21
નોવી જુગ, નોવી તોરતી, ઓનો નોવો યેરુસાલેમ સેર
1 હાતીઅ માંયોં નોવી જુગ ઓનો નોવી તોરતી દેખી. પેલ્લુરી જુગ નો પેલ્લુરી તોરતી ઓલોપ વેઅ ગોયન્યા. ઓનો આમુ દોરીયાઅ તા નામ નીસાણી બી નાંહ રેયી. 2 હાતીઅ માંયોં પોરમીહેરોઅ પોવીતોર સેરોન, એટલે નોવો યેરુસાલેમ સેરોન હોરગો વેઅનો પોરમીહેરોઅહીં રેખ એઠા ઉતરુઅતા દેખ્યો. તીયો સેરોન પોરમીહેરો તીયાર કોઅનો. ઓનો નોવ્યો નાડ્યોન પોતાઅ વોરોન મીલાઅન હોતરી કોઅયી વેય તેવ, તો ભારી સોબાલો દેખાઅત્નો. 3 ઓનો માંયોં પોરમીહેરોઅ રાજગાદયોપોઅ રેખ એક મોડુ ઓવાજ ઉનાઅયુ. તીયો ઓવાજો એવ આખ્યો, “હેઆ! આમુ પોરમીહેર માંહાંહાંઅરી વોહતી કોઈઅ; તો તીંયહાંઅ પોરુજ વોહતી કોઈઅ; તે તીયાઅ લોક બોંણીઅ; પોરમીહેર પોતોજ તીંયહાંઅ આરી રેઈ; ઓનો તો તીંયહાંઅ પોરમીહેર બોંણીઅ.”
4 ઓનો તીંહીંઅ પોરીણામો, જાણેકા, તો તીંયહાંઅ ડોંઅહાં વેઅને તોત્યેઅ નુસી ટાક્તુ વેય તેવ, તો તીંયહાંઅ બાદે દુખે મોટાવી દેઈ. તીંયહાં વેઅનો કોડો બી ફાચો કોય દીહ બી નેંય મોએ, કા કોડો બી જીવ બાલીન નેંય રોળે, કા કોડાન કોય બી જાતીઅ દુખ નેંય લાગીઅ. કેવકા આય બાદયા પેલ્લુયાર્અ બાબોતી ઓલોપ વેઅ ગોયાહ.
5 હાતીઅ રાજ ગાદયોપોઅ જો બોઠનું આહાય તીયા આખ્યો, “હેઆ! આમુ માંય બાદો નોવો બોંણાવોંહ!” તીયા માંન આખ્યો, “આય ગોઠી લેખી ને! કાંહાંનકા, તે માનાઅન લાયોક આહાય, ઓનો તે નોક્કીજ પુર્યા વેઈ.” 6 તીયા માંન ઈં બી આખ્યો, “માંયોં બાદો પુરો કોઅયોહ. પોયનુંઅ ઓનો સેન્નું માંયજ આહાય. એટલે કા, બાદયો બાબોતહીંઅ વેજનુઅનારુ ઓનો તીંયહોંઅ ઓંત દાવનારુ માંયજ આહાય. જોબી આત્મીક બાબોતહીંઅ માટો ફાઅપ્યો આહાય, તીયાન માંય લોકહોંન કાયોમોઅ માટો જીવાવનારો પાંઅયોંઅ ચોરહોંમ રેખ મોફોતોમુજ પાંઈં આપહીં. 7 સેતાનોપોઅ જીત મેલવુઅનારો બાદહાંન માંય વારસાયોમ આય બાદા આસીરવાદ આપહીં. ઓનો માંય તીંયહાંઅ પોરમીહેર બોંણહીં, ઓનો તે માંઅ પોયરે બોંણીઅ. 8 પોન જે માંહેઅ બીખર્યે આહાય, જે માંહેંઅ માંઅપોઅ વીસવાહ નાંહ રાખતે તે, ઓનો જીયો માંહાંહાંન પોરમીહેર નોફરોતોઅ લાયોક ગોંણેહ તે, ઓનો જે માંહેંઅ ખુની આહાય તે, ઓનો જે માંહેંઅ સીનાલો કોઅતેહ તે, ઓનો જે માંહેંઅ મેલી વીદયા કોઅતેહ તે, ઓનો જે માંહેંઅ ઝુટો દેવહોંઅ મુરત્યોહોંન પુંજતેહ તે, ઓનો જે માંહેંઅ ઝુટો બોનતેહ તે બાદે, ગોંદરોખો કોઈન બોલત્યો આગીઅ કુંડોમ દુખે ભોગવીઅ. ઈયો કુંડોમ દુખે ભોગવુનુંઅ તોજ બીજો મોત આહાય.”
