12
દારાખોઅ વાળ્યોઅ ખેળુકહોંઅ દાખલુ
(માથી ૨૧:૩૩-૪૬; લુક ૨૦:૯-૧૯)
1 હાતીઅ ઈસુ યેહુદી વોળીલહોંઅરી દાખલાહાં કોઈન બોનુ ખેટ્યુ. તીયા આખ્યો, “એક માંઅહાં દારાખોઅ વાળી બોંણાવી, તીયોઅ ચારુ વેલ ઢોગળાહાંઅ દીવાલ બાંદી, દારાખહોંન સુંદીન કાડનું રોહ એકઠુ કોઆંન માટો ઢોગળાઅ કુંડી બોંણાવી, ઓનો હાચવુઅનારો બોહીન વાળ્યોન હાચવી સેકે તીંહીંઅ ખાતોર એક ટાવોર બી બાંદયો. હાતીઅ વાળ્યોઅ દેખરેખ રાખાઅન માટો તીયા થોળોક માંહાંહાંઅરી ગોઠવુણી કોઅયી. દારાખ પાકે તાંહાંઅ તીંહીંઅ ઓમુક ભાગ વાળ્યોઅ માલીખોન આપનુંઅ એવ નોક્કી વેયો. હાતીઅ તો માંહુંઅ એક સેટરોઅ જાગો ગોયો. 2 દારાખ બેળાઅન સીજોન આલી તાંહાંઅ, વાળ્યોઅ માલીખો વાળ્યોઅ દેખરેખ રાખનારો માંહાંહાંપોઅ રેખ દારાખહોંઅ પોતાઅ ભાગ નેઆંન એક ચાકોરોન તીંયહાંઅહીં મોકન્યુ. 3 પોન તો ચાકોર તીંયહાંઅહીં ગોયુ તાંહાંઅ, તીંયહાં તીયાન તેઈન માર દેદુ ઓનો એક બી દારાખ આપ્યા વોગોર તીયાન ફાચુ મોકની દેદુ. 4 થોળોક વોખોત હાતીઅ, વાળ્યોઅ માલીખો બીજો ચાકોરોન તીંયહાંઅહીં મોકન્યુ. પોન તીંયહાં તીયાન મુનકામ દેદુ ઓનો તીયાઅ ઓપમાન કોઈન તીયાન મોકની દેદુ. 5 થોળોક વોખોત હાતીઅ, તીયો માલીખો બીજો એક ચાકોરોન તીંયહાંઅહીં મોકન્યુ. તીયાન તીંયહાં માઈ ટાક્યુ. એવ કોઈન, વાળ્યોઅ માલીખો મોકનુઅનો બીજો ઘોણો ચાકોરહોંઅરી તે ખારાબ રીતો વોરત્યા. થોળાકહાંન તીંયહાં દેદા ઓનો થોળાકહાંન માઈ ટાક્યા. 6 આમુ, તીયો માલીખોપોઅ આજી એક જાંઅ આથુ. એટલે તીયાઅ ભારી મેરાલુ પોયોર આથુ. આખોર તીયા પોતાઅ પોયોરોનુંજ તીંયહાંઅહીં મોકન્યુ. તીયા વીચાર્યો કા તે માંહેંઅ તીયાઅ પોયોરોઅ માન રાખીઅ. 7 પોન વાળ્યોઅ દેખરેખ રાખનારો તીયો માંહાંહાં એક-બીજાન આખ્યો, ‘હેઆ! વાળ્યોઅ વારોસદાર આંહીં આવેહ! ચાલા, આપુ તીયાન માઈ ટાકજી! તાંહાંઅ આય દારાખોઅ વાળી આપોઅ વેઅ જાઈ!’ 8 એવ આખીન તીંયહાં તીયાન તેઈન માઈ ટાક્યુ ઓનો તીયાઅ લાસ દારાખોઅ વાળ્યોઅ બારી ફેટ ટાકી.
