9
જોલ્મો રેખ આંદલો એક માંહાંઅન ઈસુ દેખતો કોએહ
1 ઈસુ નો આમું તીયાઅ ચેલા વાટો જાત્ના તાંહાંઅ, તીયા જોલમો રેખ આંદલો એક માંહાંઅન દેખ્યો. 2 તાંહાંઅ આમહાં ચેલહાં ઈસુન ફુચ્યો, “ગુરુજી, આય માંહુંઅ તીયાઅ પોતાઅ પાપહોંઅ લીદો આંદલો જોલમ્યોહ કા, તીયાઅ યાહકી-બાહકાઅ પાપહોંઅ લીદો?” 3 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “તો તીયાઅ પોતાઅ પાપહોંઅ લીદો કા તીયાઅ યાહકી-બાહકાઅ પાપહોંઅ લીદો આંદલો નાંહ જોલમ્યો. ઉલટો, તો તા તીયાઅ જીવોનોમ જો બોંણનારો આહાય તીંહીંઅ પોરીણામો માંહેંઅ પોરમીહેરોઅ તાકોત હેઈ સેકે તીંહીંઅ ખાતોર, તો આંદલો જોલમ્યોહ. 4 આજી તોક આહાય તાંઉં, માંન મોકનુઅનારુ માંઅપોઅ જે કામે કોઆવાઅન માગેહ તે કામે, માંઅ કોઅનુંઅ જોજવે. જેવ દીહોઅ ફાચલાઅ રાત આવેહ તેંહડામ તીયો રાતી માંહાંહાંન કામ નાંહ કોઈ સેકાઅતો તેવુજ, આપોઅ જીનગ્યોહોંઅ સેન્નો સોમોયો પોરમીહેરોઅ મોરજી પુરી કોઅનુંઅ તો ભારી મોળો પોળેહ. 5 જેવ ઉજવોળ આંદારામ કાય આહાય તો હેઆંન માટો આય દુન્યાઅ લોકહોંન મોદોદ કોએહ તેવુજ, માંય આય દુન્યામ જીવતુ આહાય તાંઉં, લોકહોંન પોરમીહેરોઅ બાબોતોમ જાણાવનારુ માંયજ આહાય.”
6 એવ આખીન હાતીઅ, ઈસુ પુંયોંપોઅ થુપ્યુ. ઓનો તીંહીં કોઈન થોળુક કાદવોઅ ગારુ બોંણાવીન તીયો આંદલો માંહાંઅ ડોંઅહાંપોઅ ચોપળ્યુ. 7 હાતીઅ તીયા તીયાન આખ્યો, “જાયન “સીલોવામ’ કુંડોમ તોઅ ડોંઆં તુવજો!” (સીલોવામોઅ ઓર્થુ “મોકનુઅનો’ એંહડુ વેહે.) એટલે, તો માંહુંઅ ગોયો ઓનો તીયો કુંડોમ તીયા પોતાઅ ડોંઆં તુવ્યા. હાતીઅ તો દેખતો વેયન પોતાઅ કોઅ ગોયો! 8 તીયો માંહાંઅ ઉંગો-પાહાળહ્યાં નો બીજહાં, જીંયહાં તીયાન પેલ્લાઅ ભીક માગતા દેખનો, તીંયહાં એક-બીજાન આખ્યો, “આય તા હોલો આંહીં બોહીન ભીક માગ્યા કોઅત્નો તોજ માંહુંઅ આહાય કને?” 9 તાંહાંઅ થોળાકહાં આખ્યો, “ઓં, તોજ આહાય.” બીજહાં આખ્યો, “નાંહ, ઈં તો નાંહ, પોન ઈં તા તીયાઅ ગાંઉં દેખાઅનારો બીજો માંહુંઅ આહાય.” પોન તીયો માંઅહાં આખ્યો, “ઓં, તો માંહુંઅ માંયજ આહાય!” 10 તાંહાંઅ તીંયહાં તીયાન ફુચ્યો, “તું કેકેવ દેખતુ વેઅ ગોયુ?” 11 તાંહાંઅ તીયા જોવાબ આપ્યુ, “ઈસુ નામોઅ માંઅહાં થોળુક કાદવોઅ ગારુ બોંણાવીન માંઅ ડોંઅહાંપોઅ ચોપળ્યુ. હાતીઅ તીયા માંન જાયન સીલોવામ કુંડોમ માંઅ ડોંઆં તુવાઅન આખ્યો. એટલે, માંય તાંહીં ગોયુ ઓનો જેંહડા માંયોં માંઅ ડોંઆં તુવ્યા કા તુરુતુજ માંય દેખતુ વેઅ ગોયુ.” 12 તાંહાંઅ તીંયહાં તીયાન ફુચ્યો, “તો માંહુંઅ આમુ કાંહીં આહાય?” તાંહાંઅ તીયા જોવાબ આપ્યુ, “માંન ખોબોર નાંહ.”
