19
માલીખ ઈસુ એફેસુ સેરોમ આવેહ
1 આપોલ્લો કોરીંથ સેરોમ આથુ તેંહડામ, પાવુલ ઉંડાણોઅ સેરહોંમ ફીરતુ-ફીરતુ એફેસુ સેરોમ આલુ. તાંહીં ઈસુપોઅ વીસવાહ કોઅનારે થોળેક માંહેંઅ તીયાન મીલ્યે. 2 તાંહાંઅ પાવુલો તીયો વીસવાસહ્યોંન ફુચ્યો, “ તુમહાં ઈસુપોઅ વીસવાહ કોઅયુ તેંહડામ, તુમહાંન પોવીતોર આત્મા મીલ્યુ કા? તાંહાંઅ તીયો વીસવાસહ્યોં આખ્યો, “નાંહ, આમહાં પોવીતોર આત્મા આહાય એંહડો આમહાં ઉનાઅયો બી નાંહ.” 3 તાંહાંઅ પાવુલો ફુચ્યો, “તુમહાં કોન્નો ઉપદેસોઅ આદારો બાપતીસ્મા નેદનો?” તાંહાંઅ તીંયહાં આખ્યો, “યોહાનો આપનું ઉપદેસ આમહાં માન્યુ, ઓનો તીયો ઉપદેસોઅ આદારો આમહાં બાપતીસ્મા નેદો.” 4 તાંહાંઅ પાવુલો આખ્યો, “માંહેંઅ પોતાઅ પાપી જીવોન સોળી દેઆંન તીયાર આહાય, તીંહીંઅ નીસાણ્યો તોરીકો બાપતીસ્મા નેઆંન યોહાનો લોકહોંન આખનો. ઓનો તીયા જો ફાચલાઅ રેખ આવનારુ આહાય તીયાપોઅ, એટલે, ખ્રીસ્ત ઈસુપોઅ વીસવાહ રાખાઅન બી આખનો. 5 ઓનો ફાચલાઅ રેખ આવાઅન આહાય તો તા ખ્રીસ્ત ઈસુ આહાય તો ઉનાઅયો તાંહાંઅ, તીંયહાં માલીખ ઈસુઅ નામો બાપતીસ્મા નેદો. 6 હાતીઅ પાવુલો તીંયહાંપોઅ આથ થોવ્યા, ઓનો પોવીતોર આત્માઅ તાકોત તીંયહાંમ આલી. ઓનો તે બાદે જુદયા-જુદયા બોન્યા બોને ખેટયે, ઓનો પોવીતોર આત્મા જે ગોઠી તીંયહાંન આપ્યા તે ગોઠી તે આખે ખેટયે. 7 તીયો ટોલામ લોગભોગ બાર માટી આથા.
8 હાતીઅ પાવુલ તીન મોયના લોગોઅ, તાંહીંરોઅ ભોક્તી મોંડોળોઅ કોઅમે દોરેક આરામોઅ દીહ જાય-જાયન ભારી હીંમોતો કોઈન લોકહોંન ઉપદેસ આપત્નું, ઓનો પોરમીહેરોઅ રાજોઅ બાબોતોઅ ગોઠ તીંયહાંઅ ગોલો ઉતરે તીંહીંઅ ખાતોર તીંયહાંઅરી વાદ-વીવાદ કોઅત્નું. 9 પોન તીંયહાં વેઅનો થોળોક યેહુદી લોકહોં પાવુલોઅ ગોઠીઅ નાકાર કોઅયુ, ઓનો પોરમીહેરો દેખાવનો મારોગોઅ, તીંયહાં જાહેરોમ નીંદા કોઅયી. તાંહાંઅ પાવુલો તીંયહાંન સોળી દેદા, ઓનો વીસવાસહ્યોંન તીંયહાં રેખ જુદે પાળ્યે. હાતીઅ તો, તુરાન્નુ નામોઅ માંહાંઅ એક મોડુ હોલ આથુ તાંહીં, વીસવાસહ્યોંન રોદદીહ ઉપદેસ આપુ ખેટ્યુ . 10 એવ કોઈન પાવુલો બેન વોરોહ લોગોઅ તીયો હોલોમ ઉપદેસ આપ્યુ. ઓનો તીંહીંઅ પોરીણામો, આસીયા વીસ્તારો વેઅનો ઘોણો યેહુદહ્યોંન, ઓનો ગીરીક માંહાંહાંન માલીખોઅ બાબોતોઅ ગોઠ ઉનાઆંન તોક મીલી.