9 તાંહાંઅ દારાખોઅ વાળ્યોઅ માલીખ કાય કોઈઅ? તો આવીન વાળ્યોઅ દેખરેખ રાખનારો તીયો માંહાંહાંન માઈ ટાકીઅ ઓનો દારાખોઅ વાળી બીજો માંહાંહાંન હોપી દેઈઅ. 10 
“બોંગલુ બાંદનારહાં જીયો ઢોગળાન નોકકામુ ગોંણનું,
તોજ ઢોગળુ બોંગલાન મોજબુત રાખનારુ ઢોગળુ બોંણ્યુહ. 11 
ઈં કામ માલીખોજ કોઅયોહ,
ઓનો તો આપોઅ નોજરોમ નોવાયોઅ આહાય!’ એંહડો પોવીતોર લેખાણોમ જો લેખનો આહાય તો તુમહાં નાંહ વાચ્યો કા?”
12 તાંહાંઅ તે યેહુદી આગેવાન હોમજ્યા કા, ઈસુ તો દાખલુ તીંયહાંપોઅજ ગુનું થોવતા આખનું. તીંહીંઅ લીદો, તે તીયાન તેઆંન માગત્ના. પોન તે લોકહોંઅ ટોલાન બીત્ના. તીંહીંઅ લીદો, તીયાન સોળીન તે તાંહીં રેખ ચાલ્યા ગોયા.
વેરુ પોઆંન બાબોતોમ
(માથી ૨૨:૧૫-૨૨; લુક ૨૦:૨૦-૨૬)
13 તીયો આગેવાનહોં થોળોક ફોરોસહ્યોંન ઓનો હેરોદ રાજાન ટેકુ આપનારો થોળાકહાંન ઈસુઅહીં મોકન્યા. ઈસુ કાંય ખોટો આખે તા તીયાન તેઆવાઅનુંજ તીયો આગેવાનહોંઅ ઈરાદુ આથુ. 14 તીંયહાં ઈસુઅહીં આવીન તીયાન આખ્યો, “ગુરુજી, આમું જાંઅતાહ કા તું હાચોજ હીકવોહ, ઓનો માંહેંઅ તોઅ બાબોતોમ કાય આખીઅ તીંહીંઅ તું પારવાઅ નાંહ કોઅતુ. કાંહાંનકા, તું કોડાઅ બી હોદ્દાઅ પારવાઅ નાંહ કોઅતુ. પોન પોરમીહેર આપોપોઅ જો કોઆવાઅન માગેહ તો તું હાચ્યો રીતોજ હીકવોહ. તાંહાંઅ આમહાંન આખેઅ: રોમ સારકારોન વેરા પોઅજી તો બોરાબોર આહાય કા નાંહ? તે વેરા આપોઅ પોઅનુંઅ જોજવે કા નેંય?” 15 પોન ઈસુ જાંઈં ગોયુ કા પોરમીહેર તીંયહાંપોઅ જો કોઆવાઅન માગેહ તો જાંઆંન તે ખોરેખોર નાંહ માગતા. તીંહીંઅ લીદો તીયા તીંયહાંન આખ્યો, “સારકારોઅ ઓમોલદાર માંન તેઈ જાય એંહડો માંન કાંય ખોટો આખાવાઅન તુમું કેવ માગતાહ? સારકારી ચોલોણોઅ ચાંદયોઅ સીક્કુ દાવીન માંન દેખાવા!” 16 તાંહાંઅ તે ચાંદયોઅ એક સીક્કુ દાલા. ઈસુ તીંયહાંન ફુચ્યો, “ઈયાપોઅ સાપ ઓનો નામ કોડાઅ સાપનો આહાય?” તાંહાંઅ તીંયહાં તીયાન જોવાબ આપ્યુ, “બાદસાઅ સાપ ઓનો નામ તીયાપોઅ સાપનો આહાય.” 17 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “જો બાદસાન લાગે તો બાદસાન આપા, ઓનો જો પોરમીહેરોઅ લાગે તો પોરમીહેરોન આપા.” ઈસુઅ જોવાબ ઉનાયન તે તા ઈહવાયજ રેયા.
