16
પોરમીહેર હોજોર્યો લોકહોંપોઅ ઝાંજવાયન તીંયહાંન સીકસા આપેહ
1 હાતીઅ મોંદીરોમ રેખ એખહુંન બોમનીન તીયો દેવદુતહોંન એવ આખતા માંય ઉનાઅયુ કા,“આંહીં રેખ જાયા, ઓનો તુમાંપોઅરો હાંતુ કોટુરહાંમ જો દારાખોઅ હોરો પોઅનો આહાય તો, તોરત્યોપોઅ રેસવી દેયા! હોજોર્યો લોકહોંપોઅ પોરમીહેર ઝાંજવાઅયુહ, ઓનો તો તીંયહાંન સીકસા કોઈઅ, તીંહીંઅ એ નીસાણી આહાય.” 2 તાંહાંઅ પેલ્લો દેવદુતો જાયન તીયાપોઅરો કોટુરામ જો દારાખોઅ હોરો આથો તો, તોરત્યોપોઅ રેસવી દેદો. તીંહીંઅ પોરીણામો, હોલો તીયો જાનવોરોઅ આકળાહાંઅ નીસાણ્યા કોઅન્યા ઓનો જીંયહાં તીયો જાનવોરોઅ મુરત્યોઅ ભોક્તી કોઅની, તીંયહાંઅ બાદહાંઅ સોરીદહોંપોઅ, ભારી આકરે નો રીબાવ્યા કોએ એંહડે ચાંદે નીંગી ટાકાઅયે.
3 હાતીઅ બીજો દેવદુતો, તીયાપોઅરો કોટુરા વેઅનો દારાખોઅ હોરો મોડો દોરીયાપોઅ રેસવી દેદો. તીંહીંઅ પોરીણામો મોડો દોરીયાઅ પાંઈં મોઅનો માંહાંહાંઅ નોયોઅ ગાંઉં લાલ-ચુલ વેઅ ગોયો. તીંહીંઅ પોરીણામો, દોરીયા વેઅને બાદે જીવ-જીવળે મોઈ ગોયે.
4 હાતીઅ તીજો દેવદુતો તીયાપોઅરો કોટુરા વેઅનો દારાખોઅ હોરો ખાડહ્યોંપોઅ, નો પાંઅયોંઅ ચોરહોંપોઅ રેસવી દેદો. તીંહીંઅ પોરીણામો ખાડહ્યોંઅ નો ચોરહોંઅ પાંઈં નોય બોંણી ગોયો. 5 હાતીઅ માંયોં, જીયો દેવદુતોન પાંઅયોંપોઅ સોત્તા આથી તીયાન એવ આખતા ઉનાઅયુ,“ઓ પોરમીહેર! તું આમુ બી હાયાતોમ આહાય, ઓનો તું કાયોમ હાયાતોમ રેયુહ. તુંજ પોવીતોર આહાય. 6 હોજોર્યો લોકહોં, તોઅ પોવીતોર માંહાંહાંન, ઓનો તુંયોં જાણાવની ગોઠ જાહેર કોઅનારો સેવોકહોંન માઈ ટાક્યાહ. ઓનો એવ કોઈન, તીંયહાં તીયો લોકહોંઅ નોય પાળ્યોહ. ઓનો તીંહીંઅ લીદો, તીંયહાંન પીઆંન માટો નોય આપીન, તું તીંયહાંન જે સીકસા કોઓહ, તીંહમે તું નીયાયી આહાય. એંહડી સીકસા મેલવાઅનુંજ તે લોક લાયોક આહાય!” 7 હાતીઅ માંયોં વેદયોમ રેખ એખહુંન તીંહીંઅ જોવાબ આપતા ઉનાઅયુ, “ઓ! ભારી તાકોતોવાલો માલીખ પોરમીહેર! તું હાચ્યો નો નીયાયી રીતોજ લોકહોંન સીકસા કોઓહ.”
8 હાતીઅ માંયોં દેખ્યો તા, ચોથો દેવદુતો તીયાપોઅરો કોટુરામ જો દારાખોઅ હોરો આથો તો, દીહોપોઅ રેસવી દેદો. તીયા તીંહીં કોઈન દીહોન એંહડી સુટ આપી કા, તો પોતાઅ આકરો તોપો કોઈન માંહાંહાંન હેકી ટાકે. 9 દીહોઅ તીયો આકરો તોપો કોઈન માંહેંઅ પુજાએ ખેટયે, તીંહીંઅ લીદો તીંયહાં પોરમીહેરોઅ નીંદા કોઅયી. કેવકા એંહડયા આફોતી તીયાજ તીયો લોકહોંપોઅ પાળન્યા. તેબી, તીંયહાં પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી નેંય દેદા, ઓનો તીંયહાં પોરમીહેરોઅ મોડાય બી નેંય કોઅયી.
10 હાતીઅ પાચમો દેવદુતો પોતાઅ કોટુરા વેઅનો દારાખોઅ હોરો તીયો ચાવયાર્ે જાનવોરોઅ ગાદયોપોઅ રેસવી દેદો. તીંહીંઅ પોરીણામો, તીયો જાનવોરોઅ રાજોપોઅ આંદારો ફેલાય ગોયો. ઓનો તીંહીંઅ પોરીણામો, હોલો જાનવોર, ઓનો જીયો લોકહોંપોઅ તો રાજ કોઅત્નો તે બાદા લોક આકરો દુખોઅ લીદો પોતાઅ જીબી ચાવા ખેટયા. 11 તીંયહાંઅ ચાંદે ભારી દુખત્ને તીંહીંઅ લીદો, તીંયહાં હોરગોમ રાજ કોઅનારો પોરમીહેરો નીંદા કોઅયી. પોન જે ખોટે કામે તે કોઅત્ને તીંયહાંઅ લીદો તે દુખી બી નેંય વેયા, ઓનો તે કામે તીંયહાં સોળ્યે બી નેંય.
