15
યેરુસાલેમ સેરોમ મોંડોળોઅ પોંચોઅ પોયનામ પોયનીઅ મીટીંગ
1 પાવુલ ઓનો બારનાબા સીરીયા વીસ્તારોઅ આંતીયોખ સેરોમ આથા તેંહડામ, યેહુદીયા જીલ્લામ રેખ થોળેક યેહુદી વીસવાસી માંહેંઅ તાંહીં આલે, ઓનો તાંહીંરોઅ યેહુદી સીવાયોઅ વીસવાસહ્યોંન હીકવે ખેટયે , “મોસેઅ નીયોમો પોરમાણો તુમું સુન્નોત નેંય કોઆવા તાંઉં લોગોઅ પોરમીહેરો તુમહાંન તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવ્યે એંહડો નેંય ગોંણાય.” 2 તીંયહાંઅરી આય બાબોતોમ પાવુલ ઓનો બારનાબાઅ બોરાબોર વાદ-વીવાદ વેયુ. તીંહીંઅ લીદો, એંહડો નોક્કી કોઅયો કા, પાવુલ ઓનો બારનાબા ઓનો આંતીયોખ મોંડોળોઅ થોળાક લોક યેરુસાલેમ જાય, ઓનો આય ગોઠીઅ સુલેવાત કોઆંન માટો, માલીખોઅ ખાસ ખોબર્યોહોંન ઓનો મોંડોળોઅ વોળીલહોંન મીલે. 3 એવ કોઈન આંતીયોખ મોંડોળોઅ લોકહોં, તીંયહાંઅ વાટ ખોરચ્યોઅ માટો જીંહીંઅ બી જુરુલ આથી તે આપીન, તીંયહાંન યેરુસાલેમ મોકની આપ્યા. જાતા-જાતા તે વીસવાસહ્યોંઅ મુલાકાત નેઆંન ખાતોર વાટો ફીનીકીયા, ઓનો સામારીયા વીસ્તારહોંમ થોબ્યા. તીંયહાં તીયો વીસવાસહ્યોંન, યેહુદી સીવાયોઅ માંહેંઅ કેકેવ પોરમીહેરોઅ વેલ ફીયર્ેહ, તીંહીંઅ હેવાલ આપ્યુ. આય ખોબોરોઅ લીદો તીયો વીસવાસહ્યોંન ભારી આનોંદ વેયુ.
4 તે યેરુસાલેમોમ આલા તાંહાંઅ, ખાસ ખોબર્યોહોં ઓનો તાંહીંરોઅ વોળીલહોં, ઓનો મોંડોળોઅ બીજો વીસવાસી લોકહોં તીંયહાંઅ આવકાર કોઅયુ, ઓનો પાવુલ ઓનો બારનાબા, તીંયહાંઅ સેવાઅ મારફોતો પોરમીહેર જો કોઈ રેયુહ, તો બાદો તીંયહાંન જાણાવ્યો. 5 પોન પેલ્લાઅ ફોરોસી પોંથોઅ આથા તીંયહાં વેઅનો થોળોક લોકહોં ઉબા વેયન આખ્યો, “યેહુદી સીવાયોઅ લોકહોંમ રેખ જે ખ્રીસ્તી બોંણ્યાહ, તીંયહાં વેઅનો બાદો માટહ્યોંઅ સુન્નોત વેનુંઅજ જોજવે, ઓનો મોસેઅ બીજા નીયોમ બી પાલાઅન તીંયહાંન આખનુંઅ જોજવે!”
