યોહાનો લેખની હારી ગોઠ
1
હાચી જીનગી આપનારુ
1 પોરમીહેરોઅ ગુણ જાહેર કોઅનારુa કાંય બી હાયાતોમ આલો તીંહીંઅ પેલ્લાઅ રેખુજb હાયાતોમ આહાય. તો પોરમીહેરોઅ આરી આથુ. ઓનો તો પોરમીહેર આથુ. 2 કાંય બી હાયાતોમ આલો તીંહીંઅ પેલ્લાઅ રેખુજc તો પોરમીહેરોઅ આરી આથુ. 3 તીયાઅ મારફોતોજ પોરમીહેરો બાદો હોરજાવ્યો. તોજ ખોરેખોર બાદો હોરજુઅનારુ આથુ.d 4 બાદાન જીવાવનારુ બી તોજ આહાય.e આપહોંન લોકહોંન જીવાવનારો તીયા પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય આપહોંન જાહેર કોઅયીહ.f 5 તો માંહાંહાંઅ ખારાબ કામહોંન ઉગાળે પાળેહ.g પોન તીયો ખારાબ માંહાંહાં તીયાન પોરમીહેરોઅ હાચાય જાહેર કોઅતા નાંહ રોક્યુ.h
બાપતીસ્મા કોઅનારુ યોહાન
6 પોરમીહેરો એક માંહાંઅન મોકન્યો. તીયાઅ નામ યોહાન આથો. 7 યોહાન સાક્સયો તોરીકો એટ્લે પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય જાહેર કોઅનારાઅ બાબોતોમ આખાઅન આલુ, ઈંહીંઅ ખાતોર કા, તીયાઅ મારફોતો બાદા લોક પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય જાહેર કોઅનારાપોઅ વીસવાહ કોએ.i 8 યોહાન પોરમેહેરોઅ બાબોતોઅ હાચાય જાહેર કોઅનારુ નોખુ. પોન પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય જાહેર કોઅનારાઅ બાબોતોમ ખાલી આખનારુ આથુ.j
9 યોહાન તેવ આખત્નું તેંહડામ, જો પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય ખોરેખોર જાહેર કોઅનારુ આથુ તો દુન્યામ આવાઅન તીયાર્યોમ આથુ. પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય જાંઆંન લોકહોંન મોદોદ કોઅનારુ તોજ આથુ.k
10 તો દુન્યામ આથુ. પોરમીહેરો તીયાઅ મારફોતોજ દુન્યા હોરજાવી. તેબી, દુન્યાઅ લોકહોં તીયાન નાંહ ઓઅખ્યુ.l 11 તો પોતાઅ દુન્યામુજ આલુ તેબી, તીયાઅ પોતાઅ લોકહોં તીયાન નાંહ માન્યુ. 12 પોન જીંયહાં તીયાપોઅ વીસવાહ રાખીન તીયાન માન્યુ તીંયહાંન પોરમીહેરો પોતાઅ પોયરે બોંણાઅન સોત્તા આપી. 13 તીંયહાંઅ એંહડો જોલ્મો સોરીદો રીતો કા પોતાઅ યાહકી-બાકાઅ મોરજ્યો કોઈન કા કોય બી માટ્યોઅ મોરજ્યો કોઈન નાંહ વેયો. પોન, પોરમીહેરોઅ મારફોતોજ તીંયહાંઅ જોલ્મો વેયો.
14 પોરમીહેરોઅ ગુણ જાહેર કોઅનારુm માંહુંઅ બોંણીન આમાંઅરી રેયુ. આમહાં તીયાઅ મોડાય દેખી. તે પોરમીહેર બાહકાઅ એકનો એક પોયોરોઅ મોડાયોઅ ગાંઉં આથી. તો પુર્યો રીતો મેરબાન્યો વાલુ ઓનો હાચાયોવાલુ આથુ.
ખ્રીસ્તોઅ બાબોતોમ બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ સાક્સી
15 એક દીહ, યોહાન ઈસુઅ બાબોતોમ લોકહોંન આખત્નું તાંહાંઅ, તીયા ઈસુન દેખ્યુ. તાંહાંઅ યોહાનો લોકહોંન બોમનીન આખ્યો, “માંયોં તુમહાંન પેલ્લાઅ આખનો, થોળોક વોખોત હાતીઅ એક માંહુંઅ આવીઅ. તો માંઅ કોઅતા મોડો આહાય, કેવકા, માંઅ પેલ્લાઅ બી તો હાયાતોમ આથોજ. હેઆ, માંય તુમહાંન આખત્નું તો માંહુંઅ આયજ આહાય!”
