14
પોતાઅ પાપોહોંઅ સીકસામ રેખ બોચી ગોયના લોક ગીત ગાયતાહ
1 હાતીઅ માંયોં દેખ્યો તા, ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તો, યેરુસાલેમો વેઅનો સીયોન ડોગોપોઅ ઉબુ રેયનું. તીયાઅરી એક લાખ ઓનો ચુમ્માલીહ ઓજાર લોક બી ઉબા આથા. જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા, પોતાઅ નામ ઓનો પોરમીહેર બાહકાઅ નામ બી તીંયહાંઅ નીંડહાંપોઅ લેખનો. 2 હાતીઅ માંયોં જુગીમ રેખ પાંઅયોંઅ મોડો કાટોઅ ગાંઉં, ઓનો ગાજતો વેય એંહડુ ઓવાજ ઉનાઅયુ. તો ઓવાજ તારીવાલો વાજાઅ ઓવાજોઅ ગાંઉં બી આથુ. 3 હોલા એક લાખ ચુમ્માલીહ ઓજાર લોક, રાજગાદયોઅ ઓનો હોલો ચાર જીવતો જીવહોંઅ ઓનો હોલો વોળીલહોંઅ આગલાઅ ઉબા રેયના. તે લોક નોવોજ ગીત ગાયત્ના. તે એક લાખ ચુમ્માલીહ ઓજાર લોક, જીંયહાંન ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા પોરમીહેરોઅ માટો તોરત્યોપોઅ રેખ સોળવ્યાહ, તે એખનાજ તો ગીત હીકી સેક્યા. બીજો કોડો બી તો ગીત હીકી નોખો સેક્યો. 4 તે 1,44,000 લોક એંહડા આહાય કા, જેવ કુમાર્યા પોયર્યા એકદોમ સોકયા રેત્યાહ તેવ, તે લોક આત્મીક રીતો એકદોમ સોસકા આહાય. તીંયહાં કોય બી ઝુટો દેવોઅ ભોક્તી નાંહ કોઅયી, ઓનો એવ કોઈન તીંયહાં પોતાન વોટલાવ્યા નાંહ. તે એંહડા લોક આહાય કા, જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય, તો જાંહીં બી જાહે તાંહીં, તીયાઅરી જાતાહ. તે લોક, જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયા પોરમીહેરોઅ માટો જીયો લોકહોંન તોરત્યોપોઅરો બીજો લોકહોંમ રેખ સોળવી નેદાહ, તીયો લોકહોંઅ નીસાણ્યો તોરીકો આહાય, ઈંહીંઅ ખાતોર કા, તીયો લોકહોંન પોરમીહેરોઅ માટો, ઓનો પોતાઅ માટો ખાસ ઓરપોણ કોએ. 5 એ લોક કોય બી દીહ ઝુટો નાંહ બોનતા, ઓનો તે દાગો વોગોરોઅ આહાય.
બીજા તીન દેવદુત
6 હાતીઅ માંયોં બીજો એક દેવદુતોન જુગીઅ નો હોરગોઅ વીચમે ઉડતુ દેખ્યુ. તો તોરત્યોપોઅ રેનારો બાદો લોકહોંન, એટલે કા, દોરેક દેસોઅ લોકહોંન, દોરેક કુળોઅ લોકહોંન, દોરેક બોની બોનનારો લોકહોંન, ઓનો દોરેક જાતીઅ લોકહોંન જાહેર કોઆંન માટો, કાયોમ ટોકનારી હારી ગોઠ પોરમીહેરોપોઅ રેખ નેઅ આવત્નું. 7 તીયા જોરપોઅ બોમનીન આખ્યો, “પોરમીહેરોઅ બીખ રાખા, ઓનો તીયાઅ મોડાયોઅ માટો તીયાઅ ગુણગાન ગાયા! કેવકા લોકહોંઅ નીયાય કોઆંન તીયા નોક્કી કોઅનું સોમોય આવી ગોયુહ. જુગ, તોરતી, મોડુ દોરીયુ, ઓનો પાંઅયોંઅ ચોર બોંણાવનારો પોરમીહેરોઅ તુમું ભોક્તી કોઆ!”
