14
ઈસુન માઈ ટાકાઅન કાવોતરો
(માથી ૨૬:૧-૫; લુક ૨૨:૧-૨; યોહાન ૧૧:૪૫-૫૩)
1 ‘પાસ્કા’ નામોઅ તીવારોન ઓનો ‘ખોમીરો વોગોરોઅ માંડુ’ નામોઅ તીવારોન બેનુંજ દીહોઅ વાઅ આથી.a તાંહાંઅ મોડા પુંજારા ઓનો નીયોમ હીકવુઅનારા ઈસુન કેકેવ ઠાકા-ઠાકા તેઈન માઈ ટાકનુંઅ તીંહીંઅ ગોઠવુણી કોઅત્ના. 2 પોન તે એક-બીજાન આખત્ના, “તીવારોઅ વોખોત આપોઅ તેવ નેંય કોઅનુંઅ જોજવે! કેવકા, જો આપુ તેવ કોઅજી તા, લોક ધામાલ કોઈઅ.”
એક થેઅ ઈસુઅ મુનકાપોઅ ઓંતોર રેસવેહ
(માથી ૨૬-૬-૧૩; યોહાન ૧૨:૧-૮)
3 ઈસુ બેથાની ગામોમ સીમોન નામોઅ માંહાંઅ કોઅ આથુ. તો સીમોન પેલ્લાઅ મોડો દુખોવાલુ આથુ. તે ખાત્ના તાંહાંઅ તાંહીં એક થેઅ આલી. તીયોપોઅ ઢોગળાઅ એક બોંયણી આથી. તીયો બોંયણ્યોમ ‘નારડો’ નામોઅ બાટવાઅ મુલહોંમ રેખ બોંણાવનો ઘોણો મોગો ઓંતોર પોઅનો આથો. તીયો થેઈ બોંયણ્યોઅ મુવાલો ફોળીન ઓંતોર ઈસુઅ મુનકાપોઅ રેસવી દેદો. 4 તાંહાંઅ તાંહીં આથા તીંયહાં વેઅનો થોળોક લોકહોં ઝાંજવાયન એક-બીજાન આખ્યો, “તીયો આય ઓંતોર કાંહાંન એવ વેળફી ટાક્યો? 5 ઈયા ઓંતોરોન આપુ ચાંદયોઅ તીનહો સીક્કાહાંb કોઅતા વાદારુ કીંમોતોમ વેચી સેક્તા ઓનો તે પોયસા ગોરીબહોંન આપી સેક્તા!” એવ તીંયહાં તીયો થેઈન ઠોપકુ આપ્યુ.
6 પોન ઈસુ આખ્યો, “ઈયોન ઠોપકુ આપાઅન બોંદ કોઆ! ઈયોન હેરાન મા કોઅતા! ઈયો તા માંઅ માટો ભારી હારો કામ કોઅયોહ. 7 ગોરીબ લોક તા કાયોમ તુમાંઅરી રેનારાજ આહાય. જેંહડામ બી તુમાંઅ મોરજી વેય તેંહડામ તુમું તીંયહાંઅ મોદોદ કોઈ સેક્તાહ. પોન માંય લાંબુ વોખોત તુમાંઅરી રેનારુ નાંહ. 8 તીયોન જો બોંણી સેક્યો તો તીયો કોઅયોહ. માંઅ મુરદાન ડાટાઅન તીયાર્યોમ તીયો પેલ્લાઅજ આય ઓંતોર રેસવ્યોહ. 9 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: આખ્યો દુન્યામ જાંહીં-જાંહીં લોક માંઅ બાબોતોમ હારી ગોઠ જાહેર કોઈઅ, તાંહીં-તાંહીં તે આયો થેઈ માંઅ માટો જો કોઅયોહ તો આખીઅ, ઓનો બીજા લોક તીયોન ઈયાદ કોઈઅ.”
ઈસુન તેઆવી દેઆંન યેહુદા વોચોન આપેહ
(માથી ૨૬:૧૪-૧૬; લુક ૨૨:૩-૬)
10 હાતીઅ કેરીયોત ગામોઅ યેહુદા જો બાર ચેલહાં વેઅનું એક આથુ તો ઈસુન મોડો પુંજારહાંઅ આથહોંમ હોપી દેઆંન ઈરાદુ રાખીન તીંયહાંઅહીં ગોયુ. 11 તીયાઅ ગોઠ ઉનાયન તે ભારી ખુસ વેઅ ગોયા, ઓનો તીયાન પોયસા આપાઅન તીંયહાં વોચોન આપ્યો. તીંહીંઅ લીદો, યેહુદા ઈસુન તેઆવી દેઆંન લાગ હોદુ ખેટ્યુ .
