21
ઈસુ યેરુસાલેમ સેરોમ આવેહ
(માર્ક ૧૧:૧-૧૧; લુક ૧૯:૨૮-૩૮; યોહાન ૧૨:૧૨-૧૯)
1-2 ઈસુ ઓનો તીયાઅ ચેલા યેરુસાલેમ સેરોઅ પાહો આલા તેંહડામ, તે જેતુન ચાળહોંવાલ્યો ડોગર્યોઅ કારાઈપોઅરો બેથફાગે ગામોઅ પાહો આવી પોચ્યા. તાંહાંઅ ઈસુ બેન ચેલહાંન એવ આખીન આગલાઅ મોકન્યા, “હોંબુરોઅ ગામોમ જાયા. ઓનો ગામોમ વીહતાજ તુમહાંન એક ગોદળી ઓનો તીયોઅ વેસરો બાંદનો દેખાઈ. તીંયહાંન સોળીન માંઅહીં નેઅ આવજા. 3 ઓનો જો કોડો બી તુમહાંન ફુચે કા “તુમું એવ કેવ કોઅતાહ?’, તા, તીયાન આખજા , “માલીખોન તીંયહાંઅ જુરુલ પોળીહ. કામ પુરો વેય હાતીઅ તો તીંયહાંન તુરુતુજ ફાચે મોકનાવી આપીઅ.”’
4 પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો જુનો જોમાનાઅ સેવોકો જે આગાહી કોઅની તે હાચી પોળે તીંહીંઅ ખાતોરુજ એવ બોંણ્યો. તીયા એવ આગાહી કોઅની કા,
5
“યેરુસાલેમ સેરોઅ લોકહોંન aઆખજા કા,
’હેઆ! તુમાંઅ રાજા તુમાંઅહીં આવેહ.
તો ગોરીબળો સોબાવોઅ વેયન
ગોદળાઅ વેસરાપોઅ સાવારી કોઈન આવેહ.’“
6 તાંહાંઅ તે બેનું ચેલા ગોયા નો ઈસુ તીંયહાંન જેવ કોઆંન આખનો તેવ તીંયહાં કોઅયો. 7 તીંયહાં ગોદળ્યોન નો તીયોઅ વેસરાન નેઅ આવીન તીંયહાંપોઅ પોતાઅ પોતળે ટાક્યે. ઓનો ઈસુ ગોદળાઅ વેસરાપોઅ ફાઅતુઅનો પોતળાહાંપોઅ બોઠુ. 8 ટોલા વેઅનો ઘોણો લોકહોં, ઈસુન માન આપાઅન ખાતોર પોતાઅ પોતળે, તો જાત્નું તીયો વાટીપોઅ ફાઅત્યે, ઓનો બીજહાં તીયાન માન આપાઅન હીંદળાઅ બેડયે વાડીન વાટીપોઅ ફાઅત્યે. 9 ઈસુ ટોલામ આથુ, ઓનો તીયાઅ ચારુ વેલોઅ લોકહોં બોમનીન આખ્યો, “દાવીદ રાજાઅ વોસુલા વેઅનું ખ્રીસ્ત, જીંદાબાદ! bમાલીખોઅ તોરફયોઅ આવનારાન પોરમીહેર આસીરવાદ આપે! હોરગોમ રેનારુ પોરમીહેર, જીંદાબાદ!” c
10 ઈસુ યેરુસાલેમોમ વીઠુ તાંહાંઅ સેરોઅ બાદે માંહેંઅ બોગલાય ગોયે. તીંયહાં એક-બીજાન ફુચ્યો, “ઈં કોડો આહાય?“
11 તાંહાંઅ ટોલા વેઅનો લોકહોં તીંયહાંન આખ્યો, “ઓ તા પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ ઈસુ, ગાલીલ જીલ્લાઅ નાઝારેથ ગામોઅ આહાય.”
યેરુસાલેમ મોંદીરોઅ ચોવઠામ ઈસુ
(માર્ક ૧૧:૧૫-૧૯; લુક ૧૯:૪૫-૪૮; યોહાન ૨:૧૩-૨૨)
12 હાતીઅ ઈસુ મોંદીરોમ વીઠુ ઓનો તીયા તાંહીં વેપાર કોઅનારહાંન ઓનો વેચાઅતો નેનારહાંન બાદહાંન તાંહીં રેખ ઓળી કાડયે; ઓનો તીયા તાંહીં પોયસા બોદલી આપનારહાંઅ ગોલ્લા ઓનો કોબુતોરે વેચનારહાંઅ ટેબોલે બી ઉંદે વાલી દેદે. 13 હાતીઅ તીયા તીંયહાંન આખ્યો, “પોવીતોર લેખાણહોંમ એવ લેખનો આહાય કા, ’માંઅ કોઅ એંહડુ જાગુ આખાઈ કા, જાંહીં માંહેંઅ માંન ઓરોજ કોઅતેહ.’ પોન તુમહાં તા તીયાન લુટારહાંઅ દોબાઅન જાગુ બોંણાવી દેદુહ!”