16 ઈસુ જો કોઅયોહ તીંહીં કોઈન આમહાંન બાદહાંન પુસ્કોળુજ આસીરવાદ મીલ્યાહ. ઓનો તો ફાચુ-ફાચુ આમાંઅરી મેરબાન્યોઅ રીતો વોરત્યુહ. 17 પોરમીહેરો આમાંઅ આગલોઅ ડાયહાંન મોસેઅ મારફોતો નીયોમ જાહેર કોઅના. પોન ઈસુ ખ્રીસ્તો આમાંઅ માટો જો કોઅયોહ તો તીયો નીયોમહોં કોઅતા વાદારુ હારો આહાય. તો આમાંઅરી મેરબાન્યોઅ રીતો વોરતે ઓનો આમહાંન પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય આખે એંહડો પોરમીહેરો કોઅયોહ. 18 પોરમીહેરોન કોય વોખોત બી કોડા બી નાંહ દેખ્યુ. પોન તીયાઅ એકા-એક પોયોર ઈસુ કા જીયાઅ પોરમીહેરોઅ આરી ખાસ સોબોત આહાય, તીયાજ આમહાંન પોરમીહેરોઅ બાબોતોમ આખ્યોહ.
ખ્રીસ્તોઅ બાબોતોમ બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ બીજી સાક્સી
19 યેરુસાલેમ સેરો વેઅનો યેહુદી આગેવાનહોં થોળોક યેહુદી પુંજારહાંન ઓનો તીયો પુંજારહાંઅ મોદોદ કોઅનારહાંન યોહાનોન થોળાક સોવાલ ફુચાઅન મોકન્યા. તીંયહાં યોહાનોન ફુચ્યો,“ તું પોતો કોડુ આહાય એવ આખાવોહ?” 20 તાંહાંઅ યોહાનો તીંયહાંન હાચોજ આખ્યો, ઓનો તીયા તીંયહાંન સોક્કો સોબદાહાંમ આખી દેદો , “માંય મેસીયા નાંહ!” 21 તાંહાંઅ તીંયહાં તીયાન ફુચ્યો, “તાંહાંઅ તું કોડુ આહાય તીંહીંઅ બાબોતોમ તું કાય આખોહ? તું પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ એલીયા આહાય કા જો, એખહું આગાહી કોઅયીહ તીંહીં પોરમાણો, ખ્રીસ્ત આવે તીંહીંઅ પેલ્લાઅ ફાચુ આવનારુ આહાય?” તાંહાંઅ યોહાનો જોવાબ આપ્યુ, “નાંહ, માંય તો નાંહ.” તાંહાંઅ તીંયહાં તીયાન ફાચો ફુચ્યો, “તાંહાંઅ તું મોસેઅ ગાંઉં પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ આહાય કા જીયાઅ આવાઅન વાટ આમું હેઅતાહ?” તાંહાંઅ યોહાનો આખ્યો, “માંય તો બી નાંહ.” 22 તાંહાંઅ તીંયહાં તીયાન ફુચ્યો, “તાંહાંઅ તું પોતાન કોડુ આખાવોહ? તો આમહાંન આખે, ઈંહીંઅ ખાતોર કા આમું ફાચા જાયન આમહાંન ફુચા મોકનુઅનારહાંન આખજી. તું પોતાઅ બાબોતોમ કાય આખોહ?” 23 તાંહાંઅ યોહાનો તીંયહાંન જોવાબ આપ્યુ, “પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો યેસાયા આગાહી કોઅયીહ તીંહીં પોરમાણો,
“મોડો ઓમોલદારોઅ આવાઅન માટો જેવ માંહેંઅ વાટ તીયાર કોઅતેહ તેવ,
માલીખ આવીઅ તેંહડામ તીયાઅ આવકાર કોઆંન પોતાન તીયાર કોઆ!’
