16
પાવુલ ઓનો સીલાઅ આરી તીમોથી જાહે
1 હાતીઅ પાવુલ ઓનો સીલા દેબર્ે ગોયા. ઓનો તાંહીં વીસવાસહ્યોંઅ મુલાકાત નેદી. ઓનો હાતીઅ તાંહીં રેખ લુસતીરા ગોયા. લુસતીરામ તીમોથી નામોઅ એક વીસવાસી આથુ. તીયાઅ યાહકી માલીખ ઈસુપોઅ વીસવાહ રાખનારી યેહુદી થેઅ આથી. પોન તીયાઅ બાહકુ ગીરીક જાતીઅ આથુ. 2 લુસતીરા ઓનો ઈકોનીયોમોઅ ખ્રીસ્તી લોક તીમોથ્યોન હારો માન આપત્ના. 3 તીંહીંઅ લીદો, પાવુલ તીયાન પોતાઅ આરી સેવામ નેઅ જાઆંન મોરજી રાખત્નું. તીયો વીસ્તારોઅ યેહુદી લોકહોંઅ માંન જાલવાઅન ખાતોર પાવુલો તીમોથ્યોઅ સુન્નોત કોઆવી, કાંહાંનકા, બાદહાંન ખોબોર આથી કા, તીમોથ્યોઅ બાહકુ ગીરીક આથુ. તીંહીંઅ લીદો, પેલ્લાઅ તીમોથ્યોઅ સુન્નોત નોખી વેયી. 4 હાતીઅ પાવુલ ઓનો સીલા, તીમોથ્યોઅરી સેરહોં-સેરહોં ફીર્યા ઓનો યેરુસાલેમો વેઅનો ખોબર્યોહોં ઓનો તીયો મોંડોળોઅ વોળીલહોં, જે-જે નીયોમ નોકકી કોઅના, તે પાલાઅન તીયો સેરહોં વેઅનો વીસવાસી લોકહોંન હોમજાવતા ફીર્યા 5 એવી રીતો મોંડોળોઅ માંહેંઅ દીહો-દીહો ઈસુપોઅરોઅ વીસવાહોમ પાકે વેતે ગોયે. ઓનો મોંડોળોમ નોવે-નોવે માંહેંઅ જોળાઅતે ગોયે.
તુરોવા સેરોમ પાવુલોન વેયનો દોરસોન
6 પોવીતોર આત્મા તીંયહાંન, આય સોમોયો આસીયા વીસ્તારોમ હારી ગોઠ આખાઅન ના પાળની. તીંહીંઅ લીદો, તે ફીરૂગીયા ઓનો ગાલાતીયા વીસ્તારહોંમ ગોયા. 7 હાતીઅ મુસીયા વીસ્તારોઅ હીમાળાપોઅ આવીન તે, બીથુનીયા વીસ્તારોમ જાઆંન મોથત્ના. પોન ઈસુવાઅ આત્મા તીંયહાંન જાઆંન ના પાળી. 8 તીંહીંઅ લીદો, તે મુસીયા વીસ્તારોમ રેયન, તુરોવા સેરોમ ગોયા. ઓનો માંય લુક પોતો બી તાંહીં રેખ તીંયહાંઅરી જોળાય ગોયુ. 9 તાંહીં રાતી પાવુલોન દોરસોન વેયો. તીયો દોરસોનોમ તીયાન ગીરીસ દેસોઅ માકેદોનીયા વીસ્તારોઅ એક માંહુંઅ દેખાઅયો. તો માંહુંઅ ઉબો રેયન પાવુલોન કાલાવાલા કોઅત્નો , “માકેદોનીયાઅ વેલ આવીન આમહાંન મોદોદ કોઅ!” 10 પાવુલોન આય હીઅમું પોળ્યુ તાંહાંઅ, આમહાં નોકકી કોઅયો કા, માકેદોનીયા વીસ્તારોઅ લોકહોંન હારી ગોઠ જાહેર કોઆંન માટો, પોરમીહેર આમહાંન મોકનાઅન માગેહ. તીંહીંઅ લીદો આમહાં તુરુતુજ મોકેદોનીયા વીસ્તારોમ જાઆંન તીયારી કોઅયી.