14 હાતીઅ આંદલે નો લુલે માંહેંઅ મોંદીરોમ ઈસુઅહીં આલે. ઓનો તીયા તીંયહાંન હારે કોઅયે. 15 મોંદીરોમ ચોમોત્કાર કોઅતા ઈસુન ઓનો “દાવીદોઅ વોસુલા વેઅનું ખ્રીસ્ત, d જીંદાબાદ!’ e એવ બોમનુઅતો પોયરાહાંન દેખ્યે તાંહાંઅ, મોડા પુંજારા ઓનો નીયોમ હીકવુઅનારા ઝાંજવાઅયા.
16 તીંયહાં ઈસુન ફુચ્યો, “તે જો બોમનીન આખતેહ તો તું ઉનાઅહો કા?“
તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “ઓં! તુમહાં પોવીતોર લેખાણ નાંહ વાચ્યે કા? તીંયહાંમ લેખનો આહાય, ’તુંયોં પોયરાહાંન ઓનો હાન્નામ-હાન્નો પોયરાહાંન તોઅ ગુણ-ગાન ગાયાઅન હીકવ્યોહ.’“
17 હાતીઅ ઈસુ સેર સોળીન બેથાની ગામોમ ચાલ્યુ ગોયુ ઓનો તાંહીં રાત રેયુ.
ઈસુ ઓંજીરોઅ ચાળોન હારાપ આપેહ
(માર્ક ૧૧:૧૨-૧૪, ૨૦-૨૪)
18 બીજો દીહ વેગીઅ ઈસુ યેરુસાલેમોમ ફાચુ જાત્નું તાંહાંઅ તીયાન ફુક લાગી. 19 તાંહાંઅ વાટીઅ એક વેલ ઓંજીરોઅ એક ચાળ દેખીન ઈસુ તીયાઅ પાહો ગોયુ. પોન તીયાપોઅ એક બી ઓંજીર નોખો. ખાલી પાને ઓતેહજ આથે. તીંહીંઅ લીદો, તીયા ચાળોન આખ્યો, “ફાચો તોઅપોઅ કોય દીહ બી ફોલ નેંય લાગે!” તાંહાંઅ તુરુતુજ તો ઓંજીરોઅ ચાળ હુકાય ગોયો.
20 આય દેખીન ચેલા ઈહવાય રેયા. તીંયહાં ઈસુન ફુચ્યો, “ઓંજીરોઅ ચાળ કેકેવ એકદોમુજ હુકાય ગોયો?“ 21 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “આય ગોઠ બોરાબોર ઉનાય નેયા! તુમું વીસવાહ કોઆ ઓનો સોંકા નેંય રાખા તા, આય ઓંજીરોઅ ચાળોન માંયોં જો કોઅયોહ તો બી તુમું કોઈ સેકહા. ઓનો આય ડોગોઅન તુમું આખી સેકહા , “આંહીં રેખ ઉપટાયન દોરીયામ પોળ,’ ઓનો તેંહડો વેઈ બી! 22 જીંહીંઅ માટો તુમહાં પોરમીહેરોન ઓરોજ કોઅયીહ તો પોરમીહેર તુમહાંન આપીઅજ એંહડુ જો તુમું વીસવાહ રાખહા તા, તો તુમહાંન મીલીઅજ.”
