8
પારકો માટ્યોઅરી હુવતા તેરાઅન્યો થેઈન થોળાક લોક ઈસુઅહીં દાવતાહ
1 [[પોન ઈસુ ઓનો આમું તીયાઅ ચેલા જેતુનોઅ ચાળોવાલ્યો ટેકયાર્ેપોઅ ગોયા ઓનો આમું તે રાત તીયો ટેકયાર્ેઅ પાહો રેયા. 2 બીજો દીહ બોળો વેગરાઅ આમું ફાચા મોંદીરોઅ ચોવઠામ ગોયા. તાંહાંઅ ઘોણે માંહેંઅ ઈસુઅ ચારુ વેલ એકઠે વેયે. એટલે ઈસુ તીંયહાંન ઉપદેસ આપાઅન બોઠુ. 3 તાંહાંઅ નીયોમ હીકવુઅનારા ઓનો ફોરોસી પોંથોઅ થોળાક જાંઆં એક થેઈન ઈસુઅહીં દાલા. તે થેઅ પારકો માટ્યોઅરી હુવતાજ તેરાઅની. તીંયહાં તીયોન ઈસુઅ ગોઠી ઉનાઅત્ને તીયો લોકહોંઅ ટોલાઅ આગલાઅ ઉબી રાખી. 4 હાતીઅ તીંયહાં ઈસુન આખ્યો, “ગુરુજી, આય થેઈન પારકો માટ્યોઅરી હુવતાજ આમહાં તેઅયીહ. 5 મોસે આપહોંન આપનો નીયોમોમ તીયા આપહોંન એંહડુ હુકોમ આપ્યુહ કા, એંહડ્યો થેઅહીંન ઢોગળા દેયન માઈ ટાકનુંઅ જોજવે. તા, આમાંઅ કાય કોઅનુંઅ જોજવે? તું કાય આખોહ?” 6 ઈસુપોઅ ગુનું થોવાઅન તીંયહાંન કાંય કારોણ મીલે તીંહીંઅ ખાતોરુજ તે આય સોવાલ ફુચત્ના. “તીયોન માઈ મા ટાકતા!’ એવ જો તો આખે તા, તો મોસેઅ નીયોમોઅ વીરુદ આથો. “તીયોન માઈ ટાકા!’ એવ જો તો આખે તા, તો રોમ સારકારોઅ કાયદાઅ વીરુદ આથો.
પોન ઈસુ તા તીંયહાંન જોવાબ આપાઅન બોદલો, ટોંગુ વોલીન પોતાઅ આકળ્યો કોઈન પુંયોંપોઅ કાંયક લેખ્યો. 7 તે ઉબા રેયન તીયાન સોવાલ ફુચ્યાજ કોઅત્ના તાંહાંઅ, તો ઉબુ ઉઠ્યુ ઓનો તીંયહાંન આખ્યો, “તુમહાં વેઅનો જીયા કોય દીહ બી પાપુજ નેંય કોઅયુ વેય, તો ઈયોન પેલ્લાઅમ પેલ્લાઅ ઢોગળા દેઆંન સોરુવાત કોએ.” 8 એવ આખીન હાતીઅ ઈસુ ફાચુ ટોંગુ વોલીન પુંયોંપોઅ આજી વાદારુ લેખ્યો. 9 ઈસુ આખ્યો તો ઉનાઅયો તાંહાંઅ, તીયાન સોવાલ ફુચનારા લોક, પોતો બી પાપીજ આહાય તો જાંઈંન, એક-એક કોઈન ચાલ્યા ગોયા. પેલ્લાઅ મોડા લોક ગોયા, હાતીઅ હાન્ના લોક ગોયા. આખોર ઈસુ એખનુંજ તાંહીં આથુ ઓનો તે થેઅ તાંહીં ઉબી રેયની. 10 તાંહાંઅ ઈસુ ઉબુ ઉઠ્યુ ઓનો તીયો થેઈન ફુચ્યો, “બાયા! તે બાદે કાંહીં ગોયે? “તોઅ પાપોઅ લીદો તુંન માઈ ટાકનુંઅ જોજવે!’ એવ કોડા બી નાંહ આખ્યો કા?” 11 તાંહાંઅ તીયો આખ્યો, “નાંહ સાહેબ, કોડા બી એવ નાંહ આખ્યો.” તાંહાંઅ ઈસુ આખ્યો, “હારો, માંય બી નાંહ આખતુ , “તોઅ આય પાપોઅ લીદો તુંન માઈ ટાકનુંઅ જોજવે’. તું આમુ તોઅ કોઅ જો, પોન તોઅ પાપી જીવોન જીવાઅન આમુ રેખુજ સોળી દેજો!”]] ઝ્ડ્ડ 4 ઝ્ડ્ડદ્ 8:1-11 આય ભાગ ઘોણ્યો નોકોલહીંમ સોરુવાતોમ કોઅનો ઓનુવાદહોંમ નાંહ જોળતુ; ઓમુક નોકોલહીંમ ઓ ભાગ યોહાન 21:24 હાતીઅ લેખનું આહાય; ઓમુક નોકોલહીંમ લુક 21:38 હાતીઅ લેખનું આહાય; એક નોકોલીમ યોહાન 7:36 હાતીઅ લેખનું આહાય.