સ્કેવા નામોઅ પુંજારાઅ પોયોર
11 પોરમીહેરો પાવુલોઅ આથો, ઘોણા મોડા-મોડા ચોમોત્કાર કોઆવ્યા. 12 માંદહાંન હારે કોઆંન માટો ઘોણે માંહેંઅ તા, માંદહાંન હારે કોઆંન પાવુલો વાપરુઅન્યા આથ રુમાલી, નો પોવીન કાડી થોવને પોતળે બી નેઅ જાયન માંદહાંપોઅ થોવત્ને. ઓનો તે માંદે હારે વેઅ જાત્ને ઓનો પુત લાગનો માંહાંહાંમ રેખ પુત બી નીંગી જાત્ના. 13 તીયો વીસ્તારોમ, આંહીં-તાંહીં ફીરીન પુત કાડી વોલનારા થોળાક યેહુદી ભુવા આથા. એક દીહ તીંયહાં ઈસુઅ નામ નેયન પુત કાડાઅન ઓજમાવી હેઅયો. તીંયહાં પુત લાગનો માંહાંઅહીં જાયન આખ્યો, “ઓ પુત, માંય તુંન હુકોમ કોંઓંહ કા, ઈયો માંહાંઅમ રેખ નીંગી જો!” 14 એંહડુ હુકોમ કોઈન પુત કાડનારહાંમ સ્કેવા નામોઅ મોડો પુંજારાઅ હાંત પોયોર બી આથા. 15 એક વોખોત તે સ્કેવાઅ પોયોર, એક માંહાંઅમ રેખ તેવુજ કોઈન પુત કાડાઅન કામ કોઅત્ના તાંહાંઅ, તો પુત તીંયહાંન આખુ ખેટ્યુ , “માંય ઈસુન ઓઅખોંહ ઓનો પાવુલ બી માંઅ ઓઅખ્યાલુજ આહાય. પોન આમહાંન કાડાઅન તુમહાંપોઅ કોન્યો જાતીઅ સોત્તા આહાય?” 16 એવ આખીન તો પુત લાગનો માંહુંઅ તીંયહાંન દેઆંન કુદી પોળ્યો, ઓનો તીંયહાંન ગાઠવી પાળીન હામટા દેદા, ઓનો તીંયહાંઅ પોતળે બી ફાળી ટાકીન વોગોર પોતળાહાં ઓનો રોગતાલાજ ઓળી નેદા. 17 ઓનો એફેસુ સેરોમ રેનારો બાદહાંન, યેહુદહ્યોંન ઓનો ગીરીક લોકહોંન, તે ગોઠ ખોબોર પોળી ગોયી. તાંહાંઅ તાંહીંરોઅ બાદહાંન બીખ લાગી ગોયી, ઓનો તે બાદે, માલીખ ઈસુ ભારી તાકોતોવાલુ આહાય તો, કોબુલ કોઅતે વેઅ ગોયે. 18 ઓનો ઈસુપોઅ વીસવાહ કોઅનારહાંમ રેખ જીંયહાં-જીંયહાં પાપી કામે કોઅને, તે તીંયહાં મોંડોળોમ આવીન બાદહાંઅ આગલાઅ કોબુલ કોઅયે. 19 ઓનો જે જાદુ-મોંતોર કોઅત્ને, તીંયહાં વેઅનો ઘોણો માટહ્યોં પોતાઅ મોંતોરહોંઅ બાદે ચોપળે દાવીન બાદહાંઅ આગલાઅ બાલી થોવ્યે. તીંયહાં બાદહાંઅ કીંમોત ગોંણી તા પોચાહ ઓજાર ચાંદયોઅ સીક્કાહાંઅ જોતીહ વેયી. 20 ઓનો એવ કોઈન માલીખોઅ બાબોતોઅ ગોઠ વાદારુ નો વાદારુ ફેલાઅતી ગોયી ઓનો તે ઉનાઅનારહાં વેઅનો ઘોણો માટહ્યોંઅ જીવોન બોદલાય ગોયો. 21 આય બાદો બોંણ્યો હાતીઅ પાવુલો માકેદોનીયા ઓનો આખાયા વીસ્તારહોંમ રેયન યેરુસાલેમ જાઆંન નોકકી કોઅયો. ઓનો તીયા આખ્યો, “તાંહીં જાયન હાતીઅ, માંઅ રોમ બી જાનુંઅ જોજવે.”