6 તાંહાંઅ માલીખોઅ ખાસ ખોબરી, ઓનો મોંડોળોઅ વોળીલ આય બાબોતોમ નોક્કી કોઆંન માટો એકઠા વેયા. 7 તીયો મીટીંગોમ લાંબી ચાચાર્ વેયી. હાતીઅ પીતોરો ઉબા ઉઠીન આખ્યો, “માંઅ પાવહોહોં, તુમું જાંઅતાહ કા, યેહુદી સીવાયોઅ જાતીઅ માંહેંઅ હારી ગોઠ ઉનાયન માલીખોપોઅ વીસવાહ કોએ તીંહીંઅ ખાતોર તીંયહાંન ઉપદેસ આપાઅન માટો, ઘોણો વોખોત પેલ્લાઅ પોરમીહેરો તુમહાંમ રેખ માંન પોસોંદ કોઅયુ. 8 માંહાંહાંઅ વીચાર બોરાબોર જાંઅનારો પોરમીહેરો, જેવ આપહોંન યેહુદહ્યોંન પોવીતોર આત્મા આપ્યુ, તેવ યેહુદી સીવાયોઅ માંહાંહાંન બી આપીન ઈં દેખાવ્યો કા, તો યેહુદી સીવાયોઅ લોકહોંન બી પોતાઅ લોકહોં તોરીકો માનેહ. 9 ઓનો તીયા આપોઅ ઓનો તીંયહાંઅ વીચમેઅ કોય બી ભેદભાવ નાંહ રાખ્યુ; જેવ તીયા આપોઅ મોનહોંન સોકે કોઅયેહ, તેવ તીયા, તીંયહાં માલીખ ઈસુપોઅ વીસવાહ કોઅયુ તીંહીંઅ લીદો, તીંયહાંઅ મોનહોંન બી સોકે કોઅયેહ. 10 તાંહાંઅ જે નીયોમ પાલાઅન મુસકુલ્યા આપોઅ આગલેઅ ડાયે કા, આપુ બી નાંહ વેઠી સેક્યે, તે આય યેહુદી સીવાયોઅ વીસવાસ્હ્યોંન વેઠાઅન આખીન, તુમું પોરમીહેરોઅ ધીરોજોઅ પારખો નોખા કોઅતા! 11 આપુ માનતાહ કા, તીંયહાંન ઓનો આપહોંન પોરમીહેરો એકુજ રીતો માલીખ ઈસુઅ મેરબાન્યો કોઈન પાપહોંઅ સીકસામ રેખ બોચાવ્યેહ.” 12 તાંહીં તીંહીંઅ બાબોતોમ વાદારુ ચાચાર્ નેંય વેયી, ઓનો બારનાબા ઓનો પાવુલ તીંયહાંઅ મારફોતો યેહુદી સીવાયોઅ લોકહોંમ પોરમીહેરો કોઅનો નોવાય લાગે એંહડો કામહોંઅ બાબોતોમ, ઓનો ચોમોત્કારહોંઅ બાબોતોમ હેવાલ આપત્ના તેંહડામ, તાંહીં બોઠના બાદા તો હેવાલ ચુપ-ચાપ ઉનાઅત્ના.
13 પાવુલો ઓનો બારનાબા બોનાઅન પુરો કોઅયો તાંહાંઅ, તાંહીંરોઅ મોંડોળોઅ વોળીલ યાકોબ બોની ઉઠ્યુ , “પાવહોહોં, માંઅ ગોઠ ઉનાઆ! 14 સીમોન પીતોરો આમુજ હોમજાવ્યો કા, પોરમીહેરો યેહુદી સીવાયોઅ લોકહોંમ રેખ થોળાકહાંન પેલ્લાઅજ પોતાઅ લોક બોંણાવ્યાહ, ઓનો એવ કોઈન તીંયહાંઅ માટો પોરમીહેર પોતોજ કાલજી રાખેહ તો દેખાવ્યો. 15 પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં કોઅની તે આગાહી, યેહુદી સીવાયોઅ લોક આમુ ખ્રીસ્તી બોંણ્યાહ ઈંહમેઅ પુરી વેહે. દાખલા તોરીકો, પોવીતોર લેખાણહોંમ એંહડો લેખનો આહાય: 16
“માલીખ આખેહ કા, “ભોવીસોમ માંય ફાચુ ફીરહીં,
ઓનો દાવીદોઅ પોળી ગોયનો રાજોન માંય ફાચો ઉબો કોઅહીં.
તીયાઅ નાસ વેયન્યો હાલોતોમ રેખ માંય તીયાન સુદારહીં,
ઈંહીંઅ ખાતોર કા, બીજા બાદા લોક,
એટલે કા, જીંયહાંન માંયોં માંઅ પોતાઅ લોક વેઆંન હાદયાહ એંહડા યેહુદી સીવાયોઅ બાદા લોક,
ઘોણો વોખોત પેલ્લાઅજ આય ગોઠ જાહેર કોઅનારુ માલીખ એવ આખેહ. ” 19 યાકોબો આજી બોનાઅન ચાલુ રાખ્યો, “માંઅ ધાયાર્ પોરમાણો, માલીખોઅ વેલ ફીરનારો યેહુદી સીવાયોઅ લોકહોંન, મોસેઅ નીયોમ પાલાઅન ફોરોજ પાળીન તોકલીત આપાઅન આપોઅ સોળી દેનુંઅ જોજવે. 20 પોન ઉલ્ટો, આપુ તીંયહાંપોઅ એંહડો કાગોલ લેખજી કા, મુરત્યોહોંન ચોળવ્યોહ તીંહીંઅ લીદો ધારમીક રીતો મેલો બોંણી ગોયનો કોય બી ખાણો તીંયહાંઅ ખાનુંઅ નેંય, કોય બી જાતીઅ સીનાલો કોઅનુંઅ નેંય, ઓનો ડુહકાવીન મોઅનો કોય બી જાનવોરોઅ રોગોત પીનુંઅ નેંય, ઓનો તીયાઅ માંહ ખાનુંઅ બી નેંય. 21 કાંહાંનકા, મોસેઅ નીયોમોઅ ચોપળી લાંબો વોખોત રેખ દોરેક આરામોઅ દીહ, દોરેક સેરોઅ યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ વાચાઅહે. ઓનો તીયો ચોપળ્યોમ આયો બાબોતહીંઅ જે ગોઠી લેખન્યા આહાય, તીંહીંઅ બાબોતોમ ઉપદેસ આપાઅતાહ.”
