14
ઈકોનીયોમ સેરો વેઅનો લોકહોંન પાવુલ ઓનો બારનાબા હારી ગોઠ જાહેર કોઅતાહ
1 પીસીદીયા જીલ્લા વેઅનો આંતીયોખ સેરોમ, પાવુલોન ઓનો બારનાબાન જો ઓનુભોવ મીલનું, તેંહડુ ઓનુભોવ તીંયહાંન ઈકોનીયોમ સેરોમ બી મીલનું. તાંહીં બી તે બેનું મીલીન યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅમે ગોયા, ઓનો એંહડ્યો રીતો બોન્યા કા, ઘોણે યેહુદી માંહેંઅ ઓનો યેહુદી સીવાયોઅ માંહેંઅ ઈસુપોઅ વીસવાહ કોઅતે વેઅ ગોયે. 2 પોન જીયો યેહુદહ્યોં ઈસુપોઅ વીસવાહ કોઆંન ના પાળી, તીંયહાં યેહુદી સીવાયોઅ લોકહોંન ચોળવ્યા, ઓનો તીંયહાંઅ મોનહોંમ પાવુલોઅ ઓનો બારનાબાઅ વીરુદ વેર પેદા કોઅયો. 3 તેબી, માલીખોઅ ખાસ ખોબરી તાંહીં લાંબો વોખોત લોગોઅ રેયા, ઓનો માલીખોઅ બાબોતોમ હીંમોત રાખીન ઉપદેસ આપતા રેયા, ઓનો માલીખ તીંયહાંન, ચોમોત્કાર કોઆંન ઓનો નોવાય લાગે એંહડે કામે કોઆંન તાકોત આપીન, તીયાઅ મેરબાન્યોઅ બાબોતોઅ ગોઠ હાચીજ આહાય એંહડી સાબીતી આપતુ રેયુ. 4 તીયો સેરો વેઅનો માંહાંહાંઅ બેન ટુકળ્યા પોળી ગોયા. એક ટુકળ્યોઅ માંહેંઅ તીયો યેહુદી લોકહોંઅરી જોળાય ગોયે. ઓનો બીજ્યો ટુકળ્યો માંહેંઅ માલીખોઅ ખાસ ખોબર્યોહોંઅરી જોળાય ગોયે.
5 યેહુદી સીવાયોઅ લોકહોં ઓનો યેહુદહ્યોં, તીંયહાંઅ આગેવાનહોંઅરી મીલીન માલીખોઅ ખાસ ખોબર્યોહોંન હેરાન કોઆંન, ઓનો તીંયહાંન ઢોગળા દેયન માઈ ટાકાઅન નોકકી કોઅયો. 6 ખાસ ખોબર્યોહોંન તીંહીંઅ ખોબોર પોળી તાંહાંઅ, તે લુકાનીયા જીલ્લા વેઅનો લુસતીરા ઓનો દેરબે સેરહોંમ, ઓનો તીંયહાંઅ પાહીરોઅ વીસ્તારહોંમ નાહી ગોયા. 7 તાંહીં તીંયહાં હારી ગોઠ જાહેર કોઅયી.
લુસતીરા ઓનો દેરબે સેરહોંમ પાવુલોઅ ઓનો બારનાબાઅ ઓનુભોવ
8 પાવુલ ઓનો બારનાબા લુસતીરા સેરોમ આથા તેંહડામ, તાંહીં તીંયહાં એક લુલો માંહુંઅ દેખ્યો. તો માંહુંઅ જોલ્મો રેખુજ લુલો આથો, ઓનો તીંહીંઅ લીદો તો કોય દીહ બી ચાન્યોજ નોખો. 9 પાવુલ બોદ આપત્નું તેંહડામ તો માંહુંઅ ઉનાઅયા કોઅત્નો. ઓનો પાવુલોન એંહડો લાગ્યો કા, તો માંહુંઅ હારો વેઅ સેકે તેંહડુ તીયાઅ મોનોમ પુરતુ વીસવાહ આહાય. 10 તીંહીંઅ લીદો, પાવુલ તીયાન હેઈજ રેયુ, ઓનો જોરપોઅ તીયાન આખ્યો, “તોઅ પોતાઅ પાગહોંપોઅ પાદરુ ઉબુ રે!” તાંહાંઅ તો માંહુંઅ એકદોમ કુદીન ઉબો વેઅ ગોયો ઓનો ચાનો ખેટ્યો.
