13
યેરુસાલેમોઅ મોંદીરોઅ નાસોઅ બાબોતોમ ઈસુ આગાહી કોએહ
(માથી ૨૪:૧-૨; લુક ૨૧:૫-૬)
1 ઈસુ મોંદીરોમ રેખ નીંગત્નું તાંહાંઅ, તીયાઅ ચેલહાં વેઅનો એકા તીયાન આખ્યો, “ગુરુજી, હેઅ તા, કોંહડો મોડો ઢોગળાહાં કોઈન આય મોંદીર બાંદયોહ ઓનો આય બોંગલા કોતાહ હારા આહાય!”a 2 તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “ઈયો બોંગલાહાંન તુમું હેઅતાહકને? બીજો દેસોઅ લોસકોર ઈંયહાંન એંહડા તોળી પાળીઅ કા આંહીં એક બી ઢોગળુ બીજો ઢોગળાપોઅ નેંય રેઈ.”
દુન્યાઅ ઓંતોઅ નીસાણ્યોઅ બાબોતોમ ઈસુ આગાહી કોએહ
(માથી ૨૪:૩-૧૪; લુક ૨૧:૭-૧૯)
3 તે મોંદીરોઅ હોંબો જેતુન ચાળોવાલ્યો ડોગર્યોપોઅ આવી પોચ્યા હાતીઅ ઈસુ બોઠુ. પીતોર, યાકોબ, યોહાન, ઓનો આંદરીયા તીયાઅરી એખના પોળ્યા તાંહાંઅ તીંયહાં તીયાન ફુચ્યો, 4 “તું આમુ આખત્નું તે બાબોતી કોંહડામ બોંણીઅ? આય બાદયા બાબોતી પુર્યા વેઈ તીંહીંઅ કોન્ની નીસાણી હાય? તો આમહાંન આખેઅ!”
5 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “કોડો બી તુમહાંન સેતરી નેંય જાય તીંહીંઅ કાલજી રાખજા! 6 ઘોણા લોક આવીન આખીઅ કા તીંયહાંન માંયોંજ મોકન્યાહ.b તીંયહાં વેઅનું દોરેક આખીઅ, ‘માંયજ ખ્રીસ્ત આહાય!’ એવ તે ઘોણો માંહાંહાંન સેતરીઅ. 7 જેંહડામ બી તુમું પાહો વેનાર્યો લોળાયહોંઅ બાબોતોમ કા સેટો વેનાર્યો લોળાયહોંઅ બાબોતોમ ઉનાયા તેંહડામ આકલાય નોખા જાતા. આય બાદો તા બોંણનુંઅ જોજવે. પોન તેંહડામ એવ નોખા ધારતા કા દુન્યાઅ ઓંત આવીજ ગોયુહ. 8 એક જાત્યોઅ લોક બીજ્યો જાત્યોઅ લોકહોંઅરી લોળીઅ ઓનો એક દેસોઅ લોક બીજો દેસોઅ લોકહોંઅરી લોળીઅ. ઘોણો જાગો તોરતીકાપ વેઈ ઓનો કાલ પોળીઅ. તે દુખે પોયરાન જોલમો આપનાર્યો થેઈન પેલ્લાઅ વેનાર્યો દુખહોંઅ ગાંઉં વેઈ.
9 “તેંહડામ લોક તુમહાંન કાંય બી કોએ તો વેઠાઅન તીયારુજ રેજા! કાંહાંનકા, તુમું માંઅપોઅ વીસવાહ કોઅતાહ તીંહીંઅ લીદો તે તુમહાંન તેઈન યેહુદી ધોર્મોઅ પોંચોઅ આગલાઅ તુમાંપોઅ કેસ ચાનવીઅ, ઓનો યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ ઓમુક લોક તુમહાંન દેઈ, ઓનો રાજપાલહોંઅ ઓનો રાજહાંઅ આગલાઅ લોક તુમાંપોઅ કેસ ચાનવીઅ. તીંહીંઅ પોરીણામો, તુમું તીંયહાંન માંઅ બાબોતોમ સાક્સી આપી સેકહા. 