13
ઈસુ તીયાઅ ચેલહાંઅ પાગ તુવેહ
1 પાસ્કા તીવારોઅ આગલો દીહોઅ વાઅતો પોળ્યો. તાંહાંઅ ઈસુ જાંઈ ગોયુ કા, આય દુન્યા સોળીન ફાચા હોરગો વેઅનો તીયાઅ પોરમીહેર બાહકાઅહીં જાઆંન તીયાઅ વોખોત આવી ગોયુહ. તીયા આય દુન્યા વેઅનો તીયાઅ ખાસ દોસતાર આમહાંપોઅ કાયોમ માયા રાખની, ઓનો તીયાન ખોબોર આથી કા, આમું આજી આય દુન્યામ જીવતા રેનારા આહાય, તીંહીંઅ લીદો, તો આમાંપોઅ કોતીહ માયા રાખત્નું તો આમુ તીયા આમહાંન પુર્યો રીતો દેખાવ્યો. 2 આમું પાસ્કાઅ જેમોણ ખાત્ના. કેરીયોત ગામોઅ સીમોનોઅ પોયોર યેહુદાન સેતાનો પેલ્લાઅજ એંહડી સાલાહ આપની કા તો ઈસુન તેઆવી દેય. 3 પોન ઈસુ જાંઅત્નું કા તીયાઅ પોરમીહેર બાહકા તીયાન આય બાદો સોંજોગહોંન આથોમ રાખાઅન સોત્તા આપીહ. તો ઈં બી જાંઅત્નું કા તો પોરમીહેરોઅહીં રેખ આલુહ ઓનો હોવારુજ તીયાઅહીં ફાચુ જાનારુ આહાય. 4 પોન તેવ જાતા પેલ્લાઅ તો આમહાંન દેખાવાઅન માગત્નું કા આમાંઅ એક-બીજાપોઅ કેકેવ માયા રાખનુંઅ જોજવે. તીંહીંઅ લીદો, તો ખાત્નું તાંહીં રેખ ઉઠ્યુ, ઓનો તીયા પોતાઅ ઉપરોઅ પોતળો કાડી નેદો, ઓનો ગુલામ પોતાઅ માલીખોઅ સેવા કોઅત્યો વોખોત કોએહ તેવ તીયા એક મોડી રુંબાલ પોતાઅ કોંબરોઅરી વેટાલી નેદી. 5 હાતીઅ તીયા એક બાસોનોમ થોળોક પાંઈં રેસવ્યો, ઓનો આમાંઅ પાગ તુવાઅન ચાલુ કોઅયો. હાતીઅ તો પોતાઅ કોંબરોઅરી વેટાલન્યો રુંબાલી કોઈન તે પાગ નુસુ ખેટ્યુ .
6 બાદહાંઅ પાગ તુવતુ-તુવતુ તો સીમોન પીતોરોઅ પાગ તુવાઅન તીયાઅહીં આલુ. તાંહાંઅ પીતોરો તીયાન આખ્યો, “માલીખ, માંઅ પાગ તુવીન તું પોતાન નીચુ પાળો તો બોરાબોર નાંહ.” 7 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “માંય જો કોઓંહ તીંહીંઅ ઓર્થુ તું આમુ નાંહ હોમજુઅતુ, પોન હાતીઅ હોમજોહો.” 8 તાંહાંઅ પીતોરો આખ્યો, “માંય કોય દીહ બી તુંન માંઅ પાગ તુવાઅન નેંય દેમ.” તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “જો માંય તોઅ પાગ નેંય તુવોં તા, તું માંઅ ચેલુ નેંય રેઅ સેકો.” 9 તાંહાંઅ સીમોન પીતોરો તીયાન આખ્યો, “માલીખ, એંહડો વેય તા, માંઅ પાગ એખના નેંય, પોન માંઅ આથ ઓનો માંઅ મુનકો બી તુવજો!” 10 તાંહાંઅ જીંયહાંન પોરમીહેરો તીંયહાંઅ પાપહોંઅ ગુનહાંમ રેખ સોકે કોઅયેહ, તીંયહાંઅ તા, તે ફાચલાઅ રેખ જે પાપ કોઈઅ તે ઓતાહજ પોરમીહેર માફ કોએ તીંહીંઅ જુરુલ આહાય તો દેખાવાઅન ઈસુ તીયાન આખ્યો, “જો માંહુંઅ ઉંઅગ્યોહ તીયાઅ તા, હાતીઅ રેખ પાગ ઓતાહજ તુવનુંઅ જુરુલ રેહે, કેવકા ઉદલાવાલ્યો વાટહીં પાગ હોવારાજ ગોંદા વેતાહ. સોરીદોઅ બીજા ભાગ તા સોકાજ રેતાહ. તેવુજ કોઈન, માંયોં તુમહાંઅ માંઅ ચેલહાંઅ બાદો પાપહોંઅ ગુના તુવી ટાક્યાહ. પોન તુમહાં વેઅના બાદા સોકા નાંહ.” 11 આમહાંમ રેખ કોડુ તીયાન તેઆવી દેનારુ આહાય તો ઈસુ જાંઅત્નું. તીંહીંઅજ લીદો, તીયા એવ આખ્યો, “તુમહાં વેઅના બાદા સોકા નાંહ.”
