15
ઈસુ હાચો દારાખોઅ વેનાઅ ગાંઉં આહાય
1 આમું વાટો જાત્ના તાંહાંઅ ઈસુ આમાંઅરી ગોઠી કોઅયા. પોરમીહેરોઅ મોરજ્યો પોરમાણો આમાંઅ જીવાઅન જુરુલોઅ બાબોતોમ દાખલાઅ રુપોમ ગોઠી કોઅતા તીયા આખ્યો, “માંય તા ખોરો દારાખોઅ વેનાઅ ગાંઉં આહાય. માંઅ પોરમીહેર બાહકુ દારાખોઅ વાળ્યોમ કામ કોઅનારાઅ ગાંઉં આહાય. 2 જીયો ડાલખ્યોહોંઅ દારાખી નાંહ લાગત્યા, તીયો ડાલખ્યોહોંન જેવ વાળ્યોમ કામ કોઅનારુ વાડી ટાકેહ, તેવ માંઅ પોરમીહેર બાહકુ, જે પોતાન માંઅ આહાય એવ આખીન બી પોરમીહેરોન રાજી નાંહ રાખતે તીંયહાંન, કાડી થોવેહ. જીયો ડાલખ્યોહોંઅ દારાખી લાગત્યાહ, તીયો ડાલખ્યોહોંઅ વાદારુ દારાખી લાગે તીંહીંઅ ખાતોર જેવ વાળ્યોમ કામ કોઅનારુ તીંયહોંન હોરેહ, તેવ માંઅ પોરમીહેર બાહકુ, જે તીયાન રાખતેહ તીંયહાંન, તે તીયાન વાદારુ રાજી રાખે તીંહીંઅ ખાતોર, વારેહ. 3 વાળ્યોમ કામ કોઅનારુ હોરી ટાકેહ તેંહડયો ડાલખ્યોહોંઅ ગાંઉં તુમું તા એખુંવારોઅ આહાય, કેવકા, માંયોં તુમહાંન જે ગોઠી આખ્યાહ તે તુમહાં માન્યાહ. 4 તુમું માંઅરી જોળાઅના રેયા! તાંહાંઅ માંય બી તુમાંઅરી જોળાઅનું રેહીં. દારાખોઅ વેનાઅ ડાલખી વેનાઅરી જોળાઅની નેંય રેય તા, તે ફોલે નાંહ આપી સેક્તી. તીયોઅ ફોલે આવાઅન માટો તે વેનાઅરી જોળાઅની રેઆંન જોજવે. તેવુજ કોઈન, તુમું માંઅરી જોળાઅના નેંય રેયા તા, પોરમીહેરોન રાજી રાખે એંહડ્યો રીતો તુમું જીવી નેંય સેકહા.
5 “માંય દારાખોઅ વેનાઅ ગાંઉં આહાય. તુમું ડાલખ્યોહોંઅ ગાંઉં આહાય. જે માંહેંઅ માંઅરી જોળાઅને રેતેહ ઓનો માંય તીંયહાંઅરી જોળાઅનું રેહોં, તે, વાદારુ ફોલે લાગતેહ તીયો ડાલખ્યોઅ ગાંઉં, પોરમીહેરોન રાજી રાખે એંહડે કામે વાદારુ કોઈઅ. ઈયાદ રાખા: માંઅ મોદોદો વોગોર તુમું, ખોરેખોર પોરમીહેરોન રાજી રાખે એંહડો કાંય બી નેંય કોઈ સેકહા. 6 પોન જેબી માંઅરી જોળાઅને નાંહ રેતે, તીંયહાંન તા, જેવ વાળ્યોમ કામ કોઅનારુ નોક્કામ્યો ડાલખ્યોહોંન વાડીન ફેટ ટાકેહ તેવ, પોરમીહેર કાડી થોવીઅ. વાડીન ફેટ ટાકન્યા ડાલખ્યા હુકાય જાત્યાહ તાંહાંઅ કોડો બી તીંયહોંન વીસીન આગીમ ટાકીન નાગાળી દેહે. 7 જો તુમું માંઅરી જોળાઅના રેયા ઓનો માંઅ ગોઠી પોરમાણો ચાના તા, તુમાંઅ મોરજી વેય તો તુમું પોરમીહેરોપોઅ માગી સેકહા, ઓનો તો તુમહાંન તો આપીઅ. 8 માંઅ પોરમીહેર બાહકાન રાજી રાખે એંહડે કામે વાદારુ કોઈનુંજ તુમું તીયાન માન આપી સેક્તાહ. ઓનો એવ કોઈનુંજ તુમું દેખાવી સેકહા કા તુમું માંઅ ચેલા આહાય.