મોઅને માંહેંઅ ફાચે જીવતે વેઈ તીંહીંઅ બાબોતોમ
(માથી ૨૨:૨૩-૩૩; લુક ૨૦:૨૭-૪૦)
18 સાદુકી પોંથોઅ લોક આખતાહ કા મોઅને માંહેંઅ ફાચે જીવતે નેંય ઉઠીઅ. તીંયહાં વેઅનો થોળાકહાં ઈસુઅહીં આવીન તીયાન ફુચ્યો, 19 “ગુરુજી, મોસે આપોઅ માટો નીયોમ લેખી આપ્યુહ કા, ‘જો એક માટી વોરાળ કોઈન વોગોર પોયરો મોઈ જાય તા, તીયાઅ થેઈન તીયાઅ પાવોહ રાખે! તીંયહાંઅ પોયરે વેય તા, તે મોઅનારાઅ પોયરે ગોંણાઈ. એવ કોઈન તીયો મોઅનારાઅ વોસુલુ ચાલુ રેઈ.’ 20 આમુ એક કોઅમે હાંત પાવોહ આથા. મોડામ-મોડો પાવહો વોરાળ કોઅયો, પોન તો પોયરાહાં વોગોર મોઈ ગોયુ. 21 તાંહાંઅ બીજો પાવહો તીયો થેઈન રાખી, ઓનો તો બી પોયરાહાં વોગોર મોઈ ગોયુ. તાંહાંઅ તીજો પાવહો તીયો થેઈન રાખી, પોન તો બી પોયરાહાં વોગોર મોઈ ગોયુ. 22 એવ કોઈન તીયો હાંતુ પાવહોહોં તીયો થેઈન રાખી, પોન તે બાદા પોયરાહાં વોગોર મોઈ ગોયા. આખોર તે થેઅ બી મોઈ ગોયી. 23 તાંહાંઅ મોઅને માંહેંઅ ફાચે જીવતે વેઈ તો દીહ તે થેઅ કોન્નો પાવહોઅ નાડી બોંણીઅ? કાંહાંનકા, તીયોન તા હાંતુ પાવહોહોં રાખની!”
24 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “તુમહાંન ખોબોર નાંહ કા તુમાંઅ આખનુંઅ ખોટો આહાય? કાંહાંનકા, મોઅને માંહેંઅ જીવતે વેઈ ઈંહીંઅ બાબોતોમ પોવીતોર લેખાણહોંમ જો લેખનો આહાય તો તુમું નાંહ જાંઅતા ઓનો મોઅનો માંહાંહાંન ફાચે જીવતે કોઆંન પોરમીહેર તાકોતોવાલુ આહાય તો બી તુમું નાંહ હોમજુઅતા.a 25 મોઅને માંહેંઅ ફાચે જીવતે ઉઠીઅ તેંહડામ, માટી થેઈ નેંય રાખીઅ ઓનો થેઈ માટી નેંય કોઈઅ. પોન તે હોરગો વેઅનો દુતહોંઅ ગાંઉં વેઈ. 26 પોન મોઅને માંહેંઅ ફાચે જીવતે ઉઠીઅ તીયો બાબોતોમ મોસે લેખન્યો ચોપળ્યોમ જો લેખનો આહાય તો તુમુંહ નાંહ વાચ્યો કા? જેંહડામ મોસે ઉજળોમ એક હેલગુઅતો સેકરાન હેઅત્નું તેંહડામ, પોરમીહેરો તીયાન આખ્યો, ‘માંય આબરાહામ, ઈસાક, ઓનો યાકોબ ભોક્તી કોઅતાહ તો પોરમીહેર આહાય.’b 27 એંહડો નાંહ કા મોઅના લોક પોરમીહેરોઅ ભોક્તી કોઅતાહ, પેન એંહડો આહાય કા, જીવતા લોકુજ તીયાઅ ભોક્તી કોઅતાહ. તીંહીંઅ લીદો જાંઈ નેજા કા, ‘મોઅને માંહેંઅ ફાચે જીવતે નેંય ઉઠીઅ’ એવ તુમાંઅ આખનુંઅ પુર્યો રીતોઅ ખોટો આહાય.” .
