13
સીરીયા વીસ્તારોઅ આંતીયોખ સેરોઅ મોંડોળ બારનાબા ઓનો સાવુલોન સેવાઅ માટો મોકનેહ
1 સીરીયા વીસ્તારોઅ આંતીયોખ સેરોઅ મોંડોળોમ ઓમુક-ઓમુક જાંઆં પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારા, ઓનો ખ્રીસ્તી ઉપદેસ આપનારા આથા. તીંયહાંઅ વેઅના બારનાબા, (“કાલ્યુ” એવ આખત્ને તો), સીમોન, કુરેન સેરોઅ લુકીયુ, હેરોદ આંતીપા રાજા હાન્નું આથુ તેંહડામ તીયાઅરી મોડુ વેયનું તો માનાયીન, ઓનો સાવુલ આથા. 2 એક દીહ, આય માંહેંઅ ઉપાહ રાખીન માલીખોઅ ભોક્તી કોઅત્ને તેંહડામ, પોવીતોર આત્મા તીંયહાંન આખ્યો, “જીયો કામો માટો માંયોં બારનાબાન ઓનો સાવુલોન હાદયાહ, તીયો કામોઅ માટો ઈંયહાંઅ નીમણુક કોઆ!” 3 તાંહાંઅ મોંડોળોઅ લોકહોં ફાચા વાદારુ ઉપાહ રાખીન પોરમીહેરોન વાદારુ ઓરોજ કોઅયી હાતીઅ, વોળીલહોં બારનાબાઅ ઓનો સાવુલોઅ મુનકાહાંપોઅ પોતાઅ આથ થોવીન તીંયહાંન તો કામ હોપ્યો.
બારનાબા ઓનો સાવુલ સીપરુ બેટોમ હારી ગોઠ જાહેર કોઅતાહ
4 એવ કોઈન, પોવીતોર આત્મા મોકનુઅના બારનાબા ઓનો સાવુલ સેલુકીયા ગોયા, ઓનો તાંહીંરેખ ઝાજોમ બોહીન સીપરુ બેટ ચાલ્યા ગોયા. 5 તાંહીં, સાલામી સેરોમ યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ તે ગોયા, ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅયી. (યોહાન માર્ક તીંયહાંઅ મોદોદ કોઆંન માટો તીંયહાંઅરી ગોયુ.) 6 હાતીઅ તીંયહાં, તીયો બેટોઅ એક સેળો રેખ બીજો સેળો લોગોઅ ફીરતા-ફીરતા લોકહોંન હારી ગોઠ આખી. ઓનો આખોર તે પાફોઅ સેરોમ પોચ્યા. તાંહીં તીંયહાંન બાર-ઈસુ નામોઅ એક યેહુદી જાદુગોર મીલ્યુ. તો પોતાન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ આખનારુ એવ આખાવત્નું, પોન ખોરેખોર તો તેંહડુ નોખુ. 7 તો તીયો બેટોઅ રાજપાલ સેરગીયુ પાવુલોઅ આરી-આરી કાયોમ જાનારહાંઅ ટુકળ્યો વેઅનું આથુ. સેરગીયુ પાવુલ ગીયાની ઉસ્યાર માંહુંઅ આથો. તીયો રાજપાલો પોરમીહેરોઅ ગોઠ ઉનાઆંન મોરજી રાખીન બારનાબાન ઓનો સાવુલોન હાદાવ્યા. 8 પોન જાદુગોર એલીમાસ (બાર ઈસુઅ નામ ગીરીક ભાસામ એલીમાસ આહાય.) રાજપાલોન ઈસુપોઅ વીસવાહ રાખતા ઓટકાવાઅન ઈરાદુ રાખીન, બારનાબાઅ ઓનો સાવુલોઅ વીરુદ કોઉ ખેટ્યુ .