ફીલીપ્પી સેરોમ લુદીયા નામોઅ થેઈઅ બોદલાણ
11 તુરોવા સેરોમ રેખ નીંગીન, આમું ઉળ્યોમ બોહીન પાદરાજ સામોત્રાકે બેટ ગોયા, ઓનો બીજો દીહ નીયાપોલીસ ગોયા. 12 ઉળી તાંહીંજ સોળીન, આમું ફીલીપ્પી સેરોમ ગોયા. તો માકેદોનીયા જીલ્લાઅ ખાસ સેર આથો. ઓનો તાંહીં રોમ સારકારોઅ રાજ ચાનત્નો. તીયો સેરોમ આમું થોળાક દીહ રેયા. 13 ઓનો આરામોઅ દીહ આમું સેરોઅ બારા, ખાડયોઅ તોળી ગોયા. ઓનો તાંહીં પોરમીહેરોન ઓરોજ કોઆંન માટો યેહુદી લોકહોંઅ ભોક્તી કોઆંન જાગુ વેય એવ ધારીન, આમું તાંહીં બોઠા. ઓનો તાંહીં એકઠયા વેયન્યો થેઅહીંન બોદ આપા ખેટયા. 14 આમાંઅ બોદ ઉનાઅનાયાર્ે થેઅહીંમ લુદીયા નામોઅ થેઅ આથી. તે થીયાતીરા સેરોઅ આથી, ઓનો તે જામણો રોંગોઅ ભારી મોગો જાતીઅ પોતળાહાંઅ વેપારી આથી. ઓનો તે યેહુદી નોખી તેબી, તે પોરમીહેરોઅ ભોક્તી કોઅનારી બી આથી. તીયો આમાંઅ ઉપદેસ ઉનાઅયુ તાંહાંઅ, માલીખોઅ ઓનો પાવુલોઅ ગોઠી માન્યા. 15 તીયો ઓનો તીયોઅ કોઅરો માંહાંહાં બાપતીસ્મા નેદો હાતીઅ, તીયો આમહાંન કાલાવાલા કોઅયા, “તુમું માંન માલીખોપોઅ હાચ્યો રીતો વીસવાહ રાખનારી ગોંણતા વેય તા, માંઅ કોઅ આવીન રેયા.” આમું તીયોઅ કોઅ ગોયા તાંઉં લોગોઅ તે આમહાંન કાલાવાલા કોઅયાજ કોઅત્ની.
પાવુલ ઓનો સીલાન ફીલીપ્પી સેરોઅ જેલીમ પુરી દેતેહ
16 એક દીહ આમું પોરમીહેરોન ઓરોજ કોઆંન જાગો જાત્ના તાંહાંઅ, આમહાંન એક જુવાન ગુલામ પોયરી મીલી. તીયોન આગાહી કોઅનારુ પુત લાગનું. ઓનો તે પોયરી આગાહી કોઈન પોતાઅ સેટહોંન ભારી લાબ કોઈ આપત્ની. 17 તે પાવુલોઅ ઓનો આમાંઅ બાદહાંઅ ફાચલા-ફાચલાઅ આવીન બોમનીન આખી ખેટી , “આય માંહેંઅ મોડામ-મોડો પોરમીહેરોઅ સેવોક આહાય. ઓનો પોરમીહેર તુમહાંન કેકેવ બોચાવી સેકે તીંહીંઅ બાબોતોમ તુમહાંન ઉપદેસ આપતાહ.” 18 ઘોણો દીહ લોગોઅ તે એવ કોઅયાજ કોઅત્ની. આખોર પાવુલ કાંટાળાય ગોયુ, ઓનો ફાચલાઅ ફીરીન પુતોન હુકોમ કોઅતા આખ્યો, “ઈસુ ખ્રીસ્તોઅ સોત્તા કોઈન માંય તુંન ઈયો પોયર્યોમ રેખ બારુ નીંગાઅન હુકોમ કોઓંહ.” ઓનો તીયોજ ઘેળી, તો પુત તીયો પોયર્યોમ રેખ નીંગી ગોયુ. 