દેખતો વેયનો માંહાંઅન ફોરોસી લોક સાવાલ ફુચતાહ
13 હાતીઅ તે માંહેંઅ, પેલ્લાઅ આંદલો આથો તીયો માંહાંઅન, ફોરોસહ્યોંઅહીં નેઅ ગોયે. 14 ઈસુ કાદવોઅ ગારુ બોંણાવીન આંદલો માંહાંઅન દેખતો કોઅનો તો દીહ આરામોઅ દીહ આથુ. કોડાન બી હારો કોઅનુંઅ તીયાન તે કામ કોઅયો એવ ગોંણત્ને. ઓનો તીંયહાંઅ નીયોમહોં પોરમાણો આરામોઅ દીહ કામ કોઆંન લોકહોંન સુટ નોખી. 15 તીંહીંઅ લીદો, ફોરોસહ્યોં બી તીયો માંહાંઅન ફુચ્યો, તો કેકેવ દેખતો વેયો. તાંહાંઅ તીયો માંઅહાં તીંયહાંન આખ્યો, “તીયો માંઅહાં માંઅ ડોંઅહાંપોઅ થોળુક કાદવોઅ ગારુ ચોપળ્યુ; હાતીઅ માંયોં માંઅ ડોંઆં તુવ્યા ઓનો આમુ માંય હેઈ સેકોંહ.” 16 તાંહાંઅ તીયો ફોરોસહ્યોં વેઅનો થોળાકહાં આખ્યો, “તો માંહુંઅ, “આરામોઅ દીહ કામ નેંય કોઅનુંઅ’ ઓ આપોઅ નીયોમ નાંહ પાલતો. એટલે, તો પોરમીહેરોઅ તોરફયોઅ નાંહ.” પોન બીજહાં આખ્યો, “જો તો પાપી માંહુંઅ વેતો તા, તીયાન આંહડા ચોમોત્કાર કોઈજ નેંય સેકાઅતા!” એવ કોઈન તીંયહાંમ ભાગલા પોળી ગોયા. 17 તીંહીંઅ લીદો ફોરોસહ્યોં, પેલ્લાઅ આંદલો આથો તીયો માંહાંઅન ફાચો એક વોખોત ફુચ્યો, “તીયા દેખતો કોઅનો તો માંહુંઅ તુંજ આહાય. તાંહાંઅ તીયો માંહાંઅ બાબોતોમ તું પોતો કાય આખોહ?” તાંહાંઅ તીયો માંઅહાં જોવાબ આપ્યુ, “માંન લાગેહ કા, તો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ આહાય!” તાંહાંઅ તીંયહાં તીયાન જાઆંન આખ્યો.