12 આમાંઅ બાદહાંઅ પાગ તુવી પાળીન હાતીઅ, ઈસુ તીયાઅ ઉપરોઅ પોતળો ફાચો પોવી નેદો. ઓનો હાતીઅ તો બોઠુ ઓનો આમહાંન આખ્યો, “માંયોં તુમાંઅ માટો જો કોઅયો તો તુમહાંન હોમજાઅયો કા? 13 તુમું માંન “ગુરુજી’ ઓનો “માલીખ’ આખતાહ, ઓનો એવ કોઈન તુમું દેખાવતાહ કા તુમું માંન માન આપતાહ. તુમું તેવ આખતાહ તો બોરાબોરુજ આહાય. કેવકા હોકીકોતોમુજ માંય તુમાંઅ “ગુરુ’ ઓનો “માલીખ’ આહાય. 14 પોન માંય તુમાંઅ માલીખ ઓનો ગુરુજી આહાય તેબી માંયોં તુમાંઅ પાગ તુવ્યા તા, તુમાંઅ બી એક-બીજાઅ પાગ તુવાઅન જેંહડે કામે કોઈન એક-બીજાઅ સેવા કોઅનુંઅ જોજવે. 15 માંયોં તુમાંઅ આગલાઅ માંઅ પોતાઅ નોમુનું આપ્યુ, ઈંહીંઅ ખાતોર કા તુમું બી માંઅ ગાંઉં પોતાન નીચા પાળીન એક-બીજાઅ સેવા કોઆ. 16 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: ચાકોર તીયાઅ માલીખો કોઅતા મોડુ નાંહ. ઓનો ખોબરી તીયાન મોકનુઅનારા કોઅતા મોડુ નાંહ. એટલે તુમું બી માંઅ કોઅતા મોડા નાંહ તીંહીંઅ લીદો, ઓબીમાન રાખ્યા વોગોર ઓનો રાજી વેયન તુમાંઅ એક-બીજાઅ સેવા કોઅનુંઅ જોજવે. 17 આય બાદયા બાબોતી આમુ તુમું જાંઈં ગોયાહ. એટલે, જો તુમું તીંયહોં પોરમાણો કોઅહા તા, પોરમીહેર તુમહાંન આસીરવાદ આપીઅ.
18 “પોરમીહેર તુમહાંન બાદહાંન આસીરવાદ આપીઅ એવ માંય નાંહ આખતુ. માંયોં તુમહાંન પોસોંદ કોઅના તેંહડામ તુમું કોંહડા આથા તો માંય જાંઅત્નુંજ. પોન માંન તેઆવી દેનારાન બી માંયોં પોસોંદ કોઅનું, ઈંહીંઅ ખાતોર કા પોવીતોર લેખાણોમ ગીત લેખનારા જો લેખ્યોહ તો હાચો પોળે. તીયા એવ લેખ્યોહ: “જો માંઅ દોસદાર વેય એંહડુ ઢોંગ કોઈન માંઅરી બોહીન ખાહે, તોજ માંઅ દુસ્માન બોંણ્યુહ.’
19 “એખું માંન તેઆવી દેઈ’ એવ માંય તે બીના બોંણ્યા પેલ્લાઅજ તુમહાંન આખી દેહોં, ઈંહીંઅ ખાતોર કા, તો માંન તેઆવી દેઈ તેંહડામ, તુમું વીસવાહ કોઆંન ચાલુ રાખા કા માંયજ ખ્રીસ્ત આહાય. 20 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: “માંયોં મોકનુઅનો તુમહાં વેઅનો એકાન જોબી માનેહ, તો જાણેકા માંનુંજ માનતો વેય તેંહડો આહાય. ઓનો જોબી માંન માનેહ, તો જાણેકા માંન મોકનુઅનારો માંઅ પોરમીહેર બાહકાન માનતો વેય એંહડો આહાય.”