દુન્યાઅ લોકહોંઅ માટો ઈસુ ઉજવોળોઅ ગાંઉં આહાય
12 ઝ્ડ્ડ। લોકહોંઅરી ગોઠી કોઅતા ફાચો ઈસુ આખ્યો, “માંય દુન્યાઅ બોદો લોકહોંઅ માટો ઉજવોળોઅ ગાંઉં આહાય. જેવ આંદારામ કાય આહાય તો ઉજવોળો કોઈન દેખાય જાહે તેવુજ કોઈન, પોરમીહેર કોંહડુ આહાય તો માંય લોકહોંન દેખાવોંહ. આંદારામ ચાનનારહાંન તીંયહાંઅ આજુ-બાજુ કાય આહાય તીંહીંઅ ખોબોર નાંહ રેતી. પોન જે માંઅ ચેલે બોંણતેહ તે, પોરમીહેર કોંહડુ આહાય તો જાંઅયા વોગોર નેંય રેઈ. પોન ઉલટો તીંયહાંપોઅ માંઅ ઉજવોળ રેઈ, ઓનો કાયોમોઅ માટો કેકેવ જીવનુંઅ તો, તીયો ઉજવોળો કોઈન તે જાંઈં જાઈ.” 13 તાંહાંઅ ફોરોસહ્યોં ઈસુન આખ્યો, “તું એખનુંજ પોતાઅ બાબોતોમ આય ગોઠી આખોહ! પોન આય ગોઠહીંઅ બીજો કોડા બી ખાતરી નાંહ કોઅયી. તીંહીંઅ લીદો, તું જો આખોહ તો હાચોજ આહાય એવ માનાઅન આમાંઅ જુરુલ નાંહ.” 14 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “માંઅ બાબોતોમ આય ગોઠી આખનારુ માંય એખનુંજ આહાય તેબી, માંય જો આખોંહ તો હાચોજ આહાય. કાંહાંનકા, માંન ખોબોર આહાય કા, માંય કાંહીં રેખ આલુહ ઓનો કાંહીં જાનારુ આહાય. પોન તુમહાંન ખોબોર નાંહ કા, માંય કાંહીં રેખ આલુહ નો કાંહીં જાનારુ આહાય. 15 તુમું માંહાંહાંઅ રીતો પોરમાણોજ લોકહોંઅ નીયાય કોઅતાહ. માંય આય દુન્યામ આહાય તો લોકહોંન ગુનાલા ગોંણાઅન ખાતોર નાંહ. 16 તેબી, જો માંય લોકહોંઅ નીયાય કોઓં તા, માંય જો નોક્કી કોઓં તો હાચોજ વેઈ. કાંહાંનકા, તો નોક્કી કોઅનારુ માંય એખનુંજ નેંય વેહીં. પોન તો નોક્કી કોઅનારા તા માંય ઓનો જીયા માંન મોકન્યુહ તો, આમું બેનું વેહું. 17 તુમાંઅ નીયોમોમ મોસે લેખ્યોહ કા, જો કોન્યો બી બાબોતોઅ ઓસામ ઓસા બેન જાંઆં સાક્સી આપે તા, તીંયહાંઅ સાક્સી હાચી આહાય એવ લોકહોંઅ માની નેનુંઅ. 18 તુમહાંન માંઅ બાબોતોમ આખનારુ માંય પોતો બી આહાય. ઓનો જીયા માંન મોકન્યુહ તો માંઅ પોરમીહેર બાહકુ બી આહાય. એટલે, આમું બેનું જો જાહેર કોઅતાહ તો હાચો આહાય એવ તુમાંઅ માનનુંઅ જોજવે!” 19 તાંહાંઅ તીંયહાં ઈસુન ફુચ્યો, “તોઅ બાહકુ વેય તા આમું તોઅ બાબોતોમ તીયાન ફુચજી. તો કાંહીં આહાય?” તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “માંય હોકીકોતોમ કોડુ આહાય તો તુમું નાંહ જાંઅતા. જો તુમું માંય હોકીકોતોમ કોડુ આહાય તો જાંઅતા તા, માંઅ બાહકુ કોડુ આહાય તો બી તુમું જાંઅતા.” 20 ઈસુ આય બાદયા ગોઠી મોંદીરોઅ ભાગોમ આખ્યા, જાંહીં માંહેંઅ પોતાઅ દાન ટાકત્ને. તો જાગુ યેહુદી પોંચોઅ માંહેંઅ એકઠાઅત્ને તીંહીંઅ એકદોમ પાહો આથુ. પોન કોડા બી ઈસુન નેંય તેઅયુ. કાંહાંનકા, દુખે વેઠીન મોઆંન તીયાઅ વોખોત આજી નોખુ આલુ.