9 તાંહાંઅ સાવુલ, જીયાઅ બીજો નામ પાવુલ આથો, તો પોવીતોર આત્માઅ પુરો કાબુમ આલુ, ઓનો તો પાવુલ તીયો મોડવ્યોન હેઈજ રેયુ, ઓનો તીયાન આખ્યો, 10 “ઓ, સેતાનોઅ ગાંઉંજ વોરતુઅનારા, જોબી હારો આહાય, તીંહીંઅ તું વીરુદ કોઓહ, ઓનો તોઅ આખો જીવોનોમ બાદો જાતીઅ લુચ્ચાય નો ઢોંગ આહાય. માલીખોઅ બાબોતોઅ હાચ્યો ગોઠહીંન ઝુટયા-બોંણાવાઅન તું કોંહડામ સોળહો? 11 આમુ હેઅ! માલીખ આયોજ ઘેળી તુંન સીકસા કોએહ. તું આંદલુ વેઅ જાહો, ઓનો પોરમીહેરો નોકકી કોઅનો વોખોતો લોગોઅ, તું દીહોઅ ઉજવોળ હેઈ સેકનારુ નાંહ.”
તાંહાંઅ તીયોજ ઘેળી તુંબરોઅ ઓનો આંદારો એલીમાસોન ઘેરી વોલ્યે, ઓનો આથ તેઈન પોતાન દોરે એંહડો એખહુંન તો હોદણી કોઉ ખેટ્યુ . 12 જો બોંણ્યો તો દેખીન, રાજપાલો ઈસુપોઅ વીસવાહ કોઅયુ, ઓનો માલીખોઅ બાબોતોમ તીયા જો હીકયા તીંહીં કોઈન તીયાન ભારી નોવાય લાગી.
પીસીદીયા વીસ્તારોઅ આંતીયોખ સેરોમ બારનાબા ઓનો પાવુલ હારી ગોઠ જાહેર કોઅતાહ
13 પાવુલ ઓનો તીયાઅ આયાર્અ પાફો સેર સોળીન, દોરીયાઅ વાટો પામ્ફીલીયા જીલ્લા વેઅનો પેરગા સેરોમ પોચ્યા. તાંહીં યોહાન માર્ક તીંયહાંન સોળીન યેરુસાલેમ ફાચુ ચાલ્યુ ગોયુ. 14 પોન બારનાબા ઓનો પાવુલ પેરગા રેખ નીંગીન પીસીદીયા વીસ્તારોઅ પાહીરોઅ આંતીયોખ સેરોમ પોચ્યા. આરામોઅ દીહ, તે ભોક્તી મોંડોળોઅ કોઅમે જાયન બોઠા. 15 મોસેઅ નીયોમોઅ ચોપળ્યોમ રેખ, ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં લેખનો લેખાણહોંમ રેખ પાઠ વાચાય ગોયા હાતીઅ, ભોક્તી મોંડોળોઅ કોઓઅ ઓમોલદારહોં તીંયહાંન આખાવ્યો , “જાત-ભાયહોં, આમહાંન ઉફ આપે એંહડયા કાંય ગોઠી તુમાંઅ આખનુંઅ વેય તા, આવીન તે આખા!” 16 એટલે, પાવુલ ઉબુ વેયુ, ઓનો પોતાઅ આથ ઉચુ કોઈન લોકહોંન ઠાકા રેઆંન ઈસારુ કોઅયુ ઓનો આખ્યો,
“ઓ ઈસરાયેલ લોકહોં, ઓનો પોરમીહેરોઅ બીખ રાખીન ચાનનારો યેહુદી નાંહ તેંહડો લોકહોં, ઉનાઆ!”