9 જેવ માંઅ પોરમીહેર બાહકા માંઅપોઅ માયા રાખીહ, તેવુજ માંયોં બી તુમાંપોઅ માયા રાખીહ. એટલે, જીંયહાંપોઅ માંય માયા રાખોંહ એંહડો લોકહોંન સોબે તેંહડો જીવોન જીવ્યા કોઆ. 10 જેવ માંયોં માંઅ પોરમીહેર બાહકાઅ હુકોમ પાલ્યાહ ઓનો જીયાપોઅ તો માયા રાખેહ એંહડો માંહાંઅન સોબે તેંહડો જીવોન જીવ્યા કોઓંહ તેવુજ, જો તુમું માંઅ હુકોમ પાલહા તા, જીંયહાંપોઅ માંય માયા રાખોંહ એંહડો લોકહોંન સોબે તેંહડો જીવોન તુમું જીવહા. 11 જેવ માંય ખુસ આહાય તેવ તુમું બી ખુસ રેયા, ઓનો તુમું પુર્યો રીતો ખુસ રેયા તીંહીંઅ ખાતોર, માંયોં આય ગોઠી તુમહાંન આખ્યાહ. 12 માંય તુમહાંન જો હુકોમ કોઓંહ તો આય આહાય: જેવ માંયોં તુમાંપોઅ માયા રાખીહ તેવ તુમું બી એક-બીજાપોઅ માયા રાખા. 13 કોડાપોઅ બી એક માંહુંઅ માયા રાખતો વેય તા, તે માયા દેખાવાઅન હારામ હારી રીત તા, જીયાપોઅ તો માયા રાખેહ તીયાઅ માટો પોતાઅ જીવ આપનુંઅ તે આહાય. ઈયો કોઅતા બીજયો કોન્યો બી હાર્યો રીતો તુમું કોડાપોઅ બી માયા નાંહ રાખી સેક્તા. 14 માંયોં તુમહાંન આપના હુકોમ જો તુમું પાલ્યા કોઅહા તા, તીંહીં કોઈન તુમું દેખાવહા કા તુમું માંઅ દોસ્તાર આહાય. 15 આમુ રેખ માંય તુમહાંન માંઅ ચાકોર નેંય આખોં, કાંહાંનકા, ચાકોર, તીંયહાંઅ સેટ તીંયહાંન જે કામે કોઆવેહ તે કાંહાંન કોઆવેહ, તો નાંહ જાંઅતા. પોન ઉલટો, માંય તા તુમહાંન માંઅ દોસ્તાર આખોંહ, કાંહાંનકા, માંઅ પોરમીહેર બાહકા માંન જેબી ગોઠી આખ્યાહ તે બાદયા માંયોં તુમહાંન દોસ્તારોઅ ગાંઉં જાણાવી દેદયાહ. 16 માંઅ ચેલા બોંણાઅન તુમહાં નાંહ નોક્કી કોઅયો. ઉલટો, માંયોંજ તુમહાંન પોસોંદ કોઅયાહ, ઈંહીંઅ ખાતોર કા તુમું માંઅ પોરમીહેર બાહકાન રાજી રાખે એંહડે ઘોણે કામે કોઆ. તુમું જો કોઅહા તીંહીંઅ પોરીણામ કાયોમોઅ માટો રેઈ. માંયોં તુમહાંન ઈંહીંઅ લીદો બી પોસોંદ કોઅયાહ કા, જોબી કોઆંન તુમું માંઅ પોરમીહેર બાહકાપોઅ માગહા, તો તુમાંઅ માટો તો કોઈઅ, કેવકા તુમું માંઅ ચેલા આહાય.
17 માંયોં તુમહાંન જો હુકોમ આપ્યુહ તો માંય ફાચુ આખોંહ: તુમું એક-બીજાપોઅ માયા રાખા.