ઈસુ આખેહ કા તો હોરગોમ રેઅખુ આલુહ
21 ફાચો ઈસુ તીંયહાંન આખ્યો, “માંય હોવારુજ જાનારુ આહાય. હાતીઅ તુમાંઅ જીનગ્યોઅ સેન્નો વોખોતોમ તુમું માંન હોદહા. પોન તુમું પોરમીહેરોપોઅ રેખ તુમાંઅ પાપહોંઅ માફી મેલવ્યા વોગોરુજ મોઅહા. માંય જાંહીં જાહોં, તાંહીં તુમું આવી નેંય સેકહા.” 22 એટલે, યેહુદી આગેવાનહોં તીંયહાં-તીંયહાં આખ્યો, “તો આપઘાત કોઆંન વેય તીંહીંઅ લીદો, “માંય જાહોં તાંહીં તુમું આવી નાંહ સેકનારા’ એવ આખતુ વેય કા?” 23 પોન ઈસુ તીંયહાંન આખાઅન ચાલુજ રાખ્યો , “તુમું આય દુન્યામ જોલમુઅને આહાય, પોન માંય તા હોરગોમ રેઅખુ આલુહ. જે પોરમીહેરોઅ વીરુદ કોઅનારે આહાય તીંયહાં વેઅને તુમું આહાય. પોન માંય તીંયહાં વેઅનું નાંહ. 24 માંયોં તુમહાંન આખનો, પોરમીહેરોપોઅ તુમાંઅ પાપહોંઅ માફી મેલવ્યા વોગોરુજ તુમું મોઅહા. હોકીકોતોમ માંય કોડુ આહાય તો જો તુમું નેંય માનહા તા, પોરમીહેરોપોઅ રેખ તુમું તુમાંઅ પાપહોંઅ માફી મેલવ્યા વોગોરુજ મોઅહા!”
25 તાંહાંઅ તીંયહાં ઈસુન ફુચ્યો, “તું પોતાન કાય ધારોહ?” તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંયોં બોદ આપાઅન ચાલુ કોઅનો તેંહડા વેઅનું માંય તુમહાંન આખ્યાજ કોઓંહ કા માંય કોડુ આહાય! 26 માંય તુમાંઅ નીયાય કોઈન આખી સેકોંહ કા, તુમું ઘોણ્યો બાબોતહીંમ ગુનાલે આહાય. પોન, માંય તા જીયા માંન મોકન્યુહ તો જોતોહ આખાઅન આખેહ તોતોહજ આખહીં. તો જો આખેહ તો હાચોજ આહાય. ઓનો તીયાપોઅ રેખ જે ગોઠી માંયોં ઉનાઅયાહ તેજ માંય આય દુન્યાઅ લોકહોંન આખોંહ.”