8 બીજુ દેવદુત તીયાઅ ફાચલાઅ આલુ, ઓનો તો એવ આખત્નું: “બાબીલોન જો મોડો સેરોઅ નીસાણી આહાય, તીયાઅ એકદોમ નાસ વેયુહ. જેવ વેસ્યા માટહ્યોંન દારાખોઅ હોરો પીવાવીન પોતાઅરી સીનાલો કોઆવેહ તેવ, ઈયો મોડો સેરોઅ લોકહોં બાદો દેસહોંઅ લોકહોંન પોરમીહેરોઅ ભોક્તી કોઆંન સોળી દેઆંન ઉફ આપ્યુહ. તીંહીંઅ લીદો, પોરમીહેરો તીયો સેરોઅ લોકહોંન સીકસા કોઅયીહ.”
9 તીયો બેન દેવદુતહોંઅ ફાચલાઅ તીજુ એક દેવદુત આલુ. તીયા બોમનીન આખ્યો, “જેબી માંહેંઅ હોલો પોયનોઅ જાનવોરોઅ ઓનો તીયાઅ મુરત્યોઅ ભોક્તી કોઈઅ ઓનો તીયા નીમનો માંહાંહાંન તીંયહાંઅ નીંડહાંપોઅ કા આથહોંપોઅ સીક્કુ મારીન તીયો જાનવોરોઅ નીસાણી કોઆંન દેઈ, 10 તીંયહાંન પોરમીહેર, તીંયહાંપોઅ ચોળન્યો તીયાઅ ઝાંજોઅ લીદો આકરી સીકસા કોઈઅ. પોરમીહેર તીંયહાંન, પોતાઅ પોવીતોર દુતહોંઅ દેખતા ઓનો જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયાઅ દેખતા, બોલતો ગોંદરોખોઅ આગીમ ટાકીન રીબાવીઅ. 11 તીંયહાંન રીબાવનાયાર્ે આગીઅ તુમાણું કાયોમોઅ માટો ઉચો નો ઉચો ચોળ્યા કોઈઅ. પોરમીહેર તીંયહાંન રાત-દીહ એકધાયાર્ રીબાવીઅ. જે લોક હોલો જાનવોરોઅ ઓનો તીયાઅ મુરત્યોઅ પુંજા કોઅતાહ, ઓનો તીયા નીમનો માંહાંહાંન, તીંયહાંપોઅ તીયો જાનવોરોઅ નીસાણી કોઆંન દેતાહ, તીયો લોકહોંન એવુજ વેઈ.”
12 ઈંહીંપોઅ રેખ, પોરમીહેરોઅ લોકહોંન, એટલે કા, જે લોક પોરમીહેરોઅ હુકોમ પાલીન ઈસુપોઅ વીસવાહ રાખતાહ તીંયહાંન, ધીરોજ રાખીન સોતામણી વેઠાઅન, ઓનો સેવોટ લોગોઅ તીયાન ઈમાનદાર રેઆંન, ઉફ મીલનુંઅ જોજવે.
13 હાતીઅ માંય હોરગોમ રેખ એક ઓવાજોન એંહડો આખતા ઉનાઅયુ:“આય ગોઠ લેખી ને:“જે લોક મોઅતા લોગોઅ માલીખ ઈસુઅરી જોળાઅના રેતાહ, તીંયહાંન પોરમીહેર આમુ રેખ ભારી આસીરવાદ આપીઅ.’ ”
પોરમીહેરોઅ આત્મા આખેહ , “ઓં, પોરમીહેર તીંયહાંન નોક્કીજ આસીરવાદ આપીઅ. તે મોઈ જાય હાતીઅ તીંયહાંન સોખોત મેનોત કોઅનુંઅ નેંય પોળે, પોન ઉલ્ટો, તીંયહાંન આરામ મીલીઅ. કેવકા, તીયો લોકહોં કોઅનો કામહોંઅ ઈયાદી તીંયહાંઅ આરી જાઈ.”