ઈસુ પોતાન તીયાઅ દુસમાનહોંઅ આથોમ તેઆવી દેનારાઅ બાબોતોમ આખેહ
21 આય ગોઠી આખીન હાતીઅ ઈસુ પોતાઅ મોનો-મોનોમ ભારી દુખી વેયુ, ઓનો આમહાંન ચેલહાંન આખ્યો, “માંય તુમહાંન નોક્કીજ આખોંહ: તુમાંઅ વેઅનું એક માંન તેઆવી દેનારુ આહાય.” 22 ઈસુ કોડા બાબોતોમ આખેહ તો આમું હોમજી નેંય સેક્યા તીંહીંઅ લીદો આમું એક-બીજાઅહેં હેઆ ખેટયા. 23 જીયાઅ બાબોતોમ માંહેંઅ આખતેહ કા “ઈસુ તીયાપોઅ માયા રાખની’ તો, એટલે માંય, તેંહડામ ઈસુન ઓળકીનુંજ બોઠનું. 24 તાંહાંઅ સીમોન પીતોરો માંન ઈસારુ કોઈન આખ્યો, ઈસુ કોડાઅ બાબોતોમ એવ આખેહ તો માંય તીયાન ફુચોં. 25 તાંહાંઅ માંય માંઅ મુંય ઈસુઅ સાત્યોઅરી રાખીન તીયાન ફુચ્યો, “માલીખ, આમહાં વેઅનો કોડાઅ બાબોતોમ તું એવ આખોહ?” 26 તાંહાંઅ ઈસુ માંન જોવાબ આપ્યુ, “માંડાઅ આય કુટકુ ઠાલ્યો વેઅનો રોહોમ બુડવીન હાતીઅ માંય જીયાન આપહીં, તોજ તો માંહુંઅ આહાય.” હાતીઅ, પોતાન તેઆવનારુ કોડુ આહાય તો ઈસુ જાંઅત્નું તો આમહાંન દેખાવાઅન માટો, તીયા માંડાઅ કુટકુ ઠાલ્યો વેઅનો રોહોમ બુડવ્યુ, નો હાતીઅ તો કેરીયોત ગામોઅ સીમોનોઅ પોયોર યેહુદાન આપ્યુ. 27 યેહુદા જેંહડુ તો કુટકુ ખાદુ કા તુરુતુજ, સેતાનો તીયાઅ કોબ્જુ નેઅ નેદુ. હાતીઅ ઈસુ યેહુદાન આખ્યો, “તું જો કોઆંન આહાય તો, ઉતવાલ્યુ કોઅ!” 28 પોન ઈસુ તીયાન એવ કાંહાંન આખ્યો તો, તાંહીં બોઠનાહાં વેઅનો આમહાંમ રેખ કોડાન બી નેંય હોમજાઅયો. 29 લોક આમાંઅ મોદોદ કોઆંન માટો આપત્ના તીયો પોયસાહાંઅ કારભારો યેહુદાપોઅજ આથો તીંહીંઅ લીદો, આમહાં વેઅનો થોળાકહાં એવ ધાર્યો કા, તીવાર વાલાઅન આમાંઅ જીયો ચીજહીંઅ જુરુલ આહાય તે ચીજી વેચાઅત્યા દાવાઅન ઈસુ તીયાન આખ્યો વેય. થોળાકહાં એવ ધાર્યો કા, ગોરીબહોંન થોળાક પોયસા આપાઅન ઈસુ તીયાન આખ્યો વેય. 30 યેહુદા તો માંડાઅ કુટકુ જેંહડુ ખાદુ કા તુરુતુજ, તો તાંહીં રેખ નીંગી ગોયુ. બારો આંદારો આથો, ઓનો તીયાઅ મોનોમ બી આંદારોજ આથો.
નોવુ હુકોમ: એક-બીજાપોઅ માયા રાખા!
31 યેહુદા તાંહીં રેખ નીંગી ગોયુ હાતીઅ, ઈસુ આખ્યો, “હોરગોમ રેઅખુ આલનું માંય કોતુહ મોડુ આહાય તો આમુ માંઅ પોરમીહેર બાહકુ દેખાવીઅ. ઓનો માંય જો કોઓંહ તીંહીંપોઅ રેખ, પોરમીહેર કોતુહ મોડુ આહાય તો, માંહેંઅ હેઈઅ. 32 માંય જો કોઓંહ તીંહીંપોઅ રેખ, પોરમીહેર કોતુહ મોડુ આહાય તો, માંહેંઅ હેઈઅ તીંહીંઅ લીદો, માંય કોતુહ મોડુ આહાય તો, પોરમીહેર પોતોજ લોકહોંન દેખાવીઅ. ઓનો તો ઉતવાલ્યુજ તેવ કોઈઅ.
33 “માંઅ મેરાલો પોયરાહાં, તુમાંઅરી માંય આજી થોળોજ સોમોયોઅ માટો વેહીં. હાતીઅ તુમું માંન હોદહા, પોન માંય આંહીં નેંય વેમ. જેવ માંયોં યેહુદી આગેવાનહોંન આખનો તેવુજ આમુ માંય તુમહાંન બી આખોંહ: માંય જાંહીં જાહોં તાંહીં, આમુ તાંઉં તુમું આવી નાંહ સેક્તા. 34 માંય આમુ તુમહાંન નોવુ હુકોમ આપોંહ: તુમું એક-બીજાપોઅ માયા રાખા! જેવ માંયોં તુમાંપોઅ માયા રાખીહ તેવ તુમું બી એક-બીજાપોઅ માયા રાખા! 35 જો તુમું એક બીજાપોઅ માયા રાખતા રેયા તા, તો હેઅનારે બાદે માંહેંઅ જાંઈંઅ કા તુમું માંહ ચેલા આહાય.
ઈસુ આગાહી કોએહ કા પીતોર તીયાન ઓઅખાઅન ના પાળીઅ