22 તીંહીંઅ લીદો તીયા, તીયાઅ આયાર્અ તીમોથી ઓનો આરાસ્તાન આગલાઅ માકેદોનીયા મોકની આપ્યા. ઓનો પાવુલ આજી થોળુક વાદારુ સોમોય આસીયા વીસ્તારોમ રેયુ.
હોનારહ્યાં કોઅની ધામાલ
23 ઈયોજ સોમોયોમ, માલીખો દેખાવન્યો વાટીઅ લીદો, એફેસુ સેરોમ ભારી મોડી ધામાલ ફાટી નીંગી. 24 દેમેત્રીયુ નામોઅ એક હોનાયર્ુ આથુ તો, ઘોણો કારીગોરહોંન રોકીન, આરતેમી દેવ્યોઅ મોંદીરોઅ નોમુનાઅ, હાન્ને-હાન્ને ચાંદયોઅ મોંદીરે બોંણાવાવત્નું ઓનો તીંહીંઅ વેપાર કોઅત્નું. તીયાઅ ધોંધાઅ લીદો, ઘોણો કારીગોરહોંન રોજી મીલત્ની. 25 તીયો દેમેત્રીયુ, કારીગોરહોંન ઓનો તીયાઅ ધોંદાન લાગતો-વીઅગુઅતો બીજો માંહાંહાંન એકઠે કોઈન આખ્યો, “પાવહોહોં, તુમું જાંઅતાહ કા, આયો ધોંદા કોઈન આપોઅ હારામ-હારી કામાણી વેહે. 26 પોન તુમું હેઅતાહ ઓનો ઉનાઅતાહ કા, આય પાવુલો એફેસુ સેરોમ ઓતોહજ નેંય, પોન આખો આસીયા વીસ્તારોમ લોકહોંન એંહડો માનતે કોઈ દેદેહ કા, માંહાંઅ બોંણાવન્યા મુરત્યા હોકીકોતોમ દેવ નાંહ. બાદો જાગો તો ઈંજ હીકવી ફીરેહ. ઓનો તીંહીંઅ પોરીણામો, માંહેંઅ આપોઅ મુરત્યોહોંન નેંય નેઈ. 27 ઈંહમેઅ મુસકુલી પેદા વેય એંહડો આહાય. જાતો દીહો, માંહેંઅ આપોઅ ધોંદાઅ બાબોતોમ ખોટો બોનીઅ. ઓતોહજ નેંય, પોન આપોઅ નામાઅતી આરતેમીસ દેવ્યોઅ મોંદીરોઅ કાંય બી કીંમોત નેંય રેઈ. ઓનો આખો આસીયા વીસ્તારોમ ઓનો આખો દુન્યામ જીયોઅ ભોક્તી વેહે તીયોઅ મોડાય ઓસી વેઅ જાઈ.”