એ ગોઠ આય ઉજળોમ રેયન જાનારો લોકહોંન જોરપોઅ બોમનીન જાહેર કોઅનારુ માંયજ આહાય.” 24 યોહાનોન સોવાલ ફુચનારો લોકહોં વેઅના થોળાક તા ફોરોસી પોંથોઅ લોકહોં મોકનુઅના આથા. 25 તીંયહાં યોહાનોન ફુચ્યો, “તું આખોહ કા, તું મેસીયા નાંહ, ઓનો પોરમીહેરોઅ ગોઠ આખનારુ એલીયા બી નાંહ, નો નાંહ તા તું મોસેઅ ગાંઉં પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ. તાંહાંઅ યેહુદી લોક જાણેકા યેહુદી સીવાયોઅ જાતીઅ વેય તેવ તીંયહાંઅરી વોરતીન તીંયહાંન બાપતીસ્મા ઝ્ડ્ડ 2 ઝ્ડ્ડદ્ 1:25: બાપતીસ્મા: ઈયો સોબ્દાઅ ઓર્થુ: “બુડવુનુંઅ” ઓનો “તુવનુંઅ”. યોહાન માંહાંહાંન પાંઅયોંમ બુડવીન તીંયહાંન પોતાઅ ચેલે બોંણાવત્નું. આય એક ધારમીક વીદી આહાય. ઝ્ડ્ડ। આપાઅન તુંન કોડા સોત્તા આપીહ?” 26 તાંહાંઅ યોહાનો જોવાબ આપ્યુ, “માંય તા, ખ્રીસ્તોન આવકારાઅન લોકહોંન તીયાર કોઆંન માટો તીંયહાંન ખાલી પાંઅયોં કોઈનુંજ બાપતીસ્મા આપોંહ. પોન આમુ તુમહાંમ એંહડુ એક જાંઅ આહાય કા તુમાંઅ વીચમેઅ એક જાંઅ ઉબુ આહાય. તીયાન તુમું ઓઅખુઅતા નાંહ. માંય જાહીં હાતીઅ તો તુમહાંન બોદ આપીઅ. 27 તો ઓત્તો મોડો માંહુંઅ આહાય કા તીયાઅ સેંડોલહોંઅ વાદયાર્ સોળીન ગુલામો તોરીકો તીયાઅ સેવા કોઆંન બી માંય લાયોક નાંહ.”
28 આય બાદો યોરદાન ખાડયોઅ દીહ ઉગતાઅ વેલ બેથાની નામોઅ જાગો બોંણ્યો. તાંહીંજ યોહાન લોકહોંન બાપતીસ્મા આપત્નું.
ખ્રીસ્તોઅ બાબોતોમ બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ તીજી સાક્સી
29 બીજો દીહ, યોહાનો ઈસુન પોતાઅ વેલ આવતા દેખ્યુ. તાંહાંઅ તીયા લોકહોંન આખ્યો, “હેઆ! જેવ યેહુદી માંહેંઅ ઘેટહાંઅ બોચહાંઅ ભોગ ચોળવુઅતેહ તેવ ભોગોઅ માટો પોરમીહેરો નીમ્યોહ તો માંહુંઅ આય રેયો! તો પોતાન ભોગો તોરીકો આપીન દુન્યાઅ બાદો લોકહોંન તીંયહાં કોઅનો પાપહોંઅ સાજામ રેખ સોળવીઅ. 30 ઈયાઅજ બાબોતોમ માંયોં પેલ્લાઅ તુમહાંન આખનો, “થોળોક વોખોત હાતીઅ એક માંહુંઅ આવીઅ, કા જો માંઅ કોઅતા મોડો આહાય. કાંહાંનકા, માંઅ પેલ્લાઅ બી તો હાયાતોમ આથુ.’ 31 માંયોં પોતો બી પેલ્લાઅ તા તીયાન નોખો ઓઅખ્યો કા તોજ ખ્રીસ્ત આહાય. પોન આમુ માંય તો કોડુ આહાય તો ઓઅખોંહ. ઓનો માંય લોકહોંન પાંઅયોં કોઈન બાપતીસ્મા ઈંહીંઅ ખાતોર આપતુ રેયુહ કા તુમહાંન ઈસરાયેલ લોકહોંન તો કોડુ આહાય તો ઓઅખાવોં.”
