18
1 હાતીઅ પાવુલ એથેન્સ સેરોમ રેખ નીંગીન કોરીંથ સેરોમ આલુ. 2 તાંહીં તીયાન આકીલા નામોઅ એક યેહુદી મીલ્યુ. તો મુળ પોંતુ વીસ્તારોઅ રેવાસી આથુ. તો ઈટાલ્યો રેખ થોળોક વોખોત પેલ્લાઅજ તીયાઅ થેઅ પીરીસ્કીલાઅ આરી કોરીંથ આલનું. કેવકા, કોલોદીસ નામોઅ રોમોઅ બાદસાહો એંહડુ હુકોમ કોઅનું કા “બાદા યેહુદી લોક રોમ સેર સોળીન ચાલ્યા જાય!” 3 પાવુલ બી પીરીસ્કીલા નો આકીલાઅ ગાંઉં, તોંબા બોંણાવાઅનુંજ ધોંદુ કોઅત્નું. તીંહીંઅ લીદો, તો તીંયહાંઅ આરીજ રેયુ, ઓનો તીંયહાંઅ આરી મીલીન ધોંદુ કોઅત્નું. 4 પાવુલ દોરેક આરામોઅ દીહ યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ જાત્નું. ઓનો ઈસુજ ખ્રીસ્ત આહાય એ ગોઠ યેહુદી ઓનો ગીરીક માંહાંહાંઅ ગોલો ઉતરાઅન મોથત્નું. 5 પોન સીલા ઓનો તીમોથી માકેદોનીયા રેખ કોરીંથ પાવુલોઅહીં આવી પોચ્યા તાંહાંઅ, પાવુલ પોતાઅ આખુ સોમોય ઈસુઅ બાબોતોમ ગોઠ જાહેર કોઆંનુંજ આપુ ખેટ્યુ . ઓનો ઈસુજ ખ્રીસ્ત આહાય તો, તીયા બાદહાંઅ આગલાઅ સાબીત કોઈ દેખાવ્યો. 6 પોન તાંહીંરાઅ યેહુદી તીયાઅ હોંબા વેઅ ગોયા, ઓનો તીયાઅ નીંદા કોઆ ખેટયા. તાંહાંઅ પાવુલો તીંયહાંન હોમજાવાઅન પોતાઅ ફોરોજ પુરી વેયી તો દેખાવાઅન, પોતાઅ પોતળે ફોકળી ટાક્યે, ઓનો આખ્યો, “ માંઅ ગોઠ તુમું માનતા નાંહ તીંહીંઅ લીદો, તુમાંઅ આત્મીક નાસ વેય તા, તીંહીંઅ જોવાબદાર માંય નાંહ. તુમું પોતોજ તીંહીંઅ જોવાબદાર આહાય. માંય આમું યેહુદી સીવાયોઅ લોકહોંન તે ગોઠ આખાઅન જાહીં” 7 હાતીઅ પાવુલ તીતીયુ યુસ્તુ નામોઅ માંહાંઅ કોઅ રેઆંન ચાલ્યુ ગોયુ. તો માંહુંઅ યેહુદી સીવાયોઅ જાતીઅ આથો તેબી, તો પોરમીહેરોઅ ભોક્તી કોઅત્નો. ઓનો તીયાઅ કોઅ યેહુદી ભોક્તી મોંડોળોઅ કોઓઅ ઓળતોજ આથો. 8 ઓનો તાંહીંરોઅ ભોક્તી મોંડોળોઅ કોઓઅ આગેવાન કીરીસ્પુ નો તીયાઅ બાદો કોઅરાહાં ઈસુપોઅ વીસવાહ કોઅયુ, ઓનો કોરીંથ સેરોઅ બીજો ઘોણો લોકહોં બી ઈસુઅ બાબોતોઅ ગોઠ ઉનાયન વીસવાહ કોઅયુ ઓનો બાપતીસ્મા નેદો. 9 એક રાતી માલીખો પાવુલોન દોરસોન આપીન આખ્યો, “તું વાય બી, બીયા વોગોર તીંયહાંન એ હારી ગોઠ આખાઅન ચાલુજ રાખજો! 