12 હાતીઅ સોઠ્ઠો દેવદુતો પોતાપોઅરો કોટુરામ જો દારાખોઅ હોરો આથો તો, મોડી ખાડી યુફરેટીસોપોઅ રેસવી દેદો. તીંહીંઅ પોરીણામો, દીહ ઉગતાઅ વેલુઅ રાજા, પોતાઅ લોસકોરહોંઅરી તે ખાડી ઉનકી જાય તીંહીંઅ ખાતોર વાટ આપાઅન માટો, તે ખાડી હુકાય ગોયી. 13 હાતીઅ માંયોં ડેટકાહાંઅ ગાંઉં દેખાઅત્ના તેંહડા તીન પુતહોંન , તીયો મોડો ઓજગોરોઅ મુંયોંમ રેખ, ઓનો તીયો જાનવોરોઅ મુંયોંમ રેખ, ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ એવ પોતાન ઝુટ્યો રીતો આખાવનારાઅ મુંયોંમ રેખ નીંગતા દેખ્યા. 14 આય તીનું આત્મા ચોમોત્કારોઅ કામે કોઈ સેકનારા પુત આથા. તે આખ્યો દુન્યાપોઅ રાજ કોઅનારો બાદહાંન એકઠા કોઆંન માટો તીંયહાંઅહીં ગોયા, ઈંહીંઅ ખાતોર કા, ભારી તાકોતોવાલુ પોરમીહેર પોતાઅ દુસમાનહોંન સીકસા કોએ તીયો મોડો દીહ તે તીયાઅરી લોળે. 15-16 તે ખારાબ આત્મા તીયો રાજ કોઅનારહાંન, ઓનો તીંયહાંઅ લોસકોરહોંન એંહડો એક જાગો એકઠાવીઅ કા, જો હીબરુ બોન્યોમ “આરમાગેદોન” આખાઅહે.
માંય માલીખ ઈસુન એવ આખતા ઉનાઅયુ: “માંઅ ગોઠ ધીયાન રાખીન ઉનાઅ: જેવ ચોર ઓચીંતુજ આવેહ, તેવ માંય ઓચીંતુજ આવહીં. તીંહીંઅ લીદો, જેવ એક માંહુંઅ બીજહાંન પોતાઅ નાજ નેંય દેખાય તીંહીંઅ ખાતોર પોતાઅ પોવનો પોતળાહાંન જાલવેહ, તેવ જે માંહેંઅ પોતાન નાજવાનુંઅ નેંય પોળે તીંહીંઅ ખાતોર આત્મીક રીતો જાગતે રેતેહ ઓનો હાચ્યો રીતો જીવતેહ, તીંયહાંપોઅ માંય ખુસ વેહીં.”
17 હાતીઅ હાતમો દેવદુતો પોતાપોઅરો કોટુરામ જો દારાખોઅ હોરો આથો તો હોવામાનોમ રેસવી દેદો. હાતીઅ માંય હોરગો વેઅનો મોંદીરોમ જે રાજ ગાદી આથી તીંહમે રેખ એખહુંન મોડો ઓવાજો એવ આખતા ઉનાઅયુ: “માંય બાદહાંન સીકસા કોઆંન કામ પુરો કોઅનારુ આહાય!” 18 તીયાઅ હાતીઅ વીજલ્યો, મોડા ઓવાજ વેયા, ગાજયો, ઓનો મોડુ તોરતીકાપ વેયુ. તેંહડુ મોડુ તોરતી કાપ પોરમીહેરો માંહુંઅ હોરજુઅનો તેંહડામ રેખ આજ લોગોઅ કોય દીહ બી નાંહ વેયુ. 19 બાબીલોન જો મોડો સેરોઅ નીસાણી આહાય, તીયાઅ તીન કુટકા વેઅ ગોયા. ઓનો બાદોજ દેસહોંઅ સેરહોંઅ નાસ વેયુ. પોરમીહેર તીયો સેરોઅ લોકહોંઅ બાદો પાપહોંન વીહરાય નાંહ ગોયુ. જાણે કા તીયા તીંયહાંન પોતાઅ ઝાંજો રુપી દારખાઅ હોરો, કોટુરામ પોઈન પીવાવ્યો વેય તેંહડો, તીયો લોકહોંપોઅ ભારી ઝાંજવાયન તીંયહાંન ભારી આકરી સીકસા કોઅયી. 20 બાદાજ બેટ ઓલોપ વેઅ ગોયા, ઓનો બાદો ડોગહોંઅ નામ-નીસાણી બી નેંય રેયી. 21 જુગીમ રેખ માંહાંહાંપોઅ લોગભોગ ઓળી-ઓળી મોણોઅ ગારહાંઅ મોડા-મોડા હીલાજ-હીલાજ નીંગી પોળ્યા. ઓનો ઈયો ગારહાંઅ લીદો માંહાંહાં પોરમીહેરોઅ નીંદા કોઅયી. કેવકા, બાદયો આફોતહીં રેખ ભારી આકરી એ આફોત તીયા તીંયહાંપોઅ પાળની.