32 પોરમીહેરો ઈસુઅ બાબોતોમ તીયાન જો જાણાવનો તો યોહાનો સોક્કો સોબ્દાહાંમ આખ્યો. તીયા આખ્યો, “માંયોં પોવીતોર આત્માન કોબુતોરોઅ રુપોમ જુગીમ રેખ ઉતરુઅતા દેખ્યુ. તો આત્મા ઈસુપોઅ રેયુ. 33 તો ખ્રીસ્ત આહાય એવ માંય પોતો બી નોખુ જાંઅતુ. પોન પોતાઅ પાપી વાટહોંન સોળાઅન માગનારો લોકહોંન પાંઅયોં કોઈન બાપતીસ્મા આપાઅન માટો માંન મોકનુઅનારો પોરમીહેરો માંન આખનો, “જીયો માંહાંપોઅ માંઅ આત્માન ઉતરુઅતુ ઓનો રેતુ તું દેખો, તોજ માંહુંઅ તુમાંઅ જીવોનહોંન હાચ્યો રીતો બોદલાઅન માટો તુમહાંમ પોવીતોર આત્મા થોવનારો આહાય એવ જાંઅજો!’ 34 તીંહીં પોરમાણો માંયોં આત્માન તીયાપોઅ ઉતરુઅતુ દેખ્યુ, ઓનો માંય તુમહાંન સોક્કો સોબ્દાહાંમ આખોંહ, “ઓજ પોરમીહેરોઅ પોયોર આહાય.”
થોળાક જાંઆં ઈસુઅ ચેલા બોંણતાહ
35 બીજો દીહ ફાચુ યોહાન તીયાઅ બેન ચેલહાંઅરી તીયોજ જાગો ઉબુ રેયનું. 36 તીયા ઈસુન તાંહીં રેખ સોરકુઅતા દેખ્યુ તાંહાંઅ, તીયા આખ્યો, “હેઆ! જેવ યેહુદી માંહેંઅ ઘેટહાંઅ બોચહાંઅ ભોગ ચોળવુઅતેહ તેવ ભોગોઅ માટો પોરમીહેરો નીમ્યોહ તો માંહુંઅ હોલો રેયો!” 37 યોહાનોન તેવ આખતા ઉનાઅયો તાંહાંઅ આમું તે બેનું ચેલા ઈસુઅ આરી ગોયા. 38 ઈસુ ફાચલાઅ ફીર્યુ, ઓનો આમહાંન તીયાઅ ફાચાળી જાતા દેખીન તીયા આમહાંન ફુચ્યો, “તુમહાંન કાય જોજવેહ રા?” તાંહાંઅ આમહાં તીયાન આખ્યો, “ગુરુજી, તું કાંહીં રેહો તો આમહાંન આખેઅ! કેવકા, આમું તોઅરી ગોઠી કોઆંન માગતાહ.” 39 તાંહાંઅ તીયા આમહાંન આખ્યો, “માંઅરી આવા, ઓનો માંય કાંહીં રેહોં તો તુમહાંન દેખાવોંહ!” તીંહીંઅ લીદો, આમું તીયાઅરી ગોયા ઓનો તો કાંહીં રેત્નું તો જાગુ હેઅયુ. આમું તો દીહ તીયાઅરી રેયા. તેંહડામ વાઅતુરેહ લોગભોગ ચાર વાગને.
40 યોહાનો જો આખનો તો ઉનાયન ઈસુઅ આરી જાનારો આમહાંમ બેન માટહ્યોંમ રેખ એક સીમોન પીતોરોઅ હાન્નું પાવોહ આંદરીયા આથુ. 41 ઈસુઅહીં રેખ નીંગીન હાતીઅ આંદરીયા પેલ્લો કામ ઈં કોઅયો કા, તીયાઅ પોતાઅ મોડો પાવોહ સીમોન પીતોરોન મીલ્યુ ઓનો તીયાન આખ્યો, “આમહાંન મેસીયા મીલ્યુહ” (“મેસીયા’ સોબદાઅ ગીરીક ભાસાઅ સોબદુ “ખ્રીસ્ત’ આહાય; બેનું સોબદાહાંઅ ઓર્થુ “ખ્રીસ્ત’ આહાય.) 42 હાતીઅ આંદરીયા સીમોનોન ઈસુઅહીં હાદી દાલુ. ઈસુ સીમોનોન હેઈજ રેયુ. હાતીઅ તીયા તીયાન આખ્યો, “તોઅ નામ સીમોન આહાય. તોઅ બાહકાઅ નામ યોહાન આહાય. માંય તોઅ નામ પીતોર પાળહીં, જીંહીંઅ ઓર્થુ “ભારી પાકો ખોળકો’.”
