15
પીલાતોઅ આગલાઅ ઈસુ
(માથી ૨૭:૧-૨, ૧૧-૧૪; લુક ૨૩:૧-૫; યોહાન ૧૮:૨૮-૩૮)
1 રાજપાલોઅ આગલાઅ ઈસુપોઅ કેકેવ ગુનું થોવનુંઅ તો નોક્કી કોઆંન માટો બીજો દીહ ઉજાલો વેતાજ મોડા પુંજારા, વોળીલ, નીયોમ હીકવુઅનારા, ઓનો યેહુદી પોંચોઅ બીજા બાદા લોક એકઠાઅયા. તે ઈસુન બાંદાવીન નેઅ ગોયા ઓનો તીંયહાં તીયાન રાજપાલ પીલાતોઅ આથહોંમ હોપી દેદુ. 2 પીલાતો ઈસુન ફુચ્યો, “તું યેહુદહ્યોંઅ રાજા આહાય કા?” તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “તુંજ એવ આખોહ.” 3 હાતીઅ મોડો પુંજારહાં ઈસુપોઅ ઘોણ્યો જાતીઅ ગુના થોવ્યા. 4 તાંહાંઅ પીલાતો ફાચો ઈસુન ફુચ્યો, “તું કાંય બી જોવાબ નાંહ આખતુ કા? હેઅ, તોઅપોઅ તે કોત્યો જાતીઅ ગુના થોવતાહ!” 5 પોન ઈસુ તા બીજુ કાંય બી જોવાબ નેંય આપ્યુ. તીંહીંઅ લીદો, પીલાતોન ભારી નોવાય લાગી.
ઈસુન મોતોઅ સાજા વેહે
(માથી ૨૭:૧૫-૨૬; લુક ૨૩:૧૩-૨૫; યોહાન ૧૮:૩૯-૧૯:૧૬)
6 દોર વોરોહ પાસ્કાઅ તીવારોઅ વોખોત લોક જીયો કેદયોન સોળી થોવાઅન કાલાવાલા કોએ, તીયાન પીલાત સોળી થોવત્નું. 7 તીયો વોખોત બારાબાસ નામોઅ એક માટી એંહડો માટહ્યોંઅરી જેલીમ આથુ કા જીંયહાં ધામાલોઅ સોમોયોમ ખુન કોઅનો.a 8 લોકહોંઅ એક ટોલુ પીલાતોઅહીં આલુ ઓનો એંહડો સોમોયોમ તો પોતાઅ રીવાજો પોરમાણો તીંયહાંઅ ખાતોર જો કોઅત્નું તો કોઆંન તીંયહાં તીયાન ઓરોજ કોઅયી. 9 તાંહાંઅ પીલાતો તીંયહાંન જોવાબ આપતા આખ્યો, “તુમાંઅ માટો માંય યેહુદહ્યોંઅ રાજાન સોળી થોવોં એંહડી તુમાંઅ મોરજી આહાય કા?” 10 પીલાતોન બોરાબોર ખોબોર આથી કા મોડા પુંજારા આદરાયોઅ લીદોજ ઈસુન તીયાઅ આથહોંમ હોપી દેદનું.
11 પોન મોડો પુંજારહાં ટોલા વેઅનો લોકહોંન ચોળવ્યા કા, તે પોતાઅ માટો ઈસુઅ બોદલો બારાબાસોન સોળી થોવાઅન પીલાતોન ઓરોજ કોએ. 12 તાંહાંઅ પીલાતો લોકહોંન ફાચો ફુચ્યો, “તા હાતીઅ તુમું જીયાન યેહુદહ્યોંઅ રાજા આખતાહ તીયાન માંય કાય કોઓં?” 13 તાંહાંઅ તે લોક ફાચા બોમની ઉઠયા, “ઈયાન કુરુસોપોઅ જોળી દે!”b 14 તાંહાંઅ પીલાતો તીંયહાંન આખ્યો, “કાંહાંન? તીયા કાય ગુનું કોઅયુહ?” પોન તે વાદારુ જોરપોઅ બોમન્યા, “ઈયાન કુરુસોપોઅ જોળી દે!”. 15 પીલાત ટોલા વેઅનો લોકહોંન રાજી રાખાઅન માગત્નું તીંહીંઅ લીદો, તીયા તીંયહાંઅ માટો બારાબાસોન સોળી થોવ્યુ. હાતીઅ તીયા ઈસુન ચાપકાહાંઅ માર દેયન કુરુસોપોઅ જોળી દેઆંન સોયનીકહોંન આખ્યો.c
રોમ આરકારોઅ સોયનીક ઈસુઅ મોસ્કુરી કોઅતાહ
16 તાંહાંઅ સોયનીક ઈસુન રાજપાલ પીલાત રેત્નું તીયો મેહેલોઅ ચોવઠામ નેઅ ગોયા. હાતીઅ તીંયહાં સોયનીકહોંઅ ટુકળ્યોd વેઅનો બીજો બાદહાંન તાંહીં એકઠા કોઅયા. 17 હાતીઅ તીંયહાં ઈસુન જામણ્યો રોંગોઅ ઝોબ્બુ પોવાવ્યુ ઓનો તીયાઅ મુનકાપોઅ કાટાલ્યો હોટહ્યોંઅ મુંગોટ થોવ્યુ. 18 હાતીઅ તીંયહાં “યેહુદહ્યોંઅ રાજા, ઘોણો જીવજો!” એવ મોસ્કુર્યોમ આખીન તીયાન સાલામ કોઅયી. 19 તીંયહાં તીયાઅ મુનકામ હોટ્યો કોઈન દેદો, તીયાપોઅ થુપ્યા, ઓનો મોસ્કુર્યોમ ગુઠણો પોળીન તીયાન નોમોન કોઅયો. 20 તીયાઅ મોરકુરી કોઈન હાતીઅ તીંયહાં જામણ્યો રોંગોઅ ઝોબ્બુ તાંઈં કાડયુ ઓનો તીયાઅ પોતાઅ પોતળે પોવાવી દેદે. હાતીઅ તે તીયાન કુરુસોપોઅ જોળાઅન માટો સેરોઅ બારુ નેઅ ગોયા.