ઈસુ પોતાઅ ચેલહાંઅરી પાસ્કાઅ ખાણો ખાહે
(માથી ૨૬:૧૭-૨૫; લુક ૨૨:૭-૧૪, ૨૧-૨૩)
12 ખોમીરો વોગોરોઅ માંડા ખાઆંન તીવારોઅ પેલ્લો દીહ, એટલે, યેહુદી લોક પાસ્કાઅ ખાણો ોઅ માટો ઘેટાઅ બોચે માઅત્ના તો દીહ ઈસુઅ ચેલહાં તીયાન ફુચ્યો, “તું આમાંઅરી પાસ્કાઅ ખાણો ખાઆંન આહાય તો આમું કાંહીં જાયન તીયાર કોઅજી?”
13 તાંહાંઅ ઈસુ તીયાઅ ચેલહાં વેઅનો બેન માટહ્યોંન એવ આખીન મોકન્યા, “યેરુસાલેમ સેરોમ જાયા! પાંઅયોંઅ વેંડો નેયન જાતો એક માંહુંઅ તુમહાંન મીલીઅ. તીયાઅ ફાચલાઅ જાજા! 14 જીયો બી કોઅમે તો જાય તીયો કોઓઅ માલીખોન આખજા, ‘ગુરુજી ફુચેહ, માંય માંઅ ચેલહાંઅરી પાસ્કાઅ ખાણો ખાઆંન આહાય તે ઓરવી કાંહીં આહાય?’ 15 તાંહાંઅ તો મેળાપોઅરી એક મોડી ઓરવી જે સોબાલી નો તીયાર કોઅની આહાય તે તુમહાંન દેખાવીઅ. તાંહીં આપોઅ માટો માંડુ તીયાર કોઅજા.”
16 તાંહાંઅ તે ચેલા તાંહીં રેખ નીંગીન યેરુસાલેમ સેરોમ ગોયા. ઈસુ તીંયહાંન જેવ આખનો તેવુજ તીંયહાંન બાદો મીલનો. તીયો ઓરવ્યોમ તીંયહાં પાસ્કાઅ ખાણો તીયાર કોઅયો.
ઈસુ પોતાન તેઆવી દેનારાઅ બાબોતોમ આખેહ
(માથી ૨૬:૨૦-૨૫; લુક ૨૨:૨૧-૨૩; યોહાન ૧૩:૨૧-૩૦)
17 વાઅતો પોળ્યો તાંહાંઅ ઈસુ બારુ ચેલહાંઅરી તીયો કોઅમે આવી પોચ્યુ.
18 તે બાદા બોહીન ખાત્ના તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંય તુમહાંન નોક્કીજ આખોંહ: તુમહાં વેઅનું એક જાંઅ જો આંહીં માંઅ આરી બોહીન ખાહે તો માંન તેઆવી દેઈ.”
19 તાંહાંઅ ચેલા ભારી દુખી વેયા ઓનો વારાફોરથી ઈસુન ફુચા ખેટ્યા, “તુંન તેઆવનારુ માંય તા નાંહક્ને?”
20 તાંહાંઅ તીયા તીંયહાંન આખ્યો, “માંન તેઆવી દેનારુ તા તુમહાં બાર ચેલહાં વેઅનુંજ એક આહાય, જો માંઅ આરી વાટક્યોમ માંડુ પીગવીન ખાહે. 21 પોવીતોર લેખાણોમ માંહાંઅ પોયોરોઅ એટ્લે માંઅ બાબોતોમ જો લેખનો આહાય તીંહીં પોરમાણે માંય મોઅહીં. પોન માંન તેઆવી દેનારો માંહુંઅ કોંહડો દુખી વેઈ! તો માંહુંઅ જોલમ્યોજ નેંય વેતો તા તો તીયાઅ માટો હારો વેતો!”
