7
યેહુદી લોકહોંઅ રીવાજ
(માથી 15:1-9)
1 એક દીહ, યેરુસાલેમોમ રેખ આલના ફોરોસી ઓનો નીયોમ હીકવુઅનારા થોળાક લોક ઈસુઅ ચારુ વેલ એકઠા વેયા. 2 તીંયહાં દેખ્યો કા, તીયાઅ થોળાક ચેલા આથ તુવ્યા વોગોર માંડુ ખાત્ના. 3 (ફોરોસી ઓનો બીજા બાદા યેહુદી લોક તીંયહાંઅ આગલોઅ ડાયહાં હીકવુઅના રીવાજો પોરમાણો પોતાઅ આથ નેંય તુવે તાંઉં લોગોઅ તે નાંહ ખાતા. 4 બાજારોમ રેખ આવીન હાતીઅ તે પોતાઅ આથ બોરાબોર તુવ્યા વોગોર નાંહ ખાતા. એંહડા-એંહડા તા તે બીજા ઘોણા રીવાજ પાલતાહ: તે પોતાઅ પીયાલાહાંન, પાંઅયોંઅ વેંડાહાંન, કીટલ્યોહોંન, ઓનો ફાતાર્યોઅ પોતળાહાંન ખાસ રીતો તુવતાહ.)
5 તીંહીંઅ લીદો, તીયો ફોરોસ્હયોં ઓનો નીયોમ હીકવુઅનારહાં ઈસુન ફુચ્યો, “તોઅ ચેલા આપોઅ આગલોઅ ડાયહાં હીકવુઅનો રીવાજો પોરમાણો કાંહાંન નાંહ ચાનતા, પોન મેલો આથહોં કોઈન કાંહાંન ખાતાહ?”
6 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “યેસાયા ઢોંગ કોઅનારો તુમાંઅ બાબોતોમ બોરાબોરુજ પોરમીહેરોઅ ગોઠ જાહેર કોએહ. તીયા એ ગોઠ એંહડો લેખીહ:
“આય લોક ખાલી-ખાલી આખતાહ કા તે માંન માન આપતાહ.
તે નોક્કામોજ માંઅ ભોક્તી કોઅતાહ.
કેવકા, લોકહોં આપનો હુકોમહોંન,
માંઅ હુકોમ આહાય એવ આખીન તે હીકવુઅતાહ.’
8 તુમહાં પોરમીહેરો આપના હુકોમ પાલાઅન ના પાળીન લોકહોં હીકવુઅના રીવાજુજ પાલતાહ.”
9 હાતીઅ ઈસુ તીંયહાંન આખ્યો, “તુમાંઅ પોતાઅ રીવાજ પાલાઅન ખાતોર પોરમીહેરોઅ નીયોમો પોરમાણો નેંય કોઆંન તુમું ઉસ્યાર આહાય. 10 મોસે આખ્યો, “તોઅ યાહકી-બાહકાન માન આપ!’ તીયા એવ બી આખ્યો, “જોબી પોતાઅ બાહકાઅ કા યાહકયોઅ બાબોતોમ ખારાબ બોને તીયાન મોતોઅ સાજા આપનુંઅ!’ 11 પોન તુમું એવ હીકવુઅતાહ કા, જો કોય માંઅહાંપોઅ પોતાઅ યાહકી-બાહકાઅ મોદોત કોઆંન માટો કાંય વેય, પોન તો આખે, ‘ઈં તા કોરબાન આહાય', એટ્લે કા પોરમીહેરોન ઓરપોણ વેઅનો આહાય, 12 તા તુમું તીયો માંઅહાંન પોતાઅ યાહકી-બાહકાન મોદોદ નેંય કોઆંન સુટ આપતાહ. 13 એવ બીજહાંન તુમું જે રીવાજ હીકવુઅતાહ, તીંહીં કોઈન તુમું પોરમીહેરોઅ હુકોમહોંન ઓર્થો વોગોરોઅ બોંણાવતાહ. ઓનો તુમું એંહડે-એંહડે બીજે ઘોણે કામે કોઅતાહ.”