યેહુદી સીવાયોઅ જાતીઅ વીસવાસહ્યોંપોઅ લેખનો કાગોલ
22 યાકોબોઅ તે સાલાહ માનીન, માલીખોઅ ખાસ ખોબરી, મોંડોળોઅ વોળીલ, ઓનો મોંડોળોઅ બીજો બાદો લોકહોં મીલીન, ઓમુક માંહાંહાંન પોસોંદ કોઅયે, ઓનો તીંયહાંન, જો નોક્કી કોઅનો તો જાણાવાઅન, પાવુલ નો બારનાબાઅ આરી આંતીયોખ મોકનાઅન નોક્કી કોઅયો. તીંયહાં મોંડોળોઅ વોળીલહોં વેઅનો બેન માટહ્યોંન, એટલે કા, (બારસાબા આખાઅત્નું તીયો) યેહુદાન ઓનો સીલાન પોસોંદ કોઅયા. 23 તીયો બેન માંહાંહાંઅરી તીંયહાં એંહડો કાગોલ લેખી મોકન્યો:
“આંતીયોખ સેરોમ, ઓનો સીરીયા ઓનો કીલીકીયા વીસતારહોંમ રેનારો બાદો યેહુદી સીવાયોઅ વીસવાસહ્યોંન, આય કાગોલ લેખનારહાંઅ, એટલે કા, માલીખોઅ ખાસ ખોબરી, મોંડોળોઅ વોળીલ, ઓનો યેરુસાલેમ મોંડોળોઅ તુમાંઅ બીજો ખ્રીસ્તી પાવહોહોંઅ સાલામ.
24 “આમહાં એંહડો ઉનાઅયોહ કા, આમહાં વેઅનો થોળોક લોકહોં પોતાઅ ઉપદેસો કોઈન, તુમહાંમ મુસકુલી ઓનો ગુચવોણ પેદા કોઅયીહ. પોન ઈંહીંઅ બાબોતોમ આમહાં તીંયહાંન કોય બી હુકોમ નોખુ આપ્યુ. 25 તીંહીંઅ લીદો, આમું એકઠા વેયાહ, ઓનો થોળોક ખોબર્યોહોંન પોસોંદ કોઈન તીંયહાંન તુમાંઅહીં મોકનાઅન, આમહાં બાદહાં એકુજ ગોઠ નોક્કી રાખીહ. તે ખોબરી, આપોઅ મેરાલા દોસ્તાર બારનાબા ઓનો પાવુલ, 26 કા જીંયહાં આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ સેવામ, પોતાઅ મોતોઅ બી પારવાઅ નાંહ કોઅયી, તીંયહાંઅ આરી આવતાહ. 27 તાંહાંઅ આમું યેહુદાન ઓનો સીલાન તુમાંઅહીં મોકનુઅતાહ. તે, તુમાંઅ સાવાલોઅ બાબોતોમ આમહાં જો નોક્કી કોઅયોહ તો, તુમહાંન ઉરુ-બુરુ આખીઅ. 28 યેહુદી નીયોમહોંમ રેખ આય ખાસ નીયોમહોં સીવાય, બીજુ કોન્નું બી બોજુ તુમહાંપોઅ થોવનુંઅ નેંય એવ પોવીતોર આત્મા ઓનો આમહાં નોક્કી કોઅયોહ. 29 તે નીયોમ આય આહાય: મુરત્યોહોંન ચોળવુઅનો ખાણો ખાનુંઅ નેંય, ડુહકાવીન માઅનો કોય બી જાનવોરોઅ રોગોત પીનુંઅ નેંય, ઓનો તીયાઅ માંહ ખાનુંઅ નેંય, ઓનો કોય બી જાતીઅ સીનાલો કોઅનુંઅ નેંય. જો તુમું ઓતાહ નીયોમ પાલહા તા, પોરમીહેરોન જો ગોમેહ તો તુમું કોઈ સેકહા. આવજા!”