10 કેવકા, માંય તોઅ આરીજ આહાય. તોઅ બાલ બી કોડો વાકુ નાંહ કોઅનારો. કેવકા, આય સેરોમ એંહડા ઘોણા લોક આહાય, જે માંઅપોઅ વીસવાહ કોઈઅ.” 11 ઓનો પાવુલ ડોળ વોરોહ લોગોઅ કોરીંથ રેયુ, ઓનો તાંહીંરોઅ લોકહોંન પોરમીહેરોઅ બાબોતોઅ ઉપદેસ આપ્યુ. 12 પોન ગાલીયો નામોઅ માંહુંઅ આખાયા વીસ્તારોઅ રાજપાલ નીમાઅયો તેંહડામ, ઘોણા યેહુદી લોક એકુજ ગોઠ કોઈન પાવુલોઅ વીરુદ ઉઠયા, ઓનો તીયાન તેઈન રાજપાલોઅ કોરોટોમ નેઅ ગોયા. 13 ઓનો તે યેહુદી આખા ખેટયા , “આય માંહુંઅ પોરમીહેરોઅ ભોક્તી કોઆંન એંહડી રીત હીકવેહ કા, જે આમાંઅ યેહુદી નીયોમહોંઅ વીરુદ આહાય.” 14 તાંહાંઅ પાવુલો કાંયક આખાઅન મુંય બી ઉપટયો, પોન તાંઉંજ ગાલીયો આખી ઉઠ્યુ, “ઓ યેહુદી લોકહોં! તુમાંઅ ઓરજી ખારાબ વોરતોનોઅ બાબોત કા, કોય બી ગુનાઅ બાબોત વેતી તા, તે માંય હારી રીતો ઉનાઅતુ. 15 પોન તુમાંઅ ઓરજી તા, તુમાંઅ ધોરમોઅ સોબદાહાંઅ, ઓનો નામહોંઅ, ઓનો તુમાંઅ નીયોમહોંઅ બાબોતોમ આહાય. તીંહીંઅ લીદો, તીયો બાબોતોમ તુમું તુમાં-તુમાંઅ હોમજોણ કાડી ટાકા! માંય ઈયો બાબોતોમ કાંય બી નીયાય કોઆંન નાંહ માગતુ.” 16 એવ આખીન તીયા બાદહાંન કોરોટોમ રેખ કાડી થોવાવ્યા. 17 તાંહાંઅ બારે આથે તીંયહાં બાદહાં, ભોક્તી મોંડોળોઅ કોઓઅ આગેવાન સોસ્થેનેન કોરોટોઅ આગલાઅજ તેઈ પાળીન દેદુ. ઓનો ગાલીયો તો દેખ્યો તેબી, તીયા તીંહીંઅ કાંય બી પારવાઅ નેંય કોઅયી.
પાવુલ ફાચુ આંતીયોખ જાહે
18 હાતીઅ બી પાવુલ આજી થોળુક વાદારુ સોમોય કોરીંથ સેરોમ રેયુ. હાતીઅ તાંહીંરોઅ વીસવાસી લોકહોંઅ રાજાય નેયન, તો પીરીસ્કીલા ઓનો આકીલાઅરી સીરીયા વીસ્તારોમ જાઆંન વાહાણોમ બોઠુ. પાવુલો માનતા રાખની તે સુટાઅન, તીયા કેંખરીયામ મુન્કો બોળાવી ટાક્યો. તે એફેસુ સેરોમ ગોયે, પાવુલ પીરીસ્કીલાન નો આકીલાન ફાચલાઅ રેખ ઈયોજ સેરોમ સોળીન આગલાઅ જાનારુ આથુ. 19 પાવુલ એફેસુ સેરોમ રોકાઅયુ તેંહડામ, તો તાંહીંરોઅ યેહુદી ભોક્તી મોંડોળોઅ કોઅ ગોયુ, ઓનો તાંહીંરોઅ યેહુદહ્યોંઅરી વાદ-વીવાદ કોઅત્નું. 20 તાંહીંરોઅ થોળોક લોકહોં પાવુલોન વાદારુ રોકાઆંન આખ્યો, પોન પાવુલ નેંય રોકાઅયુ. 21 પાવુલો જાત્યોઅ વોખોત તીંયહાંન આખ્યો, “પોરમીહેરોઅ મોરજી વેય તા, માંય ફાચુ તુમાંઅહીં આવહીં.” એવ આખીન તો એફેસુ રેખ ઝાજોમ બોહીન સીરીયા જાઆંન નીંગ્યુ.