19 તીયો પોયર્યોઅ માલીખહોંન લાગ્યો કા, તીયોઅ મારફોતો તીંયહાંન જે કામાવાઅન તોક મીલત્ની તે સોટકી ગોયીહ, તાંહાંઅ તીંયહાં પાવુલ, ઓનો સીલાન તેઅયા, ઓનો તાંઅતા-તાંઅતા તીંયહાંન બાજારોમ ઓમોલદારહોંઅહીં નેઅ ગોયા. 20 તાંહીં તીંયહાં તીંયહાંન, રોમ સારકારોઅ ઓમોલદારહોંઅ આગલાઅ ઉબા રાખીન આખ્યો, “આય માંહેંઅ યેહુદી આહાય, ઓનો આપોઅ સેરોઅ લોકહોંન ગુચવોણોમ ટાકતેહ. 21 ઓનો આપોઅ રોમ રાજોઅ માંહાંહાંન જે માનાઅન ઓનો પાલાઅન લાયોક નાંહ, તેંહડા રીવાજ તે હીકવુઅતાહ.” 22 ટોલા વેઅને માંહેંઅ બી પાવુલ ઓનો સીલાપોઅ હુમલુ કોઅનારહાંઅરી જોળાય ગોયે, ઓનો તીયો ઓમોલદારહોં પાવુલ ઓનો સીલાઅ પોતળે ફાળી ટાકાવ્યે, ઓનો તીંયહાંન હોટહ્હ્યોંઅ માર દેઆંન હુકોમ કોઅયુ. 23 હોટહ્હ્યોંઅ ભારી માર દેવાવીન, તીયો ઓમોલદારહોં પાવુલ ઓનો સીલાન જેલીમ પુરાવ્યા. ઓનો તીંયહાંપોઅ કોળોક ચોકી રાખાઅન જેલોરોન હુકોમ કોઅયુ. 24 આય હુકોમ મીલતાજ જેલોરો તીંયહાંન જેલીઅ માજર્યોઅ કોલ્યોમ પુરી દેદા, ઓનો તીંયહાંઅ પાગહોંમ નાકળાઅ મોડયા-મોડયા બેળ્યા ટાક્યા.
25 લોગભોગ પોરા-પોર રાતી પાવુલ ઓનો સીલા ગીતે ગાયીન પોરમીહેરોઅ ગુણ ગાયત્ના ઓનો તીયાન ઓરોજ કોઅત્ના. ઓનો બીજા કેદી તો ઉનાઅત્ના. 26 તાંહાંઅ ઓચીંતુજ, જેલીઅ પાયા બી આની ઉઠે ઓત્તુ જોરપોઅ ધોરતીકાપ વેયુ. ઓનો તુરુતુજ જેલીઅ બાદે બાંઅણે ઉગળી ગોયે, ઓનો જેલી વેઅનો કેદહ્યોંન બાંદના તે બાદયા હાકલી સુટી ગોયા. 27 ઓનો જેલોર જાગી ગોયુ, નો જેલીઅ બાંઅણે ઉગાળે દેખ્યે. ઓનો બાદા કેદી નાહી સુટયા એવ વીચારીન તો તારવાઅ કાડીન આપઘાત કોઆંન તીયાર વેઅ ગોયુ. 28 પોન પાવુલો બોમનીન આખ્યો, “આમું બાદા આંહીંજ આહાય, તું આપઘાત નોખુ કોઅતુ!”