સોયનીક ઈસુન કુરુસોપોઅ જોળતાહ
(માથી ૨૭:૩૨-૪૪; લુક ૨૩:૨૬-૪૩; યોહાન ૧૯:૧૭-૨૭)
21 વાટો તીંયહાંન કુરેને સેરોઅ રેવાસી સીમોન નામોઅ માટી મીલ્યુ. (તો આલેક્સાંદેર ઓનો રુફુસોઅ બાહકુ આથુ.) સીમોન ગામોમ રેખ યેરુસાલેમ સેરોમ આવત્નું. સોયનીકહોં તીયાન ઈસુઅ કુરુસ જોબોરજોસ્તી ઉચકાવ્યુ. 22 સોયનીક ઈસુન ‘ગોલગોથા’ નામોઅ જાગો નેઅ આલા. ‘ગોલગોથા’ એટલે ‘ખોપર્યોવાલુ જાગુ’. 23 તાંહીં તીંયહાં ‘બોળ’ નામોઅ દોવા પેલનું દારાખોઅ રોહ ઈસુન પીઆંન દેદુ.e પોન તીયા તો નેંય પીદુ. 24 તીંયહાં તીયાઅ પોતળે કાડી નેયન તીયાન કુરુસોપોઅ જોળી દેદુ. હાતીઅ તીંયહાં પોતળાઅ કોન્નું ભાગ કોડાન મીલે તો નોકકી કોઆંન ચીઠ્યા ટાકીન તીયાઅ પોતળે વાઅટી નેદે.
25 તીંયહાં તીયાન કુરુસોપોઅ જોળ્યુ તેંહડામ વેગીઅ નોવ વાગને. 26 ઈસુન કુરુસોપોઅ જોળાઅન કારોણ દેખાવતા તીંયહાં એક પાટ્યામ “યેહુદહ્યોંઅ રાજા” એવ લેખીન તો ઈસુઅ મુનકાઅ ઉપોઅ ઠોક્યો. 27 તીંયહાં ઈસુઅરી બેન લુટારહાંન બી કુરુસહોંપોઅ જોળના. એકાન તીયાઅ જોમણ્યો વેલ ઓનો બીજાન તીયાઅ ડાબ્યો વેલ. 28 [[“તો ગુનેગારહોંઅ આર્યુઅ ગોંણાઅયુ” એંહડો લેખનો પોવીતોર લેખાણ એવી રીતો હાયો પોળ્યો.]]
29 કુરુસોઅહીં રેયન જાનારા લોક પોતાઅ મુનકે ડોનવી-ડોનવીન ઈસુઅ નીંદા કોઅત્ના, “વાહ! તું તા મોંદીરોન તોળી ટાકીન તો ફાચો તીનુંજ દીહોહોંમ બાંદાંઅન આખત્નુંક્ને? 30 આમુ કુરુસોપોઅ રેખ ઉતરી આવીન પોતાન બોચાવી ને તા!” 31 એવુજ કોઈન, મોડો પુંજારહાં નો નીયોમ હીકવુઅનારહાં બી ઈસુઅ મોસકુરી કોઅતા એક-બીજાન આખ્યો, “તીયા બીજહાંન બોચાવ્યા, પોન તો પોતાન બોચાવી સેક્તુ નાંહ! 32 ઈસરાયેલોઅ રાજા ખ્રીસ્તોન આપુ આમુ કુરુસોપોઅ રેખ ઉતરી આવતુ હેઅજી! તાંહાંઅ આપુ તીયાપોઅ વીસવાહ કોઅહું!”
