17
થેસ્સાલોનીકા સેરોમ ધામાલ
1 હાતીઅ પાવુલ ઓનો સીલા આંફીપોલી ઓનો આપોલોનીયા સેરહોંમ રેયન, થેસ્સાલોનીકા સેરોમ આવી પોચ્યા. તાંહીં યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅ આથો. 2 પાવુલ પોતાઅ ટેવો પોરમાણો યેહુદહ્યોંન મીલાઅન તીયો કોઅ ગોયુ. ઓનો તીન આઠવાળ્યે લોગોઅ, દોરેક આરામોઅ દીહ પાવુલ પોવીતોર લેખાણ વાચીન, તીયો યેહુદહ્યોંઅરી ચારચા કોઅત્નું. 3 પાવુલો યેહુદહ્યોંન આયો પોવીતોર લેખાણહોંઅ બાબોતોમ હોમજાવતા તીંયહાંન સાબીત કોઈ દેખાવ્યો કા, ખ્રીસ્તોઅ દુખે વેઠીન મોઈ જાનુંઅ જોજવુઅત્નો, ઓનો ફાચો જીવતુ ઉઠનુંઅ બી જોજવુઅત્નો. પાવુલો આખ્યો, “જીયાઅ બાબોતોમ માંય તુમહાંન આખોંહ, તો ઈસુજ ખ્રીસ્ત આહાય. તો મોઈ ગોયનું ઓનો ફાચુ જીવતુ બી વેયુહ.” 4 તીયો યેહુદહ્યોં વેઅનો થોળાકહાં પાવુલોઅ ગોઠ માની, ઓનો પાવુલ નો સીલાઅરી જોળાય ગોયા, ઓનો તેવુજ કોઈન ખોરો પોરમીહેરોઅ ભોક્તી કોઅનારો ઘોણો ગીરીક માંહાંહાં, ઓનો આબરુદાર કોઅયાર્ે ઘોણ્યો થેઅહીં બી પાવુલોઅ ગોઠ માની નેદી. ઓનો તેબી પાવુલ ઓનો સીલાઅરી જોળાઅયા.
5 ઓત્તે બાદે માંહેંઅ પાવુલોઅરી જોળાય ગોયે. તો દેખીન પાવુલોઅ ગોઠ નેંય માનનારો થોળોક યેહુદી આગેવાનહોંન આદરાય આલી, ઓનો તીંયહાં બાજારો વેઅનો ડાંડ માંહાંહાંન થોળાકહાંન એકઠે કોઈન એક ટોલુ બોંણાવ્યુ, ઓનો તીંયહાંન ચોળવીન સેરોમ ધામાલ કોઆવી. ઓનો પાવુલોન ઓનો સીલાન સેરોઅ પોંચોઅ આગલાઅ નેઅ જાઆંન માટો, યાસોન નામોઅ માંહાંઅ કોઅ ઘેરી નેદો. કેવકા, પાવુલ ઓનો સીલા તાંહીંજ રોકાઅના. 6 પોન પાવુલ ઓનો સીલા નેંય જોળ્યા તાંહાંઅ, તે યાસોનોન ઓનો થોળોક બીજો વીસવાસી લોકહોંન, સેરોઅ ઓમોલદારહોંઅહીં તાંઈં નેઅ ગોયા, ઓનો તીંયહાંન બોમનીન આખ્યો, “આખો રોમ રાજોમ બાદો જાગો ભાનગોળ પેદા કોઅનારે માંહેંઅ આંહીં બી આવી ગોયેહ. 7 ઓનો યાસોનો તીંયહાંન પોતાઅ કોઅમે ગોમારે રાખ્યેહ. ઓનો તે બાદે, “ઈસુ નામોઅ એક બીજુ રાજા આહાય’ એવ આખીન, બાદસાઅ હુકોમહોંઅ વીરુદ કોઅતેહ.” 8 તો ઉનાયન લોકહોંમ ઓનો સેરોઅ ઓમોલદારહોંમ ભારી ઉચાટ વીહી ગોયુ. 9 ઓનો ઓમોલદારહોં યાસોનોપોઅ, ઓનો બીજહાંપોઅ જામીનો તોરીકો પોયસા પોઆવ્યા, હાતીઅ તીંયહાંન સોળી દેદા.