27 ઈસુ તીયાઅ પોરમીહેર બાહકાઅ બાબોતોમુજ આખેહ તો તે નેંય હોમજ્યા. 28 તીંહીંઅ લીદો, ઈસુ તીંયહાંન આખ્યો, “માંહાંઅ પોયોર માંયજ આહાય. પોન તુમું માંન માઈ ટાકાઅન માટો કુરુસોપોઅ ચોળવાહા તાંહાંઅજ, તુમહાંન ખોબોર પોળીઅ કા માંય ખોરેખોર કોડુ આહાય. ઓનો તેંહડામ તુમહાંન ઈં બી ખોબોર પોળીઅ કા માંય પોતાઅ મેતો કાંય બી નાંહ કોઅતુ. ઉલટો, માંય તા માંઅ પોરમીહેર બાહકા માંન જો હીકવ્યોહ તોજ માંય આખોંહ. 29 તીયાજ માંન મોકન્યુહ બી ઓનો તોજ માંન મોદોદ બી કોએહ. કાંહાંનકા, તીયાન જે કામે ગોમતેહ તેજ કામે માંય કાયોમ કોઓંહ. ઓનો તીયા માંન કોય દીહ બી સોળી નાંહ દેદુ.”
30 ઈસુ આય ગોઠી આખત્નું તાંહાંઅ, ઉનાઅનારો ઘોણો લોકહોં માની નેદો કા તો પોરમીહેરોઅહીં રેઅખુજ આલુહ.
પોરમીહેરોઅ પોયોર ઈસુ લોકહોંન સેતાનોઅ ગુલામ્યોમ રેખ સોળાવેહ.
31 તાંહાંઅ જીયો યેહુદી લોકહોં એવ માની નેદનો તીંયહાંન ઈસુ આખ્યો, “જો તુમું માંઅ ગોઠહીં પોરમાણો જીવહા તા, તુમું ખોરેખોર માંઅ ચેલા બોંણહા. 32 તાંહાંઅ તુમું પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય જાંઅહા, ઓનો તીંહીંઅ પોરીણામો, તો તુમહાંન પોતાઅ ગુલામ બોંણાવનારાઅ આથોમ રેખ સોળવીઅ.” 33 તાંહાંઅ તીંયહાં ઈસુન જોવાબ આપ્યુ, “આમું આબરાહામોઅ વોસુલા વેઅના લોક આહાય. ઓનો આમું કોય દીહ બી કોડાઅ ગુલામ નાંહ બોંણ્યા. તા, એવ તું કેવ આખોહ કા “કોડાઅ ગુલામ્યોમ રેખ પોરમીહેર તુમહાંન સોળવીઅ’?” 34 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “આય ગોઠ બોરાબોર ઉનાય નેયા! જેવ ગુલામોન પોતાઅ સેટોઅ આખનો માનનુંઅ પોળેહ તેવ, જોબી પાપ કોઅયા કોએહ તીયાન પોતાઅ પાપી મોરજ્યોહોં પોરમાણો વોરતુનુંઅ પોળેહ. 35 ગુલામ તીયાઅ માલીખોઅ કુટુમો વેઅનું નાંહ તીંહીંઅ લીદો, તો તીયો કુટુમોમ કાયોમ નાંહ રેનારુ. પોન માલીખોઅ પોયોર તા કુટુમો વેઅનું આહાય તીંહીંઅ લીદો, તો તીયો કુટુમોમ કાયોમ રેનારુ આહાય. તેવુજ કોઈન તુમું આબરાહામોઅ વોસુલા વેઅના આહાય તીંહીંઅ લીદો તુમું પોતાન પોરમીહેરોઅ કુટુમો વેઅના આખાવતાહ. પોન હોકીકોતોમ તુમું તુમાંઅ પાપી મોરજ્યોહોંઅ ગુલામહોંઅ ગાંઉં આહાય તીંહીંઅ લીદો તુમું પોરમીહેરોઅ કુટુમો વેઅના નાંહ, પોન માંય તા તીયાઅ કુટુમો વેઅનું આહાયજ. 36 તીંહીંઅ લીદો, જો તુમું માંન તીયો ગુલામ્યોમ રેખ સોળવાઅન દેયા તા, તુમું હોકીકોતોમુજ તીંહમે રેખ સુટી જાહા. 37 માંન ખોબોર આહાય કા, તુમું આબરાહામોઅ વોસુલા વેઅના આહાય. તેબી તુમું માંન માઈ ટાકાઅન મોથતાહ. કાંહાંનકા, માંઅ ગોઠ તુમાંઅ મોનહોંન બેદલે એંહડો તુમું વેઆંન નાંહ દેતા.” 38 જેંહડામ માંય માંઅ પોરમીહેર બાહકાઅરી આથુ તેંહડામ માંયોં જો દેખનો તોજ માંય તુમહાંન આખોંહ. પોન તુમું તા, તુમાંઅ બાહકાપોઅ રેખ તુમહાં જીયો કામહોંઅ બાબોતોમ ઉનાઅયોહ તેજ કામે કોઅતાહ.
