20
દારાખોઅ વાળ્યોમ કામ કોઅનારહાંઅ બાબોતોમ દાખલુ
1 “પોરમીહેર લોકહોંપોઅ કેકેવ રાજ કોએહ તો એક જોમીનદારો જો કોઅયો તીયાઅ ગાંઉં આહાય. તીયાઅ દારાખોઅ વાળ્યોમ કામ કોઆવાઅન ખાતોર તો બોળુ-વેગરુઅ મોજુર હોદુ ગોયુ. 2 થોળાક મોજુર મીલ્યા તાંહાંઅ, તીયા દોરેક મોજુરોન દીહોઅ જે મોજરી ચાનત્ની તે આપાઅન નોકકી કોઈન તીંયહાંન તીયાઅ દારાખોઅ વાળ્યોમ મોકન્યા.
3 “દીહો લોગ-ભોગ નોવેક વાગ્યો તો ફાચુ બાજારોમ ગોયુ, ઓનો તીયા તાંહીં બીજો લોકહોંન પારવાઅતા ઉબા રેયના દેખ્યા. 4 તાંહાંઅ તીયા તીંયહાંન આખ્યો, ’તુમું બી માંઅ દારાખોઅ વાળ્યોમ જાયન કામ કોઆ. ઓનો જે ઠીક આહાય તે મોજરી માંય તુમહાંન આપહીં’. 5 તાંહાંઅ તે લોક તીયાઅ દારાખોઅ વાળ્યોમ જાયન કામ કોઆ ખેટ્યા.
“માજનો લોગ-ભોગ બારેક વાગ્યો, ઓનો તીનેક વાગ્યો બી, તો ફાચુ તીયો જાગો ગોયુ, ઓનો તીયા બીજા થોળાક મોજુર કોઅયા, ઓનો તીંયહાંન બી દારાખોઅ વાળ્યોમ મોકન્યા. 6 વાઅતુરોહ લોગ-ભોગ પાંચેક વાગ્યો તો ફાચુ તીયો જાગો ગોયુ, ઓનો તીયા બીજો થોળોક લોકહોંન પારવાઅતા ઉબા રેયના દેખ્યા. તાંહાંઅ તીયા તીંયહાંન ફુચ્યો, ’તુમું કાંહાંન કાંય બી કામ કોઅયા વોગોર પારવાઅતાજ આંહીં આખુ દીહ ઉબા થાકી રેયાહ?’
7 “તાંહાંઅ તીંયહાં જોવાબ આપ્યુ, ’કાંહાંનકા, કોડા બી આમહાંન મોજુર નાંહ હાદયા.’
“તાંહાંઅ તીયા તીંયહાંન આખ્યો, ’હારો, તાંહાંઅ તુમું બી માંઅ દારાખોઅ વાળ્યોમ જાયન કામ કોઆ.’ તાંહાંઅ તે લોક કામ કોઆ ગોયા.
8 વાઅતો પોળ્યો તાંહાંઅ, તીયો જોમીનદારો પોતાઅ મોકોણદોમોન આખ્યો, ’બાદો મોજુરહોંન હાદ! ઓનો જીયો મોજુરહોંન માંયોં સેન્ના હાદના તીંયહાં રેખ ચાલુ કોઈન જીંયહાંન માંયોં પેલ્લાઅ હાદના તીયો મોજુરહોં લોગોઅ બાદહાંન તીંયહાંઅ મોજરી ચુકવી દે!’
9 વાઅતુરોહ પાંચ વાગ્યો હાદના તે મોજુર મોજરી નેઆંન આલા તાંહાંઅ, તીંયહાં વેઅનો દોરેકોન એક આખો દીહોઅ મોજરી મીલી. 10 હાતીઅ બોળા વેગરાઅ હાદના તે મોજુર પોતાઅ મોજરી નેઆંન આલા. તીંયહાં એવ ધારનો કા, ’આમહાંન બીજહાં કોઅતા વાદારુ મોજરી મીલીઅ.’ પોન તીંયહાં વેઅનો દોરેકોન બી એક દીહોઅજ મોજરી મીલી. 11 તાંહાંઅ મોજરી નેતા-નેતા તે તીયો જોમીનદારોઅ વીરુદ બોળ-બોળ કોઆ ખેટયા કા, 12 ’સેન્ને હાદને ઈયો માંહાંહાં ખાલી એકુજ કાલાક કામ કોઅયો, પોન આમહાં તા આખુ દીહ તોપોમ સોખોત કામ કોઅયો. તેબી આમહાંન જે મોજરી આપીહ એજ મોજરી તુંયોં તીંયહાંન બી આપીહ!’a
13 તાંહાંઅ તીયો જોમીનદારો તીંયહાં વેઅનો એકાન આખ્યો, ’દોસ્ત, માંયોં તુંન નાંહ ઠોગ્યુ. તુંયોં તા દીહોઅ જે મોજરી ચાનેહ તે નેયન કામ કોઆંન માંઅરી કારાર કોઅનું.