પેલ્લાઅમ પેલ્લુઅ હુકોમ
(માથી ૨૨:૩૪-૪૦; લુક ૧૦:૨૫-૨૮)
28 યેહુદી નીયોમ હીકવુઅનારુ એક જાંઅ તાંહીં આથુ. ઈસુ નો સાદુકી લોક જે ચાર્ચા કોઅત્ના તે તો ઉનાઅત્નું. ઈસુ તીંયહાંન ખોરુ જોવાબ આપ્યુ તો તીયા જાંઅયો. તીંહીંઅ લીદો, તો આગલાઅ ચાની આવીન ઈસુન ફુચ્યો, “પોરમીહેરોઅ બાદો હુકોમહોંમ રેખ એકદોમ ખાસ હુકોમ કોન્નું આહાય?”
29 તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “એકદોમ ખાસ હુકોમ ઓ આહાય: ‘ઓ ઈસરાયેલ લોકહોં, ઉનાઆ!c માલીખ આપોઅ પોરમીહેર એખનુંજ માલીખ આહાય. 30 માલીખ તુમાંઅ પોરમીહેરોપોઅ તુમાંઅ બાદયો મોરજ્યોહોં કોઈન ઓનો તુમાંઅ બાદયો લાગણ્યોહોં કોઈન ઓનો તુમાંઅ બાદો વીચારહોં કોઈન ઓનો તુમાંઅ બાદો કામહોં કોઈન માયા રાખા!’d 31 બીજુ એકદોમ ખાસ હુકોમ ઓ આહાય: ‘તુમું પોતાપોઅ જેવ માયા રાખતાહ, તેવ બીજહાંપોઅ બી માયા રાખા!’e આય બેન હુકોમહોં કોઅતા બીજુ કોન્નું બી હુકોમ એકદોમ ખાસ નાંહ.”
32 તાંહાંઅ યેહુદી નીયોમ હીકવુઅનારા ઈસુન આખ્યો, “ગુરુજી, ‘એખનું તોજ પોરમીહેર આહાય ઓનો બીજુ પોરમીહેર આહાયજ નાંહ’, 33 ઓનો “તીયાપોઅ બાદયો મોરજ્યોહોં કોઈન ઓનો બાદયો ઓકોલહીં કોઈન ઓનો બાદો કામહોં કોઈન માયા રાખનુંઅ’, ઓનો “જેવ પોતાપોઅ તેવ બીજહાંપોઅ બી માયા રાખનુંઅ’ એવ તુંયોં ખોરોજ આખ્યોહ. એ હુકોમ પાલનુંઅ તો આગીમ બાલીન ચોળવુઅનો જાનવોરહોંઅ ભોગહોં કોઈન ઓનો બીજો ભોગહોં કોઈન બી ચોળીયાતો આહાય.” 34 તીયો માંઅહાં ઓકલીવાલુ જોવાબ આપ્યુહ એવ હોમજ્યુ તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “તું પોરમીહેરોન તોઅ જીવોનોમ હોવારુજ રાજ કોઆંન દેહો.”f તીંહીં હાતીઅ ઈસુન કાંય બી સાવાલ ફુચાઅન કોડાઅ બી હીંમોત નેંય ચાની.