39 તાંહાંઅ તીંયહાં તીયાન જોવાબ આપ્યુ, “આમાંઅ આગલુઅ ડાયુ તા આબરાહામ આહાય.” તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “જો તુમું ખોરેખોર આબરાહામોઅ વોસુલા વેઅના વેતા તા, તુમાંઅ સોબાવ બી આબરાહામોઅ સોબાવોઅ ગાંઉં વેતુ, ઓનો તીયા કોઅને તેંહડે હારે કામે તુમું બી કોઅતા. 40 પોરમીહેરોપોઅ રેખ જે હાચી ગોઠ માંયોં ઉનાઅયીહ, તેજ ગોઠ માંય તુમહાંન આખતુ રેહોં. તેબી તુમું માંન માઈ ટાકાઅન મોથતાહ. આબરાહામો તા એંહડે કામે નોખે કોઅયે. 41 નાંહ ... નાંહ, તુમું તા તુમાંઅ ખોરુ બાહકુ કોએહ તેજ કામે કોઅતાહ.”
તાંહાંઅ તીંયહાં તીયાન આખ્યો, “આમું તોઅ હોકીકોત નાંહ જાંઅતા, પોન આમાંઅ પેદાસોઅ ગોઠ આખજી તા, આમું કાંય સીનાલ્યોઅ પોયરે નાંહ. ઓનો આત્મીક રીતો આમાંઅ એકુજ બાહકુ આહાય. એટલે કા પોરમીહેર.” 42 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “જો પોરમીહેર ખોરેખોર તુમાંઅ બાહકુ વેતુ તા, તુમું માંઅપોઅ માયા રાખતા. કાંહાંનકા, માંય તીયાઅહીં રેઅખુજ આય દુન્યામ આલુહ. માંય માંઅ-માંઅ નાંહ આલુ, પોન ઉલટો, તીયાજ માંન મોકન્યુહ. 43 તુમું માંઅ ગોઠી કેવ નાંહ હોમજુઅતા તો માંય તુમહાંન આખોંહ. તીંહીંઅ કારોણ ઈં આહાય કા, તુમું માંઅ ગોઠી માનાઅનુંજ નાંહ માગતા. 44 તુમું તા તુમાંઅ બાહકા સેતાનોઅ આહાય, ઓનો તીયાન જો ગોમેહ તોજ કોઆંન તુમું મોરજી રાખતાહ. પોરમીહેરો માંહાંહાંન બોંણાવને તેંહડા વેઅનુંજ તો સેતાન લોકહોંન ખુની બોંણાવતુ આલુહ. પોરમીહેરોઅ હાચાય તીયા સોળી દેદની, કેવકા તીયાઅ સોબાવુજ ઝુટો બોનાઅન આહાય. જેંહડામ બી તો ઝુટો બોનેહ, તેંહડામ તો પોતાઅ સોબાવો પોરમાણોજ બોનેહ, કાંહાંનકા, તો ઝુટો બોનનારુ આહાય ઓનો ઝુટો બોનનારહાંઅ બાહકુ આહાય. 45 પોન માંય તા તુમહાંન હાચી ગોઠુજ આખોંહ તીંહીંઅ લીદો, તુમું માંઅપોઅ વીસવાહ નાંહ કોઅતા! 46 માંયોં કોય બી વોખોત પાપ કોઅયુજ નાંહ એટલે, તુમહાં વેઅનો કોડો બી માંન એવ આખી નાંહ સેકતો , “તુંયોં પાપ કોઅયુહ’. એટલે, માંય હાચી ગોઠ આખોંહ તેબી, તુમું કેવ માંઅપોઅ વીસવાહ નાંહ રાખતા?” 47 જે પોરમીહેરોઅ આહાય, તે પોરમીહેરોઅ ગોઠીપોઅ ધીયાન આપતેહ. પોન તુમું તા પોરમીહેરોઅ નાંહ; તીંહીંઅ લીદો, તુમું પોરમીહેરોઅ ગોઠીપોઅ ધીયાન નાંહ આપતા.”