9 હાતીઅ હોલા તે, હાંત આફોતી દાવનારા દારાખોઅ હોરો પોઅના કોટુરહાંવાલો હાંત દેવદુતહોં વેઅનો એક દેવદુતો માંઅહીં આવીન આખ્યો, “માંઅરી આવ! માંય તુંન એંહડા લોક દેખાવોંહ કા, જે ખ્રીસ્તોઅરી, એટલે જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયાઅરી, કાયોમોઅ માટો જોળાય જાનારા આહાય. તે લોક નોવ્યો નાડયોઅ ગાંઉં વેઈ.”
10 હાતીઅ પોરમીહેરોઅ આત્મા માંન પોતાઅ કાબુમ નેઅ નેદુ, ઓનો તીયો હાલોતોમ હોલુ દેવદુત માંન એક મોડો નો ભારી ઉચો ડોગોપોઅ નેઅ ગોયુ. તાંહીં તીયા માંન પોવીતોર સેર યેરુસાલેમોન હોરગો વેઅનો પોરમીહેરોઅહીં રેખ ઉતરી આવતો દેખાવ્યો. 11 ઓનો તો સેર પોરમીહેરોઅ મોડાયોઅ ઉજવોળો કોઈન ઝોલ-ઝોલ વાગત્નો. તીયો સેરોઅ ચોંણ પોળ્યા કોઅત્ની. તે ચોંણ ભારી કીમતી ઢોગળાઅ ગાંઉં, એટલે કા, રાતો રોંગોઅ હીરાઅ ગાંઉં એટલે કા, કાચોઅ ગાંઉં સોકી, આથી. 12 તીયો સેરોઅ ચારુ વેલ ભારી ઉચુ ઓનો મોજબુત કોટ આથુ, ઓનો તીયો કોટોઅ બાર બાંઅણે આથે. ઓનો એક-એક બાંઅણાઅ આગલાઅ એક-એક દેવદુત ચોકી કોઅત્નું. તીયો એક-એક બાંઅણાપોઅ ઈસરાયેલ લોકહોંઅ બાર કુળહોં વેઅનો એક-એક કુળોઅ નામ લેખનો આથો. 13 તીયો બાંઅણાહાં વેઅને તીન બાંઅણે દીહ ઉગતાઅ વેલ આથે, તીન બાંઅણે ઉત્તોરોઅ વેલ આથે, તીન બાંઅણે દોકસીણોઅ વેલ આથે, ઓનો તીન બાંઅણે દીહ બુડતાઅ વેલ આથે. 14 સેરોઅ કોટ, પાયાઅ બાર ઢોગળાહાંપોઅ, બાંદનું આથુ. ઓનો તીયો દોરેક પાયાઅ ઢોગળાપોઅ જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયાઅ, બારુ ખાસ ખોબર્યોહોં વેઅનો એક-એકાઅ નામ લેખનો આથો.
15 માંઅરી ગોઠી કોઅનારો દેવદુતોપોઅ તીયો સેરોઅ, નો તીયાઅ બાંઅણાહાંઅ, ઓનો કોટોઅ માપ નેઆંન માટો હોનાઅ માપોઅ હોટી આથી. 16 તો સેર ચોરોસ આકારોઅ આથો. એટલે કા, તીયાઅ લાંબાય નો પોલાય એક હારકીજ આથી. તીયો દેવદુતો પોતાપોઅયાર્ે માપોઅ હોટ્યો કોઈન તીયો સેરોન માપ્યો તા, તો પોંદોર હો માઈલ (1500) લાંબો આથો; તીયાઅ લાંબાય પોલાય ઓનો ઉચાય હારકીજ આથી. 17 તીયો દેવદુતો કોટ માપ્યુ તા, તો બેન હો નો હોલ (216) ફુટ ઉચુ આથુ. માપાઅન માટો માંહેંઅ જો માપ વાપરુઅતેહ, તોજ માપ વાપરીન તીયો દેવદુતો તો કોટ માપ્યુ.
