11
યેહદી લોક પોતાઅ પાપહોંઅ સીકસામ રેખ બોચી જાય તીંહીંઅ માટો પોરમીહેરોઅ ગોઠવુણી
1 તાંહાંઅ “પોરમીહેરો ઈસરાયેલ લોકહોંન સોળી થોવ્યાહ કા?” એવ જો એખું ફુચે તા, માંય તીયાન આખોં , “એવ તા નાંહ! માંઅ બાબોતોમ વીચાર કોઅ! માંય બી ઈસરાયેલ લોકહોં વેઅનુંજ આહાય. માંય આબરાહામોઅ વોસુલા વેઅનું, ઓનો બીન્યામીનોઅ કુળો વેઅનું આહાય. તેબી પોરમીહેરો માંન સોળી નાંહ થોવ્યુ.” 2 નાંહ! પોરમીહેરો ઘોણો વોખોત પેલ્લાઅજ પોસોંદ કોઅનો પોતાઅ લોકહોંન સોળી નાંહ થોવ્યા. પોવીતોર લેખાણહોંમ એલીયાઅ બાબોતોમ જો લેખનો આહાય તો ઈયાદ કોઆ! તાંહીં એલીયા પોરમીહેરોન ઈસરાયેલ લોકહોંઅ બાબોતોમ એંહડી ફોરીયાદ કોએહ કા, 3 “ઓ માલીખ, તુંયોં જાણાવન્યા ગોઠી જાહેર કોઅનારહાંન બાદહાંન તીંયહાં માઈ ટાક્યાહ. ઓનો તુંન ભોગ ચોળવાઅન માટો જે વેદયા આથ્યા, તે બી તીંયહાં તોળી ટાક્યાહ. ઓનો ઈમાનદાર રેયન તોઅ સેવા કોઅનારુ, ઓનો તોઅપોઅ વીસવાહ કોઅનારુ આમુ માંય એખનુંજ જીવતુ રેયુહ. ઓનો આમુ તે માંન બી માઈ ટાકાઅન મોથતેહ.” 4 તાંહાંઅ પોરમીહેરો તીયાન કાય જોવાબ આપનું તો ઈયાદ કોઆ! તીયા એંહડુ જોવાબ આપનું કા,
“માંઅપોઅ વીસવાહ કોઅનારુ તું એખનુંજ આહાય એવ નોખુ ધારતુ! તોઅ સીવાય ને બીજે હાંત ઓજાર માંહેંઅ આજી બી માંયોં હાચવી રાખ્યેહ કા, જીંયહાં બાલ નામોઅ ખોટો દેવોઅ ભોક્તી નાંહ કોઅયી.” 5 તીંહીંઅ લીદો, તેંહડામ જેવ વેયનો તેવુજ કોઈન આમુ બી વેયોહ. આમુ બી આમાંઅ યેહુદહ્યોંમ રેખ એંહડે થોળેક આહાય કા, જીંયહાંન પોરમીહેરો પોતાઅ મેરબાન્યો કોઈન પોતાઅ લોક વેઆંન પોસોંદ કોઅયાહ. 6 ઓનો પોરમીહેરો તીયાઅ લોક બોંણાઅન આપહોંન પોસોંદ કોઅયાહ. તીંહીંઅ આદાર આપહોં કોઅને હારે કામે નાંહ, પોન તીયાઅ મેરબાનીજ આહાય. જો તીંહીંઅ આદાર આપોઅ હારો કામહોંપોઅ વેય તા, તીયોન મેરબાનીજ નેંય આખાય. 7 પોરમીહેરો ઈસરાયેલ લોકહોંમ રેખ થોળાકહાંનુંજ પોસોંદ કોઅયાહ. તીંહીંઅ લીદો, આપોઅ ઈં હોમજુનુંઅ જોજવે કા, નીરદુસ જાહેર વેઆંન ઈસરાયેલ લોક જીંહીંઅ પોળ્યો-પોળ્યો વાટ હેઅત્ના, તો તીંયહાં વેઅનો ઘોણહાંન નાંહ મીલ્યો. જીંયહાંન પોરમીહેરો પોસોંદ કોઅના, તીયો ઈસરાયેલ લોકહોંનુંજ તો મીલ્યો, પોન બીજા ઈસરાયેલ લોક આત્મીક રીતો બેર મારી જાય એંહડો પોરમીહેરો કોઅયોહ. 8 ઈં તા બાદો પોવીતોર લેખાણોમ લેખ્યા પોરમાણોજ બોંણ્યોહ. તાંહીં એવ લેખનો આહાય કા,
“પોરમીહેરો તીંયહાંઅ બુદદી ટાચી બોંણાવી દેદીહ.
