20
ખ્રીસ્ત એક ઓજાર વોરહે રાજ કોએહ
1 હાતીઅ માંયોં એક દેવદુતોન હોરગોમ રેખ ઉતરુઅતુ દેખ્યુ. તીયાપોઅ તોલ્યા વોગોરોઅ ખાડાઅ કુચી આથી. ઓનો તીયાઅ આથોમ એક મોડી હાકોલ આથી. 2 તીયો દેવદુતો, હોલો તીયો ઓજગોરોન એટલે હોલુ જુનો જોમાનાઅ હાપ, જો ખોટાયો વાલુ, એટલે કા સેતાન આહાય તીયાન તેઅયુ, ઓનો તીયો હાકલી કોઈન એંહડુ બાંદી દેદુ કા, એક ઓજાર વોરહે લોગોઅ કોડો બી તે હાકોલ નેંય સોળે. 3 તો સેતાન એક ઓજાર વોરહે પુરે વેય તાંઉં લોગોઅ લોકહોંન ફાચા નેંય સેતરે તીંહીંઅ ખાતોર, તીયો દેવદુતો તીયાન તોલ્યા વોગોરોઅ ખાડામ ટાકી દેદુ, ઓનો તીયો ખાડાઅ મુવાલાઅ ટાપણો બોંદ કોઈન ટાલો મારી દેદો, ઓનો તીયો ટાલાપોઅ સીલ માયર્ુ. એક ઓજાર વોરહે પુરે વેઈ હાતીઅ, પોરમીહેરોઅ દુતોઅ તીયો સેતાનોન થોળોક વોખોતોઅ માટો સોળનુંઅ પોળીઅ.
4 હાતીઅ માંયોં રાજ ગાદયા દેખ્યા, ઓનો તીંયહોંપોઅ માંહેંઅ બોઠને આથે. તીયો માંહાંહાંન પોરમીહેરો બીજો લોકહોંઅ નીયાય કોઆંન સોત્તા આપની. ઈસુઅ બાબોતોમ ઓનો પોરમીહેર જો આખેહ તો બીજો લોકહોંન આખનો તીયો કારોણો જીયો લોકહોંન મુનકે વાડીન માઈ ટાકાઅના, તીયો લોકહોંન માંયોં તાંહીં દેખ્યા; તીયો લોકહોં હોલો તીયો જાનવોરોઅ કા તીયાઅ મુરત્યોઅ પુંજા નોખી કોઅયી. ઓનો તીંયહાં પોતાઅ નીંડહાંપોઅ કા આથહોંપોઅ તીયો જાનવોરો નીમનો માંહાંહાંન નીસાણી કોઆંન નોખો દેદો. તે લોક મોઅનામ રેખ ફાચા જીવતા ઉઠયા, ઓનો ઓજાર વોરહે લોગોઅ તીંયહાં ખ્રીસ્તોઅરી તીંયહાં રાજ કોઅયો. 5 મોઅનામ રેખ પેલ્લામ-પેલ્લાઅ જીવતા ઉઠનારા તા એજ લોક આથા. બાકી રેયને મોઅને માંહેંઅ તે એક ઓજાર વોરહે પુરે વેયે તાંઉં લોગોઅ મોઅનામ રેખ જીવતે નેંય ઉઠયે. 6 મોઅનામ રેખ પેલ્લામ પેલ્લાઅ જીવતા ઉઠનારો તીયો લોકહોંપોઅ પોરમીહેર ભારી ખુસ આહાય. ઓનો પોરમીહેરોઅ ગોંણત્યોમ તે પોવીતોર આહાય. તે બીજ્યો વોખોત મોઅનારા નાંહ. પોન ઉલટો, તે પોરમીહેરોઅ ઓનો ખ્રીસ્તોઅ સેવા કોઅનારા પુંજારા બોંણીઅ, ઓનો પોરમીહેરો નીમનો રાજાઅરી તે એક ઓજાર વોરહે લોગોઅ રાજ કોઈઅ.