માલીખોઅ મોતોઅ ઈયાદગીર્યોઅ ખાણો
(માથી ૨૬:૨૬-૩૦; લુક ૨૨:૧૪-૨૦; ૧ કોરીંથી ૧૧:૨૩-૨૫)
22 તે ખાત્ના તાંહાંઅ ઈસુ માંડુ નેદુ, પોરમીહેરોઅ આબાર માનીન પાગ્યુ ઓનો ચેલહાંન આપીન આખ્યો, “લેયા, આય માંઅ સોરીદ આહાય.”
23 હાતીઅ તીયા પીયાલુ નેદુ ઓનો પોરમીહેરોઅ આબાર માનીન તીંયહાંન આપ્યુ. ઓનો તીંયહાં બાદહાં પીયાલામ રેખ પીદો. 24 તીયા તીંયહાંન આખ્યો, “પોરમીહેરોઅ કારારોન મોંજુર કોઅનારો ઈં માંઅ નોય આહાય જો આંય ઘોણો લોકહોંઅ માટો પાળનારુ આહાય. 25 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: પોરમીહેરોઅ રાજોમ નોવુ દારખાઅ રોહ નેંય પીમ તાંઉં લોગોઅ માંય કોય દીહ બી દારખાઅ રોહ પીનારુ નાંહ.”
26 એક ગીત ગાયીન હાતીઅ તે તાંહીં રેખ જેતુનોઅ ચાળોવાલો ડોગર્યોપોઅ જાઆંન નીંગ્યા.
પીતોર ઈસુન ઓઅખાઅન તીન વોખોત ના પાળનારુ આહાય તીંહીંઅ બાબોતોમ આગાહી
(માથી ૨૬:૩૧-૩૫; લુક ૨૨:૩૧-૩૪; યોહાન ૧૩:૩૬-૩૮)
27 તે વાટો ચાનત્ના તાંહાંઅ ઈસુ ચેલહાંન આખ્યો, “તુમું બાદા માંન સોળીન નાહી પોળહા. કાંહાંનકા, પોરમીહેર પોવીતોર લેખાણોમ માંઅ બાબોતોમ એવ આખેહ,
‘માંય ભારવાળોન માઈ ટાકહીં,
ઓનો તીયાઅ ઘેટે વીખરાય જાઈ.’
28 પોન પોરમીહેર માંન ફાચુ જીવતુ કોઈઅ હાતીઅ માંય તુમાંઅ આગલાઅ ગાલીલોમ જાહીં.” 29 પીતોરો ઈસુન આખ્યો, “બીજા બાદા તુંન સોળી દે તેબી, માંય તુંન નેંય સોળોં!” 30 ઈસુ પીતોરોન આખ્યો, “માંય તુંન નોક્કીજ આખોંહ, આયોજ રાતી કુકોળ બીજો વોખોત વાહે તીંહીંઅ પેલ્લાઅ તું માંન ઓઅખાઅન તીન વોખોત ના પાળહો!” 31 પોન પીતોરો સાતી ઠોકીન આખ્યો, “માંન તોઅ આરી મોઆંન પોળે તેબી, તુંન ઓઅખાઅન માંય કોય દીહ બી ના નેંય પાળોં!” ઓનો બીજો બાદો ચેલહાં બી તેવુજ આખ્યો.
ઈસુ ગેથસેમાને વાળ્યોમ પોરમીહેરોન ઓરોજ કોએહ
(માથી ૨૬:૩૬-૪૬; લુક ૨૨:૩૯-૪૬)
32 ઈસુ ઓનો ચેલા ગેથસેમાને આખાઅહે તીયો જાગો આવી પોચ્યા. તાંહાંઅ ઈસુ તીયાઅ થોળોક ચેલહાંન આખ્યો, “માંય પોરમીહેરોન ઓરોજ કોઓંહ તાંઉં તુમું આંહીં બોહા!” 33 હાતીઅ તો પીતોર, યાકોબ, ઓનો યોહાનોન પોતાઅરી હાદી ગોયુ. તો ભારી આકલાઉ ઓનો ભારી દુખી વેઅનું ખેટ્યુ . 34 તીયા તીંયહાંન આખ્યો, “માંય ભારી દુખી વેયુહ. માંઅ જીવ નીંગી જાય એંહડો માંન લાગેહ. તુમું આંહીં રેયન જાગતા રેજા!” 35 ઈસુ આજી થોળોક આગલાઅ જાયન પુંયોંપોઅ ઉબડુ પોળીન પોરમીહેરોન ઓરોજ કોઅયી, બોંણી સેકે તા, તીયાઅ દુખે વેઠનુંઅ નેંય પોળે.c 36 તીયા આખ્યો, “માંઅ બાહકા,d તું બાદોજ કોઈ સેકોહ. તીંહીંઅ લીદો ઈં દુખ માંઅ વેઠનુંઅ નેંય પોળે એંહડો કોઅ!e તેબી, માંઅ મોરજી નાંહ, પોન તોઅ મોરજી પુરી વેય!”