17 “જીયો પોરમીહેરોઅ આમું ઈસરાયેલ માંહેંઅ ભોક્તી કોઅતેહ, તીયો પોરમીહેરો આમાંઅ આગલોઅ ડાયહાંન પોસોંદ કોઅયે, ઓનો તે મીસોર દેસોમ પોરદેસહ્યોં તોરીકો રેત્ને. તેંહડામુજ તીયા આય માંહાંહાંન મોડી જાતી બોંણાવી. હાતીઅ તો તીંયહાંન મીસોરોઅ ગુલામ્યોમ રેખ ભારી તાકોતો કોઈન કાડી નેઅ આલુ. 18 ઓનો લોગભોગ ચાલીહ વોરહે લોગોઅ ઉજળોમ તીયા તીંયહાંપોઅ ભારી ધીરોજ રાખી. 19 હાતીઅ તીયા, કાનાન દેસો વેઅન્યો હાંત જાતીઅ લોકહોંઅ નાસ કોઈન, તીંયહાંઅ દેસોપોઅ આમાંઅ આગલોઅ ડાયહાંન માલીકી હોક આપ્યુ. 20 એવ કોઅતા, આગલેઅ ડાયે મીસોરોમ ગોયને તે, લોગભોગ ચારહો નો પોચાહ વોરહે નીંગી ગોયે. હાતીઅ પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો સામુયેલોઅ વોખોતો લોગોઅ, તો તીંયહાંપોઅ ઓમોલ ચાનવુઅનારો વોળીલહોંન નીમતુ રેયુ. 21 હાતીઅ લોકહોં સામુયેલોપોઅ રાજાઅ માગણી કોઅયી, ઓનો પોરમીહેરો બીન્યામીન કુળો વેઅનો કીસોઅ પોયોર સાવુલોન તીંયહાંઅ રાજા બોંણાવ્યુ. તીયો સાવુલો ચાલીહ વોરહે તીંયહાંપોઅ રાજ કોઅયો. 22 પોન પોરમીહેરો તીયાન રાજ-ગાદયોપોઅ રેખ ઉથનાવી ટાક્યુ, ઓનો તીયાઅ જાગો દાવીદોન રાજ- ગાદયોપોઅ બોહાવ્યુ. દાવીદોઅ બાબોતોમ પોરમીહેરો એવ આખ્યો, “ઈસાયોઅ પોયોર દાવીદ માંન ભારી પોસોંદ આલનો માંહુંઅ આહાય. તો માંઅ બાદયા મોરજ્યા પુર્યા કોઈઅ.’
23 “પોરમીહેરો જીયાન આમાંઅ ઈસરાયેલ લોકહોંઅ બોચાવનારુ બોંણાવાઅન વોચોન આપનો, તો ઈસુ દાવીદ રાજાઅ વોસુલામુજ પેદા વેયુ. 24 પોન ઈસુ આલનું તીંહીંઅ પેલ્લાઅ, બાપતીસ્મા કોઅનારો યોહાનો, ઈસરાયેલ દેસોઅ બાદો લોકહોંન, પોતાઅ પાપહોંન સોળીન પોરમીહેરોઅ વેલ ફીરાઅન ઓનો બાપતીસ્મા નેઆંન જુરુલોઅ બાબોતોમ ઉપદેસ આપનું. 25 યોહાનોઅ સેવા પુરી વેઆંન તીયાર્યોમ આથી તેંહડામ, તીયા લોકહોંન એવ આખ્યો, “માંય ખ્રીસ્ત આહાય એવ તુમું ધારતાહ કા? નાંહ, માંય તો નાંહ. પોન તો તા ઉત્વાલ્યુજ આવનારુ આહાય. માંય તીયાઅ ગુલામ વેઆંન બી લાયોક નાંહ’.