બેરેયા સેરોમ પાવુલ ઓનો સીલા
10 તીયોજ રાતી વીસવાસી લોકહોં પાવુલોન ઓનો સીલાન હોવારા-હોવારા બેરેયા સેરોમ મોકની દેદા. બેરેયા પોચ્યા તાંહાંઅ, તે યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅ ગોયા. 11 બેરેયા વેઅના યેહુદી લોક, થેસ્સોલોનીકા વેઅનો યેહુદી લોકહોં કોઅતા વાદારુ ખુલ્લો મોનોઅ આથા. તીંયહાં પાવુલોઅ ગોઠ ખુસ વેયન ઉનાઅયી, ઓનો પાવુલો ઓનો સીલા ખ્રીસ્તોઅ બાબોતોમ આખન્યા ગોઠી બોરાબોર આહાય કા નાંહ તો હેઆંન માટો, તે રોદદીહ પોવીતોર લેખાણહોંન તાપાસત્ના. 12 તીંહીંઅ લીદો, તીયો યેહુદહ્યોં વેઅનો ઘોણહાં, ઓનો ઘોણો ગીરીક માટહ્યોં, ઓનો આબરુદાર ગીરીક થેઅહીં માલીખોપોઅ વીસવાહ કોઅયુ. 13 પોન થેસ્સોલોનીકા વેઅનો યેહુદહ્હ્યોં ઉનાઅયો કા, પાવુલ બેરેયા સેરોમ બી પોરમીહેરોઅ ગોઠ જાહેર કોએહ. તાંહાંઅ તીયો લોકહોં બેરેયા આવીન, તાંહીંરોઅ લોકહોંઅ ટોલાન પાવુલોઅ વીરુદ ચોળવીન ધામાલ કોઆવી. 14 તાંહાંઅ તુરુતુજ તાંહીંરોઅ વીસવાસી પાવોહ-બોંઅયોંહોં, પાવુલોન દોરીયાઅ તોળી મોકની દેદુ. પોન સીલા ઓનો તીમોથી બેનું બેરેયા સેરોમુજ રેયા. 15 પાવુલોન ઓલાવા જાનારા, વાહાણોમ તીયાન એથેન્સ સેર લોગોઅ થોવા ગોયા. તાંહીં પાવુલો તીંયહાંન આખ્યો, “સીલાન ઓનો તીમોથ્યોન આખજા કા, તે માંઅહીં હોવારાજ આવે.” હાતીઅ તે ઓલાવનારા બેરેયા ફાચા ગોયા.
