કોલોસે સેરોઅ ખ્રીસ્તી મોંડોળોન પાવુલોઅ કાગોલ
1
પાવુલોઅ સાલામ
1-2 ખ્રીસ્ત ઈસુઅ ખોબરી વેઆંન ખાતોર પોરમીહેરો પોસોંદ કોઅનું પાવુલ, ઓનો તીમોથી, કોલોસે સેરોઅ પોરમીહેરોઅ લોકહોંન, કા જે ખ્રીસ્તોઅ આર્યોઅ જોળાણોઅ લીદો ખાત્યાર્ેઅ પાવોહ-બોંઅયાંહ આહાય, તીંયહાંન આય કાગોલ લેખતાહ.
પોરમીહેર આપોઅ બાહકુ તુમાંપોઅ મેરબાની કોએ ઓનો તુમહાંન સુખ-સાંતી આપે! 3-4 ખ્રીસ્ત ઈસુપોઅ તુમહાં જો વીસવાહ રાખ્યુહ તીંહીંઅ બાબોતોમ ઓનો પોરમીહેરોઅ બાદો લોકહોંપોઅ તુમહાં જે માયા રાખીહ તીંહીંઅ બાબોતોમ આમહાં ઉનાઅયોહ. તીંહીંઅ લીદો, જીયો બી વોખોત આમું તુમાંઅ માટો ઓરોજ કોઅતાહ તીયો વોખોત પોરમીહેરોઅ, એટલે કા, આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ બાહકાઅ, આમું કાયોમ આબાર માનતાહ. 5 પોરમીહેરોઅ બાબોતોઅ હાચાયોઅ ગોઠ, એટલે કા, હારી ગોઠ તુમહાંન માલીખોઅ સેવોકહોં તુમહાંન પોયન્યોઅ વોખોત આખની તેંહડામ તુમહાં, પોરમીહેરો તુમાંઅ માટો હોરગોમ થોવી રાખના આસીરવાદ મેલવાઅન આસાઅ બાબોતોમ તીયો હાર્યો ગોઠીમ ઉનાઅનો. તીંહીંઅ લીદો, તુમું ઈસુ ખ્રીસ્તોપોઅ વીસવાહ રાખતેહ ઓનો પોરમીહેરોઅ બાદો લોકહોંપોઅ માયા રાખતેહ. 6 ઓનો જો દીહ તુમહાં પોરમીહેરોઅ મેરબાન્યોઅ બાબોતોમ પોયન્યોઅ વાખોત ઉનાઅનો ઓનો ખોર્યો રીતો તીંહીંઅ ઓનુભોવ કોઅનુંઅ, તો દીહ રેખ, જેવ ઈયો હાર્યો ગોઠીપોઅ તુમહાં રાખનો વીસવાહો કોઈન તુમાંઅ ખારાબ સોબાવ ઓનો ચાલ-ચોલગોતી તુમાંઅ જીવોનહોંમ રેખ નીંગી જાત્યાહ, ઓનો જેવ તુમાંઅહીંરાઅ વાદારુ નો વાદારુ લોક હારી ગોઠ ઉનાયન તીંહીંપોઅ વીસવાહ રાખતાહ, તેવુજ દુન્યાઅ બીજો ઘોણો લોકહોંઅ ખારાબ સોબાવ ઓનો ચાલ-ચોલગોતી બી તીંયહાંઅ જીવોનહોંમ રેખ નીંગી જાત્યાહ, ઓનો દુન્યાઅ બીજા વાદારુ લોક હારી ગોઠ ઉનાયન તીંહીંપોઅ વીસવાહ રાખતાહ. 7 આમાંઅ આર્યોઅ મેરાલો સેવોક એપાફીરાપોઅ રેખ તુમહાં પોરમીહેરોઅ આય મેરબાન્યોઅ બાબોતોમ હીકયોહ. એપાફીરા તુમાંઅ ખાતોર ખ્રીસ્તોઅ ખાતર્યોઅ સેવોક આહાય. 8 ઓનો પોવીતોર આત્મા તુમાંઅ મોનહોંમ બીજો લોકહોંઅ માટો જે માયા પેદા કોઅયીહ, તીંહીંઅ બાબોતોમ તીયા આમહાંન આખ્યોહ.