37 હાતીઅ ઈસુ ચેલહાંઅહીં આલુ ઓનો તીયા તીંયહાંન હુવતા દેખ્યા. તાંહાંઅ તીયા પીતોરોન આખ્યો, “સીમોન! તું હુવી ગોયનું કા? એક કાલાક બી તુંન જાગતો નેંય રેવાઅતો કા?” 38 હાતીઅ તીયા બાદહાંન આખ્યો, “જાગતા રેયન પોરમીહેરોન ઓરોજ કોઆ કા એંહડો કાંય તુમાંઅ પારખો કોએ તાંહાંઅ માંઅપોઅરુ તુમાંઅ વીસવાહ તુમું જાલવી રાખી સેકા. કેવકા, માંય જો આખોંહ તો કોઆંન તુમું રાજીજ આહાય, પોન તો કોઆંન તુમાંપોઅ પુરતી ગોતી નાંહ.”f
39 હાતીઅ તો ફાચુ ગોયુ ઓનો પેલ્લાઅ આખના તેજ સોબદા આખીન તીયા ફાચી પોરમીહેરોન ઓરોજ કોઅયી. 40 તો ફાચુ આલુ તાંહાંઅ તીયા તીંયહાંન હુવતાજ દેખ્યા. કેવકા, તે ભારી નીંદોમ આથા. તીયાન કાય આખનુંઅ તો તીંયહાંન નેંય હુજ્યો.
41 હાતીઅ તો ગોયુ નો ફાચી પોરમીહેરોન ઓરોજ કોઅયી. તીજ્યો વોખોત તો તીંયહાંઅહીં આલુ ઓનો તીયા તીંયહાંન ફાચા બી હુવતાજ દેખ્યા. તાંહાંઅ તીયા તીંયહાંન આખ્યો, “ફાચા તુમું હુવતાહ ઓનો આરામ કોઅતાહ કા? આમુ હુવ્યા ઓતાહજ. દુખે વેઠાઅન માંઅ સોમોય આવી ગોયુહ. હેઆ! માંહાંઅ પોયોરોન એટલે માંન એખું પાપી લોકહોંઅ આથહોંમ તેઆવી દેઆંન તીયાર્યોમ આહાય. 42 ઉઠા, આપુ જાજી! હેઆ! માંન તેઆવનારુ પાહો આવી ગોયુહ.”
ઈસુન તેઈ નેઅ જાતાહ
(માથી ૨૬:૪૭-૫૬; લુક ૨૨:૪૭-૫૩; યોહાન ૧૮:૩-૧૨)
43 આજી ઈસુ ગોઠી કોઅત્નું તાંઉંજ યેહુદા જો બાર ચેલહાં વેઅનું એક આથુ તો આવી પોચ્યુ. તીયાઅરી મોડા પુંજારા, નીયોમ હીકવુઅનારા ઓનો વોળીલહોં મોકનુઅનો ઓનો તારવાઈ ને ડેંગારા નેયન આલનો લોકહોંઅ ટોલુ આથુ. 44 ઈસુન તેઆવનારા તીયો લોકહોંન નીસાણી આપીન આખનો, “જીયાન માંય ચુહબીહીં તોજ તુમું તેઆંન માગતાહ તો માંહુંઅ આહાય. તીયાન તેઈન બોરાબોર હાચવીન નેઅ જાજા.”
