આપુ વાદારુ કાલજી બી રાખતેહ. તીંહીંઅ લીદો, તે ભાગ બીજહાંન દેખાઆંન નેંય જોજવે તીંહીંઅ ખાતોર આપુ તીંયહાંન પોતળાહાં કોઈન હારી-હારી કોઈન દોબાવતેહ. 24 તાંહાંઅ સોરીદોઅ બીજો ભાગહોંન તીંયહાંઅ ગાંઉં કાલજી રાખીન હાચવાઅન જુરુલ નાંહ પોળતી. ઉલટો, પોરમીહેરો પોતો આપોઅ સોરીદોઅ ભાગહોંન એંહડ્યો રીતો ગોઠવ્યાહ કા, તીયો ઓલકો ગોંણાઅનારો ભાગહોંન આપુ કાલજી રાખીન હાચવુઅજી ઓનો તીંયહાંન માન આપજી. 25 ઓનો ઈંહીં કોઈન સોરીદોઅ બાદો ભાગહોંમ એક હોપ જાલવાય રેહે, ઈંહીંઅ ખાતોર કા, બાદાજ ભાગ એક-બીજાઅ હારકયો રીતો કાલજી રાખે. 26 જો એક ભાગોન દુખ લાગે તા, તીયાઅરી સોરીદોઅ બાદોજ ભાગહોંન દુખ લાગેહ; ઓનો એક ભાગોન માન મીલેહ તા, બાદાજ ભાગ તીયાઅરી ખુસ વેતાહ. તેવુજ કોઈન, ખ્રીસ્તી મોંડોળોમ દોરેક વીસવાસ્યોન બીજો વીસવાસહ્યોંઅ બી જુરુલ આહાય ઓનો પોવીતોર આત્મા તીંયહાંન જે વોરદાને આપેહ તીયો વોરદાનહોંઅ બી જુરુલ આહાય.
27 આય બાદાપોઅ રેખ આમુ માંય ઈં આખાઅન માગોંહ કા, તુમું બાદે મીલીન એક ટોલુ આહાય કા જીયાપોઅ ખ્રીસ્ત રાજ કોએહ, ઓનો તુમહાં વેઅનો દોરેક વીસવાસી તીયો ટોલાઅ જુદુ-જુદુ નો જુરુલોઅ ભાગ આહાય. 28 દોરેક ટોલામ પોરમીહેરો નીમનો માંહાંહાંઅ આય ઈયાદી આહાય: પેલ્લામ-પેલ્લોઅ જાગો માલીખોઅ ખાસ ખોબરી, બીજો જાગો પોવીતોર આત્મા પોતાન જાણાવની ગોઠ જાહેર કોઅનારા, તીજો જાગો ખ્રીસ્તી ઉપદેસ આપનારા, હાતીઅ સોત્યે કામે કોઅનારા, હાતીઅ માંદહાંન હારે કોઆંન જીંયહાંપોઅ સોત આહાય તે, ઓનો ગોરીબહોંન મોદોદ કોઅનારા, ઓનો મોંડોળોઅ કારભારો ચાનવુઅનારા ઓનો પેલ્લાઅ હીકયા નેંય વેય એંહડયા ઓજાણયા બોન્યા બોનનારા. 29 ઈંયહાં વેઅના બાદાજ માલીખોઅ ખાસ ખોબરી નાંહ. બાદાજ પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઅનારા નાંહ. તેવુજ બાદાજ ખ્રીસ્તી ઉપદેસ આપનારા નાંહ. ઓનો સોત્યે કામે કોઆંન સોત બાદહાંપોઅ નાંહ. 30 ઓનો માંદહાંન હારે કોઆંન સોત બાદહાંપોઅ નાંહ. ઓનો પેલ્લાઅ હીકયા નેંય વેય એંહડ્યો ઓજાણ્યો બોનહ્યોંમ બોનાઅન વોરદાન પોરમીહેરો બાદહાંન નાંહ આપ્યો. ઓનો પેલ્લાઅ હીકયા નેંય વેય એંહડ્યો ઓજાણ્યો બોનહ્યોંમ આખન્યો ગોઠહીંઅ ખુલાસુ આપાઅન વોરદાન બી તીયા બાદહાંન નાંહ આપ્યો. 31 પોન ગોમે તીયો સોંજોગોમ તુમું એંહડે વોરદાને મેલવાઅન મોરજી રાખજા કા, જીંયહાં કોઈન મોંડોળોઅ લોકહોંન વાદારામ-વાદારુ આત્મીક લાબ મીલે.
પોવીતોર આત્મા જે વોરદાને આપેહ તીંયહાંન વાપરાઅન હારામ હારી રીત
પોન આમુ માંય, પોવીતોર આત્મા જે વોરદાને આપેહ તીંયહાંન વાપરાઅન રીત આખોંહ. જીયો રીતો તીંયહાંન તુમું વાપરુઅતે રેયેહ તીયો કોઅતા એ રીત વાદારુ હારી આહાય.