ફીલીપોન ઓનો નાથાનીયેલોન ઈસુ તીયાઅ ચેલા બોંણાઅન હાદેહ.
43 બીજો દીહ ઈસુ યોરદાન ખાડયોઅ નીચાણો વાલુ ભાગ સોળીન જાઆંન નોક્કી કોઅયો. તો તાંહીં રેખ ગાલીલ જીલ્લામ ગોયુ ઓનો તાંહીં તીયાન ફીલીપ નામોઅ માંહુંઅ મીલ્યો. ઈસુ તીયાન આખ્યો, “માંઅ આરી આવ!” 44 ફીલીપ ઓનો આંદરીયા ઓનો પીતોર તીનું બેથસાયદા ગામોઅજ આથા. 45 હાતીઅ ફીલીપો નાથાનીયેલોન મીલીન તીયાન આખ્યો, “પોરમીહેર મોકનીઅ એંહડો જીયાઅ બાબોતોમ મોસે પોવીતોર લેખાણહોંમ વોચોન આપ્યોહ ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં બી તો આવીઅ એંહડયા આગાહ્યા કોઅયાહ તીયાન આમું મીલ્યાહ. તો તા નાઝારેથ સેરોઅ ઈસુ આહાય. તીયાઅ બાહકાઅ નામ યોસેફ આહાય.” 46 તાંહાંઅ નાથાનીયેલો તીયાન જોવાબ આપ્યુ, “નાઝારેથોમ રેખ કાંય હારો પેદા વેઈ કા?” તાંહાંઅ ફીલીપો તીયાન આખ્યો, “આવીન હેઅ!” 47 નાથાનીયેલોન પોતાઅ વેલ આવતુ ઈસુ દેખ્યુ તાંહાંઅ નાથાનીયેલોઅ બાબોતોમ તીયા આખ્યો, “આય આવેહ ઓ હારો ઈસરાયેલ માંહુંઅ કોંહડો વેનુંઅ જોજવે તીયાઅ એક નોમુનું આહાય! તો કોય બી માંઅહાંન નાંહ સેતરુઅતુ!” 48 તાંહાંઅ નાથાનીયેલો ઈસુન ફુચ્યો, “માંય કોંહડુ આહાય તો તું કેકેવ જાંઓ?” તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “ફીલીપો તુંન હાદયુ, તીંહીંઅ પેલ્લાઅ માંયોં તુંન દેખ્યુ. તેંહડામ તું ઓંજીરોઅ ચાળોઅ થુળ તોઅ-તોઅ વીચારતુ ઉબુ રેયનું.” 49 તાંહાંઅ નાથાનીયેલો જાહેર કોઅયો , “ગુરુજી, તું નોકકીજ પોરમીહેરોઅ પોયોરુજ વેઆંન જોજવે! ઓનો ઈસરાયેલ લોકહોંઅ રાજા કા જીયાઅ આવાઅન આમું વાટ હેઈ રેયેહ તો બી તુંજ આહાય. 50 તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “તોઅ આહો-પાહો કોડો બી નોખો તેબી તુંન માંયોં ઓંજીરોઅ ચાળોઅ થુળ દેખનું એવ માંયોં આખ્યો તોતાહમુજ તું માંઅ બાબોતોમ તે બાદયા ગોઠી માની ગોયુ. પોન તીંહીં કોઅતા વાદારુ નોવાય લાગે એંહડે કામે કોઅતા તું માંન દેખહો!” 51 હાતીઅ ઈસુ તીયાન આખ્યો, “આય ગોઠ ઉનાઆ! જેવ તુમાંઅ આગલોઅ ડાયા યાકોબો દોરસોનોમ ઘોણો વોરહો પેલ્લાઅ દેખનો તેવ, એખું દીહ તુમું બી જુગ ઉગળુઅની દેખહા, ઓનો હોરગોઅ દુતહોંન, હોરગોમ રેખ આલનો માંહાંપોઅ, એટલે માંઅપોઅ રેખ ચોળતા ઓનો માંઅપોઅ ઉતરુઅતા દેખહા.”