14
પોરમીહેર બાહકાઅહીં લોકહોંન પોચવુઅનારુ ઈસુ આહાય
1 ઈસુ આજી આમહાંન આખ્યો, “તુમું તુમાંઅ મોનહોંમ આકલાઅતા મા! પોરમીહેરોપોઅ વીસવાહ રાખતા રેજા! તેવુજ કોઈન માંઅપોઅ બી વીસવાહ રાખતા રેજા!” 2 માંઅ પોરમીહેર બાહકુ રેહે તાંહીં હોરગોમ, માંહેંઅ રેઅ સેકે એંહડા ઘોણા જાગા આહાય. તાંહીં જાગા નેંય વેતા તા માંય તુમહાંન આખતુ. માંય તુમાંઅ માટો જાગા રોકુ તાંહીં જાનારુ આહાય. 3 માંય તાંહીં જાયન તુમાંઅ માટો જાગા રોકીન માંય ફાચુ આવહીં, ઓનો તુમું માંઅરી વેયા તીંહીંઅ ખાતોર માંય તુમહાંન નેઅ જાહીં. 4 માંય જાંહીં જાહોં તાંહીં જાઆંન વાટ તુમહાંન ખોબોર આહાય.”
5 તાંહાંઅ થોમા તીયાન આખ્યો, “માલીખ, તું કાંહીં જાહો તોજ આમહાંન નાંહ ખોબોર. તાંહાંઅ તાંહીં જાઆંન વાટ આમહાંન કેકેવ ખોબોર વેય?” 6 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “માંયજ માંઅ પોરમીહેર બાહકુ રેહે તાંહીં જાઆંન વાટ આહાય. લોકહોંન પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય જાહેર કોઅનારુ બી માંયજ આહાય, ઓનો તીંયહાંન કાયોમોઅ માટો જીવાવનારુ બી માંયજ આહાય. માંઅ પોરમીહેર બાહકાઅહીં આવાઅન તુમહાંન મોદોદ કોઈ સેકનારુ એખનું માંયજ આહાય. બીજી વાટુજ નાંહ. 7 માંય ખોરેખોર કોડુ આહાય તો તુમું જાંઈં ગોયાહ તીંહીંઅ લીદો, તુમું માંઅ પોરમીહેર બાહકાન બી ઓઅખાહા. આમુ રેખ તુમું તીયાન ઓઅખુઅતાહ ઓનો તો જાણેકા તીયાન તુમહાં દેખ્યુ વેય તેંહડો આહાય.”
8 તાંહાંઅ ફીલીપો તીયાન આખ્યો, “માલીખ, આમહાંન તોઅ પોરમીહેર બાહકુ ઓતુહજ દેખાવી દે! તોતોહજ આમાંઅ માટો પુરતો આહાય!” 9 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “ઓત્તુ લાંબુ સોમોય માંય તુમાંઅરી રેયુહ; તેબી ફીલીપ, માંય હોકીકોતોમ કોડુ આહાય તો તું કાંહાંન નાંહ જાંઅતુ? જીંયહાં માંન દેખ્યુહ તીંયહાં, જાણેકા માંઅ પોરમીહેર બાહકાન દેખ્યુ વેય તેંહડો આહાય. તાંહાંઅ તું એવ કાંહાંન આખોહ કા “આમહાંન તોઅ પોરમીહેર બાહકુ દેખાવ’? 10 તોઅ નોક્કીજ વીસવાહ કોઅનુંઅ જોજવે કા, માંય માંઅ પોરમીહેર બાહકાઅરી બોરાબોર જોળાઅનું આહાય, નો માંઅ પોરમીહેર બાહકુ માંઅરી બોરાબોર જોળાઅનું આહાય.” હાતીઅ ઈસુ આમહાંન બાદહાંન આખ્યો, “જે ગોઠી માંય તુમહાંન આખોંહ તે ખાલી માંઅ પોતાઅ નાંહ; માંઅરી બોરાબોર જોળાઅનું માંઅ બાહકુજ, બોદ આપાઅન ઓનો જે ચોમોત્કાર તો માંઅપોઅ કોઆવાઅન માગેહ તે કોઆંન, માંન મોદોદ કોએહ. 11 માંય માંઅ પોરમીહેર બાહકાઅરી બોરાબોર જોળાઅનું આહાય ઓનો માંઅ પોરમીહેર બાહકુ માંઅરી બોરાબોર જોળાઅનું આહાય તો માના! માંઅ આખ્યાપોઅ રેખ જો તુમું તો નેંય માનતા તા કાંય નેંય, પોન માંયોં જે ચોમોત્કાર કોઅયાહ, તીંયહાંપોઅ રેખ તા તો માના. 12 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: જેંહડા ચોમોત્કાર માંયોં કોઅયાહ, તેંહડા ચોમોત્કાર તુમહાં વેઅનો જોબી માંઅપોઅ વીસવાહ રાખેહ તો બી કોઈઅ. માંઅ પોરમીહેર બાહકાઅહીં જાયન હાતીઅ, માંય તુમાંઅહીં પોવીતોર આત્મા મોકનીહીં તીંહીંઅ લીદો, માંયોં કોઅનો ચોમોત્કારહોં કોઅતા બી મોડા ચોમોત્કાર તુમું કોઈ સેકહા. 13 તુમું માંઅ ચેલા આહાય તીંહીંઅ લીદો, જો કાંય બી કોઆંન તુમું માંઅપોઅ માગા, તો માંય તુમાંઅ માટો કોઅહીં, ઈંહીંઅ ખાતોર કા માંઅ પોરમીહેર બાહકુ કોતુહ મોડુ આહાય તો, માંય પોયોર, તુમહાંન દેખાવી સેકોં. 14 ઓં, તુમું માંઅ ચેલા આહાય તીંહીંઅ લીદો, જો કાંય બી કોઆંન તુમું માંઅપોઅ માગા, તો માંય તુમાંઅ માટો કોઅહીં.