45 તીંહીં પોરમાણો યેહુદા આલુ ઓનો તુરુતુજ ઈસુઅહીં જાયન આખ્યો, “ગુરુજી!” હાતીઅ તીયા ઈસુન ચુહબ્યુ. 46 તાંહાંઅ યેહુદાઅરી આલનો લોકહોં ઈસુન તેઈ નેદુ. 47 પોન ચેલહાં વેઅનો એકા જો પાહો ઉબુ રેયનું તીયા પોતાઅ તારવાઅ તાંઈં કાડી, મોડામ-મોડો પુંજારાઅ ચાકોરોન ચાટકાટયુ, ઓનો તીયાઅ કાન વાડી ટાક્યુ. 48 ઈસુ તીયો લોકહોંન આખ્યો, “માંય લુટારુ વેય તેવ તુમું તારવાઈ નો ડેંગારા નેયન માંન તેઆંન આલાહ કા? 49 માંય તા રોદદીહ મોંદીરોમ લોકહોંન ઉપદેસ આપતા તુમાંઅ આરીજ આથુ. તેંહડામ તુમહાં માંન કાંહાંન નાંહ તેઅયુ? પોન એવ ઈંહીંઅ ખાતોર વેહે કા, પોવીતોર લેખાણહોંમ માંઅ બાબોતોમ જો લેખનો આહાય તો હાચો પોળે.”
50 તાંહાંઅ બાદા ચેલા ઈસુન સોળીન નાહી પોળ્યા.
51 તીયો વોખોત એક જુવાન માટી પોતાઅ સોરીદોપોઅ રેસમી પોતળો ઓતોહજ ફુંઅગીન ઈસુઅ ફાચાળી જાત્નું. તીયો ટોલા વેઅનો લોકહોં તીયાન તેઅયુ. 52 પોન તો તીયો રેસમી પોતળાન ફાચલાઅ ટાકી દેયન ઉગાળો સોરીલોજ નાહી પોળ્યુ.
યેહુદી પોંચોઅ આગલાઅ ઈસુ
(માથી ૨૬:૫૭-૬૮; લુક ૨૨:૫૪-૫૫, ૬૩-૭૧; યોહાન ૧૮:૧૩-૧૪, ૧૯-૨૪)
53 ઈસુન તેઅનારા લોક તીયાન માડામ-મોડો પુંજારાઅ કોઅ નેઅ ગોયા. તાંહીં બાદા મોડા પુંજારા, વોળીલ, ઓનો નીયોમ હીકવુઅનારા એકઠા વેયના. 54 પીતોર સેટો રેયન ઈસુઅ ફાચલા-ફાચલાઅ ગોયુ ઓનો મોડામ-મોડો પુંજારાઅ કોઓઅ ચોવઠામ આવી પોચ્યુ. તાંહીં તો ચોકીદારહોંઅરી આકઠાઅહીં બોહીન તાપત્નું. 55 મોડો પુંજારહાં ઓનો યેહુદી પોંચોઅ બીજો બાદો લોકહોં ઈસુલ માઈ ટાકાવાઅન માટો તીયાઅ વીરુદ ઝુટી સાક્સી હોદી. પોન તે તીંહમેઅ નેંય ફાવ્યા. 56 કાંહાંનકા, ઘોણો લોકહોં ઈસુઅ વીરુદ ઝુટી સાક્સી પુરી તેબી, તીંયહાંઅ સાક્સી હારકી નોખી આવતી.
57 આખોર, થોળોક લોકહોં ઉબા ઉઠીન ઈસુઅ વીરુદ ઝુટી સાક્સી પુરતા આખ્યો, 58 “ઈયાન એવ આખતા આમહાં ઉનાઅયોહ કા, ‘માંહાંહાં બાંદનો આયો મોંદીરોઅ માંય નાસ કોઅહીં, ઓનો માંહેંઅ નેંય બાંદે એંહડો બીજો મોંદીર માંય તીનુંજ દીહોહોંમ બાંદહીં.’” 59 પોન તીંયહાંઅ સાક્સી બીજહાંઅ સાક્સ્યો રેખ ઉંદીજ આવત્ની.