29 તાંહાંઅ જેલોરો દીવા નેઅ હાદયા, ઓનો ઉત્વાલ્યુ-ઉત્વાલ્યુ જેલીઅ માજ ગોયુ. ઓનો કાપતુ-કાપતુ પાવુલોઅ ઓનો સીલાઅ પાગો પોળ્યુ. 30 હાતીઅ તો પાવુલ ઓનો સીલાન જેલીઅ બારુ હાદી ગોયુ, ઓનો આખ્યો “સાહેબહોં, આમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાઅન માટો માંઅ કાય કોઅનુંઅ પોળે”
31 તાંહાંઅ તીંયહાં તીયાન આખ્યો, “માલીખ ઈસુપોઅ વીસવાહ કોઆ! તાંહાંઅ, તુંન ઓનો તોઅ કોઅરાહાંન પોરમીહેર સીકસામ રેખ બોચાવીઅ.” 32 હાતીઅ તીંયહાં તીયાન ઓનો તીયાઅ બાદો કોઅરાહાંન માલીખ ઈસુઅ બાબોતોઅ ગોઠ આખી, ઓનો તીંયહાં બાદહાં તે ગોઠ માની. 33 ઓનો તીયો જેલોરો રાતીન-રાતીજ તીંયહાંન હાદી જાયન, તીંયહાંઅ સોરીદહોંમ વાગનો તો બાદો તુવ્યો, હાતીઅ તુરુતુજ તીયા ઓનો તીયાઅ કોઅરાહાં બાપતીસ્મા નેદો. 34 હાતીઅ તો જેલોર પાવુલ ઓનો સીલાન તીયાઅ કોઅ હાદી ગોયુ, ઓનો તીંયહાંન ખાઆંન આપ્યો. ઓનો તો ઓનો તીયાઅ બાદે કોઅરે ભારી ખુસ વેઅ ગોયે.
35 ઉજાલો વેયો તાંહાંઅ, તીયો ઓમોલદારહોં પોલીસહોંન મોકનીન જેલોરોન આખાવ્યો , “તીયો બેનું માટહ્યોંન સોળી થોવ!” તીંયહાં જાયન જેલોરોન તે ગોઠ આખી.
36 તાંહાંઅ જેલોરો પાવુલોન આખ્યો, “ઓમોલદારહોં તુમહાંન સોળી થોવાઅન આખી મોકન્યોહ. તીંહીંઅ લીદો, તુમું આમુ સુખ-સાંત્યોમ જાયા!”
37 પોન પાવુલો તીયો પોલીસહોંન આખ્યો, “આમું રોમ રાજોઅ નાગરીક આહાય. તેબી આમહાં કાંય ગુનું કોઅયુહ કા નાંહ, તીંહીંઅ તાપાસ બી કોઅયા વોગોર, કાયદાઅ વીરુદ આમહાંન બાદો લોકહોંઅ આગલાઅ હોટહ્યોંઅ માર દેવાવ્યુ, ઓનો જેલીમ બી પુરાવ્યા. ઓનો આમું આમહાંન ઠાકા-ઠાકા મોકની દેઆંન માગતાહ. એવ તા બોંણેજ નેંય! તે પોતોજ આવીન આમાંપોઅ માફી માગે, ઓનો આમહાંન બારા કાડે.”
38 એટલે, પોલીસહોં જાયન પાવુલો જો આખનો તો ઓમોલદારહોંન આખી દેખાવ્યો. તે રોમ રાજોઅ નાગરીક આહાય તો ઉનાયન, તે ઓમોલદાર બી ગોયા. કાંહાંનકા, કોય બી રોમ નાગરીકોન એવી રીતો સાજા આપનુંઅ તો કાયદાઅ વીરુદ આથો. ઓનો એંહડી સાજા આપનારો ઓમોલદારોન સાજા ભોગવુનુંઅ પોળત્ની. 39 તીંહીંઅ લીદો, તે ઓમોલદાર ગોયા, ઓનો પાવુલ નો સીલાપોઅ માફી માગી, ઓનો સેરોમ રેખ ચાલ્યા જાઆંન કાલાવાલા કોઅયા. 40 તાંહાંઅ પાવુલ ઓનો સીલા જેલીમ રેખ નીંગીન લુદીયાઅ કોઅ ગોયા. ઓનો તાંહીં બીજો બાદો વીસવાસી પાવોહ-બોંઅયોંહોંન મીલીન તીંયહાંન ઉફ આપ્યુ. હાતીઅ તે તીયો સેરોમ રેખ ચાલ્યા ગોયા.