તોરત્યોપોઅરો ખારાબ લોકહોંન વેનારી સીકસા
14 હાતીઅ માંયોં એક પાંઅડો વાદલો દેખ્યો. તીયો વાદલાપોઅ એખું બોઠનું. તો માંહાંઅ પોયોરોઅ ગાંઉં દેખાઅત્નું. તીયા પોતાઅ મુનકાપોઅ હોનાઅ એક મુંગોટ પોવનું. તીયાઅ આથોમ એક તારાલુ દાહલુ આથુ. 15 હાતીઅ બીજુ એક દેવદુત હોરગો વેઅનો મોંદીરોમ રેખ બારુ આલુ, ઓનો તીયા વાદલાપોઅ જો બોઠનું આથુ તીયાન બોમનીન આખ્યો, “તોરત્યોપોઅરો ઓનાજોન વાડાઅન સોમોય આવી ગોયુહ. તીંહીંઅ લીદો, તોઅ દાહલા કોઈન ઓનાજ વાડાઅન ચાલુ કોઅ! કેવકા, તોરત્યોપોઅરો ઓનાજ પાકી ગોયોહ.” 16 તાંહાંઅ વાદલાપોઅ જો બોઠનું, તીયા પોતાઅ દાહલા કોઈન તોરત્યોપોઅરો ઓનાજોન જોબોર-જોસ્તી વાડી નેદો.
17 હાતીઅ માંયોં બીજો એક દેવદુતોન હોરગો વેઅનો મોંદીરોમ રેખ બારુ આવતા દેખ્યુ. તીયાપોઅ બી તારાલુ દાહલુ આથુ. 18 હાતીઅ બીજુ એક દેવદુત વેદયોમ રેખ આલુ. તીયાન વેદયોઅ આગીપોઅ સોત્તા આથી. તીયા તારાલો દાહલાવાલો દેવદુતોન બોમનીન આખ્યો, “તોઅ તારાલો દાહલા કોઈન તોરત્યોઅ દારાખોઅ વાળ્યોઅ દારાખ વાડી ને! હાતીઅ તીયો દારાખહોંન એકઠયા કોઅ! કેવકા, તે દારાખી પાકી ગોયાહ.” 19 તાંહાંઅ તીયો દેવદુતો પોતાઅ દાહલા કોઈન તોરત્યોઅ દારાખોઅ વાળ્યોઅ દારાખહોંન જોબોરજોસ્તી વાડી ટાક્યા ઓનો તીંયહોંન એકઠયા કોઅયા. હાતીઅ તીયા તીયો દારાખહોંન દારખાઅ રોહ કાડનુંઅ મોડયો કુંડયોમ ટાક્યા. તે કુંડી, તોરત્યોપોઅરો ખારાબ લોકહોંન પોરમીહેર જે સીકસા આપેહ, તીંહીંઅ નીસાણી આહાય. 20 પોરમીહેરો નીમનો એક જાંઆં, સેરોઅ બારન્યો દારાખોઅ કુંડયોમ ખારાબ લોકહોંન સુંદી ટાક્યા. તીયો દારાખોઅ કુંડયોમ રેખ જો નોય નીંગત્નો તો, કોતોઅ ગાંઉં વોઅયા કોઅત્નો. ઓનો તો નોય કોળહાંઅ લોગામહોં લોગોઅ પોચે ઓત્તો ઉંડો આથો, ઓનો લોગભોગ એકહો એંસી માઈલ સેટો લોગોઅ વોઅયા કોઅત્નો.