28 દેમેત્રીયુઅ ગોઠ ઉનાયન, એકઠે વેયને બાદે ઝાંજવાય ગોયે, ઓનો બોમની ઉઠયે કા, એફેસુ સેરોઅ આરતેમી માત કી જોય!” 29 લોકહોંઅ ટોલુ એકઠુ વેઅ ગોયુ, ઓનો આખો સેરોમ એકદોમ ગુચવોણ પેદા વેઅ ગોયી. લોકહોં પાવુલોઅ આયાર્અ, જે માકેદોનીયા વીસ્તારોઅ રેવાસી આથા તીયો ગાયુ ઓનો આરીસ્તારખુન તેઅયા. ઓનો તીંયહાંન તાંઅતે-તાંઅતે, સેરોઅ મીટીંગી વેતન્યા તીયો જાગાઅ વેલ નેઅ જાઅને ખેટયે. એવ કોઈન આખુ ટોલુ તીયો જાગાઅ વેલ ગુગદી ગોયુ. 30 તો દેખીન પાવુલ તીયો ટોલાઅ આગલાઅ જાયન તીંયહાંન હોમજાવાઅન માગત્નું. પોન ચેલહાં તીયાન તેવ કોઅતા ઓટકાવ્યુ. 31 આસીયા વીસ્તારોઅ ઘોણા ઓમોલદાર પાવુલોઅ દોસ્તાર આથા. તીંયહાં બી પાવુલોન આખાવ્યો , “ટોલાઅ આગલાઅ જાઆંન જોખોમ નોખુ નેતુ!” 32 તાંહાંઅ એકઠાઅને તીંયહાં વેઅને કોડે કાય બોમનુઅત્ને ઓનો કોડે બીજો કાય બોમનુઅત્ને. ઓનો તાંહીં ગુચવોણ પેદા વેઅ રેયની. તીંયહાંમ રેખ ઘોણહાંન તા તે બાદે તાંહીં કાંહાંન એકઠે વેયેહ તીંહીંઅજ ખોબોર નોખી. 33 થોળેક યેહુદી માંહેંઅ આલેકસાંદોરોન ઠેબનીન આગોલ દાલે, ઈંહીંઅ ખાતોર કા, તો ટોલા વેઅનો લોકહોંઅરી ગોઠી કોએ. આલેકસાંદેરો લોકહોંન ઠાકે રેઆંન માટો આથોઅ ઈસારુ કોઅયુ. તો તીંયહાંન ખુલાસુ આપાઅન મોથત્નું કા, ઈયો બાબોતોમ આમાંઅ યેહુદહ્યોંઅ કાંય બી ભુલ નાંહ. 34 પોન તો યેહુદી આહાય એવ લોકહોં જાંઅયો તાંહાંઅ, લોગભોગ બેન કાલાક લોગોઅ તીંયહાં બોમની-બોમનીન આખ્યો, “એફેસુ સેરોઅ આરતેમી માત કી જોય!”
35 આખોર, સેરોઅ ઓમોલદારો લોકહોંન ઠાકા રાખીન આખ્યો, “બાદે માંહેંઅ જાંઅતેહજ કા, આપુ એફેસુ સેરોઅ માંહેંઅ, આરતેમી દેવ્યોઅ મોંદીરોઅ ઓનો જુગીમ રેઅખી પોળન્યો તીયોઅ મુરત્યોઅ દેખરેખ રાખનારે આહાય. 36 ઈયો ગોઠીઅ કોડો બી નાકાર કોઈ નાંહ સેકતો. એટલે, તુમું ઠાકે રેયા, ઓનો વીચાયાર્ વોગોર કાંય બી મા કોઅહા! 37 તુમું જીયો બેન માટહ્યોંન તેઈ દાલેહ, તીંયહાં મોંદીરોમ રેખ કાંય બી ચોઅયો નાંહ, કા આપોઅ દેવ્યોઅ નીંદા બી નાંહ કોઅયી. 38 તીંહીંઅ લીદો, દેમેત્રીયુઅ ઓનો તીયાઅ આર્યોઅ કારીગોરહોંઅ, કોડાઅ બી વીરુદ કાંય બી ફોરીયાદ વેય તા, કોરોટી આહાયજ, ઓનો નીયાયોઅ કોઅનારા જોજ બી બોઠનાજ આહાય. તે તીંયહાંન ઓરજી કોઈ સેકે. 39 પોન ઈંહીં સીવાયની બીજી કોન્ની બી બાબોત વેય તા, તીંહીંઅ ખુલાસુ કાયદેસોર પોંચોઅ આગલાઅ વેનુંઅ જોજવે. 40 તીંહીંઅ ખુલાસુ કાયદેસોર નેંય વેય તા, આજ જેબી ના બોંણીહ તીંહીંઅ લીદો, રોમ સારકાર આપોપોઅ ધામાલ કોઆંન ગુનું થોવે એંહડી માંન બીખ આહાય. કેવકા, એવ કોઈન એકઠા વેઆંન તુમાંપોઅ કાંય બી કારોણ નાંહ, ઓનો રોમ સારકાર આપોપોઅ ખુલાસુ માગે તા, કાય આખનુંઅ તીંહીંઅ આપહોંન ખોબોર નેંય પોળીઅ.” 41 એવ આખીન તીયો ઓમોલદારો બાદહાંન વેરાય જાઆંન આખ્યો, ઓનો તે બાદે વેરાય ગોયે.