પોરમીહેરોઅ વીરુદ કોઅનારા લોક ઈસુઅ ચેલહાંન બી નોફરોત કોઅતાહ
18 પોરમીહેરોઅ વીરુદ કોઅનારે માંહેંઅ તુમહાંન નોફરોત કોઅતેહ તાંહાંઅ ઈયાદ રાખજા કા, તુમહાંન નોફરોત કોઅતા પેલ્લાઅ તીંયહાં માંનુંજ નોફરોત કોઅયીહ. 19 જો તુમું બી પોરમીહેરોઅ વીરુદ કોઅનારહાં વેઅના વેતા તા, તે તુમહાંન પોતાઅ આયાર્અ ગોંણીન તુમાંપોઅ માયા રાખતે. પોન તુમું તા પોરમીહેરોઅ વીરુદ કોઅનારહાં વેઅના નાંહ. ઉલટો, માંયોં તુમહાંન ઈંહીંઅ ખાતોર પોસોંદ કોઅયાહ કા, તુમું પોરમીહેરોઅ વીરુદ કોઅનારો તીયો લોકહોંમ રેખ ઓલોગ પોળા. ઈયોજ કારોણો, પોરમીહેરોઅ વીરુદ કોઅનારે તે તુમહાંન નોફરોત કોઅતેહ. 20 માંયોં પેલ્લાઅ જે ગોઠી તુમહાંન આખન્યા તે તુમું ઈયાદ કોઆ: “કોય બી ચાકોર તીયાઅ સેટો કોઅતા મોડુ નાંહ.’ ઈંહીંઅ ઓર્થુ ઓ આહાય કા, તુમું માંઅ ચાકોર એંહડી આસા નાંહ રાખી સેક્તા કા, માંહેંઅ માંઅરી જીયો રીતો વોરતુઅતેહ તીંહીં કોઅતા હાર્યો રીતો તે તુમાંઅરી વોરતીઅ. એટલે, જેવ તીંયહાં માંન દુખે પાળ્યેહ, તેવ તે તુમહાંન બી દુખે પાળીઅજ. જો તીંયહાં માંયોં તીંયહાંન હીકવુઅન્યો ગોઠહીંપોઅ ધીયાન આપ્યો વેય તા, તે તુમું તીંયહાંન જો હીકવુઅતાહ તીંહીંપોઅ બી ધીયાન આપતા. 21 પોન તુમું માંઅ ચેલા આહાય તીંહીંઅ લીદો, ઓનો તે માંન મોકનુઅનારો પોરમીહેર બાહકાન નાંહ ઓઅખુઅતે તીંહીંઅ લીદો, તે તુમાંઅરી ઈયો રીતોજ વોરતીઅ. 22 જો માંય આય દુન્યામ આવીન તીંયહાંન પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય નેંય આખતુ તા, તે માંન ઓનો માંઅ ગોઠીન નોફરોત કોઆંન બાબોતોમ ગુનાલે નેંય બોંણતે. પોન આમુ માંય આલુહ ઓનો માંયોં તીંયહાંન પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય આખીહ. તીંહીંઅ લીદો, પોરમીહેર તીંયહાંઅ પાપહોંઅ માટો તીંયહાંઅ નીયાય કોઈઅ તેંહડામ તે કાંય બી બાનો નાંહ કાડી સેક્તે. 23 જેબી માંહેંઅ માંન નોફરોત કોઅતેહ, તે જાણેકા માંઅ પોરમીહેર બાહકાન બી નોફરોત કોઅતે વેય તેંહડો આહાય. 24 જોબી જો કોન્નો બી માંહાં નેંય કોઅયા વેય તેંહડા ચોમોત્કાર માંયોં તીંયહાંઅ આગલાઅ નેંય કોઅયા વેય તા, તે માંન દુર કોઆંન પાપોઅ બાબોતોમ ગુનાલે નેંય બોંણતે. પોન આમુ તીંયહાં માંયોં કોઅના તે ચોમોત્કાર દેખ્યાહ તેબી, તીંયહાં માંન ઓનો માંઅ પોરમીહેર બાહકાન નોફરોત કોઅયીહ. 25 પોન આય બાદો તા, તીંયહાંઅ પોવીતોર લેખાણહોંમ ગીત લેખનારા જો લેખ્યોહ તો હાચો પોળે તીંહીંઅ ખાતોર, એંહડો બોંણ્યોહ. તીયા એવ લેખ્યોહ: “તીંયહાં કોય બી કારોણો વોગોર માંન નોફરોત કોઅયીહ.’
26 ફાચલાઅ રેખ માંય માંઅ પોરમીહેર બાહકાઅહીં રેખ, તુમહાંન ઉફ આપનારાન, તુમાંઅહીં મોકની આપહીં. તો તા પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય તુમહાંન હીકવુઅનારુ પોવીતોર આત્મા આહાય. તો માંઅ પોરમીહેર બાહકાઅહીં રેખ આવીઅ, ઓનો લોકહોંન માંઅ બાબોતોમ આખીઅ. 27 પોન તુમાંઅ-માંઅ ચેલહાંઅ બી, માંઅ બાબોતોમ લોકહોંન આખનુંઅ જોજવે, કેવકા, માંયોં માંઅ સેવા ચાલુ કોઅયી તેંહડામ રેખુજ તુમું માંઅ આરીજ રેયાહ.”