18 તો માંહુંઅ આંદલોજ જોલમુઅનો ઓનો આમુ તો હેઈ સેકેહ તો, તે યેહુદી આગેવાન આજી બી નોખા માનતા. તીંહીંઅ લીદો, તીંયહાં તીયો માંહાંઅ યાહકી-બાહકાન હાદાવ્યે. 19 તે તાંહીં આલે તાંહાંઅ, યેહુદી આગેવાનહોં તીંયહાંન ફુચ્યો, “તો માંહુંઅ તુમાંઅ પોયોર આહાય કા? તો આંદલુજ જોલમુઅનું એવ તુમું આખતેહ કા? જો એ ગોઠ હાચી વેય તા, આમુ તો કેકેવ દેખતુ વેયુહ?” 20 તાંહાંઅ તીયાઅ યાહકી-બાહકા તીંયહાંન જોવાબ આપ્યુ, “આમું જાંઅતેહ કા તો આમાંઅ પોયોર આહાય. તો આંદલુજ જોલમુઅનું તો બી આમું જાંઅતેહ. 21 પોન તો આમુ કેકેવ હેઈ સેકેહ તીંહીંઅ આમહાંન ખોબોર નાંહ. ઓનો તીયાન કોડા દેખતુ કોઅયુ તીંહીંઅ બી આમહાંન ખોબોર નાંહ. આમાંઅ પોયોરોનુંજ તીંહીંઅ બાબોતોમ ફુચા! તુમાંઅ જેંહડો આગેવાનહોંન જોવાબ આપી સેકે ઓત્તુહ તો મોડુ આહાયજ. તો તીયા-તીયાઅજ જોવાબ આપીઅ!” 22 યેહુદી આગેવાનહોં પેલ્લાઅજ એંહડો નોકકી કોઅનો કા, જોબી ઈસુન “ખ્રીસ્ત આહાય’ એવ કોબુલ કોએ તીયાન, તીંયહાંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ આવતો ઓટકાવી દેનુંઅ. તીયો માંહાંઅ યાહકી-બાહકાન આય ગોઠીઅ ખોબોર આથી. એટલે, તે યેહુદી આગેવાનહોંન બીતને. 23 તીંહીંઅ લીદો તીંયહાં આખ્યો, “તો જોવાબ આપી સેકે ઓત્તુહ મોડુ આહાય, એટલે, તુમું તીયાનુંજ ફુચા!”
24 હાતીઅ તીયો ફોરોસહ્યોં, પેલ્લાઅ આંદલો આથો તીયો માંહાંઅન ફાચો હાદાવ્યો. તો તાંહીં આલો તાંહાંઅ, તીંયહાં તીયાન આખ્યો, “પોરમીહેરોન માથો રાખીન આમહાંન હાચોજ આખ! આમું જાંઅતાહ કા, તુંન હારુ કોઅનારો માંહુંઅ પાપી આહાય.” 25 તાંહાંઅ તીયો માંઅહાં જોવાબ આપ્યુ, “તો પાપી આહાય કા નાંહ, તો માંય નાંહ જાંઅતુ. પોન એક બાબોત માંય નોક્કીજ જાંઓંહ: પેલ્લાઅ માંય આંદલુ આથુ, પોન આમુ માંય હેઈ સેકોંહ!” 26 તાંહાંઅ તીંયહાં તીયાન ફુચ્યો, “તુંન હારુ કોઆંન તીયા કાય કોઅયો? તીયા તુંન કેકેવ દેખતુ કોઅયુ?” 27 તાંહાંઅ તીયા જોવાબ આપ્યુ, “માંયોં તુમહાંન પેલ્લાઅજ આખી દેદોહ. પોન તુમહાં તો બોરાબોર નાંહ ઉનાઅયો. તા તુમું તો ફાચો માંઅપોઅ રેખ કાંહાંન ઉનાઆંન માગતાહ? તુમું બી તીયાઅ ચેલા બોંણાઅન માગતાહ કા?” 28 તાંહાંઅ તીંયહાં ઝાંજવાયન તીયાઅ ઓપમાન કોઅયો. તીંયહાં આખ્યો, “તીયો માંહાંઅ ચેલુ તા તુંજ આહાય. આમું તા મોસેઅ ચેલા આહાય! 29 આમું જાંઅતાહ કા, પોરમીહેર મોસેઅરી બોનનું. પોન આય માંહાંઅન આય બાદો કોઆંન સોત્તા કાંહીં રેખ મીલીહ તો બી આમું નાંહ જાંઅતા.” 30 તાંહાંઅ તીયો માંઅહાં જોવાબ આપ્યુ, “એ કોત્તી નોવાયોઅ ગોઠ આહાય! તુમું આખતાહ કા, આય બાદો કોઆંન સોત્તા તીયાન કાંહીં રેખ મીલીહ તો તુમું નાંહ જાંઅતા. પોન તીયા તા માંન દેખતુ કોઅયુહ! 31 આપુ જાંઅતેહ કા પોરમીહેર, પાપી માંહાંહાં કોઅન્યો ઓરોજોઅ જોવાબ નાંહ આપતુ. પોન ઉલટો, જે તીયાઅ બીખ રાખતેહ ઓનો તીયાઅ મોરજી પુરી કોઅતે રેતેહ તે, જો તીયાન ઓરોજ કોઅતેહ તા, તો તે ઉનાયન તીંહીંઅ જોવાબ આપેહ. 32 કોડા બી કોય દીહ બી માંઅ જેંહડો જોલમો રેખ આંદલો માંહાંઅન દેખતો નાંહ કોઅયો. તેંહડો તા પેલ્લાઅ કોય દીહ બી નાંહ બોંણ્યો! 33 એટલે, જો આય માંહુંઅ પોરમીહેરોઅહીં રેખ નેંય આવતો તા, તો તેંહડો કામ નેંયજ કોઈ સેકતો!” 34 તાંહાંઅ તીંયહાં જોવાબ આપ્યુ, “તું તોઅ યાહકી-બાહકાઅ પાપોઅ પોરીણામોજ આંદલુ જોલમ્યુહ! તું આમહાંન હીકવોહ કા?” એવ આખીન તીંયહાં તીયાન ભોક્તી મોંડોળોઅ કોઅમે રેખ બારુ કાડી થોવ્યુ.