ઓનો તીંયહાંઅ ડોંઆં આહાય પોન તે આત્મીક રીતો હેઈ નાંહ સેક્તે ઓનો હોમજી નાંહ સેક્તે.
આજ લોગોઅ તે તીયોજ હાલોતોમ આહાય.” 9 ઈં તા, પોતાઅ દુસ્માનહોંઅ હાલોત એંહડી બોંણાવાઅન પોરમીહેરોપોઅ માગણી કોઅતા દાવીદ રાજા જો આખનો, તીંહીં પોરમાણોજ આહાય. તીયા આખનો,
“તીંયહાંઅ જેમોણુંજ તીંયહાંઅ માટો ફાંદલાઅ ગાંઉં બોંણે એવ તું કોઅજો.
તો એંહડો ફાંદલાઅ ગાંઉં બોંણે કા, જો તીંયહાંન એવ વીચારતે કોએ કા બાદો હારોજ ચાનેહ.
તું તીંયહાંઅ આત્મીક હોમજોણ ટાચી બોંણાવી દેજો,
ઈંહીંઅ ખાતોર કા, તે આત્મીક રીતો કાંય બી જાંઈં નો હોમજી નેંય સેકે;
ઓનો તે પોતાઅ બોઅળાહાંપોઅ ભારી પાર ઉચકુઅતેજ રેય એંહડો કોઅજો.” 11 કોદાચ એખું ઓ સોવાલ ફુચીઅ , “ઈસરાયેલ લોકહોં ખ્રીસ્તોપોઅ વીસવાહ નેંય રાખાઅન જો પાપ કોઅયુ, તીંહીંઅ લીદો તે કાયોમોઅ માટો પોરમીહેરો રેખ ઓલોગ પોળી ગોયાહ કા?” માંય તીયાન આખોં , “એવ તા નાંહજ.” પોન તીંયહાં પાપ કોઅયુ તીંહીંઅ પોરીણામો, પોરમીહેર જે યેહુદી નાંહ તીંયહાંન નોરોકોઅ સીકસામ રેખ બોચાવેહ ઈંહીંઅ ખાતોર કા, તીંયહાંન દેખીન તીયો યેહુદહ્યોંન આદરાય આવે ઓનો તીંયહાંન બી તીયો રીતો બોચી જાઆંન મોરજી પેદા વેય. 12 એટલે, યેહુદી લોકહોં પાપ કોઅયુ તીંહીંઅ પોરીણામ ઈં આલો કા, પોરમીહેરો દુન્યાઅ બીજો લોકહોંન સુટો આથો આસીરવાદ આપ્યુ. ઓનો યેહુદહ્યોં, પોરમીહેરો આપનો તારોણોઅ ભેટોઅ ધીકકાર કોઅયુ. તાંહાંઅ તીયા યેહુદી સીવાયોઅ લોકહોંન સુટો આથો આસીરવાદ આપ્યુ. તા, જોતોહ યેહુદી લોકહોંન પોરમીહેરો ખ્રીસ્તોપોઅ વીસવાહ રાખાઅન નોકકી કોઅયા વેય તોતાહ વીસવાહ રાખતા વેય તા, તીંહીંઅ પોરીણામ હારોજ આવીઅ. 13 આમુ માંય તા, જે યેહુદી નાંહ તેંહડો લોકહોંન ખોબરી આહાય. તીંહીંઅ લીદો માંય તીયો કામોન ભારી માનોવાલો ગોંણોંહ. 14 પોન માંય આસા રાખોંહ કા, માંઅ તીયો કામો કોઈન માંઅ જાતીઅ લોકહોંમ આદરાય પેદા વેય, ઓનો તીંહીંઅ પોરીણામો તીંયહાં વેઅનો થોળા-ઘોણહાંન પોરમીહેર તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવે. 15 પોરમીહેરો માંઅ જાતીઅ ઘોણો બાદો લોકહોંન પોતાઅ લોકહોં તોરીકો નાંહ માન્યા તીંહીંઅ લીદો દુન્યા વેઅનો બીજો ઘોણો લોકહોંન તીયા પોતાઅરી મેલ-મીલાપ કોઅયુહ તા, જેંહડામ તો તીંયહાંન ફાચુ પોતાઅ લોકહોં તોરીકો માની નેઈ તીંહીંઅ પોરીણામ તા હારોજ આવીઅ. તો જાણે કા આમાંઅ તે લોક મોઅનામ રેખ ફાચા જીવતા વેયા વેય એંહડો વેઈ. 16 જેવ મોગનુઅનો નોટોમ રેખ પેલ્લો ઉંડાઅ બોંણાવનું માંડુ માંહેંઅ પોરમીહેરોન ચોળવે તા તો મોગનુઅનું આખુ ઉંડુજ પોરમીહેરોઅ વેહે તેવ, યેહુદી લોક બી પોરમીહેરોઅ બોંણીઅ. કાંહાંનકા, તીંયહાંઅ આગલેઅ ડાયે પોરમીહેરોઅ આથે. ઓનો જેવ ચાળોઅ મુલ હારો વેય તા તીયો ચાળોઅ ડાલખ્યા બી હાર્યા જ રેનાયાર્, તેવુજ આપોઅ આગલેઅ ડાયે પોરમીહેરોઅ પોતાઅ લોક આથા તીંહીંઅ લીદો, તીંયહાંઅ વોસુલાઅ લોક, એટલે આમુરાઅ યેહુદી લોક બી પોરમીહેરોઅ લોક બોંણીઅ.