9 આમહાં તો ઉનાઅનો તો દીહ રેખ, તુમાંઅ ખાતોર ઓરોજ કોઆંન કોય દીહ બી આમું ચુકયા નાંહ. તુમું પોરમીહેરોઅ મોરજી પુરી રીતો જાંઆ તીંહીંઅ લીદો, પોવીતોર આત્મા તુમહાંન આત્મીક ગીયાન ઓનો બુદદી આપે, એંહડી આમાંઅ ઓરોજ આહાય. 10 આમું ઈંહીંઅ ખાતોર ઓરોજ કોઅતાહ કા, તુમું માલીખોઅ લોકહોંન સોબે તેવ જીવા, ઓનો બાદયો રીતો તીયાન પોસોંદ પોળે તેંહડે કામે કોઆ, ઓનો બાદયો જાતીઅ હારે કામે કોઆ, ઓનો વાદારુ નો વાદારુ પોરમીહેરોઅ ઓનુભોવ કોઆ. 11-12 ઓનો ખુસ વેયન પોરમીહેર બાહકાઅ આબાર માનતા-માનતા તુમું ધીરોજ રાખીન બાદો વેઠી નેયા તીંહીંઅ ખાતોર, તો પોતાઅ ભારી મોડયો તાકોતો કોઈન તુમહાંન વાદારુ આત્મીક ગોતી આપે. તીયા પોતાઅ ઉજવોળોવાલો હોરગોઅ રાજોમ પોતાઅ લોકહોંઅ માટો જે આસીરવાદ થોવી રાખ્યાહ, તે આસીરવાદ મેલવાઅન તીયા તુમહાંન લાયોક બોંણાવ્યેહ. 13 તો આપહોંન આંદારાઅ કાબુમ રેખ, એટલે કા, સેતાનોઅ કાબુમ રેખ સોળવીન પોતાઅ મેરાલો પોયોરોઅ રાજોમ નેઅ આલુહ. 14 તીયો પોયોરોઅ મારફોતોજ પોરમીહેરો આપહોંન સોળવ્યેહ, એટલે કા, આપોઅ પાપ માફ કોઅયાહ.
ખ્રીસ્તોઅ ગુણ ઓનો કામે
15 ખ્રીસ્ત તા કોડાન બી નેંય દેખાઅનારો પોરમીહેરોન દેખાવનારુ આહાય, ઓનો તો પોરમીહેરોઅ ગાંઉંજ આહાય, ઓનો પોરમીહેરો બાદો બોંણાવનો તીંહીંઅ પેલ્લાઅ બી તો આથુ. એવ કોઈન તો પોરમીહેરો બોંણાવનો બાદહાંઅ ઉપરી આહાય. 16 કેવકા, ખ્રીસ્તોઅ મારફોતોજ પોરમીહેરો જુગ ઓનો તોરત્યો વેઅન્યો બાદયો ચીજહીંન બોંણાવ્યાહ, એટલે કા, માંહાંહાંન દેખાઅનાર્યો ઓનો નેંય દેખાઅનાર્યો ચીજહીંન બોંણાવ્યાહ. તીંહમેઅ ખાસ કોઈન, બાદયો જાતીઅ હોદદાવાલો હોરગોઅ દુતહોંન તીયાઅ મારફોતોજ તીયા બોંણાવ્યાહ. પોરમીહેરો તીયાઅ મારફોતો ઓનો તીયાઅ મોરજી પુરી કોઆંન ખાતોરુજ બાદો બોંણાવ્યોહ. 17 પોરમીહેરો બાદો બોંણાવનો તીંહીંઅ પેલ્લાઅ બી ખ્રીસ્ત આથુ. ઓનો બાદયો ચીજહીંન પોત-પોતાઅ જાગો હારી રીતો ગોઠવુઅનારુ બી ખ્રીસ્તુજ આહાય. 18 તો પોતાઅ સોરીદો રુપી મોંડોળોઅ ઉપરી આહાય. ઓનો તો તીયો મોંડોળોન આત્મીક રીતો જીવાવનારુ આહાય. ઓનો પોરમીહેરો મોઅનાહાંમ રેખ જીવતો કોઅનાહાંમ તો પોયનું આહાય, ઈંહીંઅ ખાતોર કા, પોરમીહેરો બોંણાવનો બાદહાંઅ તો ઉપરી બોંણે. 19 કેવકા, પોરમીહેરો પોતોજ પોસોંદ કોઅયો કા, તીયાઅ પુરા ગુણ તીયાઅ પોયોરોમ રેય. 20 તીંહીંઅ લીદો, પોરમીહેરો પોતાઅ પોયોરોઅ મારફોતો જુગ ઓનો તોરત્યો વેઅનો બાદહાંન પોતાઅરી મેલ-મીલાપ કોઆવાઅન પોસોંદ કોઅયો, એટલે કા, તીયાઅ પોયોર કુરુસોપોઅ મોઅયુ તાંહાંઅ પાળનો નોયો કોઈન જુગ ઓનો તોરત્યો વેઅનો બાદહાંન પોતાઅરી મેલ-મીલાપ કોઆવાઅન તીયા પોસોંદ કોઅયો.
