12
ખ્રીસ્તી જીવોન
1 માંઅ આર્યોઅ વીસ્વાસહ્યોં! પોરમીહેરો તુમાંપોઅ ઘોણ્યો રીતો કોઅન્યો દાયાઅ લીદો, માંય તુમહાંન કાલાવાલા કોઓંહ કા, તુમું પોતાન પુર્યો રીતો પોવીતોર ભોગો તોરીકો, એટલે કા, પોરમીહેરોન ગોમે એંહડો ઓનો જીવતો ભોગો તોરીકો તીયાન હોપી દેયા. એજ તીયાઅ સેવા કોઆંન હારામ હારી રીત આહાય. 2 તુમું ખોરો પોરમીહેરોન નેંય માનનારો આય દુન્યાઅ લોકહોંઅ ધારહાં પોરમાણો મા ચાનતે! પોન ઉલટો, પોરમીહેરોન તુમાંઅ મોનહોંન નોવે બોંેણાવીન, તીંહીં કોઈન તુમાંઅ આખો જીવોનોન બોદલાઅન દેયા! તાંહાંઅજ પોરમીહેરોઅ મોરજી કાય આહાય, એટલે, ખોરો કાય આહાય ઓનો તીયાન કાય ગોમેહ, ઓનો હારામ-હારો કાય આહાય તો તુમું જાંઈં સેકહા.
3 પોરમીહેરો તીયાઅ મેરબાન્યો કોઈન નીમનો માલીખોઅ ખાસ ખોબરી તોરીકો, તુમહાં વેઅનો દોરેકોન માંઅ એવ આખનુંઅ આહાય કા, તુમહાં વેઅનો કોડો બી, પોતાન હોકીકોતોમ તો જેંહડો આહાય, તીંહીં કોઅતા પોતાઅ ગોંણતી વાદારુ નેંય કોએ. પોન ઉલટો, તુમહાં વેઅનો દોરેકોન તીયા ખ્રીસ્તોપોઅ રાખનો વીસ્વાહોઅ લીદો પોરમીહેરો તીયાન આપનો વોરદાનહોંન ઈયાદ રાખીન, તીંહીં પોરમાણો હોમજુણ્યો માંહાંઅ તોરીકો તો પોતાઅ ગોંણતી કોએ. 4 આપોઅ એકુજ સોરીદોમ ઘોણા ભાગ આહાય. તેબી તીયો દોરેક ભાગોઅ કામે જુદે જુદે આહાય. 5 તેવુજ કોઈન, આપુ ઘોણે આહાય તેબી, ખ્રીસ્તોઅ આર્યોઅ આપોઅ જોળાણોઅ લીદો, આપુ એકુજ ટોલા વેઅને આહાય. ઓનો એકુજ સોરીદોઅ જુદો-જુદો ભાગહોંઅ ગાંઉં આપુ એક બીજાઅરી જોળાઅને આહાય. તીંહીંઅ લીદો, કોડો બી જાણેકા તો બીજહાં કોઅતા ચોળ્યાતો વેય એંહડો નેંય વોરતે! 6 ઉલટો, પોરમીહેરો જે કામે કોઆંન આપહોંન વોરદાને આપ્યેહ, તે કામે આપુ કાલજી રાખીન ઓનો રાજી વેયન કોઅજી! કેવકા, આપહોં વેઅનો દોરેક, પોરમીહેરો તીયાન આપનો વોરદાનો પોરમાણો બીજહાં કોઅતા જુદે-જુદે ઘોણો જાતીઅ કામે કોઈ સેકેહ. જીંયહાંન પોરમીહેરોઅ ગોઠ આખાઅન વોરદાન મીલ્યોહ તે, પોરમીહેરો તીંયહાંન આખ્યા પોરમાણો તે ગોઠ આખે! 7 જીંયહાંન બીજહાંઅ સેવા કોઆંન વોરદાન મીલ્યોહ, તે તીંહીં પોરમાણો બીજહાંઅ સેવા કોએ! 8 જીંયહાંન પોરમીહેરોઅ લોકહોંન બોદ આપાઅન વોરદાન મીલ્યોહ, તે તેવ કોએ! પોતાપોઅ જો આહાય તો બીજહાંન વાઅટી આપનારે, તો રાજી વેયન વાઅટી આપે! મોંડોળોઅ કારભારો ચાનવુઅનારે કાલજી રાખીન તો કારભારો ચાનવે! જુરુલોમ રેનારહાંઅ મોદોદ કોઅનારે રાજી વેયન તીંયહાંઅ મોદોદ કોએ!
