17
નામ કાડી વોલન્યો વેસ્યાન સીકસા
1 હાતીઅ હાંત કોટુરાવાલો હાંત દુતહોં વેઅનું એક દુત માંઅહીં આલુ ઓનો માંન આખ્યો, “ માંઅરી ચાલ! પાંઅયોંઅ ઘોણો ચોરહોંપોઅ બોઠન્યો નો નામ કાડી વોલન્યો વેસ્યાઅ નીસાણ્યો તોરીકો જો સેર આહાય તીયાઅ લોકહોંઅ નીયાય કોઈન પોરમીહેર તીંયહાંન કેકેવ સીકસા કોઈઅ તો માંય તુંન દેખાવહીં. 2 તોરત્યોપોઅરો લોકહોંપોઅ રાજ કોઅનારહાં, તીયો સેરોઅ લોકહોંઅરી સીનાલો કોઅયોહ. ઓનો જેવ વેસ્યા માટહ્યોંન દારાખોઅ હોરો પીવાવીન સાકવેહ ઓનો પોતાઅરી સીનાલો કોઆવેહ, તેવ તીયો સેરોઅ લોકહોં તોરત્યોપોઅ રેનારો લોકહોંન પોતાઅરી સીનાલો કોઆવ્યોહ.”
3 હાતીઅ માંન એંહડુ ઓનુભોવ વેયુ કા, પોવીતોર આત્મા માંન પોતાઅ કાબુમ નેઅ નેદુ, ઓનો તો દેવદુત માંન ઉજળોમ ઉચકી નેઅ ગોયુ. ઓનો તાંહીં માંયોં એક રાતો જાનવોરોઅ ઉપોઅ બોઠની એક થેઅ દેખી. તીયો જાનવોરોઅ આખો ડીનોપોઅ પોરમીહેરોઅ નીંદા કોઅતે નામે લેખને આથે. ઓનો તીયો જાનવોરોઅ હાંત મુનકે ઓનો દોહ હીંગે આથે. 4 તીયો થેઈ જામણ્યો ઓનો રાતો રોંગોઅ પોતળે પોવને. ઓનો તે હોનાઅ નો કીમતી ઢોગળાહાંઅ નો, હીરા-મોત્યોઅ દાગીનહાં કોઈન પોરીજ આથી. તીયોઅ આથોમ હોનાઅ એક મોડુ કોટુરુ આથુ. તો કોટોરુ એંહડ્યો એક ચીજી કોઈન પોયર્ુ આથુ, કા જે તે થેઅ નોફરોત કોઆંન લાયોક ઓનો મેલે કામે કોએહ, ઓનો સીનાલો કોએહ તીંહીંઅ નીસાણી આહાય. 5 તીયોઅ નીંડાપોઅ એક નામ લેખનો આથો, જીયાઅ ભેદો વાલુ ઓર્થુ આંહડુ આહાય: “માંય મોડો સેર બાબીલોન, દુન્યા વેઅન્યો બાદયો વેસ્યાહાંન સીનાલો ઓનો બીજે નોકટે કામે કોઆંન હીકવુઅનારી યાહકી આહાય.” 6 માંયોં દેખ્યો તા, તે થેઅ પોરમીહેરોઅ પોવીતોર લોકહોંઅ, એટલે કા, જીંયહાં ઈસુઅ બાબોતોઅ હાચાય જાહેર કોઅયી તીંયહાંઅ, નોય પીયન તે સાકી ગોયની. તીયોન દેખીન માંય ભારી બોગલાય ગોયુ,
7 તાંહાંઅ તીયો દેવદુતો માંન આખ્યો, “કાય તું બોગલાય ગોયુહ? માંય તુંન ઈયો થેઈઅ નો તે જીયાપોઅ બોઠીહ તીયો જાનવોરોઅ, એટલે કા, જીયો જાનવોરોઅ હાંત મુનકે નો દોહ હીંગે આહાય, તીયાઅ, ભેદ હોમજાવહીં. 8 તુંયોં જો જાનવોર દેખ્યો તો, એક જોમાનામ જીવતો આથો. પોન આમું તો જીવતો નાંહ. તેબી તો તોલ્યા વોગોરોઅ ખાડામ રેખ હોવારોજ બારો નીંગીન આવનારો આહાય. ઓનો તો એંહડો જાગો જાનારો આહાય કા, જાંહીં પોરમીહેર તીયાઅ નાસ કોઈઅ. તોરત્યોપોઅ રેનારો જીયો લોકહોંઅ નામે કાયોમોઅ માટો જીવનારો લોકહોંઅ ઈયાદયો ચોપળ્યોમ દુન્યા હોરજાઅયી તીંહીંઅ પેલ્લુરેઅ નોંદાઅને નોખે, તે લોક તીયો જાનવોરોન દેખીન બોગલાય જાઈ. કાંહાંનકા એક જોમાનામ તો જાનવોર જીવત્નો, આમુ તો નાંહ જીવતો પોન તો ફાચો દેખાઅયો.