26 આબરાહામોઅ વોસુલા વેઅનો માંઅ જાતીઅ પાવહોહોં, ઓનો આમાંઅ યેહુદી લોકહોંઅ પોરમીહેરોન પુંજનારો આંહીંરોઅ યેહુદી નાંહ તેંહડો લોકહોં, પોરમીહેર આપહોંન આપોઅ પાપહોંઅ સીકસામ રેખ કેકેવ બોચાવેહ તીંહીંઅ બાબોતોઅ આય ગોઠ, આપોઅ બાદહાંઅ માટોજ પોરમીહેરો મોકની આપીહ. 27 તીંહીંઅ લીદો યેરુસાલેમોમ રેનારા લોક, ઓનો તીંયહાંઅ આગેવાન, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં લેખન્યા ગોઠી દોરેક આરામોઅ દીહ વાચતા ઉનાઅતાહ તેબી, તે જાંઅતા નોખા કા ઈસુજ બોચાવનારુ આહાય, નો હોમજુઅતા નોખા કા, તીયાઅ બાબોતોમુજ તીયો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં લેખ્યોહ. તીયો લોકહોં ઓનો તીંયહાંઅ આગેવાનહોં, ઈસુન મોતોઅ સાજા આપાવી, ઓનો એવ કોઈન તીંયહાં, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાંઅ આગાહી હાચી પાળી. 28 તીયાન મોતોઅ સાજા આપાવાઅન કાંય બી કારોણ નેંય જોળ્યો તેબી, તીંયહાં તીયાન મોતોઅ સાજા આપાઅન રોમ રાજોઅ રાજપાલ પીલાતોપોઅ માગણી કોઅયી. 29 તીયાન કુરુસોપોઅ જોળીન માઈ ટાક્યુ હાતીઅ, પોવીતોર લેખાણહોંમ જો લેખનો આથો તો બાદો તીંયહાં પુરો કોઅયો. હાતીઅ થોળોક માટહ્યોં તીયાઅ મુરદાન કુરુસોપોઅ રેખ ઉતારીન કોબીરોમ હોજી દેદો. 30 પોન પોરમીહેરો તીયાન મોઅનામ રેખ ફાચુ જીવતુ કોઅયુ! 31 ઓનો તીયા, પોતાઅ આરી ગાલીલ જીલ્લામ રેખ યેરુસાલેમ જે માંહેંઅ ગોયને તીંયહાંન, ઘોણા દીહ લોગોઅ દોરસોન આપનો, ઓનો તે માંહેંઅ આમુ ઈસરાયેલ લોકહોંઅ આગલાઅ તીયાઅ સાક્સી આહાય.
32-33 “ઓનો આમુ બારનાબા ઓનો માંય તુમહાંન આય હારી ગોઠ જાહેર કોઅતાહ કા, પોરમીહેરો આપોઅ આગલોઅ ડાયહાંન આપનો વોચોન, ઈસુન જીવતુ ઉઠવીન, તીંયહાંઅ વોસુલા વેઅનો આપોઅ આગલાઅ આમુરોઅ સોમોયોમ પુરો કોઅયોહ. તીયો ઈસુઅ બાબોતોમ પોવીતોર ગીતહોંઅ ચોપળ્યો વેઅનો બીજો પોવીતોર ગીતોમ એંહડો લેખનો બી આહાય , “પોરમીહેરો તીયા નીમનો ખાસ રાજાન આખ્યો,
“તું માંઅ પોયોર આહાય,
આજ માંય તોઅ બાહકુ બોંણ્યુહ.’ 34 ઓનો પોરમીહેરો તીયાન જીવતુ ઉઠવ્યુ, ઓનો તો કોય દીહ બી ફાચુ મોઅનારુ નાંહ. ઈયો બાબોતોમ પોવીતોર લેખાણોમ એંહડો નોંદનો આહાય , “પોરમીહેરો આપોઅ આગલોઅ ડાયહાંન આખ્યો,