ખ્રીસ્તી જીવોનોઅ નીયોમ
9 બીજહાંપોઅ ખોરો મોનો કોઈન માયા રાખા! જો ખોટો આહાય તીંહીં રેખ તુમું સેટો રેયા! ઓનો પોરમીહેરોઅ નોજરોમ જો હારો આહાય તો તુમું કોઅતે રેયા! 10 ખ્રીસ્તી પાવોહ-બોંઅયોંહોં તોરીકો, એક-બીજાપોઅ પુરો મોનો કોઈન માયા રાખા! ઓનો એક-બીજાન માન આપાઅન બાબોતોમ આગોલ પોળતે બોંણા! 11 તુમાંઅ પોતાઅ કામે કોઆંન આલહાય નોખે કોઅતે! ઓનો આત્મીક રીતો ઉરો ઉરો માલીખોઅ સેવા કોઅજા!
12 પોરમીહેર તુમાંઅ માટો જે કાંય ગોઠવુણી કોઈઅ, તીંહીંઅ આસાઅ માટો ખુસ વેજા! દુખહોંઅ વોખોત ધીરોજ રાખા! ઓનો જીવ પાળ્યા વોગોર પોરમીહેરોન ઓરોજ કોઆ! 13 તુમાંપોઅ જો કાંય આહાય, તીંહમેઅ રેખ પોરમીહેરોઅ લોકહોંઅ જુરુલી પુર્યા પાળા! ગોમારહાંઅ ચાકરી કોઆંન કાલજી રાખા! 14 તુમહાંન દુખે આપનારહાંન પોરમીહેર આસીરવાદ આપે એંહડી તીયાન ઓરોજ કોઆ! ઓં, તીંયહાંન આસીરવાદ આપે એંહડીજ ઓરોજ કોઅજા! પોરમીહેર તીંયહાંન હારાપ આપે એંહડી ઓરોજ નોખે કોઅતે! 15 આનોંદ કોઅનારહાંઅરી તુમું બી આનોંદ કોઅજા. દુખી વેય તીંયહાંઅરી તુમું બી દુખી વેયા!
16 એક-બીજાઅરી ઈલી-મીલીન રેયા. ઓલકો કામહોંન બી રાજી વેયન કોઆ! તુમું પોતો ઓતેહજ ઓકલીવાલે આહાય એવ નોખે ધારતે! 17 તુમાંઅ ખોટો કોઅનારહાંઅ, તુમું બી ખોટો કોઈન તીંહીંઅ હાટો નોખે વાલતે! બાદહાંન ગોમે એંહડે કામે કોઆંન મોથજા! 18 બોંણે તાંઉં બાદહાંઅરી સાંત્યોમ રેજા!
19 માંઅ આર્યોઅ વીસવાસહ્યોં, તુમાંઅ ખોટો કોઅનારહાંઅ તુમું પોતોજ વેર નોખે વાલતે! પોન ઉલટો, પોરમીહેરોન તીંહીંઅ વેર વાલાઅન દેજા! કાંહાંનકા, પોવીતોર લેખાણોમ ઈંજ લેખનો આહાય:
“વેર વાલાન તા માંઅજ જોવાબદારી આહાય.
તુમાંઅ ખોટો કોઅનારહાંઅ હાટો વાલનારુ તા માંયજ આહાય, તુમું નાંહ.”
એવ માલીખ આખેહ.” 20 પોન જેવ પોવીતોર લેખાણોમ લેખનો આહાય તેવ,
“તોઅ દુસ્માન ફુકુ વેય તા, તીયાન ખાવાવજો!
ઓનો જો તો ફાઅપ્યુ વેય તા, તીયાન પાંઈં પીવાવજો!
કેવકા એવ કોઈન તીયાન તું નાજવાવહો. ઓનો તોઅ બાબોતોમ તીયાઅ વોલોણ બોદલી સેકહો.” 21 બીજો કોડો બી તોઅ ખોટો કોએ તા, તું બી તીયાઅ ખોટો કોઈન હારી નોખુ જાતુ! પોન ઉલટો, તીયાઅ ભોલો કોઈન તીયો ખોટાયોનુંજ હારાવજો!