એથેન્સ સેરોમ પાવુલો જાહેર કોઅની ગોઠ
16 પાવુલ એથેન્સ સેરોમ સીલાઅ ઓનો તીમોથ્યોઅ વાટ હેઅત્નું તાંઉં, તીયા હેઅયો તા, આખો સેરોમ જાંહીંન-તાંહીં મુરત્યાન-મુરત્યાજ આથ્યા. તો દેખીન પાવુલોઅ જીવ આકલાય ઉઠ્યુ. 17 તીંહીંઅ લીદો તો, યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅમે યેહુદહ્યોંઅરી, ઓનો પોરમીહેરોઅ ભોક્તી કોઅનારો બીજ્યો જાતીઅ લોકહોંઅરી રોદદીહ ચારચા કોઅતુ રેત્નું. ઓનો તો બાજારોઅ ચોકોમ બી જાત્નું, ઓનો તાંહીં જેબી લોક મીલત્ના તીંયહાંઅરી ચારચા કોઅતુ રેત્નું. 18 એપીકુરી ઓનો સ્ટોયીક નામોઅ પોંથહોંઅ થોળોક ગુરહું બી પાવુલોઅરી ચારચા કોઅયી. તીંયહાંમ રેખ થોળાકહાં આખ્યો, “આય પોંડયુ કાય આખાઅન માગેહ રા!” ઓનો બીજો થોળાકહાં આખ્યો, “ઓ એખું પારકો દેવહોંઅ બાબોતોમ આખતુ વેય એંહડો લાગેહ.” તે એવ આખત્ના કેવકા, પાવુલ ઈસુઅ બાબોતોમ ઓનો તો મોઅનામ રેખ ફાચુ જીવતુ ઉઠ્યુ તીંહીંઅ બાબોતોમ જાહેર કોઅત્નું. ઓનો તીંયહાં એંહડો પેલ્લાઅ કોય બી દીહ નોખો ઉનાઅયો. 19 તીંહીંઅ લીદો, તે લોક તીયાન આરેયોપાગુ નામોઅ જાગો, એટલે, જાંહીં કાયોમ સેરોઅ પોંચોઅ મીટીંગી પોરાઅતન્યા તાંહીં હાદી ગોયા, ઓનો તીયાન આખ્યો, “તું જો નોવુ ઉપદેસ આપોહ, તીંહીંઅ બાબોતોમ આમું જાંઆંન માગતાહ. 20 તું આખોહ તીંહમે વેઅન્યા થોળ્યાક ગોઠી આમહાંન નોવાય લાગે એંહડયા આહાય. ઓનો આમું તીયો ગોઠહીં ઓર્થુ જાંઆંન માગતાહ.” 21 (એથેન્સ સેરોઅ રેવાસી ઓનો તાંહીં રેનારા બીજો દેસોઅ લોક, નોવ્યા-નોવ્યા ગોઠી ઉનાઆંન ઓનો આખાઅન માટોજ વાદારુ સોમોય વેળફી ટાકત્ના.)
22 તાંહાંઅ સેરોઅ પોંચોઅ આગલાઅ ઉબુ ઉઠીન પાવુલો આખ્યો, “એથેન્સ સેરોઅ લોકહોં! માંય હેઓંહ કા, તુમું બાદયો રીતો ધોરમોઅ વાટો ચાનનારા આહાય. 23 કેવકા, તુમાંઅ સેરોમ ફીરતા ઓનો તુમાંઅ ભોક્તી કોઆંન જાગા હેઅતા, માંયોં એંહડી એક વેદી દેખી. તીયો વેદયોપોઅ એંહડો લેખાણ કોતરુઅનો આહાય , “આય વેદી ઓજાણ્યો પોરમીહેરોન ભોગ ચોળવાઅન માટો આહાય.’ જીયાન ઓઅખ્યા વોગોર તુમું પુંજતાહ, તીયોજ પોરમીહેરોઅ બાબોતોમ માંય તુમહાંન જાહેર કોઓંહ. 24 જીયો પોરમીહેરો આય દુન્યા ઓનો તીંહમે વેઅનો બાદો બોંણાવ્યો, તોજ જુગ-તોરત્યોઅ ધોણી આહાય. ઓનો તીંહીંઅ લીદો, તો માંહાંહાં બાંદનો મોંદીરોમ નાંહ રેતુ. 