“ દાવીદોન માંયોં પોવીતોર રીતો જે આસીરવાદ આપાઅન વોચોન આપનો, તે આસીરવાદ માંય તુમહાંન નોકકીજ આપહીં.’ 35 ઓનો પોવીતોર ગીતહોંઅ ચોપળ્યોઅ બીજો એક જાગો દાવીદ પોરમીહેરોન એવ આખેહ , “તોઅ ઈમાનદાર સેવોક મોઈ જાઈ હાતીઅ, તું તીયાઅ મુરદાન કોબીરોમ હોળાઅન નેંય દેહો.’ 36 દાવીદ તા, પોતાઅ જોમાનામ પોરમીહેરોઅ ઈરાદા પુરા કોઈન હાતીઅ મોઈ ગોયુ; ઓનો તીયાઅ મુરદાન માંહાંહાં તીયાઅ આગલોઅ ડાયહાંઅ કોબીરહોંઅ પાહો એક કોબીરોમ હોજી દેદો. ઓનો તો મુરદો હોળી બી ગોયો. ઈંહીંપોઅ રેખ આપહોંન ખોબોર પોળેહ કા, આંહીં દાવીદ પોતાઅ બાબોતોમ નોખુ આખતુ. 37 પોન ઉલટો, તો તા બીજો કોડાઅ બાબોતોમ, એટલે કા, ઈસુઅ બાબોતોમુંજ આખત્નું કા, જીયાન પોરમીહેરો મોઅનામ રેખ ફાચુ જીવતુ ઉઠવ્યુ, ઓનો જો ફાચુ નેંય મોઅયુ, ઓનો જીયાઅ લાસ બી હોળી નેંય ગોયી.
38-39 “માંઅ પાવહોહોં, તુમું જાંઈં નેયા કા, આયજ ઈસુઅ મારફોતો તુમહાંન તુમાંઅ પાપહોંઅ માફી મીલીઅ. આય ગોઠ આમું બેનું તુમહાંન આમુ જાહેર કોઅતાહ. તુમું આય બી હોમજી નેયા કા, મોસેઅ મારફોતો પોરમીહેરો આપના નીયોમ પાલીન તુમહાંન પાપહોંમ રેખ જો સુટકારુ નોખુ મીલતુ, તો સુટકારુ આમુ ઈસુપોઅ વીસવાહ રાખનારો બાદો માંહાંહાંન, તીંયહાંઅ બાદો પાપહોંમ રેખ મીલી સેકેહ. 40 તીંહીંઅ લીદો, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં લેખન્યો ચોપળ્યોમ જો લેખનો આહાય તીંહીં પોરમાણો, તુમાંઅ જીવોનહોંમ નેંય બોંણે તીંહીંઅ કાલજી રાખજા. તાંહીં એંહડો લેખનો આહાય કા, 41 
“પોરમીહેરો આખ્યો, ઓ માંઅ મોસકુરી કોઅનારહાં,
બોગલાય જાયન મોઈ જાયા!
કેવકા, તુમું આજી જીવતેજ આહાય તાંઉંજ, માંય જો કામ કોઓંહ તો,
એંહડો ખોતોરનાક આહાય કા,
જો તુમહાંન કોડો હોમજાવે તેબી તુમું તો માનહા નેંય.’ ”
42 તો દીહ પાવુલ ઓનો બારનાબા, યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅમે રેખ બારા નીંગત્ના તાંહાંઅ, લોકહોં તીંયહાંન આવતો આઠવાળ્યો ફાચા આવીન, આય ગોઠહીંઅ બાબોતોમ વાદારુ આખાઅન કાલાવાલા કોઅયા. 43 ઓનો આરાદના મીટીંગ પુરી વેયી હાતીઅ, ઘોણા યેહુદી લોક ઓનો યેહુદી ધોરોમ માનનારા યેહુદી સીવાયોઅ લોક, પાવુલ ઓનો બારનાબાઅ ફાચલાઅ-ફાચલાઅ ગોયા, ઓનો તીંયહાં આય લોકહોંન ઉપદેસ આપ્યા, ઓનો પોરમીહેરોઅ મેરબાન્યો આદારો જીવતા રેઆંન ઉફ આપ્યુ.