ઈસુઅ સોત્તાઅ બાબોતોમ સોવાલ
(માર્ક ૧૧:૨૭-૩૩; લુક ૨૦:૧-૮)
23 ઈસુ ફાચુ મોંદીરોમ ગોયુ. તાંહીં તો લોકહોંન ઉપદેસ આપત્નું તાંહાંઅ, મોડો પુંજારહાં ઓનો યેહુદી વોળીલહોં તીયાઅહીં આવીન તીયાન ફુચ્યો, “કોન્યો સોત્તા કોઈન તું આય બાદો કોઓહ? કોડા તુંન એ સોત્તા આપીહ?“
24 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “માંય બી તુમહાંન એક સોવાલ ફુચહીં; તીંહીંઅ જોવાબ જો તુમું માંન આપહા તા, કોન્યો સોત્તા કોઈન માંય આય કામે કોઓંહ તો તુમહાંન આખહીં. 25 બાપતીસ્મા આપાઅન સોત્તા યોહાનોન પોરમીહેરો આપની કા માંહાંહાં?“
તાંહાંઅ તે તીંહીંઅ બાબોતોમ માજાઅ-માજ ચારચા કોઆ ખેટયા , “’તીયાન તે સોત્તા આપનારુ પોરમીહેર આહાય,’ એવ જો આપુ જોવાબ આપહું તા, તો આપહોંન આખીઅ, “તાંહાંઅ તુમહાં યોહાનોલ કેવ નાંહ માન્યુ?’ 26 પોન ’તીયાન તે સોત્તા આપનારે તા માંહેંઅજ આહાય,’ એવ જો આપુ આખહું તા, ઘોણે માંહેંઅ આપોઅ વીરુદ કોઈઅ એંહડી બીખ આહાય. કાંહાંનકા, બાદે માંહેંઅ યોહાનોન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ માનતેહ.” 27 તીંહીંઅ લીદો તીંયહાં ઈસુન જોવાબ આપ્યુ, “તીંહીંઅ આમહાંન ખોબોર નાંહ.”
ઈસુ તીંયહાંન આખ્યો, “કોન્યો સોત્તા કોઈન માંય આય કામે કોઓંહ તો માંય બી તુમહાંન આખનારુ નાંહ.”
બેન પોયોરહોંઅ બાબોતોમ દાખલુ
28-30 ઈસુ તીંયહાંન આખ્યો, “માંય તુમહાંન જો આખોંહ તીંહીંઅ બાબોતોમ તુમાંઅ કાય વીચાર આહાય? એક માંહુંઅ આથો. તીયાઅ બેન પોયોર આથા. તીયા મોડો પોયોરોઅહીં જાયન આખ્યો, ’બેટા! આજ તું માંઅ દારાખોઅ વાળ્યોમ જાયન કામ કોઅ!’ પોન તીયો પોયોરો આખ્યો, ’માંય નાંહ જાનારુ!’ પોન ફાચલાઅ રેખ તીયા પોતાઅ વીચાર બોદલ્યુ ઓનો દારાખોઅ વાળ્યોમ ગોયુ. હાતીઅ તીયો માંઅહાં પોતાઅ હાન્નો પોયોરોઅહીં જાયન મોડો પોયોરોન જેવ આખનો તેવુજ આખ્યો. તાંહાંઅ તીયો પોયોરો આખ્યો, “હારો બા! માંય જાહીં.’ પોન તો ગોયુજ નેંય. 31 આમુ તીયો બેનહુંમ રેખ કોન્નો પોયોરો પોતાઅ બાહકાઅ મોરજી પુરી કોઅયી?”
તાંહાંઅ તીંયહાં જોવાબ આપ્યુ, “મોડો પોયોરોજ.” તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “આય ગોઠ બોરાબોર ઉનાય નેયા! વેરુ ઉગરાવનારા ઓનો વેસ્યા તુમાંઅ પેલ્લાઅ પોરમીહેરોન પોતાઅ જીવોનહોંમ રાજ કોઆંન દેનારે આહાય.f 32 કેવકા, બાપતીસ્મા કોઅનારો યોહાનો તુમાંઅહીં આવીન તુમહાંન હાચી વાટ દેખાવની. તેબી તુમહાં તીયાઅ ગોઠ નેંય માની. પોન વેરુ ઉગરાવનારહાં ઓનો વેસહ્યાં તીયાઅ ગોઠ માની. તો દેખીન બી તુમહાં તુમાંઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી નાંહ દેદા. ઓનો તીયાઅ ગોઠ બી નાંહ માની.
દારાખોઅ વાળ્યોઅ ભાગહ્યાંઅ બાબોતોમ દાખલુ
(માર્ક ૧૨:૧-૧૨; લુક ૨૦:૯-૧૯)
33 “બીજુ દાખલુ ઉનાઆ. એક જોમીનદાર આથુ. તીયા દારાખોઅ વાળી બોંણાવી, તીયોઅ ચારુ વેલ વાળ બાંદી, દારાખહોંમ રેખ રોહ કાડાઅન કુંડી બોંણાવી, ઓનો વાળી હાચાવાઅન ઉચુ માલુ બોંણાવ્યુ. હાતીઅ તે વાળી બીજો ખેળુકહોંન ભાગો આપીન તો જોમીનદાર બીજો દેસોમ ગોયુ. 34 દારાખ તોળાઅન વોખોત આલુ તાંહાંઅ, તીયા પોતાઅ ભાગ નેઆંન તીયાઅ ચાકોરહોંન ભાગ્યો ખેળુકહોંઅહીં મોકન્યા.