14 આમુ તોઅ મોજરી નેયન કોઅ જો! તુંન માંયોં જોતીહ મોજરી આપીહ તોતીહજ મોજરી આય સેન્નો હાદનો માંહાંઅન બી આપાઅન માંઅ મોરજી આહાય. 15 માંઅ પોતાઅ પોયસા માંઅ મોરજ્યો પોરમાણો વાપરાઅન માંન હોક નાંહ કા? માંય ભોલો કોઓંહ તીંહીંઅ લીદો તું આદરાયો કાંહાંન બોલોહ?”’
16 હાતીઅ ઈસુ આખ્યો, “એવુજ કોઈન, આમુ ઓસો માનોવાલે ગોંણાઅનારહાંન પોરમીહેર હારુ બોદલુ આપીઅ, ઓનો આમુ વાદારુ માનોવાલે ગોંણાઅનારહાંન તો બોદલુજ નેંય આપીઅ.”b
ઈસુ પોતાઅ મોતોઅ બાબોતોમ ઓનો તો જીવતુ ઉઠીઅ તીંહીંઅ બાબોતોમ તીજયો વોખોત આખેહ
(માર્ક ૧૦:૩૨-૩૪; લુક ૧૮:૩૧-૩૪)
17 બારુ ચેલહાંઅરી યેરુસાલેમ જાતા ઈસુ તીંયહાંન એક વેલ નેઅ જાયન તીંયહાંન ખાનગ્યોમ આખ્યો, 18 “ઉનાઅજા! આપુ યેરુસાલેમ જાતાહ. તાંહીં એખું હોરગોમ રેખ આલનો માંન મોડો પુંજારહાંઅ ઓનો નીયોમ હીકવુઅનારહાંઅ આથહોંમ હોપી દેઈ ઓનો તે માંન મોતોઅ સાજા આપીઅ. 19 ઓનો હાતીઅ તે માંન યેહુદી સીવાયોઅ લોકહોંઅ આથહોંમ હોપી દેઈ. તે લોક માંઅ મોસકુરી કોઈઅ, માંન ચાપકાહાંઅ માર દેઈ, ઓનો કુરુસોપોઅ જોળીન માંન માઈ ટાકીઅ. પોન તીજો દીહ પોરમીહેર માંન ફાચુ જીવતુ ઉઠવીઅ.”
યાકોબ ઓનો યોહાનોઅ યાહકી ઈસુપોઅ માગણી કોએહ
(માર્ક ૧૦:૩૫-૪૫)
20 તેંહડામ ઝેબ્દયોઅ નાડી ઈસુન એક ઓરોજ કોઆંન માટો પોતાઅ પોયોર યાકોબ ઓનો યોહાનોઅરી તીયાઅહીં આલી ઓનો તીયાઅ પાગો પોળી.
21 તાંહાંઅ ઈસુ તીયોન ફુચ્યો, “તુંન કાય જોજવે?” તાંહાંઅ તીયો આખ્યો, “તું રાજા બોંણહો તાંહાંઅ આય માંઅ બેન પોયોરહોંમ રેખ એકાન તોઅ જોમણ્યો વેલ ઓનો બીજાન તોઅ ડાબ્યો વેલ બોહાઅન રાજાય આપ!”
22 તાંહાંઅ ઈસુ તીયોઅ પોયોરહોંન આખ્યો, “તુમું કાય માગતાહ તો તુમું હોમજુઅતા નાંહ. જે દુખે માંય વેઠનારુ આહાય તે તુમું વેઠી સેકહા કા?“c
તાંહાંઅ તીંયહાં જોવાબ આપ્યુ, “ઓં, આમું તે વેઠી સેકહું.”