પોરમીહેર માંહાંહાંન દુર કોએ એંહડો કોઅનાર્યા બાબોતી
(માથી ૧૫:૧૦-૨૦)
14 હાતીઅ ઈસુ ટોલા વેઅનો માંહાંહાંન ફાચે પોતાઅ પાહો હાદીન તીંયહાંન આખ્યો, “તુમું બાદે માંઅ ગોઠ ઉનાઆ ઓનો હોમજા. 15 બારો રેખ કોય બી ચીજ માંઅહાંઅ ડેડીમ જાયન તીયાન વોટલાવી નાંહ સેક્તો. પોન જે બાબોતી માંઅહાંઅ મોનોમ રેખ બાર્યા નીંગત્યાહ તેજ તીયાન વોટલાવત્યાહ. 16 [[તુમું ઈં હોમજાઅન માગતે વેય તા, માંયોં આમુ જો આખ્યોહ તીયાઅ કાલજી રાખીન વીચાર કોઆ.”]]a
17 ટોલા વેઅનો માંહાંહાંન સોળીન ઈસુ કોઅમે ગોયુ તાંહાંઅ તીયાઅ ચેલહાં તીયાન ઈયો દાખલાઅ બાબોતોમ ફુચ્યો. 18 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “તુમું બી નાંહ હોમજુઅતા કા? માંહાંઅ બારો રેખ જો તીયામ વીહેહ તો માંહાંઅન વોટલાવી નાંહ સેક્તો તો તુમું નાંહ જાંઅતા કા? 19 તો માંહાંઅ મોનોમ નાંહ વીહતો, પોન તીયાઅ ડેડીમ જાહે ઓનો હાતીઅ ઝાળાઅ વાટો બારો નીંગી જાહે.” એવ કોઈન ઈસુ બાદયો જાતીઅ ખાણો ખાઆંન લાયોક આહાય એવ જાહેર કોઅયો.
20 ઈસુ આજી આખ્યો, “માંહાંઅ મોનોમ રેખ જો નીંગેહ તોજ તીયાન વોટલાવેહ. 21 કાંહાંનકા, માંહાંઅ માજરો ભાગોમ રેખ, એટલે તીયાઅ મોનોમ રેખ નીંગનારા ખારાબ વીચાર તીયાન નોકટે કામે કોઆંન, ચોરી કોઆંન, ખુન કોઆંન, 22 સીનાલો કોઆંન, લોબ રાખાઅન, બીજે ખોટે કામે કોઆંન, ઠોગાઅન, નોકટો કામહોંમ ગુથાઅનો રેઆંન, આદરાય રાખાઅન, નીંદા કોઆંન, આબીમાન રાખાઅન ઓનો ગાંડાઅ ગાંઉં વોરતાઅન દોરવુણી આપતાહ. 23 આય બાદયા ખારાબ બાબોતી માંહાંઅ મોનોમ રેખ નીંગત્યાહ, ઓનો તીયાન વોટલાવત્યાહ.”
યેહુદી નાંહ તેંહડ્યો જાતીઅ એક થેઈઅ વીસવાહ
(માથી ૧૫:૨૧-૨૮)
24 ઈસુ ગાલીલ જીલ્લામ રેખ નીંગીન તુર સેરોઅ સોમકુરોઅ વીસ્તારોમ ગોયુ. તાંહીં તો એક કોઅ રોકાઅયુ, ઓનો તો તાંહીં આહાય તીંહીંઅ કોડાન બી ખોબોર નેંય પોળે એંહડી તીયાઅ મોરજી આથી. પોન તો દોબી રેઅ સેક્યુ નાંહ. 25 એક થેઈઅ પોયર્યોન ખારાબ આત્મા લાગનું. તીયો થેઈ ઈસુઅ બાબોતોમ ઉનાઅયો ઓનો તુરુતુજ તે તીયાઅહીં આવીન તીયાઅ પાગો ઉંડલી પોળી. 26 તે થેઅ યેહુદી જાતીઅ નોખી. તીયો પોતાઅ પોયર્યોમ રેખ ખારાબ આત્માન કાડાઅન ઈસુન કાલાવાલા કોઅયા. 27 પોન ઈસુ તીયોન આખ્યો, “પેલ્લાઅ તા, પોયરાહાંન ખાય નેઆંન દે; કેવકા પોયરાહાંઅ ખાણો હુંણહાંન ટાકી આપનુંઅ હારો નાંહ.”