22 પાવુલ વાહાણોમ રેખ ઉતરીન કાયસારીયા ગોયુ, ઓનો તાંહીં રેખ તો મોંડોળોઅ લોકહોંન સાલામ કોઉ યેરુસાલેમ ગોયુ. હાતીઅ તાંહીં રેખ તો સીરીયા વીસ્તારોઅ આંતીયોખ સેરોમ ફાચુ ગોયુ. 23 હાતીઅ પાવુલ ઘોણા દીહ આંતીયોખ રેયુ, ઓનો હાતીઅ ફાચુ તો ગાલાતી વીસ્તારોમ ઓનો ફીરુગીયા વીસ્તારોમ ગોયુ. આયો વીસ્તારહોંમ તો ગામહોં-ગામહોં ફીર્યુ, ઓનો બાદો વીસવાસહ્યોંન વીસવાહોમ મોજબુત વેઆંન ઉફ આપ્યુ. 24 તેંહડામ આપોલ્લો નામોઅ એક યેહુદી માંહુંઅ એફેસુ સેરોમ આલો. તીયાઅ જોલ્મો મીસોર દેસોઅ આલેકસાંદરીયા સેરોમ વેયનો. તો ઉપદેસ આપાઅન આવળોતોવાલો માંહુંઅ આથો, ઓનો પોવીતોર લેખાણહોંઅ ભારી જાણકાર આથો. 25 તો માલીખો દેખાવન્યો વાટીઅ જાણકાર આથો. ઓનો તો લોકહોંન માલીખોઅ બાબોતોમ ભારી ઉંહો-ઉંહો ઓનો કાલજી રાખીન હીકવુઅત્નું. પોન બાપતીસ્મા કોઅનારુ યોહાન ઈસુઅ બાબોતોમ જોતોહ જાંઅત્નું તોતોહજ તો બી જાંઅત્નું. 26 આપોલ્લો ભોક્તી મોંડોળોઅ કોઅમે ઘાબરાઅયા વોગોર ઉપદેસ આપત્નું. તાંહાંઅ પીરીસ્કીલા ઓનો આકીલા તીયાઅ ઉપદેસ ઉનાઅયુ, ઓનો હાતીઅ તીયાન તે પોતાઅ કોઅ હાદી ગોયે, ઓનો પોરમીહેરોઅ ગોઠ વાદારુ ઉંડયો રીતો તીયાન હોમજાવી. 27 હાતીઅ આપોલ્લો આખાયા વીસ્તારોમ જાઆંન માગત્નું તીંહીંઅ લીદો, એફેસુ સેરોઅ વીસવાસી લોકહોં તીયાન મોદોદ કોઅયી, ઓનો ઉફ બી આપ્યુ. ઓનો તીંયહાં આખાયા વીસ્તારોઅ વીસવાસહ્યોંપોઅ કાગોલ લેખીન આપોલ્લોઅ આવકાર કોઆંન ભોલામોણ કોઅયી. તો તાંહીં પોચ્યુ તાંહાંઅ પોરમીહેરોઅ મેરબાન્યો કોઈન જીંયહાં ઈસુપોઅ વીસવાહ કોઅનું, તીંયહાંન તીયા ભારી આત્મીક મોદોદ કોઅયી. 28 ઓનો પોવીતોર લેખાણહોંમ રેખ સાબીત્યા આપી-આપીન, ઓનો ચારચાહાં કોઈન તીયા યેહુદહ્યોંન ખોટા પાળ્યા, ઓનો સાબીત કોઈ દેખાવ્યો કા, પોરમીહેરો નીમનો જીયો રાજાઅ તુમું વાટ પાલતેહ, તો તા ઈસુજ આહાય.