25 ઓનો બાદો માંહાંહાંન જીવ, હાંહ, ઓનો બીજ્યા બાદયા ચીજી બી આપનારુ તો પોતોજ આહાય, તીંહીંઅ લીદો, તીયાન માન આપાઅન માંહેંઅ કોય બી ચીજ બોંણાવે તીંહીંઅ જુરુલ નાંહ, ઓનો માંહાંઅ આથોઅ સેવા તીયાન જોજવુઅતી બી નાંહ. 26 પેલ્લામ-પેલ્લાઅ તીયા એકુજ માંહુંઅ બોંણાવ્યો, ઓનો તીયો માંહાંઅમ રેખ બાદયો જાતીઅ માંહેંઅ બોંણાવ્યે, ઓનો તીંયહાંન આખ્યો તોરત્યોપોઅ વોહાવ્યે. ઓનો તીયા માંહાંહાંઅ જુદયા-જુદયા જાતી નોકકી કોઅયા, ઓનો રેઆંન માટો દેસહોંઅ હીમાણાં બી નોકકી કોઈ આપ્યાહ, 27 ઈંહીંઅ ખાતોર કા, તે પોરમીહેરોન હોદે, ઓનો કોદાચ હોદતા-હોદતા તીંયહાંન તો જોળી બી જાય. હોકીકોતોમ તા, તો આપો રેખ સેટો આહાયજ નાંહ. 28 તુમહાં વેઅનો એક કોવીતા લેખનારા આખ્યોહ તેવ: “તીયાઅ મોદોદો કોઈનુંજ આપુ જીવતેહ, ઈરતે-ફીરતેહ ઓનો રેતેહ.’ ઓનો તુમાંઅજ કોવીતા લેખનારહાંમ રેખ થોળાકહાં આખ્યોહ તેવ, “ખોરેખોર આપુ તીયાઅજ પોયરે આહાય.’ 29 આપુ પોરમીહેરોઅ પોયરે આહાય. તીંહીંઅ લીદો આપોઅ એવ ધારનુંઅ નેંય જોજવે કા, પોરમીહેર માંહાંઅ આવળોતોવાલો કામો કોઈન, ઓનો વીચારો કોઈન બોંણાવન્યો હોનાઅ કા, ચાંદયોઅ કા, ઢોગળાઅ મુરત્યોહોંઅ ગાંઉં આહાય. 30 પોરમીહેરોઅ મોરજી માંહેંઅ જાંઅતે નોખે તેંહડો સોમોયોમ, માંહાંહાં કોઅનો પાપહોંઅ માટો પોરમીહેરો તીંયહાંન સીકસા નોખી આપી. પોન આમું તો બાદો જાગો રેનારો બાદો માંહાંહાંન એંહડુ હુકોમ કોએહ કા, તે પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેય. 31 કેવકા, તીયા એંહડુ એક દીહ નોકકી કોઅયુહ કા, જેંહડામ તો તીયા નીમનો એક માંહાંઅ મારફોતો, હાચ્યો રીતો દુન્યાઅ લોકહોંઅ નીયાય કોઈઅ. ઓનો પોરમીહેરો તીયો માંહાંઅન મોઅનામ રેખ ફાચો જીવતો કોઈન બાદો માંહાંહાંન સાબીત કોઈ દેખાવ્યોહ કા, તો માંહુંઅ ઈસુ સીવાય બીજો કોડો બી નાંહ.”
32 એક માંહુંઅ મોઅનામ રેખ જીવતો ઉઠયો, એ ગોઠ ઉનાયન થોળોક માંહાંહાં પાવુલોઅ મોસ્કુરી કોઅયી. પોન બીજહાં આખ્યો, “આમું તીયો બાબોતોમ આજી વાદારુ ફાચો એખું વોખોત તોઅપોઅ રેખ ઉનાઅહું.” 33 હાતીઅ પાવુલ તીયો મીટીંગોમ રેખ ચાલ્યુ ગોયુ. 34 પોન પાવુલોઅરી જોળાઅયા તીંયહાંમ, ડાયોનીયુ નામોઅ એક માંહુંઅ આથો. તો આરેયોપાગુ નામોઅ જાગો જે મીટીંગી વેતન્યા, તે મીટીંગી ચાનવુઅનારહાંઅ આર્યુઅ આથુ. ઓનો દામારી નામોઅ નામાઅતી એક થેઅ, ઓનો બીજે માંહેંઅ બી પાવુલોઅરી જોળાયન વીસવાહ કોઅતે વેયે.