35 “પોન તીયો ખેળુકહોં તીયો ચાકોરહોંન તેઈન, તીંયહાં વેઅનો એકાન દેદુ, બીજાન માઈ ટાક્યુ ઓનો તીજાન ઢોગળાહાંઅ માર દેયન માઈ ટાક્યુ. 36 તાંહાંઅ તીયો જોમીનદારો તીયો ખેળુકહોંઅહીં પેલ્લાઅ કોઅતા વાદારુ ચાકોરહોંન મોકન્યા. ઓનો તે તીયો ચાકોરહોંઅરી બી તેવુજ વોરત્યા. 37 આખોર તીયો જોમીનદારો એવ વીચારીન પોતાઅ પોયોરોનુંજ તીંયહાંઅહીં મોકન્યુ કા, ‘તે માંઅ પોયોરોઅ નોક્કીજ માન રાખીઅ’.
38 “પોન ખેળુકહોં જોમીનદારોઅ પોયોરોન દેખ્યુ તાંહાંઅ તીંયહાં એક-બીજાન આખ્યો, ‘આય તા માલીખોઅ વારોસદાર આહાય. ચાલા આપુ તીયાન માઈ ટાકજી ઓનો તીયાઅ મીલકોત વાઅટી નેજી’! 39 હાતીઅ તીંયહાં તીયાન તેઅયુ નો વાળ્યોઅ બારુ કાડીન માઈ ટાક્યુ. 40 તાંહાંઅ આમુ દારાખોઅ વાળ્યોઅ માલીખ આવીઅ તાંહાંઅ, તો તીયો ખેળુકહોંન કાય કોઈઅ?” 41 તાંહાંઅ મોડો પુંજારહાં ઓનો વોળીલહોં ઈસુન જોવાબ આપ્યુ, “તો તીયો ખારાબ ભાગગહ્યાંન ખારાબ મોતો માઈ ટાકીઅ. ઓનો જે દારાખ તોળાઅન વોખોત તીયાન હારી રીતો ભાગ આપે એંહડો બીજો ભાગહ્યાંન તે વાળી ભાગો આપીઅ.” 42 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો,
“‘બોંગલુ બાંદનારહાં જીયો ઢોગળાન નોકકામુ ગોંણનું,
તોજ ઢોગળુ બોંગલાન મોજબુત રાખનારુ ઢોગળુ બોંણ્યુહ.
ઈં કામ તા માલીખોજ કોઅયોહ.
ઓનો તો આપોઅ નોજરોમ કોતોહ નોવાયોઅ આહાય?’ એંહડો પોવીતોર લેખાણહોંમ તુમહાં નોક્કીજ વાચ્યોહકને?
43 “તીંહીંઅ લીદો માંય તુમહાંન આખોંહ, પોરમીહેર પોતાઅ રાજોન તુમાંઅહીં રેખ નેઅ નેઈ નો તીયાન તો તીયાઅ રાજ માનીન પોતાઅ જીવોનોહોંમ તો દેખાવનારો લોકહોંન આપી દેઈ. 44 મોડો ઢોગળાપોઅ પોનારો માંહુંઅ જેવ પાગીન કુટકા વેઅ જાહે ઓનો જેવ એક મોડુ ઢોગળુ તીયાપોઅ પોળે તા તો માંહુંઅ ચુઅવાય જાહે, તેવ માંન નાંહ માનનારહાંઅ નાસ વેઈ.”
45 ઈસુઅ આય દાખલા ઉનાયન તે મોડા પુંજારા ઓનો ફોરોસી પોંથોઅ વોળીલ હોમજી ગોયા કા ઈસુ તીંયહાંઅ બાબોતોમુજ આખત્નું. 46 તીંહીંઅ લીદો, તે તીયાન તેઆંન મોથ્યા તેબી, તીંયહાં તેવ નાંહ કોઅયો, કેવકા તે ઈસુન તેએ તા, લોકહોંઅ ટોલા તીંયહાંપોઅ હુમલુ કોઈઅ એવ તે બીયા. કાંહાંનકા, લોકહોંઅ ટોલા ઈસુન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ માનત્ના.