30 બાદહાંઅ રાજાય નેયન યેહુદા, સીલા, પાવુલ, ઓનો બારનાબા, તાંહીં રેખ તુરુતુજ આંતીયોખ ગોયા. તાંહીં જાયન તીંયહાં મોંડોળોઅ બાદો વીસવાસી લોકહોંન એકઠા કોઈન તો કાગોલ આપ્યો. 31 ઉફ આપનારો તો કાગોલ વાચીન, મોંડોળોઅ બાદા વીસવાસી લોક ભારી ખુસ વેયા.
32 યેહુદા ઓનો સીલા બેનું બી, પોતો પોવીતોર આત્મા જાણાવન્યા ગોઠી જાહેર કોઅનારા આથા. તીંહીંઅ લીદો, તીંયહાં તાંહીંરોઅ વીસવાસહ્યોંન ઘોણ્યા ગોઠી આખ્યા. ઓનો તીંયહાંન વીસવાહોમ મોજબુત કોઅયા. 33 તે બેનું ઘોણે આઠવાળ્યે તાંહીં રેયા. હાતીઅ મોંડોળોઅ પાવોહ-બોંઅયોંહોં તીંયહાંન સાલામ આપીન ફાચા યેરુસાલેમ જાઆંન વીદાય આપી. 34 [[પોન સીલા ફાચલાઅ રેખ ફાચુ આંતીયોખ આલુ. ઓનો તીંહીંજ રેઆંન તીયા પોસોંદ કોઅયો.]] 35 પાવુલ ઓનો બારનાબા થોળોક વોખોત આંતીયોખોમુજ રોકાઅયા, ઓનો તે તાંહીં, માલીખોઅ બાબોતોમ બોદ ઓનો હીકામોણ આપનારો બીજો ઘોણો લોકહોંઅ મોદોદ કોઅત્ના.
પાવુલ ઓનો બારનાબા સુટા પોળતાહ
36 થોળાક દીહ વેયા હાતીઅ, પાવુલો બારનાબાન આખ્યો, “ચાલા, આપુ ફાચા જાજી, ઓનો જીયો-જીયો સેરહોંમ આપહોં માલીખોઅ બાબોતોઅ ગોઠ આખીહ, તીયો દોરેક સેરોઅ મુલાકાત નેજી, ઓનો તાંહીંરાઅ નોવા વીસવાસી આત્મીક જીવોનોમ કોંહડા આહાય તો હેઅજી!” 37 તાંહાંઅ બારનાબા હા પાળી, ઓનો યોહાન માર્કોન બી આરી નેઅ જાઆંન તીયાઅ મોરજી આથી. 38 પોન પાવુલોન એ ગોઠ નેંય ગોમી. કાંહાંનકા, માર્ક સેવામ સેવોટ લોગોઅ તીંયહાંઅરી નોખુ રેયુ, પોન તીંયહાંન પાંફુલીયામ સોળીન તો ફાચુ યેરુસાલેમ ચાલ્યુ ગોયનું. 39 આય બાબોતોમ પાવુલ, ઓનો બારનાબાઅ વીચમેઅ ભારી બોના-ચાની વેયી. તીંહીંઅ પોરીણામો, તે સુટા પોળી ગોયા: બારનાબા પોતાઅ આરી યોહાન માર્કોન નેયન સીપરુ બેટ ગોયુ, 40 ઓનો પાવુલો, યેરુસાલેમ રેખ ફાચુ આલનું તીયો સીલાન પોસોંદ કોઈન પોતાઅ આરી નેદુ. આંતીયોખોઅ વીસવાસી પાવોહ-બોંઅયોંહોં પાવુલોન ઓનો સીલાન, મેરબાન્યોવાલો માલીખોન તીયાઅ સેવાઅ માટો હોપીન તીંયહાંન મોકન્યા. 41 એટલે તે, સીરીયા ઓનો કીલીકીયા વીસતારહોં વેઅનો મોંડોળહોંઅ વીસવાસહ્યોંન વીસવાહોમ મોજબુત કોઆંન માટો તાંહીં ગોયા.