18 તીયો કોટોઅ ચોંણતોરોમ, રાતો રોંગોઅ કીમતી ઢોગળા વાપરાઅના, ઓનો સેર તા દાગો વોગોરોઅ કાચોઅ ગાંઉં પીવોર હોનાઅજ બોંણનો આથો. 19 ઓનો તીયો સેરોઅ કોટોઅ પાયાઅ ઢોગળા, દોરેક જાતીઅ કીમતી હીરા-મોતહ્યોં કોઈન સોબી રેયના. પાયાઅ પેલ્લુ ઢોગળુ તા, યાસપેર નામોઅ રાતો રોંગોઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું, ઓનો પાયાઅ બીજુ ઢોગળુ તા, સાફીર નામોઅ ભુરો રોંગોઅ હીરા મોત્યો કોઈન સોબી રેયનું, ઓનો પાયાઅ તીજુ ઢોગળુ ખાલસેડોની નામોઅ લીલો રોંગોઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું, ઓનો પાયાઅ ચોથુ ઢોગળુ એમેરોલ્ડ નામોઅ લીલો રોંગોઅ બીજો એક હીરા-મોત્યો કોઈન સોબી રેયનું. 20 પાયાઅ પાચમુ ઢોગળુ સારડોનીકસ નામોઅ તોપકીયાર્ે ઓનો પાંઅડો રોંગોઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું. પાયાઅ સોઠઠુ ઢોગળુ સારડીયુ નામોઅ રાતો રોંગોઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું. ઓનો પાયાઅ હાંતમુ ઢોગળુ ખ્રીસોલાયટ નામોઅ પીવલો રોંગોઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું. પાયાઅ આઠમું ઢોગળુ બેરીલ નામોઅ લીલો રોંગોઅ બીજો જાતીઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું; પાયાઅ નોવમું ઢોગળુ ટોપાઝ નામોઅ પીવલો રોંગોઅ બીજો જાતીઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું. પાયાઅ દોહમું ઢોગળુ ખ્રીસોપીરાસુ નામોઅ લીલો રોંગોઅ જુદો જાતીઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું. પાયાઅ ઈગ્યારમું ઢોગળુ હીયાકીંથ નામોઅ ભુરો રોંગોઅ જુદો જાતીઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું. પાયાઅ બારમું ઢોગળુ આમેથીસ્ટ નામોઅ જામણ્યો રોંગોઅ હીરા-મોત્યો કોઈન સોબી રેયનું. 21 તે બારુ બાંઅણે મોતહ્યોંઅ બોંણને આથે. તીંયહાં વેઅનો દોરેક બાંઅણો એક-એક મોત્યોઅ બોંણનો આથો, ઓનો તીયો સેરોઅ મોડી ગોલી દાગો વોગોરોઅ કાચોઅ જેંહડો સોક્કો હોનાઅ આથી. 22 સેરોમ એક બી મોંદીર નોખો, કાંહાંનકા, માલીખ ભારી તાકોતોવાલુ પોરમીહેર, ઓનો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તોજ, તીયો સેરોઅ મોંદીરોઅ ગાંઉં આહાય. 23 તીયો સેરોન દીહોઅ કા, ચાંદોઅ જુરુલ નાંહ, કાંહાંનકા, પોરમીહેરોઅ મોડાયોઅ તેજ તીયો સેરોન ઉજવોળ આપેહ. ઓનો જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તો, તીયો સેરોઅ દીવાઅ ગાંઉં આહાય. 24 દુન્યાઅ લોક તીયો ઉજવોળોમ ચાનીઅ, ઓનો તોરત્યોઅ લોકહોંપોઅ જે રાજ કોઅત્ના તે, તોરત્યોપોઅ પોતાન મીલની માલ-મીલકોત માલીખોઅહીં નેઅ આવીઅ. 25 તીયો સેરોઅ બાંઅણે દીહ પુરુ વેઆંન સોમોયો બોંદ નેંય વેઈ, કેવકા, તાંહીં રાત પોળનારીજ નાંહ 26 બાદો દેસહોંઅ લોક પોતાન મીલની માલ-મીલકોત, ઓનો ખોજાના તીયો સેરોમ નેઅ આવીઅ. 27 પોન કોન્યો બી જાતીઅ ખોટાયોન તીયો સેરોમ વીહાઈ નેંય દેવાઈ, એટલે કા, મેલે ઓનો નાજ આવે એંહડે કામે કોઅનારહાંન, કા, ઝુટો બોનનારહાંન, તીયો સેરોમ વીહાઅનુંજ નેંય દેવાઈ. પોન જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયાપોઅરો ચોપળામ, એટલે, જીંહમેઅ કાયોમોઅ માટો જીવનારો લોકહોંઅ નામે નોંદાઅતેહ તીયો ચોપળામ જીંયહાંઅ નામે નોંદાઅયેહ, તીયો લોકહોંનુજ તીયો સેરોમ વીહાઅન દેવાઈ.