60 તાંહાંઅ મોડામ-મોડો પુંજારા તીંયહાંઅ વીચમે ઉબુ ઉઠીન ઈસુન ફુચ્યો, “તું કાંયબી જોવાબ નાંહ આપનારુ કા? તોઅ વીરુદ આય માંહેંઅ જે-જે બાબોતી આખતેહ તીંયહોંઅ બાબોતોમ તું કાય આખોહ?” 61 પોન ઈસુ ઠાકુજ રેયુ ઓનો કાંય બી જોવાબ નેંય આપ્યુ. તાંહાંઅ મોડામ-મોડો પુંજારા તીયાન બીજુ સોવાલ ફુચ્યુ, “તું ભારી માનોવાલો પોરમીહેરોઅ પોયોર ખ્રીસ્ત આહાય કા?” 62 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “ઓં, માંય તો આહાયજ. ઓનો ‘માંહાંઅ પોયોરોન એટ્લે માંન તુમું ભારી તાકોતોવાલો પોરમીહેરોઅ જોમણ્યો વેલ બોહીન રાજ કોઅતુ’ ઓનો ‘વાદલાહાંમ રેયન એઠા આવતુ દેખહા.’” 63 તાંહાંઅ મોડામ-મોડો પુંજારા પોતાઅ ઝોબ્બુ ફાળ્યુ ઓનો બાદહાંન આખ્યો, “આમુ આપહોંન બીજી સાક્સયોઅ કાય જુરુલ આહાય? 64 પોરમીહેરોઅ વીરુદ તીયા જો આખ્યો તો તુમહાં ઉનાઅયોહ. તાંહાંઅ તુમાંઅ કાય વીચાર આહાય?” તાંહાંઅ તીંયહાં બાદહાં ઈસુઅ વીરુદ એવ આખ્યો, “ઈં માંહુંઅ મોઆંન લાયોક આહાય!” 65 હાતીઅ તીંયહાં વેઅના થોળાક લોક ઈસુપોઅ થુપા ખેટ્યા, ઓનો તીંયહાં તીયાઅ મુંય બુજી દેયન તીયાન દેદુ ઓનો તીયાન આખ્યો, “જો તું પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ વેય તા તુંન કોડા દેદુ તો આમહાંન આખેઅ.” ઓનો ઈસુઅ ચોકી કોઅનારહાં બી તીયાન થાપળાટ્યુ.
પીતોર ઈસુન ઓઅખાઅન ના પાળેહ
(માથી ૨૬:૬૯-૭૫; લુક ૨૨:૫૬-૬૨; યોહાન ૧૮:૧૫-૧૮, ૨૫-૨૭)
66 પીતોર આજી ચોવઠામુજ આથુ તાંહાંઅ મોડામ-મોડો પુંજારાઅ એક કામો વાલી પોયરી પીતોરોઅ પાહો આલી. 67 તીયો પીતોરોન આગીઅહીં તાપતુ દેખ્યુ તાંહાંઅ તીયો તીયાઅહેં હેઈજ રેયન તીયાન આખ્યો, “તું બી નાઝારેથોવાલો ઈસુઅરી આથુ!” 68 પોન પીતોરો તીયોઅ ગોઠીઅ નાકાર કોઈન આખ્યો, “તું કાય આખોહ તો માંય જાંઅતુ કા હોમજાઅતુ નાંહ!” એવ આખીન તો તાંહીં રેખ નીંગીન બારુ ચોવઠાઅ ગેટોઅહીં ગોયુ. [[તેંહડામુજ કુકળુ વાહ્યુ.]] 69 તીયો કામોવાલ્યો પોયર્યો પીતોરોન તાંહીં હેઅયુ ઓનો પાહો ઉબો રેયનો લોકહોંન ફાચો આખ્યો, “આય માંહુંઅ તીંયહાં વેઅનોજ આહાય.” 70 પોન પીતોરો ફાચુ તીયો ગોઠીઅ નાકાર કોઅયુ. થોળીક જેઅ વાઅ લાગી હાતીઅ પાહો ઉબો રેયનો લોકહોં ફાચો પીતોરોન આખ્યો, “નોકકીજ તું તીંયહાં વેઅનુંજ આહાય. કેવકા, તોઅ બોન્યોપોઅ રેખ ખોબોર પોળેહ કા તું ગાલીલોવાલુ આહાય. ” 71 પોન પીતોર આખુ ખેટ્યુ, “તુમું જીયો માંહાંઅ બાબોતોમ આખતેહ, તીયાન માંય ઓઅખુઅતુજ નાંહ. પોરમીહેર જાંએહ કા માંય હાચોજ બોનોંહ. જો માંય ઠોગતુ વેય તા તો માંન સીક્સા કોએ!”g 72 તાંહાંઅ તુરુતુજ બીજ્યો વોખોત કુકોળ વાહ્યુ. તાંહાંઅ ઈસુ પીતોરોન પેલ્લાઅ આખની ગોઠ તીયાન ઈયાદ આલી, “કુકળુ બીજ્યો વોખોત વાહે તીંહીંઅ પેલ્લાઅ તું માંન ઓઅખાઅન તીન વોખોત ના પાળહો.” તાંહાંઅ તો રોળુ ખેટ્યુ .