ઈસુ તીયાઅ ચેલહાંઅહીં પોવીતોર આત્મા મોકનાઅન વોચોન આપેહ
15 “જો તુમું માંઅપોઅ માયા રાખતા વેય તા, જો કોઆંન માંયોં તુમહાંન હુકોમ કોઅયુહ તો તુમું કોઅહા. 16 તાંહાંઅ માંય પોતો માંઅ પોરમીહેર બાહકાન કાલાવાલા કોઅહીં, ઓનો તો એક બીજો જાંઆંન તુમાંઅહીં મોકનીઅ, જો આવીન તુમહાંન ઉફ આપીઅ. 17 તો તા પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય તુમહાંન જાહેર કોઅનારુ પોવીતોર આત્મા આહાય. તો કાયોમ તુમાંઅ આરીજ રેઈ. પોરમીહેરોઅ વીરુદ કોઅનારે માંહેંઅ, તીયો આત્માન મેલવી નેંય સેકે. કાંહાંનકા, તો કાય કોએહ નો તો કોડુ આહાય તો તે જાંઈં નાંહ સેક્તે. પોન તો કોડુ આહાય તો તુમું જાંઅતાહ. કાંહાંનકા, તો તુમાંઅ આરીજ આહાય, ઓનો તો તુમાંઅ મોનહોંમ રેઈ. 18 માંય તુમહાંન સોળીન જાહીં તાંહાંઅ, માંય તુમહાંન એખના નેંય સોળોં. જેંહડામ માંય પોવીતોર આત્માન મોકનીહીં, તો તા જાણેકા, માંય જાતીજ ફાચુ તુમાંઅહીં આવતુ વેય એંહડો વેઈ. 19 ટુકો સોમોયોમ એંહડો બોંણીઅ કા, જે માંહેંઅ પોરમીહેરોઅ નાંહ તે ફાચે માંન નેંય દેખે. પોન પોવીતોર આત્મા તુમાંઅહીં આવીઅ તાંહાંઅ, જાણેકા, તુમું માંન ફાચા દેખતા વેય એંહડો વેઈ. માંય ફાચુ જીવતુ વેહીં તીંહીંઅ લીદો, તુમું બી કાયોમોઅ માટો જીવહા. 20 તેંહડામ તુમું જાંઅહા કા માંય માંઅ પોરમીહેર બાહકાઅરી બોરાબોર જોળાઅનું આહાય. તુમું એવ બી જાંઅહા કા, તુમું માંઅરી બોરાબોર જોળાઅના રેહા, ઓનો માંય બી તુમાંઅરી બોરાબોર જોળાઅનું રેહીં. 21 માંઅ હુકોમ માનીન તીંહીં પોરમાણો ચાનનારેજ માંઅપોઅ માયા રાખનારે માંહેંઅ આહાય. જે માંઅપોઅ માયા રાખતેહ તીંયહાંપોઅ માંઅ પોરમીહેર બાહકુ બી માયા રાખીઅ. માંય બી તીંયહાંપોઅ માયા રાખહીં, ઓનો માંય હોકીકોતોમ કોંહડુ આહાય, તો માંય તીંયહાંન જાણાવહીં.”