17 હોકીકોતોમ એ ગોઠ એવ આહાય. માંહેંઅ ફોલવોનોઅ ચાળોપોઅ રેખ જેવ ઓમુક ડાલખ્યા હોરી ટાકતેહ ઓનો તીયો ડાલખ્યોઅ જાગો જોંગલી ફોલવોનોઅ એક ડાલખ્યોન કોલોમ કોઅતેહ તાંહાંઅ તે જોંગલી ફોલવોનોઅ ડાલખી ઓસોલ ફોલવોનોઅ ચાળોઅ રોહો કોઈન મોડી વેહે તેવ પોરમીહેરો આબરાહામોઅ વોસુલા વેઅનો ઓમુક લોકહોંન સોળી દેદના ઓનો તુમું જે યેહુદી નાંહ તે જોંગલી ફોલવોનોઅ ડાલખ્યોઅ ગાંઉં આથે તીંયહાંન, તીયા આબરાહામોઅ વોસુલામ જોળી નેદના ઓનો યેહુદી આગલોઅ ડાયહાંન જે આસીરવાદ મીલના તીંહીંઅ લાબ તુમહાંન બી મીલ્યુહ. 18 પોન ઓ યેહુદી સીવાયોઅ જાતીઅ લોકહોં! તીયો વાડી ટાકન્યો ડાલખ્યોહોંઅ ગાંઉં પોરમીહેરો સોળી દેદનો યેહુદી લોકહોંન તુમું દુર કોઅતા નોખા! ઓનો પોરમીહેરો તુમહાંન પોતાઅ લોકહોં તોરીકો માની નેદાહ તીંહીંઅ ઓબીમાન બી નોખા રાખતા! જે તુમું ઓબીમાન રાખહા તા, ઈયાદ રાખા કા, જેવ ડાલખી મુલોન નાંહ પોહતી, પોન ઉલટો મુલુજ ડાલખ્યોન પોહેહ, તેવ તુમાંઅ મારફોતો યેહુદહ્યોંન નેંય, પોન યેહુદહ્યોંઅ મારફોતો તુમહાંનુંજ આસીરવાદ મીલ્યાહ. 19 કોદાચ તુમહાંમ રેખ કોડો બી એવ આખે , “કોલોમ કોઈન બીજો ચાળોઅરી જોળન્યો ડાલખ્યોહોંઅ ગાંઉં, પોરમીહેરો આમહાંન, એટલે યેહુદી સીવાયોઅ લોકહોંન પોતાઅ લોકહોં તોરીકો માની નેઆંન ખાતોરુજ, ઓસોલ ચાળોમ રેખ વાડી ટાકન્યો ડાલખ્યોહોંઅ ગાંઉં તીયા યેહુદી લોકહોંન સોળી દેદાહ.” 20 તીયાઅ ગોઠ બોરાબોર આહાય! પોન તીયો યેહુદી લોકહોં ઈસુન ખ્રીસ્ત નોખુ માન્યુ તીંહીંઅજ લીદો પોરમીહેરો તીંયહાંન સોળી દેદના ઓનો તુંયોં તીયાન તેવ માન્યુહ તીંહીંઅજ લીદો, તું આત્મીક રીતો મોજબુત બોંણ્યુહ. તીંહીંઅ લીદો, તુમું આબીમાન મા રાખહો! પોન ઉલટો પોરમીહેરોઅ બીખ રાખીન ચાના! 21 ચાળોઅ ઓસોલ ડાલખ્યોહોંઅ ગાંઉં આથે તીયો યેહુદી લોકહોંન પોરમીહેરો સીકસા આપ્યા વોગોર નાંહ સોળ્યા તા, તુમું વીસવાહોમ રેખ પોળી જાયા તા, તુમહાંન બી પોરમીહેર સીકસા આપ્યા વોગોર નેંય સોળે. 