દાવીદ રાજાઅ વોસુલામેર્યોઅ ખ્રીસ્તોઅ બાબોતોમ ખુલાસુ
(માથી ૨૨:૪૧-૪૬; લુક ૨૦:૪૧-૪૪)
35 હાતીઅ ઈસુ મોંદીરોમ ઉપદેસ આપત્નું તાંહાંઅ તીયા લોકહોંન ફુચ્યો, “યેહુદી નીયોમ હીકવુઅનારા કેકેવ આખી સેક્તાહ કા, ખ્રીસ્ત તા ખાલી દાવીદોઅ વોસુલા વેઅનું આહાય? 36 પોવીતોર આત્મા દોરવુણ્યો કોઈન દાવીદો પોતોજ આખ્યોહ,
‘માલીખ પોરમીહેરો માંઅ માલીખોન આખ્યો,
જાંઉં લોગોઅ માંય તોઅ દુસ્માનહોંન પુર્યો રીતો નેંય હારાવોં,
તાંઉં લોગોઅ માંઅ જોમણ્યો વેલ બોહ!’ 37 દાવીદ પોતોજ ખ્રીસ્તોન ’માંઅ માલીખ’ એવ આખેહ. તાંહાંઅ ખ્રીસ્ત કેકેવ ખાલી દાવીદોઅ વોસુલા વેઅનો વેઅ સેકે?” લોકહોંઅ મોડુ ટોલુ ઈસુઅ આય બાદયા ગોઠી ખુસ વેયન ઉનાઅત્નું.
યેહુદી નીયોમ હીકવુઅનારહાંઅ ઓનો ફોરોસહ્યોંઅ બાબોતોમ ચેતવુણી
(માથી 23:1-36; લુક 20:45-47)
38 લોકહોંન હીકવુઅતા ઈસુ આખ્યો, “યેહુદી નીયોમ હીકવુઅનારહાંઅ ગાંઉં તુમું નેંય વોરતા તીંહીંઅ કાલજી રાખજા! મોડા-મોડા ઝોબ્બા પોવીન ફીરાઅન, ઓનો બાજારહોંમ લોક તીંયહાંન માન આપીન સાલામી કોએ તો, 39 યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ એકદોમ ખાસ સીટહીંપોઅ બોહાઅન, ઓનો જેમોણહોંમ માનોવાલ્યો સીટહોંપોઅ બોહાઅન તીંયહાંન ગોમેહ. 40 તે રોંડોઅ થેઅહીંન સેતરીન તીંયહોંઅ મીલકોતીg પાળાવી નેતાહ, ઓનો પોતાન હારા દેખાવાઅન માટો તે પોરમીહેરોન લાંબ્યા-લાંબ્યા ઓરોજી કોઅતાહ. પોરમીહેરોપોઅ રેખ તીંયહાંન નોક્કીજ કોળોક સાજા મીલીઅ!”
રોંડોઅ થેઈઅ ના જેંહડો દાન
(લુક ૨૧:૧-૪)
41 હાતીઅ ઈસુ મોંદીરોમ માંહેંઅ પોરમીહેરોન આપાઅન માટો પોયસા ટાકત્ને તીયો પેટયોહોંઅ હોંબુ બોહીન માંહેંઅ પેટયોમ પોયસા ટાકત્ને તો તો હેઅયાજ કોઅત્નું. ઘોણે માલદાર માંહેંઅ પેટયોમ ઘોણા પોયસા ટાકત્ને. 42 હાતીઅ એક ગોરીબ રોંડોઅ થેઅ તાંહીં આલી ઓનો પેટયોમ તીયો બેન હોવાયાh ટાક્યા. તીંયહાંઅ કીંમોત એકદોમ ઓસી આથી. 43 તાંહાંઅ ઈસુ પોતાઅ ચેલહાંન તીયાઅ સોમકી એકઠા કોઅયા ઓનો તીંયહાંન આખ્યો, “માંય તુમહાંન નોક્કીજ આખોંહ: આય ગોરીબ રોંડોઅ થેઈ પેટ્યોહોંમ પોયસા ટાકનારો બીજો બાદો લોકહોં કોઅતા વાદારુ પોયસા ટાક્યાહ. 44 કાંહાંનકા, તીયો બીજો લોકહોં તા તીંયહાંપોઅ જે ઘોણા પોયસા આથા તીંહમેઅ રેખ ટાક્યાહ. પોન આય એકદોમ ગોરીબ થેઈ તા, ખાઆંન નેઆંન માટો તીયોપોઅ જે પોયસા આથા તે બાદા ટાકી દેદાહ.”