10 પોરમીહેર પોતાઅ બાદી યોજ્ના પુરી કોએ તીંહીંઅ પેલ્લાઅ, બાદયો જાતીઅ લોકહોંમ માંઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર વેનુંઅ જોજવે!c 11 તુમહાંન સાજાઅ ચુકાદુ આપાઅન માટો લોક તુમહાંન કોરોટોમ તેઈ જાય તેંહડામ તુમાંઅ કાય આખનુંઅ તીંહીંઅ બાબોતોમ પેલ્લાઅ રેખ ચીંતા નોખા રાખતા! પોન તીયો વોખોત પોરમીહેર તુમહાંન જો આખાવે તોજ આખજા! કાંહાંનકા, તીયો વોખોત બોનનારા તુમું નેંય વેહા, પોન તુમાંઅ મુંયોં બોનનારુ તા પોવીતોર આત્માજ વેઈ. 12 તીયો વોખોત માંઅપોઅ વીસવાહ નેંય કોઅનારા લોક માંઅપોઅ વીસવાહ કોઅનારો તીંયહાંઅ પાવોહ-બોંઅયોંહોંન તેઆવીન માઈ ટાકાવીઅ, યાહકી-બાહકુ પોતાઅ પોયરાહાંન તેઆવી દેઈ ઓનો પોયરે પોતાઅજ યાહકી-બાહકાન તેઆવીન માઈ ટાકાવીઅ.d 13 તુમું માંઅપોઅ વીસવાહ કોઅતાહ તીંહીંઅ લીદો, ઘોણો ભાગોઅ લોક તુમહાંન નોફરોત કોઈઅ. પોન સેવોટ લોગોઅ માંઅપોઅ વીસવાહ રાખનારહાંન પોરમીહેર બોચાવીઅ.e
ચીળ કોઈ આવે એંહડો ઓનો મોંદીરોન વોટલાવનારો માંહુંઅ
(માથી ૨૪:૧૫-૨૮; લુક ૨૧:૨૦-૨૪)
14 “ફોઅચી કોઈ આવે એંહડ્યો ઓનો મોંદીરોન ઉજોળ બોંણાવી દેનાર્યો ચીજીન મોંદીરોમ જીયો જાગો તે નેંય વેઆંન જોજવે તીયો જાગો ઉબી રેયની તુમું દેખા તાંહાંઅ (વાચનારો ઈંહીંઅ ઓર્થુ હોમજે!), યેહુદીયા જીલ્લામ વેનારો લોકહોંઅ ડોગહોંમ નાહી જાનુંઅ જોજવે! 15 પોતાઅ કોઓઅ ધાબાપોઅ વેનારો માંહાંઅ એઠા ઉતરુનુંઅ કા કાંય બી નેઆંન પોતાઅ કોઓઅ માજ જાનુંઅ નેંય જોજવે! 16 ખેતોમ વેનારો માંહાંઅ પોતળો નેઆંન પોતાઅ કોઅ ફાચો વોલનુંઅ નેંય જોજવે! 17 તીયો સોમોયોમ જે થેઈ પાઈ-જીવોઅ વેય તીંયહોંઅ બાબોતોમ ઓનો જે થેઈ આડહુંણ્યો પોયરાવાલ્યા વેય તીંયહોંઅ બાબોતોમ વીચારતા માંન ભારી દુખ વેહે. 18 પોરમીહેરોન એંહડી ઓરોજ કોઆ કા, તે દુખે હીયાલામ નેંય પોળે. 19 કાંહાંનકા, તીયો દીહોહોંમ એંહડે દુખે પોળીઅ કા તેંહડે દુખે પોરમીહેરો જુગ-તોરતી હોરજુઅની તીયો વોખોત રેખ આમુ લોગોઅ કોય દીહ બી નાંહ પોળ્યે, ઓનો ફાચે કોય દીહ બી નેંય પોળે. 20 માલીખ તીયો દુખહોંઅ દીહ ઓસા નેંય કોઅતુ તા, બાદે માંહેંઅ મોઈ જાતે.f પોન તીયા પોસોંદ કોઅનો લોકહોંઅ લીદો તીયા તે દીહ ઓસા કોઅયાહ.
21 “તીયો વોખોત જો કોડો તુમહાંન એવ આખે કા, ‘હેઆ, ખ્રીસ્ત આંહીં આહાય!’ કા ‘હેઆ, તો તાંહીં આહાય!’ તા, તે ગોઠ નોખા માનતા! 22 પોતાન ખોટ્યો રીતો ખ્રીસ્ત આખાવનારા ઓનો પોતાન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારા એવ ખોટ્યો રીતો આખાવનારા પેદા વેઈ. ઓનો બોંણી સેકે તા, તે પોરમીહેરો પોસોંદ કોઅનો લોકહોંન બી સેતરાઅન માટો ઘોણો જાતીઅ ચોમોત્કાર કોઈ દેખાવીઅ. 23 તીંહીંઅ લીદો, ખોબોરદાર રેજા! માંયોં આય બાદો તુમહાંન પેલ્લાઅજ આખી દેદોહ.