આત્મીક રીતોઅ આંદલો માંહેંઅ
35 ફોરોસી લોકહોં તીયો માંહાંઅન ભોક્તી મોંડોળોઅ કોઅમે રેખ કાડી થોવ્યોહ એવ ઈસુ ઉનાઅયો તાંહાંઅ, તીયા તીયો માંઅહાંન હોદી કાડયો ઓનો તીયાન આખ્યો, “માંહાંઅ પોયોરજ ખ્રીસ્ત આહાય એવ તું માનોહ કા?” 36 તાંહાંઅ તીયો માંઅહાં જોવાબ આપ્યુ, “સાહેબ, તો કોડુ આહાય? તો માંન આખેઅ, ઈંહીંઅ ખાતોર કા માંય તીયાપોઅ વીસવાહ કોઓં.” 37 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “તુંયોં તીયાન પેલ્લાઅ બી દેખ્યુહ. હોકીકોતોમ, તો તા માંયજ આહાય કા જો આમુ તોઅરી ગોઠી કોએહ.” 38 તાંહાંઅ તીયો માંઅહાં આખ્યો, “માલીખ, માંય માનોંહ કા તુંજ ખ્રીસ્ત આહાય!” એવ આખીન હાતીઅ તો ઈસુઅ ભોક્તી કોઆંન માટો તીયાઅ આગલાઅ ગુઠણો પોળ્યો.
39 તાંહાંઅ ઈસુ આખ્યો, “માંય આય દુન્યાઅ લોકહોંઅ નીયાય કોઆંન આલુહ. તીંહીંઅ પોરીણામ ઈં આવીઅ , “આમું પોરમીહેરોઅ હાચાય નાંહ જાંઅતે’ એવ માનનારે તે હાચાય જાંઈ. એ બાબોત તા, આંદલાહાંન દેખતે કોઅયા બોરાબોર આહાય. પોન તીંહીંઅ પોરીણામ ઈં બી આવીઅ , “આમું પોરમીહેરોઅ હાચાય જાંઅતેહ’ એવ ખોટ્યો રીતો ધારનારે કોય બી દીહ તે હાચાય નેંય હોમજીઅ. એ બાબોત તા, જે માંહેંઅ આંદલે આહાય તે કાયોમોઅ માટો આંદલેજ રેય તીંહીંઅ બોરાબોર આહાય.” 40 ઈસુઅરી તાંહીં થોળાક ફોરોસી બી આથા. તીંયહાં આખ્યો, “આમું આંદલો માંહાંહાંઅ ગાંઉં આહાય એવ તા તું નાંહ આખતુકને?” 41 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “આમું આજી લોગોઅ પોરમીહેરોઅ હાચાય નાંહ જાંઅતા’ એવ માનીન જો તુમું તે જાંઆંન માગતા વેય તા, તુમું દેખતે વેઆંન મોરજી રાખનારો આંદલો માંહાંહાંઅ ગાંઉં વેતા. ઓનો પોરમીહેર બી તુમાંઅ પાપ માફ કોઅતુ. પોન તુમું આમુ ખોટ્યો રીતો આખાવતાહ , “આમું પોરમીહેરોઅ હાચાય જાંઅતાહ’. તીંહીંઅ લીદો, તુમું એંહડો માંહાંહાંઅ ગાંઉં આહાય કા જે આંદલે વેયન બી આખતેહ , “આમું હેઈ સેક્તેહ’! ઓનો પોરમીહેર તુમાંઅ પાપ માફ નેંય કોએ.”