આબરાહામોઅ પેલ્લાઅ બી ઈસુ આથુ
48 તાંહાંઅ તીયો યેહુદી આગેવાનહોં ઈસુન આખ્યો, ““તું બી સામારીયાઅ લોક માનતાહ તેવ જો ખોટો આહાય તોજ માનોહ’ એવ આમું આખતાહ તો ખોરોજ આહાય! ઓનો તુંન પુત લાગ્યુહ!” 49 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંન પુત નાંહ લાગ્યુ! ઉલટો માંય તા, માંઅ પોરમીહેર બાહકાન માન આપોંહ, પોન તુમું માંન માન નાંહ આપતા.” 50 માંય માંન હારુ આખાવાઅન નાંહ મોથતુ. પોન માંન માન આપાઅન મોરજી રાખનારુ તા બીજુ એક જાંઅ આહાય, ઓનો માંય હાચો આખોંહ કા તુમું હાચો આખતાહ તીંહીંઅ નીયાય કોઅનારુ બી તોજ આહાય. 51 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: જોબી માંઅ ઉપદેસો પોરમાણો ચાનેહ, તો કોય દીહ બી મોઅનારો નાંહ!”
52 તાંહાંઅ ઈસુ હોકીકોતોમુજ મોતોઅ બાબોતોમ આખેહ, આત્મીક મોતોઅ બાબોતોમ નાંહ એવ ધારીન તીયો યેહુદી આગેવાનહોં તીયાન જોવાબ આપ્યુ, “આમું આમહાંન ખાતરી વેઅ ગોયીહ કા, તુંન નોક્કીજ પુત લાગ્યુહ. કેવકા આબરાહામ ઘોણો વોરહો પેલ્લાઅ મોઈ ગોયનું ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારા બી મોઈ ગોયના! તેબી તું આખોહ કા તોઅ ઉપદેસો પોરમાણો જો ચાનેહ તો કોય દીહ બી નેંય મોએ! 53 તું નોક્કીજ આબરાહામો કોઅતા મોડુ નાંહજ! તો મોઈ ગોયુ ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારા બાદા મોઈ ગોયા. એંહડો-એંહડો આખીન તું પોતાન કાય ધારોહ?” 54 તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “જો માંય પોતોજ પોતાન હારુ આખોં તા, તીંહીંઅ કાંય ઓર્થુ નાંહ. તુમું જીયાન પોરમીહેર આખતાહ તોજ માંઅ બાહકુ આહાય. ઓનો માંન માન આપનારુ બી તોજ આહાય. 55 તુમું તીયાન નાંહ ઓઅખુઅતા, પોન માંય તીયાન ઓઅખોંહ. ઓનો તીયાઅરી માંઅ ભારી સોબોંદ આહાય. તીયાન માંય નાંહ ઓઅખુઅતુ એવ જો માંય આખોં તા, માંય બી તુમાંઅ ગાંઉં ઝુટો બોનનારુ વેમ. પોન માંય તીયાન ઓઅખોંહજ, ઓનો તીયાઅ આખનો બી માનોંહ. 56 તુમાંઅ આગલુઅ ડાયુ આબરાહામ, માંય માંઅ જીવોનોમ જો-જો કોઆંન આથુ તીંહીંઅ વીચાર કોઈન ભારી ખુસ વેયનું. જાણે કા, તો તીયા દેખ્યોજ વેય એંહડો ખુસ વેયનું.”
57 તાંહાંઅ યેહૂદી આગેવાનહોં તીયાન આખ્યો, “તું આજી પોચાહ વોરહોઅ તા આહાય નાંહ! એટલે, તુંયોં આબરાહામોન દેખ્યુ વેય એવ તા બોંણેજ નેંય, કેવકા, તો તા ઘોણો વોરહો પેલ્લાઅ મોઈ ગોયનું!” 58 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંય તુમહાંન નોક્કીજ આખોંહ: આબરાહામ જોલમ્યુ બી નોખુ તીંહીંઅ પેલ્લાઅ બી માંય હાયાતોમ આથુ!” 59 “માંય કાયોમ હાયાતોમ આહાય’ એવ ઈસુ આખનો તીંહીંઅ લીદો, તે તીયાપોઅ ભારી ઝાંજવાઅયા. ઓનો તીયાન ઢોગળા દેયન માઈ ટાકાઅન માટો તીંયહાં ઢોગળા વીસ્યા. પોન ઈસુ દોબી ગોયુ, ઓનો મોંદીરોઅ ચોવઠામ રેખ ચાલ્યુ ગોયુ.