9 “જે હારી ઓકોલ વાપરીન વીચાર કોઅતેહ, તે આય બાબોત હોમજી સેક્તેહ. તીયો જાનવોરોઅ જે હાંત મુનકે આહાય તે, જીયો સેરોમ તે થેઅ રેહે તીયો સેરોઅ હાંત ડોગયાર્ેહોંઅ નીસાણી આહાય. તે મુનકે હાંત રાજહાંઅ બી નીસાણી આહાય. 10 તીયો હાંત રાજહાંઅ વેઅનો પાંચ રાજહાંઅ નાસ વેયુહ. એક રાજા આમું હાયાતોમ આહાય. ઓનો બીજુ રાજા આજી આવનારુ આહાય; તો આવીઅ તાંહાંઅ તો થોળોક વોખોતોઅ માટોજ રાજ કોઈઅ. 11 ઓનો હોલો જાનવોર જો એક સોમોયોમ જીવતો આથો ઓનો આમુ જીવતો નાંહ, તોજ આઠમું રાજા આહાય. ઓનો તીયો હાંત રાજહાંઅ ગાંઉં તો બી વોરતેહ. ઓનો હાતીઅ પોરમીહેર તીયાઅ બી નાસ કોઈઅ. 12 જે દોહ હીંગે તુંયોં દેખ્યે તે, દોહ રાજહાંઅ નીસાણી આહાય. તીંયહાંઅ રાજ આજી ચાલુ નાંહ વેયો. તીયો રાજહાંન તીયો જાનવોરોઅરી થોળોક સોમોયોઅ માટો રાજ કોઆંન સોત્તા મીલીઅ. જાણે કા, એક કાલાકોઅ માટો રાજ કોઆંન સોત્તા મીલી વેય તેંહડો વેઈ. 13 ઈયો દોહુ-દોહ રાજહાંઅ ઈરાદુ તા એકુજ વેઈ, એટલે કા, તે લોકહોંપોઅ રાજ કોઆંન પોતાઅ હોક, ઓનો સોત્તા તીયો જાનવોરોન હોપી દેઈ. 14 તે રાજા ઓનો હોલો જાનવોર, જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તીયાઅરી લોળીઅ. પોન જો ઘેટાઅ બોચાઅ ગાંઉં આહાય તો તીંયહાંન હારાવીઅ. કાંહાંનકા તો, માલીખહોંઅ માલીખ ઓનો રાજહાંઅ રાજા આહાય. તીયાઅરી મીલીન તીયો રાજહાંન નો હોલો જાનવોરોન હારાવનારા તીયાઅ હોંગાત્યા બી આહાય. પોરમીહેરો તીંયહાંન પોતાઅ લોક બોંણાઅન હાદયાહ ઓનો પોસોંદ કોઅયાહ. ઓનો તે તીયાન ઈમાનદાર રેતાહ.”
15 તીયો દેવદુતો ફાચો માંન આખ્યો, “જો ઘોણો ચોરહોંઅ પાંઈં તુંુયોં દેખ્યો, જીંહીંપોઅ હોલી વેસ્યા બોઠીહ, તો પાંઈં તા દોરેક જાતીઅ, દોરેક દેસોઅ, ઓનો દોરેક બોની બોનનારો લોકહોંઅ ટોલહાંઅ નીસાણી આહાય. 16 તુંયોં દેખ્યા તે દોહ રાજા કા જીંયહાંઅ નીસાણી દોહ હીંગે આહાય, તે રાજા ઓનો તો જાનવોર, જીયો સેરોઅ નીસાણી હોલી તે વેસ્યા આહાય, તીયો સેરોઅ નોફરોત કોઈઅ. ઓનો તીંહીંઅ પોરીણામો, જાણેકા, તીયોઅ બાદે પોતળે કાડી નેદે વેય, તેવ તે તીયો સેરો વેઅનો બાદોજ પાળાવી નેઈ, ઓનો જાણેકા, તીયોઅ માંહ ખાય ગોયા વેય તેવ, તીયો સેરોઅ નાસ કોઈઅ. ઓનો તીયાન આગીમ હેલગાવી દેઈ. 17 કાંહાંનકા, પોરમીહેર પોતાઅ ઈરાદુ પુરુ કોઆંન માટો, તીંયહાંઅ મોનહોંમ તીયો વેસ્યાઅરી એંહડો કોઆંન મોરજી પેદા કોઈઅ, ઓનો તે બાદા રાજા તીયો જાનવોરોન પોતાઅ સોત્તા હોપી દેઆંન એક મોનોઅ વેઈ. ઓનો એવ કોઈન પોરમીહેરોઅ ગોઠી પુર્યા વેઈ. 18 ઓનો જીયો થેઈન તુંયોં દેખીહ તે તા, તોરત્યોઅ લોકહોંઅ રાજહાંપોઅ રાજ કોઅનારો તીયો મોડો સેરોઅ નીસાણી આહાય.”