21 ખ્રીસ્તોપોઅ વીસવાહ કોઅયા પેલ્લાઅ તુમાંઅ ખારાબ વીચાર ઓનો કામહોંઅ લીદો, તુમું પોરમીહેરો રેખ ભારી સેટો વેઅ ગોયને ઓનો તીયાઅ દુસ્માન બી આથે. 22 પોન તો તુમહાંન પુરી રીતો સોકા વેયના નો દાગો વોગોરોઅ નો ગુના વોગોરોઅ લોક તોરીકો પોતાઅ હાજર્યોમ દાવે તીંહીંઅ ખાતોર, આમુ તીયા પોતાઅ પોયોરોઅ સોરીદોઅ મોતો કોઈન તુમહાંન પોતાઅરી મેલ-મીલાપ કોઅયુહ. 23 પોન તીંહીંઅ માટો એ સોરોત આહાય કા, હાર્યો ગોઠીપોઅ તુમહાં રાખનું વીસવાહ તુમું જાલવી રાખા, ઓનો તીયો વીસવાહોમ પાકે રેયા, ઓનો હારી ગોઠ ઉનાઅની તેંહડામ તુમહાં જે આસીરવાદ મેલવાઅન આસા રાખની તે નેંય સોળા. એજ હારી ગોઠ પોરમીહેરોઅ સેવોકહોં દુન્યાઅ ઘોણો માંહાંહાંન જાહેર કોઅયીહ, ઓનો પોરમીહેરો માંન પાવુલોન એજ હારી ગોઠ જાહેર કોઆંન નીમ્યુહ.
24 તુમાંઅ લીદો જે દુખે માંય વેઠોંહ તીંહીંઅ માંન આમુ આનોંદ આહાય. કેવકા, ખ્રીસ્તો માંન હોપન્યો સેવાઅ લીદો, તીયાઅ સોરીદો રુપી મોંડોળોઅ માટો, માંઅ જે દુખે વેઠાઅન આજી બાકી આહાય, તે માંઅ સોરીદો કોઈન માંય પુરે કોઓંહ. 25 પોરમીહેરો માંન તીયાઅ મોંડોળોઅ સેવા કોઆંન જોવાબદારી હોપીહ. માંય તીયાઅ બાબોતોઅ બાદયા ગોઠી તુમહાંન આખોંહ તીંહીંઅ ખાતોર તીયા માંન આય કામ હોપ્યોહ. 26 પોરમીહેરો પોતાઅ ગોઠહીંઅ ભેદ જુનો જોમાનાઅ લોકહોંઅ આગલાઅ નોખુ ખોલ્યુ. પોન આમુ તો ભેદ તીયા પોતાઅ લોકહોંઅ આગલાઅ ખોલ્યુહ. 27 તો ભેદ પોતાઅ લોકહોંઅ આગલાઅ ખોલાઅન તીયા પોસોંદ કોઅનો. તો ભેદ ખોરેખોર ભારી હારુ આહાય ઓનો બાદો લોકહોંઅ ભોલાયોઅ માટો આહાય. તો ભેદ ઓ આહાય કા, ખ્રીસ્ત પોતાઅ પોવીતોર આત્માઅ મારફોતો, યેહુદી સીવાયોઅ લોકહોંઅ, એટલે કા તુમાંઅ મોનહોંમ બી વોહતી કોએહ. ઈંહીંઅ ઓર્થુ ઓ આહાય કા, તુમું હોરગોમ મોડાય મેલવીન રેહા. 28 તીંહીંઅ લીદો, આમું ખ્રીસ્તોઅ બાબોતોમ બાદયો જાતીઅ લોકહોંન આખતાહ. તીંયહાંન બાદહાંન ખ્રીસ્તોઅ આર્યોઅ જોળાણોમ ઓનો વીસવાહોમ, પાકા વેયના લોક તોરીકો, પોરમીહેરોઅ હાજર્યોમ દાવાઅન માટો ભારી ગીયાનો કોઈન આમું તીંયહાંન બાદહાંન ચેતવુઅતાહ ઓનો હીકવુઅતાહ. 29 જે ભારી મોડી ગોતી ખ્રીસ્ત માંન આપેહ, તીંહીં કોઈન માંય આય બાદો કોઆંન તોકલીત વેઠીન મેનોત કોઓંહ.