ઈસુઅ બેનું વેલ કુરુસહોંપોઅ જોળાઅનો ગુનેગારહોં બી તીયાઅ નીંદા કોઅયી.
ઈસુઅ મોત
(માથી ૨૭:૪૫-૫૬; લુક ૨૩:૪૪-૪૯; યોહાન ૧૯:૨૮-૩૦)
33 માજનો બાર વાગ્યો રેખ બોપરો તીન વાગ્યો લોગોઅ આખો દેસોમ આંદારો વેઅ ગોયો. 34 તીન વાગ્યો ઈસુ જોરપોઅ બોમની ઉઠ્યુ, “એલોય, એલોય, લામા સાબાખ્થાની?” તીંહીંઅ ઓર્થુ, “માંઅ પોરમીહેર, માંઅ પોરમીહેર, તુંયોં માંન કેવ સોળી દેદુહ?” એવ આહાય.
35 તો ઉનાયન તાંહીં પાહો ઉબો રેયનો લોકહોં વેઅનો થોળાકહાં આખ્યો, “ઉનાઆ! તો એલીયાનf હાદ કોએહ.” 36 તાંહાંઅ એક જાંઅ ગુગદી ગોયુ, તીયા પોચો લોબ્બોળોન રાહી દારાખોઅ રોહોમ પીગવ્યુ, તીયાન હોટયોમ ફેર્વ્યુ, ઓનો તો ઈસુ ચુહે તીંહીંઅ ખાતોર તીયાઅ મુંયોંઅરી તેઈન આખ્યો, “ઉબા રેયા! એલીયા ઈયાન કુરુસોપોઅ રેખ ઉતારુ આવેહ કા નાંહ તો આપુ હેઅજી!”
37 હાતીઅ ઈસુ જોરપોઅ બોમનીન મોઈ ગોયુ.
38 તીયોજ ઘેળી, મોંદીરોઅ પોળદુg ઉપોઅ રેખ એઠા લોગોઅ ચીરાય ગોયુ.h 39 કુરુસોઅ પાહો ઉબો રેયનો સુબેદારાi ઈસુન એવ કોઈન મોઅતુ દેખીન આખ્યો, “ખોરેખોર આય માટી પોરમીહેરોઅ પોયોર આથુ!” 40 તાંહીં થોળ્યાક થેઈ બી આથ્યા. તીંયહોંમ માગદાલા ગામોઅ મારીયોમ, હાન્નો યાકોબ ઓનો યોસેઅ યાહકી મારીયોમ, ઓનો સાલોમી આથ્યા. 41 ઈસુ ગાલીલોમ આથુ તાંહાંઅ તે તીયાઅરી આથ્યા ઓનો તીયાઅ સેવા કોઅત્ન્યા. તીયાઅરી યેરુસાલેમ આલન્યા બીજ્યા ઘોણ્યા થેઈ બી તાંહીં આથ્યા.
ઈસુઅ લાસ હોજાઅહે
(માથી ૨૭:૫૭-૬૧; લુક ૨૩:૫૦-૫૬; યોહાન ૧૯:૩૮-૪૨)
42 તો તીયાર્યોઅ દીહ, એટ્લે, આરામોઅ દીહોઅ પોયનું દીહ આથુ ઓનો વાઅતો પોળલો. 43 તીંહીંઅ લીદો આરીમાથેયા ગામોઅ યોસેફ તાંહીં આલુ. તો યેહુદી પોંચોઅ માનો વાલુ માટી આથુ ઓનો તો પોરમીહેરોઅ રાજ આવાઅન વાટ હેઅત્નું. તો હીંમોત રાખીન પીલાતોઅહીં ગોયુ ઓનો તીયા પીલાતોપોઅ ઈસુઅ લાસ માગી.j 44 ઈસુ મોઈ ગોયુ તો ઉનાયન પીલાતોન નોવાય લાગી. તીંહીંઅ લીદો તીયા સુબેદારોન હાદીન ફુચ્યો, “ઈસુન મોઈન ઘોણુ સોમોય વેઅ ગોયુહ કા?” 45 સુબેદારોઅ હેવાલ ઉનાયન હાતીઅ પીલાતો યોસેફોન ઈસુઅ લાસ નેઅ જાઆંન રાજાય આપી. 46 યોસેફો રેસમી પોતળો વેચાઅતો નેદો, ઈસુઅ લાસીન કુરુસોપોઅ રેખ ઉતારી, ઓનો તીયોન રેસમી પોતળામ ચુંડલાવીન ખોળકામ કોરવી કાડલ્યો કોબીરોમ હોજી. હાતીઅ તીયા કોબીરોઅ મુવાલાપોઅ મોડુ ઢોગળુ લુંડવી થોવ્યુ. 47 માગદાલા ગામોઅ મારીયોમ ઓનો યોસેઅ યાહકી મારીયોમો ઈસુઅ લાસીન યોસેફો કાંહીં હોજની તો હેઅયો.