22 તાંહાંઅ યેહુદા ઈસુઅરી બોન્યુ. આય તા કેરીયોત ગામોઅ યેહુદા નોખુ, પોન જીયાઅ બીજો નામ થાદી આથો, ઓનો જીયાઅ બાહકાઅ નામ યાકોબ આથો તો. તીયા ઈસુન ફુચ્યો, “માલીખ, તું હોકીકોતોમ કોંહડુ આહાય તો આમહાંન ઓતુહજ જાહેર કોઈ સેકો, નો જે લોક પોરમીહેરોઅ નાંહ તીંયહાંન નેંય જાહેર કોઓ, એવ કેવ?” 23 તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “જે માંહેંઅ માંઅપોઅ માયા રાખતેહ, તે માંઅ આખનો માનીઅ. તીંયહાંપોઅ માંઅ પોરમીહેર બાહકુ બી માયા રાખીઅ. તીયોજ માંહાંહાંઅરી માંઅ પોરમીહેર બાહકુ નો માંય આવીન રેહું. 24 પોન જે માંહેંઅ માંઅપોઅ માયા નાંહ રાખતે તે માંઅ આખનો બી નેંય માને. તીંહીંઅ લીદો, માંય હોકીકોતોમ કોંહડુ આહાય તો માંય તીંયહાંન જાહેર નેંય કોઓં.
જે ગોઠી માંય તુમહાંન આખોંહ તે માંઅ ઓત્યાહજ નાંહ. પોન તે માંન મોકનુઅનારો માંઅ પોરમીહેર બાહકાઅ બી આહાય.
25 માંય તુમાંઅરી આહાય તાંઉંજ માંયોં આય બાદયા ગોઠી તુમહાંન આખી દેદયાહ. 26 પોન માંઅ પોરમીહેર બાહકુ તુમાંઅહીં પોવીતોર આત્મા મોકની આપીઅ. તોજ આત્મા તુમહાંન ઉફ આપીઅ. તો માંઅ સોત્તા કોઈન આવીઅ. તો તુમહાંન, પોરમીહેરોઅ બાબોતોઅ જે હાચાય તુમાંઅ જાંઆંન જુરુલ આહાય, તે બાદી હાચાય હીકવીઅ. માંયોં તુમહાંન આખ્યાહ તે બાદયા ગોઠી બી તો તુમહાંન ઈયાદ કોઆવીઅ. 27 માંય તુમહાંન સાંતી આપીન જાહોં; માંઅજ સાંતી માંય તુમહાંન આપોંહ. જેવ દુન્યા આપેહ તેવ માંય તુમહાંન નાંહ આપતુ. તુમાંઅ મોનહોંમ આકલાઅતા મા ઓનો બીતા મા!
28 “માંય ચાલ્યુ જાહોં, પોન ફાચુ માંય તુમાંઅહીં આવહીં’ એવ માંયોં તુમહાંન આખનો, તો તુમહાં ઉનાઅયો. જો તુમહાં માંઅપોઅ માયા રાખી વેય તા, માંય માંઅ પોરમીહેર બાહકાઅહીં ફાચુ જાહોં તીંહીંઅ તુમહાંન ખુસી વેઈ, કેવકા તો માંઅ કોઅતા મોડુ આહાય, ઓનો તાંહીં તો માંન માન આપીઅ, ઓનો તુમાંઅહીં પોવીતોર આત્માન મોકની આપીઅ. 29 આય બાદયા ગોઠી બોંણે તીંહીંઅ પેલ્લાઅજ આમુ માંયોં તુમહાંન તે આખી દેદયાહ, ઈંહીંઅ ખાતોર કા, તે બાદયા બોંણે તાંહાંઅ તુમહાંન ખાતરી વેઈ કા, જોબી માંયોં તુમહાંન આખનો તો હાચોજ આહાય. 30 આમુ માંય વાદારુ સોમોય તુમાંઅરી ગોઠી નાંહ કોઈ સેકનારુ. કેવકા, માંન જો તેઆવનારો આહાય તો જાણેકા, આય દુન્યાઅ ઘોણો લોકહોંપોઅ રાજ કોઅનારુ સેતાન માંઅપોઅ હુમલુ કોઆંન આવતુ વેય એંહડો વેઈ. પોન માંન જો વેનારો આહાય તીંહીંપોઅ તીયાઅ કાંય બી કાબુ નાંહ. 31 તેબી જે લોક પોરમીહેરોઅ નાંહ તે, માંન જો વેનારો આહાય તીંહીંપોઅ રેખ હીકાઅન જોજવે કા, માંય માંઅ પોરમીહેર બાહકાપોઅ માયા રાખોંહ, ઓનો તીયા જો કોઆંન માંન હુકોમ કોઅયુહ તોજ માંય કોઓંહ. ચાલા, આપુ ઉઠજી નો આંહીં રેખ જાજી!