માંહાંઅ પોયોર ફાચુ આવાઅન દીહ
(માથી ૨૪:૨૯-૩૧; લુક ૨૧:૨૫-૨૮)
24 “માંહેંઅ આય રીતો દુખે વેઠીઅ હાતીઅ, દીહ આંદાર્યુ બોંણી જાઈ, ચાંદોઅ જોની નેંય પોળે, 25 જુગીમ રેખ તારા ટુટી પોળીઅ, ઓનો જુગી વેઅન્યા બીજ્યા બાદયા ચીજી આનવી ટાકાઈ. 26 તાંહાંઅ માંહાંઅ પોયોરોન, એટલે માંન માંહેંઅ તાકોતોવાલુ ઓનો મોડાયોવાલુ બોંણીન વાદલાહાંમ આવતુ દેખીઅ. 27 હાતીઅ માંય તોરત્યોઅ એક ખુણો રેખ બીજો ખુણો લોગોઅ રેનારો પોરમીહેરો પોસોંદ કોઅનો લોકહોંન એકઠા કોઆંન ખાતોર માંઅ દુતહોંન મોકનીહીં.
ઓંજીરોઅ ચાળોપોઅ રેખ હીકા!
(માથી ૨૪:૩૨-૩૫; લુક ૨૧:૨૯-૩૩)
28 “આમુ ઓંજીરોઅ ચાળોપોઅ રેખ કાંયક હીકા! જેંહડામ તીંયહાંઅ ડાલખ્યા કુંબલ્યા વેયન તીંયહાંઅ પાને ફુટે ખેટતેહ, તેંહડામ તુમું જાંઈ જાતાહ કા ઉનાલુ પાહો આહાય. 29 તેવુજ કોઈન, માંયોં આમુ જો આખ્યો તો બાદો બોંણતો દેખા તાંહાંઅ તુમું જાંઈં જાહા કા માંઅ ફાચુ આવાઅન વોખોત એકદોમ પાહીજ આહાય. તો જાણેકા માંય એખુંવારોઅ બાંઅણાઅહીં લોગોઅ આવીજ પોચ્યુહ એંહડો વેઈ. 30 માંય તુમહાંન નોક્કીજ આખોંહ: આય બાદયા બીના બોંણે તાંઉં લોગોઅ આય પેળીઅ લોક મોઅનારા નાંહ. 31 જુગ ઓનો તોરતી ચાલ્યે જાઈ, પોન માંઅ ગોઠી કોય દીહ બી ખોટ્યા નેંય પોળે.
ખ્રીસ્ત ફાચુ આવીઅ તો દીહ કા સોમોય કોડો બી નાંહ જાંઅતો
(માથી ૨૪:૩૬-૪૪)
32 “પોન માંય ફાચુ કોન્નું દીહ કા સોમોય આવહીં તો કોડો બી નાંહ જાંઅતો. હોરગો વેઅના દુત બી નાંહ જાંઅતા, પોયોર માંય બી નાંહ જાંઅતુ, પોન પોરમીહેર બાહકુ એખનુંજ જાંએહ. 33 તીંહીંઅ લીદો, તુમું પુર્યો તીયાર્યોમ રેજા!g કાંહાંનકા, આય બાદયા બીના બોંણીઅ તો સોમોય કોન્નું દીહ આવીઅ તો તુમું નાંહ જાંઅતા. 34 માંઅ ફાચુ આવાઅન દીહ, સેટરોઅ જાગો જાનારો એક માંહાંઅ ગાંઉં આહાય. કોઅ રેખ નીંગે તેંહડામ, તો તીયાઅ ચાકોરહોંન કોઅ ચાનવાઅન આખેહ, દોરેક ચાકોરોન તીયાઅ કાય-કાય કોઅનુંઅ તો આખેહ, હાતીઅ તો ચોકીદારોન તીયાઅ ફાચુ આવાઅન વાટ હેઈન તીયાર્યોમ રેઆંન હુકોમ કોએહ. 35 તીંહીંઅ લીદો, તીયો ચોકીદારોઅ તીયાર્યોમુજ રેનુંઅ જોજવે. કાંહાંનકા, તીયાઅ માલીખ ફાચુ વાઅતુરુહ આવે, કા પોરા-પોર રાતી આવે, કા કુકળા વાહતાઅરી આવે, નેતા ઉજાલો વેતા આવે, તો તો નાંહ જાંઅતુ. તેવુજ કોઈન, માંય ફાચુ કોંહડામ આવહીં તો તુમું નાંહ જાંઅતા તીંહીંઅ લીદો તુમાંઅ બી તીયાર્યોમુજ રેનુંઅ જોજવે. 36 નેતા માંય ઓચાનોક આવોં તેંહડામ માંય તુમહાંન તીયાર્યો વોગોરોઅh હેઅહીં. 37 આય ગોઠી જે માંય તુમહાંન આખોંહ તે, માંય બીજો બાદહાંન બી આખોંહ: તીયાર્યોમ રેજા!”