11 પાવુલો જો કોઅનો તો દેખીન ટોલા વેઅનો લોકહોં પોતાઅ ભાસામ બોમનીન આખ્યો, “આય બેનું માંહેંઅ હોકીકોતોમ દેવ આહાય, જે આપોઅહીં આલાહ.” 12 બારનાબાન તીંયહાં પોતાઅ મોડામ-મોડો ગીરીક દેવ ઝુસોઅ નામ આપ્યો. પાવુલુજ ખાસ બોનનારુ આથુ તીંહીંઅ લીદો, તીંયહાં તીયાન હેરમેસ નામ આપ્યો. કેવકા હેરમેસ દેવ તીંયહાંઅ બાદો દેવહોંઅ ખોબરી આખાઅત્નું. 13 ઝુસ દેવોઅ મોંદીર સેરોઅ બારો આથો. તીયો મોંદીરોઅ પુંજારુ મોંદીરોઅ બાંઅણાઅહીં ડોગરે ઓનો ફુને દાલુ. તો ઓનો લોકહોંઅ ટોલુ, ખાસ ખોબર્યોહોંન તીયો ડોગરાહાંઅ ભોગ ચોળવાઅન માગત્ના.
14 પોન તે કાય કોઆંન માગત્ના તીંહીંઅ બાબોતોમ પાવુલો ઓનો બારનાબા ઉનાઅયો તાંહાંઅ, તીંયહાંન કોતોહ દુખ વેયોહ તો દેખાવાઅન માટો તીંયહાં પોતાઅ પોતળે ફાળી ટાક્યે, ઓનો ટોલાઅ વીચમે ગુગદી જાયન બોમનીન આખ્યો, 15 “દોસતારહોં! તુમું આંહડો કાંહાંન કોઅતાહ? તુમાંઅ ગાંઉં આમું બી ખાલી માંહેંઅજ આહાય. આમું દેવ નાંહ. તુમું આય નોકકામ્યો મુરત્યોહોંન પુંજાઅન સોળીન, જુગ-તોરતી, ઓનો દોરીયા, ઓનો તીંયહાં વેઅનો બાદો બોંણાવનારો જીવતો પોરમીહેરોઅ વેલ ફીરા તીંહીંઅ ખાતોર, તુમહાંન હારી ગોઠ જાહેર કોઆંન આમું આંહીં આલાહ. 16 ગોયો દીહોહોંમ પોરમીહેરો તુમહાંન-યેહુદી સીવાયોઅ બાદો લોકહોંન, પોત-પોતાઅ મોરજ્યો પોરમાણો ચાનાઅન દેદના. 17 પોન પોતો કોએહ તીયો હારો કામહોં કોઈન, પોરમીહેર કાયોમ સાબીતી આપી રેયુહ કા, તો હાયાતોમ આહાયજ. તો તુમહાંન જુગીમ રેખ વોરહાત આપેહ, ઓનો ખોરો વોખોતહોંમ તુમહાંન તુમાંઅ ખેતહોંમ પાક બી આપેહ, ઓનો તો તુમહાંન ખાઆંન આપીન તુમાંઅ મોનહોંન ખુસ કોએહ.” 18 એંહડો આખીન બી, તીંયહાંન ડોગરાહાંઅ ભોગ ચોળવુઅતા તીયો લોકહોંન ઓટકાવનુંઅ તો, ખાસ ખોબર્યોહોંઅ માટો ભારી ઓગરો આથો.