ખ્રીસ્ત સેતાનોન હારાવેહ
7 તે ઓજાર વોરહે પુરે વેઈ હાતીઅ, પોરમીહેરોઅ એક દેવદુત સેતાનોન તીયો તોલ્યા વોગોરોઅ ખાડા રુપી જેલીમ રેખ સોળી દેઈ. 8 તો સેતાન બારુ આવીઅ, ઓનો ગોગ ઓનો માગોગ આખાઅનારો બાદો દેસોઅ હોજોર્યો લોકહોંન સેતરીઅ, ઈંહીંઅ ખાતોર કા તો તીંયહાંન પોરમીહેરોઅ લોકહોંઅરી લોળાઅન એકઠાવે. તે લોક ઓત્તા બાદા વેઈ કા, જેવ દોરીયાઅ તોળીપોઅર્યો રેટયોન કોડો બી ગોંણી નેંય સેકે તેવ, તીયો લોકહોંન બી કોડો બી ગોંણી નેંય સેકે. 9 તે લોક આખ્યો તોરત્યોપોઅ ફીરી વોલીઅ, ઓનો તે પોરમીહેરોઅ લોકહોંઅ પોળાવોન, એટલે કા, તીયાઅ મેરાલો સેર યેરુસાલેમોન ઘેરી વોલીઅ. તાંહાંઅ પોરમીહેર જુગીમ રેખ આગ પાળીઅ, નો તે આગ તીયો લોકહોંન બાલી ટાકીઅ. 10 તીયો લોકહોંન સેતરુઅનારો સેતાનોન પોરમીહેરોઅ દેવદુત બોલતો ગોંદરોખોઅ આગીવાલો કુંડોમ ટાકી દેઈ. ઈયોજ કુંડોમ પેલ્લાઅ પોરમીહેરોઅ દેવદુતો હોલો તીયો જાનવોરોન ઓનો પોતાન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ એવ ઝુટ્યો રીતો આખાવનારાન ટાકી દેદના. તીંહીં પોરીણામો, તે તાંહીં રાત દીહ કાયોમોઅ માટો રીબાઅયા કોઈઅ.
સેન્નો નીયાયોઅ ચુકાદુ
11 હાતીઅ માંયોં પાંઅડી, મોડી રાજગાદી નો તીંહીંપોઅ જો બોઠનું આથુ તીયાન દેખ્યુ. તોરતી ઓનો જુગ તીયાઅ હાજર્યોમ રેખ ઓલોપ વેઅ ગોયે. ઓનો તીંયહાંઅ નામ નીસાણી બી નેંય રેયી. 12 હાતીઅ માંયોં મોઈ ગોયનો હાન્નો-મોડો બાદહાંન તીયો રાજ ગાદયોઅ આગલાઅ ઉબે રેયને દેખ્યે. ઓનો તાંહીં દેવદુતહોં થોળેક ચોપળે ઉગાળ્યે. ઓનો કાયોમોઅ માટો જીવનારહાંઅ નામે જીયો ચોપળામ નોંદાઅયેહ તો ચોપળો બી દેવદુતો ઉગાળ્યો. તીયો ચોપળાહાંમ લેખનો તેવ-તેવ લોકહોં કોઅનો કામહોંઅ આદારો ગાદયોપોઅ બોઠનું તીયા, તીયો લોકહોંઅ નીયાયોઅ ચુકાદુ આપ્યુ. 13 ઓનો દોરીયામ બુડીન જે મોઅને, તીંયહાંન જાણે કા દોરીયા નીયાયોઅ ચુકાદુ આપનારાન ફાચે હોપી દેદે વેય તેવ, તે બી તીયો રાજગાદયોઅ આગલાઅ આલે. ઓનો જે પોતાઅ મોતો મોઅને તે બી, જાણે કા મોતો ઓનો મોઅનાહાંઅ કોલી તીંયહાંન નીયાયોઅ ચુકાદુ આપનારાન હોપી દેદે વેય તેવ, તીયો રાજગાદયોઅ આગલાઅ આલે. તીંયહાં કોઅનો કામહોંઅ આદારો તીંયહાંઅ બાદહાંઅ નીયાયોઅ ચુકાદુ વેયુ. 14 હાતીઅ એક દેવદુતો, જે લોક મોઅનાંહાંઅ કોલીમ ગોયના તીંયહાંન તીયો આગીઅ કુંડોમ ટાકી દેદા. ઓ આગીઅ કુંડુજ બીજો મોતોઅ ગાંઉં આહાય. 15 જીયો ચોપળામ કાયોમોઅ માટો જીવનારહાંઅ નામે નોંદાઅતેહ, તીયો ચોપળામ જીંયહાંઅ નામે નોંદાઅને નોખે, તીંયહાંન બાદહાંન દેવદુતો તીયો આગીઅ કુંડોમ ટાકી દેદે.