28 પોન તીયો જોવાબ આપ્યુ, “સાહેબ, ઈં હાચો આહાય. પોન ટેબોલોઅ થુળ બોહી રેનારે હુંણે બી પોયરાહાં વેરાના કુટકા તા ખાતેહજક્ને?”
29 તાંહાંઅ ઈસુ તીયોન આખ્યો, “તોઅ ઈયા જોવાબોઅ લીદો તું કોઅ જો; તોઅ પોયર્યોમ રેખ ખારાબ આત્મા નીંગી ગોયુહ.”
30 તીયો થેઈ પોતાઅ કોઅ જાયન હેઅયો તા, તીયોઅ પોયરી ખાટનામ નીરાતો હુવી રેયની, ઓનો તીયોમ રેખ ખારાબ આત્મા નીંગી ગોયનું.
એક બેરો ઓનો બોબળ્યો માંહાંઅન ઈસુ હારો કોએહ
31 હાતીઅ ઈસુ તુર સેરોઅ સોમકુરુઅ વીસ્તાર સોળીન સીદોન સેરોમ ગોયુ, ઓનો દોહ સેરહોંઅ જીલ્લામ રેયન ગાલીલ તાલાયોઅ પાહીરોઅ ગામહોંમ ગોયુ. 32 તાંહીં લોક એક બેરો નો મુંગો માંહાંઅન ઈસુઅહીં દાલા. તીંયહાં ઈસુન કાલાવાલા કોઅયા કા તો તીયાપોઅ પોતાઅ આથ થોવે. 33 તાંહાંઅ ઈસુ તીયો માંહાંઅન લોકહોંઅ ટોલામ રેખ સેટો નેઅ ગોયુ કા તે બેનું એખના પોળે. હાતીઅ ઈસુ પોતાઅ આકળ્યા તીયો માંહાંઅ કાનહોંમ કાન્યા, ઓનો પોતાઅ આકળ્યોહોંપોઅ થુપીન તીયો માંહાંઅ જીબીન ઓળકયુ. 34 હાતીઅ ઈસુ જુગીઅ વેલ હેઈન હાયકારુ ટાક્યુ ઓનો તીયો માંહાંઅ કાનહોંમ આખ્યો, “એફાથા!” તીંહીંઅ ઓર્થુ ઓ આહાય , “ઉગળી જાયા!” 35 તુરુતુજ તો માંહુંઅ બોરાબોર ઉનાય સેક્યો ઓનો સોકયો રીતો બોની બી સેક્યો. 36 હાતીઅ ઈસુ લોકહોંન હુકોમ કોઅયુ કા, તે ગોઠ તે કોડાન બી નેંય આખે. પોન તો જેવ-જેવ તીંયહાંન વાદારુ હુકોમ કોઅતુ રેત્નું, તેવ-તેવ તે તીયો ગોઠીન વાદારુજ જાહેર કોઅતા રેત્ના. 37 જીયો લોકહોં તે ગોઠ ઉનાઅયી, તીંયહાંઅ નોવાયોઅ કાંય પાર નોખી. તે એવ આખત્ના, “તીયા બાદો હારોજ કોઅયોહ! તો તા બેરો માંહાંહાંન ઉનાઅતે ઓનો મુંગો માંહાંહાંન બોનતે કોએહ.”