22 ઈયાદ રાખજા કા, પોરમીહેર દાયાલુ આહાય, પોન આરી-આરી તો કોળોક બી આહાય. ઈસુન નેંય માનનારો યેહુદહ્યોંઅરી તો કોળોક રીતો વોરત્યુહ. પોન જો તું તીયાઅ દાયાઅ કીંમોત હોમજીન રેહો તાંહાંઅજ, યેહુદી નાંહ તેંહડો તોઅરી બી તો દાયાલુ રીતો વોરતીઅ. પોન જો તું ઈસુન નેંય માની રેવ તા, જેવ ડાલખ્યોન ચાળોપોઅ રેખ માંહેંઅ વાડી ટાકતેહ, તેવ પોરમીહેર તુંન બી તીયાઅ સોંગોતોમ રેખ કાડી થોવીઅ. 23 ઓનો જેવ વાડી ટાકન્યો ડાલખ્યોહોંન ફાચે ચાળોઅરી જોળીન કોલોમ કોઅતેહ, તેવ યેહુદી બી ઈસુન માની તા, ફાચે તે પોરમીહેરોઅરી જોળાય જાઈ. કેવકા, તીંયહાંન ફાચે પોતાઅરી જોળી નેઆંન પોરમીહેરોપોઅ તાકોત આહાય. 24 કુદરોતી રીતો જોંગલી ફોલવોનોઅ ચાળોમ રેખ ડાલખ્યા વાડીન જેવ કુદરોતોઅ વીરુદ હારો જેતુન ચાળોઅરી જોળીન કોલોમ કોઈ સેક્તેહ, તેવ તુમું યેહુદી સીવાયોઅ લોક પેલ્લાઅ પોરમીહેરો રેખ સેટો આથા. પોન આમુ તુમહાં ઈસુન માન્યુહ તીંહીં લીદો, યેહુદહ્યોંન પોરમીહેરો આપનો આસીરવાદહોંઅ લાબ તુમહાંન બી મીલ્યુહ. તા યેહુદી તા પેલ્લાઅ રેખ પોરમીહેરોઅરી જોળાઅનાજ આથા, પોન ફાચલાઅ રેખ ઈસુન નેંય માનીન તે સુટા પોળના તા, તીયો ફોલવોનોઅ ચાળોઅ ઓસોલ ડાલખ્યોહોંન જેવ ફાચો તીયોજ ચાળોઅરી જોળી સેક્તેહ, તેવ પોરમીહેરોઅરી તીયો યેહુદી લોકહોંન ફાચા જોળાઅન એકદોમ હેલ્લો આહાય.
બાદો ઈસરાયેલ લોકહોંન પોરમીહેર તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવીઅ
25 માંઅ આર્યોઅ યેહુદી સીવાયોઅ વીસ્વાસહ્યોં, આય હાચાય તુમહાંન માંય જાણાવાઅન માગોંહ. તે હાચાય પોરમીહેરો કોડાન બી નાંહ જાણાવી. તુમહાંન જાણાવાઅન ઈંહીંઅ ખાતોર માંય મોરજી રાખોંહ , “આમુ યેહુદહ્યોં કોઅતા પોરમીહેર આમાંઅપોઅ વાદારુ માયા રાખેહ” એંહડો તુમું આબીમાન નેંય રાખા. તે હાચાય એ આહાય કા, ઘોણા યેહુદી લોક “આમું ઈસુન નેંયજ માનજી!” એંહડી ઓટ તેઈ રેયાહ. તે તા, યેહુદી સીવાયોઅ જોતોહ બી લોકહોંન પોરમીહેરો પોસોંદ કોઅયાહ, તે બાદા પોરમીહેરોઅહીં આવી જાય તાંઉં લોગોઅજ, ઓટ તેઈ રેઈ. 26 ઓનો હાતીઅ તા, બાદો ઈસરાયેલ લોકહોંન પોરમીહેર તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવી નેઈ. ઈયો બાબોતોમ પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં જો આખ્યોહ તો તુમહાંન ઈયાદ આહાય કા? તીંયહાં એવ આખ્યોહ:
“ઝીયોનોમ રેખ, એટલે યેરુસાલેમોમ રેખ એક બોચાવનારુ પેદા વેઈ.