23 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “જે દુખે માંય વેઠનારુ આહાય તે દુખે તુમું બી ખોરેખોર વેઠહા, પોન માંઅ જોમણ્યો વેલ નો ડાબ્યો વેલ બોહનારહાંન પોસોંદ કોઅનારુ માંય નાંહ. માંઅ બાહકા તે જાગા જીંયહાંઅ માટો તીયાર કેઅયાહ તીંયહાંનુંજ તે મીલીઅ.”
24 તે ગોઠ ઉનાઅયી તાંહાંઅ, બીજા દોહ ચેલા તીયો બેનું પાવહોહોંપોઅ ભારી ઝાંજવાઅયા. 25 તાંહાંઅ ઈસુ તીંયહાંન બાદહાંન પોતાઅ પાહો હાદીન આખ્યો, “તુમું જાંઅતાહ કા, યેહુદી સીવાયોઅ લોકહોંપોઅ રાજ કેઅનારા, તીંયહાંન પોતાઅ દાબોણોમ રાખતાહ. ઓનો તીંયહાંઅ આગેવાન તીંયહાંપોઅ ઓમોલ ચાનવુઅતાહ. 26 તુમાંઅ માજ તેવ નેંય વેઆંન જોજ્વે. પોન તુમહાંમ રેખ જોબી મોડો બોંણાઅન માગેહ, તો બીજો બાદહાંઅ સેવોક બોંણે.
27 ઓનો તુમહાંમ રેખ જોબી બીજો બાદહાં કોઅતા મોડામ-મોડુ હોદદુ મેલવાઅન મોરજી રાખેહ, તો તીંયહાંઅ ગુલામ બોંણે. 28 તીયાઅ વોલોણ, હોરગોમ રેખ આલનો માંઅ વોલોણોઅ ગાંઉં વેનુંઅ જોજવે. માંય સેવા કોઆવાઅન નાંહ આલુ, પોન સેવા કોઆંન, ઓનો ઘોણો લોકહોંન બોચાવાઅન માંઅ જીવોન આપુ આલુહ.”
ઈસુ બેન આંદલો માંહાંહાંન દેખતે કોએહ
(માર્ક ૧૦:૪૬-૫૨; લુક ૧૮:૩૫-૪૩)
29 ઈસુ નો તીયાઅ ચેલા યેરીખો સેરોમ રેખ નીંગત્ના તાંહાંઅ, લોકહોંઅ મોડુ ટોલુ ઈસુઅ ફાચલાઅ ગોયુ. 30 તાંહાંઅ તે જાત્ના તીયો વાટીઅ એક વેલ બોઠનો બેન આંદલો માંહાંહાં ઉનાઅયો કા, ઈસુ તાંહીં રેયન જાહે. તાંહાંઅ તે બોમને ખેટયે , “ઓ માલીખ, દાવીદોઅ પોયોર! આમાંપોઅ દાયા કોઅ!”
31 તાંહાંઅ ટોલા વેઅના લોકહોં તીંયહાંન ઠોપકુ આપ્યુ ઓનો ઠાકે રેઆંન આખ્યો. પોન તે તા ઉલટે વાદારુ જોરપોઅ બોમને ખેટયે , “ઓ માલીખ, દાવીદોઅ પોયોર! આમાંપોઅ દાયા કોઅ!”
32 તાંહાંઅ ઈસુ તીયો આંદલાહાંઅ પાહો થોબ્યુ, ઓનો તીંયહાંન પાહો હાદીન આખ્યો, “માંય તુમાંઅ માટો કાય કોઓં? તુમાંઅ મોરજી કાય આહાય?”
33 તીંયહાં તીયાન આખ્યો, “માલીખ, આમહાંન દેખતે કોઅ!”d
34 તાંહાંઅ ઈસુન તીંયહાંપોઅ ભારી દાયા આલી, ઓનો તો તીંયહાંઅ ડોંઅહાંન ઓળકયુ. તાંહાંઅ તુરુતુજ તે દેખતે વેયે ઓનો ઈસુઅરી ગોયે.