15
હોરગોઅ હાંત દુત સેન્યા આફોતી દાવતાહ
1 હાતીઅ માંયોં જુગીમ નોવોજ જાતીઅ બીજો એખું કાંય દેખ્યો. એટલે કા, માંયોં હાંત દેવદુતહોંન દેખ્યા. હોજોર્યો લોકહોંન, હાંત જુદયો-જુદયો રીતો સીકસા આપાઅનુંજ તીંયહાંઅ કામ આથો. હોજોર્યો લોકહોંપોઅ પોરમીહેર આત્તુ બાદુ ઝાંજવાઅયુહ કા, તીંયહાંન સીકસા આપાઅન ઓ સેન્નું સોમોય આહાય. પોતાઅ પાપ સોળાઅન તીયો લોકહોંન એક તોક આપાઅનુંજ તીયો સીકસાઅ ઈરાદુ આહાય.
2 હાતીઅ માંયોં કાચોઅ ગાંઉં, નો આગ પેલનો મોડો દોરીયાઅ ગાંઉં એખું કાંય દેખ્યો. ઓનો તીયો ચાવયાર્ે જાનવોરોઅ મુરત્યોઅ પુંજા નેંય કોઈન, ઓનો તીયા નીમનો માંહાંહાંન પોતાપોઅ તીયાઅ નામોઅ આકળાઅ નીસાણી નેંય કોઆંન દેયન, તીયો જાનવોરોપોઅ જીત મેલવુઅનો લોકહોંન માંયોં દેખ્યા. તે લોક તીયો મોડો દોરીયાઅ પાહો ઉબા રેયના. તીંયહાંઅ આથહોંમ પોરમીહેરોઅ ગુણગાન ગાયાઅન માટો તારીવાલે વાજે આથે. 3 તે પોરમીહેરોઅ સેવોક મોસે જેવ ગાયનો તેવ એક ગીત ગાયત્ના. ઘેટાઅ બોચાઅ ગાંઉં જો આહાય તીયાઅ ગુણગાન ગાયાઅન માટો તે એવ કોઈન ગાયત્ના.
4 “ઓ માલીખ, ભારી ગોત્યો વાલા પોરમીહેર! જોબી તું કોઓહ તો ભારી ગોત્યોવાલો ઓનો ઓજોબ આહાય. ઓ કાયોમોઅ માટો રાજ કોઅનારા! તું કાયોમ નીયાયી રીતો ઓનો હાચ્યો રીતો વોરતોહ. ઓ માલીખ! બાદે માંહેંઅ તોઅ બીખ રાખીઅ ઓનો તુંન માન આપીઅ. કેવકા, તું એખુનુંજ પોવીતોર આહાય! બાદો દેસહોંઅ માંહેંઅ આવીઅ ઓનો તોઅ ભોક્તી કોઈઅ. કેવકા, બાદહાંન તું દેખાવોહ કા તુંયોં નીયાયી રીતો હોજોર્યો લોકહોંઅ નીયાય કોઅયુહ.”
5 હાતીઅ માંયોં હોરગોમ મોંદીર દેખ્યો. તો મોંદીર, ઈસરાયેલ લોકહોં ઉજળોમ જો તોંબુ બોંણાવનું, ઓનો જીંહમેઅ પોરમીહેરોઅ દોહ નીયોમ આથા, તીયો તોંબાઅ ગાંઉં આથો. તો મોંદીર ઉગાળો આથો. 6 લોકહોંન સીકસા આપાઅન ખાતોર હાંત આફોતી મોકનુઅનારા હાંત દેવદુત, મોંદીરોમ રેખ બારા આલા. તીંયહાં સોકે નો ઝોજલુઅતે હોનાઅ પોતળે પોવને. ઓનો તીંયહાં પોતાઅ સાતહ્યોંપોઅ હોનાઅ પોટટા બી બાંદના. 7 હાતીઅ હોલો ચાર જીવતો-જીવહોં વેઅનો એકા, હોલો હાંત દેવદુતહોંન એકેકાન હોનાઅ એક-એક કોટુરુ આપ્યુ. તીયો કોટુરહાંમ દારખાઅ હોરો પોઅનો આથો. તો દારખાઅ હોરો, કાયોમ જીવનારુ પોરમીહેર, હોજોર્યો લોકહોંન આકરી સીકસા આપનારુ આહાય તીંહીંઅ નીસાણ્યો તોરીકો આથો. 8 તો મોંદીર તુમાણા કોઈન પોરાય ગોયો. તો તુમાણું ઈં દેખાવત્નું કા, મોડાયો વાલુ ઓનો ભારી તાકોતોવાલુ પોરમીહેર તાંહીં હાજોર આહાય. ઓનો હોલો હાંત દેવદુતહોંઅ મારફોતો આવનાયાર્ હાંત આફોતી જાંઉં લોગોઅ પુર્યા નેંય વેઅ જાય, તાંઉં લોગોઅ કોડો બી તીયો મોંદીરોમ જાય નેંય સેક્યો.