ઓનો હાતીઅ માંય તીંયહાંઅરી જો કારાર કોઅહીં,
ઓનો તીંયહાંઅ પાપ માફ કોઅહીં.” 28 યેહુદી લોકહોં ખ્રીસ્તોઅ બાબોતોઅ હાર્યો ગોઠીઅ નાકાર કોઅયુ તીંહીંઅ લીદો, પોરમીહેર તીંયહાંઅરી દુસ્માનોઅ ગાંઉં વોરતેહ, નો તીંહીંઅ ફાયદુ તુમહાંન વેયુહ. તેબી, પોરમીહેરો તીંયહાંઅ આગલોઅ ડાયહાંન જો વોચોન આપ્યોહ તીયાઅ લીદો આજી બી તો તીંયહાંપોઅ માયા રાખેહજ. તો તા તીયાઅ પોસોંદગ્યોઅ લીદો તીંયહાંપોઅ માયા રાખેહ. 29 કેવકા, યેહુદહ્યોંન પોતાઅ લોક બોંણાવાઅન માટો પોસોંદ કોઆંન બાબોતોમ, ઓનો તીયા તીંયહાંન જે ખાસ હોક આપ્યાહ તીંયહાંઅ બાબોતોમ, તીયા પોતાઅ વીચાર બોદલ્યાજ નાંહ. 30 પેલ્લાઅ તુમું પોરમીહેરોઅ આખનો નેંય માનનારે આથે. પોન યેહુદહ્યોં પોરમીહેરોઅ આખનો નેંય માન્યો તીયો કારોણો, આમુ તીયા તુમાંપોઅ દાયા કોઅયીહ. 31 તીયોજ રીતો, તુમું પેલ્લાઅ કોઅત્ને તેવુજ યેહુદી બી આમુ પોરમીહેરોઅ આખનો નાંહ માનતે. ઓનો તીંહીંઅ પોરીણામો, તીયા તુમાંપોઅ દાયા કોઅયીહ. તેવુજ તીંયહાંપોઅ બી તો દાયા કોઈઅ. 32 કેવકા, પોરમીહેરો યેહુદહ્યોંન, નો જે યેહુદી નાંહ તીંયહાંન, આખનો નેંય માનનારે બોંણાઅન દેદેહ, ઈંહીંઅ ખાતોર કા, તો તીંયહાંન બાદહાંન દાયા દેખાવે.
પોરમીહેરોઅ ગીયાન નો બુદયોઅ લીદો પાવુલ તીયાઅ ગુણ ગાયેહ
33 પોરમીહેરોઅ ભારી મોડે ઓનો ગીયાનોવાલે કામે કોઅયેહ. તીયાન બાદો બાબોતહીંઅ જાણકારી આહાય. તીયા કોડો બી હોમજી નેંય સેકે એંહડયા બાબોતી નોક્કી કોઅયાહ, ઓનો કોડો બી હોમજી નેંય સેકે એંહડ્યો રીતો તો આપોઅરી વોરતેહ. આય બાદો વીચારીન માંય એકદોમ બોગલાય જેઅ ગોયુહ. 34 ઈંહીંઅ બાબોતોમ પોવીતોર લેખાણોમ બી એવ લેખનો આહાય કા, “પોરમીહેરોઅ વીચાર કોડા બી નાંહ જાંઅયા; તીયાઅ કાય કોઅનુંઅ જોજ્વે તીંહીંઅ બાબોતોમ તીયાન કોડા બી સાલાહ નાંહ આપી; 35 કોડાન કાંય બી ફાચો વાલી આપાઅન પોરમીહેર બાંદાઅનું નાંહ. કેવકા, તીયાન કોડા બી કાંય બી નાંહ આપ્યો.” 36 આપુ જાંઅતેહ કા, આય હાચોજ આહાય. કેવકા પોરમીહેરો બાદયો ચીજહીંન બોંણાવ્યાહ ઓનો તીંયહોંન ટોકાવી રાખ્યાહ. તીંહીં પોરમાણોજ તે હાયાતોમ આહાય, ઈંહીંઅ ખાતોર કા, તે તીયાઅ ગુણ ગાયે. તીયો પોરમીહેરોનુંજ બાદે માંહેંઅ કાયોમ માન આપતે રેય! આમેન.