44 બીજો આરામોઅ દીહ, લોગભોગ સેરોઅ બાદે માંહેંઅ માલીખોઅ બાબોતોઅ ગોઠ ઉનાઆંન ટોલવાઅયે. 45 યેહુદહ્યોંઅ આગેવાનહોં માંહાંહાંઅ ટોલહાંન દેખ્યા તાંહાંઅ, તીંયહાંન ભારી આદરાય આલી. તીંહીંઅ લીદો તીંયહાં, પાવુલો જો આખ્યો તીંહીંઅ વીરુદ બોનીન તીયાઅ ઓપમાનોઅ ગોઠી આખ્યા.
46 પોન પાવુલ ઓનો બારનાબા આજી વાદારુ હીંમોત રાખીન આખ્યો, “પોરમીહેરોઅ ગોઠ પેલ્લાઅમ-પેલ્લાઅ તુમહાંનુંજ આખાઅન આમાંઅ ફોરોજ આથી. પોન તુમું તીયોન ધીકકારતાહ તીંહીંઅ લીદો, તુમું એંહડો દેખાવતાહ કા, તુમું કાયોમોઅ માટો હોરગોમ જીવાઅન લાયોક નાંહ. તીંહીંઅ લીદો, આમું તુમહાંન સોળીન, યેહુદી સીવાયોઅ લોકહોંન હારી ગોઠ આખાઅન જાતાહ. 47 કેવકા, માલીખો આમહાંન આયજ હુકોમ આપ્યુહ કા,
“તોરત્યોઅ સેળા લોગોઅ રેનારે માંહેંઅ પોતાઅ પાપહોંઅ સીકસામ રેખ બોચી જાય તીંહીંઅ ખાતોર,
માંયોં તુંન યેહુદી સીવાયોઅ લોકહોંન ઉજવોળો તોરીકો નીમ્યુહ.’ ”
48 આય ગોઠ ઉનાયન યેહુદી સીવાયોઅ લોક ભારી ખુસ વેયા, ઓનો માલીખોઅ ગોઠીઅ લીદો તીયાઅ આબાર માન્યુ. ઓનો કાયોમોઅ માટો હોરગોમ જીવાઅન તીંયહાંમ રેખ પોરમીહેરો જીંયહાંન પોસોંદ કોઅને, તે ઈસુપોઅ વીસવાહ રાખનારે બોંણ્યે.
49 તીયો વીસ્તારોઅ વાદારુ લોકહોં માલીખોઅ બાબોતોઅ ગોઠ ઉનાઅયી. 50 પોન યેહુદહ્યોંઅ આગેવાનહોં, યેહુદહ્યોંઅ પોરમીહેરોન પુંજનાયાર્ે આબરુદાર થેઅહીંન થોળ્યોકહોંન ઓનો આગેવાનહોંન ચોળવ્યા, ઓનો તીંયહાં પાવુલ ઓનો બારનાબાન સોતાવાઅન બીજો લોકહોંન ચોળવ્યા, ઓનો તીંયહાંન તીયો સેરોમ રેખ કાડી થોવ્યા. 51 પોન પાવુલો ઓનો બારનાબા, તીયો સેરોઅ ઘોણો લોકહોં માલીખોઅ બાબોતોઅ ગોઠ નેંય માની તીંહીંઅ લીદો, તીંયહાંઅ આત્માહાંઅ જોવાબદારી તીયો લોકહોંપોઅજ આહાય તો દેખાવાઅન માટો, પોતાઅ પાગહોંઅ આર્યુઅ ઉદલુઅ બી ફોકળી ટાક્યુ, ઓનો તે બેનું ઈકોનીયોમ સેરોમ ચાલ્યા ગોયા. 52 તેંહડામ આંતીયોખ સેરો વેઅનો ખ્રીસ્તી વીસવાસી ભારી ખુસ આથે, ઓનો તે પોવીતોર આત્માઅ પુરો કાબુમ રેત્ને.