19 આમુ થોળાક યેહુદી લોક પીસીદીયા વીસ્તારોઅ આંતીયોખ સેર રેખ, ઓનો ઈકોનીયોમ સેરોમ રેખ તાંહીં આલા, ઓનો તીંયહાં તાંહીંરોઅ લોકહોંન પોતાઅ તોરફયાઅ બોંણાવી નેદા. ઓનો તીંયહાં પાવુલોન ઢોગળાહાંઅ માર દેદુ, ઓનો તીયાન તે સેરોઅ બારુ તાંઈં નેઅ ગોયા, ઓનો તો મોઈ ગોયુહ એવ ધારીન તે તીયાન સેરોઅ બારુ ટાકી આલા. 20 પોન વીસવાસી માંહેંઅ તીયાઅ ચારુ વેલ એકઠે વેયે તાંહાંઅ, પાવુલોન સુદ વોલી. ઓનો તો ઉબુ ઉઠીન સેરોમ ફાચુ ગોયુ. બીજો દીહ તો ઓનો બારનાબા દેરબે ગોયા.
પાવુલ ઓનો બારનાબા સીરીયા વીસ્તારોઅ આંતીયોખોમ ફાચા જાતાહ
21 પાવુલો ઓનો બારનાબા દેરબે સેરોમ હારી ગોઠ જાહેર કોઅયી, ઓનો તાંહીંરોઅ ઘોણો લોકહોંન ઈસુપોઅ વીસવાહ રાખનારા બોંણાવ્યા. હાતીઅ તે લુસતીરા ફાચા ગોયા, ઓનો તાંહીંરેખ ઈકોનીયોમ, ઓનો તાંહીં રેખ પીસીદીયા વીસ્તારો વેઅનો આંતીયોખ ગોયા. 22 તીંયહાં તીયો સેરહોં વેઅનો વીસવાસહ્યોંન વીસવાહોમ મોજબુત બોંણાવ્યે, ઓનો તીંયહાંન માલીખોપોઅ ભોરુસુ રાખતે રેઆંન ઉફ આપ્યુ. તીંયહાં તીંયહાંન ઈયાદ કોઆવ્યો , “પોરમીહેરોઅ રાજોઅ ઓનુભોવ કોઆંન માટો, આપોઅ ઘોણે દુખે વેઠાઅન જુરુલ આહાય.” 23 દોરેક મોંડોળોમ તીંયહાં વોળીલહોંન નીમ્યા, ઓનો તીંયહાંઅ માટો ઉપાહ રાખીન પોરમીહેરોન ઓરોજ કોઅયી, ઓનો તીંયહાંન, જીયો માલીખોપોઅ તીંયહાં વીસવાહ રાખનું તો તીંયહાંઅ કાલજી નેય તીંહીંઅ માટો તીયાન હોપ્યા.
24 પીસીદીયા વીસતારોમ ફીરીન હાતીઅ, તે પામ્ફુલીયા ફાચા આલા. 25 તીયો વીસ્તારોઅ પેરગા સેરોઅ લોકહોંન તીંયહાં હારી ગોઠ જાહેર કોઅયી, ઓનો હાતીઅ તે દોરીયાઅ તોળીપોઅરો સેર આત્તાલીયા ગોયા. 26 આખોર તે ઝાઝોમ સીરીયા વીસ્તારોઅ આંતીયોખ ફાચા આલા. આય આંતીયોખ સેરોમુજ વીસવાસી લોકહોં તીંયહાંન, જે સેવા તીંયહાં આમું પુરી કોઅની તીંહીંઅ માટો પોરમીહેરોન ઓરપોણ કોઅના, ઓનો તીયાન એંહડી ઓરોજ કોઅની કા, તો તીંયહાંપોઅ મેરબાની કોઈન તીંયહાંઅ દેખ રેખ રાખે.
27 પાવુલ ઓનો બારનાબા આંતીયોખ આલા તેંહડામ, તીંયહાં મોંડોળોઅ લોકહોંન એકઠા કોઅયા, ઓનો પોરમીહેરો તીંયહાંઅ માટો જો-જો કોઅનો, ઓનો યેહુદી સીવાયોઅ માંહેંઅ ઈસુપોઅ વીસવાહ કોએ તીંહીંઅ માટો, તીયા તીયો માંહાંહાંન કેકેવ તોક આપની, તો બાદો મોંડોળોઅ લોકહોંન આખી દેખાવ્યો. 28 તાંહીં તે આંતીયોખોઅ બીજો વીસવાસહ્યોંઅરી લાંબુ સોમોય રેયા.